________________
૧૭૬
એક વખત શિકાર માટે ઘરે રાખેલા કેટલાક કૂતરાઓને ઘરમાં રાખીને તે સંગ્રામસૂર કોઇપણ પ્રયોજનના વશથી ગ્રામાન્તર ગયો. તે જ સમયે તેના ઘરની સમીપમાં જ રહેલા ઉપાશ્રયમાં ઉતરેલા શ્રુતકેવલી અને અવધિજ્ઞાની એવા શ્રી શીલંધરાચાર્ય તે કૂતરાઓના પ્રતિબોધ નિમિત્તે મધુરવાણી આ પ્રમાણે બોલે છે.
‘‘ક્ષણ માત્રના સુખની ખાતર જે મહાપાપી જીવો નિરપરાધી જીવોને હણે છે તે રાખ જેવી તુચ્છ વસ્તુ માટે હરિચંદન જેવા ઉત્તમ વૃક્ષોને બાળે છે.''
“જે જીવો દયારહિત થઇને બીજો ધર્મ કરે છે. તે ઉત્તમ હાથીને છોડીને છેદાયેલા કર્ણવાળા ગધેડા ઉપ૨ આરોહણ કરે છે.’
“જે સમુદ્રના જલના બિંદુઓનું માપ જાણે છે. જે ગગનમાં રહેલા નક્ષત્રોનું પ્રમાણ જાણે છે. તે જ જ્ઞાની અભયદાનમાં કેટલું પુણ્ય છે. તે વર્ણવી શકે છે.''
ઇત્યાદિ ગુરુનાં વચનો સાંભળીને પ્રગટ થયું છે. ચૈતન્ય જેને એવા ઘરમાં બેઠેલા કૂતરાઓ વિચારે છે કે, પુણ્ય-પાપ આદિ તત્ત્વો જેણે જાણ્યાં નથી એવા મૂઢ અમારા વડે પારકાનાં (સંગ્રામસૂરનાં) કાર્યો કરવામાં તત્પર થઇને ઘણા ઘણા જીવવધનાં પાપો કરીને અમારો આત્મા નરકનો અધિકારી કરાયો. હવેથી નરકના માર્ગના હેતુભૂત એવી હિંસા અમારે કરવી નથી. એટલામાં સંગ્રામસૂર ગ્રામાન્તરથી આવ્યો. બીજા દિવસે શિકાર અર્થે આ કૂતરાઓને સાથે લઇ અરણ્યમાં જાય છે. હરણોની સામે ધસવા સંગ્રામસૂર પ્રેરે છે. પરંતુ ચિત્રમાં દોરાયેલાની જેમ નિશ્ચેષ્ટ થઇને તે કૂતરાઓ ઉભા જ રહે છે. હરણોને ભસવા-કરડવા કે મારવા સામે જતા નથી તેથી પોતે આ કૂતરાના પાલક તરીકે રાખેલા પુરુષને પૂછે છે. પાલકપુરુષો કહે છે કે, બીજું વિશેષ કારણ તો અમે જાણતા નથી. પરંતુ આ કૂતરાઓને બાંધવાના સ્થાનની પાસે જ જૈનમુનિઓ વસે છે. તેઓ જીવદયાનાં શાસ્ત્રો સતત ભણે છે. તે સાંભળીને જીવદયામાં તત્પર આ થયા હોય એમ લાગે છે. તેથી કુમાર વિચારવા લાગ્યો કે ધન્ય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org