________________
૧૯૯
ત્રીજું થાનક ચેતન કર્તા કર્મ તણે સંયોગે રે, કુંભકાર જિમ કુંભ તણો, જગ દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્ય કર્મનો નગરાદિકનો તે ઉપચાર પ્રકારે રે. ૬૪ ચોથું થાનક ચેતન ભોક્તા પુણ્ય પાપ ફળ કેરો રે, વ્યવહા૨ે નિશ્ચયનયર્દષ્ટે ભુંજે નિજગણ નેહો રે; પાંચમું થાનક છે પરમપદ અચલ અનંત સુખવાસો રે, આધિ-વ્યાધિ તન-મનથી લહીયે તસ અભાવે સુખ ખાસો રે. ૬૫
ગાથાર્થ :-જેમ આ દુનિયામાં દંડ અને ચાકડો વગેરેની મદદથી કુંભાર ઘડાનો કર્તા છે. તેમ પૂર્વબદ્ધ કર્મોના ઉદયજન્ય કષાય અને યોગાદિ વડે આ જીવ પણ કર્મોનો કર્તા છે. આ ત્રીજું સ્થાનક છે. આ જીવ નિશ્ચયનયથી પોતાના ગુણોનો કર્તા છે. અનુપરિત વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો કર્તા છે અને ઉપચરિતવ્યવહારનયથી નગરાદિકનો કર્તા છે. ૬૪
આ આત્મા પોતાના પુણ્ય અને પાપના ઉદય જન્ય ફળસ્વરૂપ દુ:ખનો વ્યવહારનયથી ભોક્તા છે. અને નિશ્ચયનયની દૃષ્ટિથી નિજગુણોનો જ ભોક્તા છે. આ ચોથું સ્થાનક છે. તથા અચલ અને અનંતસુખના વાસવાળું પરમપદ છે. એમ માનવું તે પાંચમું સ્થાનક છે.
આ સંસારમાં આધિરૂપ મનનાં દુઃખો છે અને વ્યાધિરૂપ શરીરનાં દુઃખો છે. પરંતુ મોક્ષમાં તે બન્નેનો અભાવ હોવાથી ખાસું-અતિશય સુખ છે. આવું વિચારવું તે પાંચમું સ્થાનક છે. ૬૫
છઠ્ઠું થાનક “મોક્ષ” તણું છે સંજમ જ્ઞાન ઉપાયો રે, જો સહજે લઇએ તો સઘળે કારણ નિષ્ફળ થાયો રે; કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું તે વિણ જુઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી સીપ ભણી જે ફરીયા રે. ૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org