Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦ जीवाइपयत्थाणं, सन्तपयाईहिं सत्तहिं एएहिं । बुद्धाण वि पुण पुण, सवणचिन्तणं सत्थवो होइ ॥९॥ તેના ઉપર જિનદાસની સંક્ષિપ્ત કથા આ પ્રમાણે
આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં મથુરા નામની નગરીમાં ગુરુમુખે અમૃતમય ધર્મદેશના સાંભળવા દ્વારા જિનશાસન ઉપર પરમશ્રદ્ધાવાળાં જિનદાસ અને સાધુદાસી નામનાં પતિ-પત્ની હતાં, એક વખત ગુરુજીની પાસે સમ્યકત્વ પૂર્વક બારવ્રત ધારી થયાં, પશુઓનું પાલન-પોષણ સાવદ્યકર્મ વિના શક્ય નથી એમ સમજી પશુઓ ન રાખવાનો નિયમ લીધો. એક વખત એક આભીરી (ભરવાડણ) દહીં વેચતી આ ઘરે આવી. સાધુદાસીને આ આભીરીનું દહીં બહુ જ ગમ્યું. દરરોજ આપી જવા કહ્યું. આભીરી દરરોજ સુંદર દહીં આપે છે. તેના બદલામાં સાદાસી તેને મોં માગ્યા પૈસા આપે છે તેમ કરવાથી તેઓ વચ્ચે મૈત્રી થઈ.
એક વખત આભીરીએ પોતાની પુત્રીના લગ્નપ્રસંગે પત્ની સહિત જિનદાસને પોતાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ધર્મ-પરાયણ એવા અમને આવા પ્રકારના લગ્નપ્રસંગે આવવાનો અવસર નથી એમ કહીને ત્યાં જવાનું ટાળીને લગ્નને ઉચિત કેટલીક વસ્તુઓ તે આભીરીને આપી. લગ્નનું કાર્ય સમાપ્ત થયા બાદ લગ્નમાં આપેલી વસ્તુઓના ઋણમાંથી મુક્ત થવા આભીરીએ સુંદર બાંધાવાળા દેખાવડા ત્રણ વર્ષની નાની ઉંમરવાળા કંબલ-શંબલ નામના બે બળદો જિનદાસને ભેટ આપ્યા. “અમારે પશુ ન રાખવાનો નિયમ છે” એમ સમજાવવા છતાં. અને બળદોને ન આપવાનું સમજાવવા છતાં જિનદાસની ગેરહાજરીમાં તેના ઘરે ખીલે બન્ને બળદોને બાંધીને તે આભીરી પોતાને ઘેર ચાલી ગઈ. જિનદાસે ઘેર આવતાં બળદોને જોયા. મનમાં દુઃખી થયો. વિચારવા લાગ્યો કે જો આ બળદોને હું છોડી મુકીશ તો દુર્જન માણસો તેને ગાડે જોડશે, લાકડી આદિથી મારશે. અને બળદો દુઃખી થશે. અને જો ન છોડું તો મારે નિયમનો ભંગ થાય છે મન આકુળવ્યાકુલ હોવા છતાં અનુકંપા બુદ્ધિથી બન્ને બળદોને નિર્દોષ ભોજન અને અચિત્ત પાણી પીવરાવવા દ્વારા મોટા કરે છે. પર્વતિથિઓમાં જિનદાસ પૌષધ અને ઉપવાસ કરીને ધર્મશાસ્ત્રોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org