Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગુણીયલ હોવાથી જે દોષો હોય છે તે કર્મોદયની તીવ્રતાના કારણે જ હોય છે. તેઓને પણ પોતાના દોષોનો ડંખ હોય છે શક્ય પરિહારથી જ દોષો દુભાતા મને જ સેવતા હોય છે. માટે દોષો નિર્માલ્યરૂપે જ હોય છે. તેથી ઢાંકવા જેવા છે.
(૫) આશાતનાનો ત્યાગ : અરિહંત પરમાત્મા આદિની જઘન્યથી ૧૦, મધ્યમથી ચાલીસ અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી આશાતનાનો ત્યાગ કરવો. ગુરુની તેત્રીસ આશાતનાનો ત્યાગ, આ દશે પદોનો નાશ થતો રોકવો, ચોરી થતી રોકવી, તોડફોડ થતી અટકાવવી, ગેરવહીવટ દૂર કરવો, કોઈ આશાતના કરતું હોય તો તેને અટકાવવો, જે સાધનો જે ઉપયોગ માટે હોય તે સાધનનો જો બીજો ઉપયોગ થતો હોય અથવા દુરુપયોગ થતો હોય તો રોકવો.
આ દશે પદોનો ઉપરોક્ત પાંચ પ્રકારે વિનય કરવાથી આત્મામાં ધર્મરૂપી વૃક્ષ ઉગે છે. ફૂલે ફાલે છે. આ વિનય ધર્મવૃક્ષને ઉગાડવામાં જાણે અમૃતના સિંચન તુલ્ય છે. આ દશ પદો એ જ પરમ જૈનશાસન છે. જૈન શાસનનાં આધારભૂત કેન્દ્રસ્થાનો છે. તે દશેનો પાંચ પ્રકારે વિનય કરવાથી સમ્યક્ત ન આવ્યું હોય તો આવે છે અને આવ્યું હોય તો વધારે દીપ્તિમાન બને છે. માટે વિનય કરવામાં આદરમાન બનવું. દશ પ્રકારના વિનયકરણ ઉપર “ભુવનતિલક મુનિ”ની કથા આ પ્રમાણે છે
કુસુમપુર નામના નગરમાં ધનદ નામનો રાજા અને પદ્માવતી નામની રાણી હતી. તેઓને “ભુવનતિલક” નામનો પરમવિનયવાળો પુત્ર હતો. તે પુત્રમાં બીજા અનેક ગુણો હતા. પરંતુ અન્ય ગુણોમાં વિનયગુણ જાણે સ્પર્ધા કરતો હોય તેમ અધિક હતો. એક વખત રાજસભામાં રાજા બેઠા છે, ત્યારે રત્નસ્થલ નગરના રાજા “અમરચંદ્ર”નો દૂત ત્યાં આવ્યો સન્માનપૂર્વક દૂતને રાજસભામાં પ્રવેશ અપાયો. ધનદ રાજાને પ્રણામ કરીને દૂતે વાત શરૂ કરી કે, અમરચંદ્ર નામના અમારા રાજાને યશોમતી નામની અતિશય ગુણીયલ પુત્રી છે. તે પુત્રી એક વખત સખીઓ સાથે મકરાનંદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં વિદ્યાધરીઓ વડે તમારા કુમારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org