Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 204
________________ ૨૦૩ ઉત્તર- હું સુખી છું. હું દુઃખી છું. હું ધનવાનું છું ઇત્યાદિ જ્ઞાનોમાં “હું” શબ્દથી સ્વયં અનુભવાતું જે દ્રવ્ય છે. તે આત્મા આ રીતે માનસ પ્રત્યક્ષ સિદ્ધ છે તથા આ શરીર, કોઈક દ્રવ્યને આશ્રિત છે. ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિમાન્ હોવાથી, રથની જેમ, ઇત્યાદિ અનેક અનુમાનોથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે. તથા આગમમાં પણ આત્માના અસ્તિત્વને જણાવનારા અનેક પાઠો છે. એમ સર્વ પ્રમાણોથી આત્મા છે એમ સિદ્ધ થાય છે. આ આત્મા અનાદિ અનંત છે. આત્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશ છે. માત્ર શરીરવ્યાપી જ છે આત્મા અને પુદ્ગલમય શરીર દૂધ અને પાણીની જેમ એકમેક-મિશ્ર થયેલાં છે. જેમ હંસ દૂધપાણીને છુટાં પાડે છે. તેમ આ વિષયનું અનુભવજ્ઞાન જેને થાય છે. તે બન્નેને જુદા જાણે છે. આ પ્રમાણે “આત્મા છે” એવું માનવું એ સમ્યકત્વનું પ્રથમ સ્થાન છે. શાસ્ત્રમાં કહ્યું છે કેआया अणुभवसिद्धो, गम्मइ तह चित्तचेयणाईहिं ।। जीवो अत्थि अवस्सं, पच्चक्खा नाणदिट्ठीणं ॥ स. स. ६०॥ (૨) આત્મા નિત્ય છે. આ બીજુ સ્થાનક બૌદ્ધ દર્શન ચાર્વાકની જેમ આત્મદ્રવ્ય નથી માનતું એમ નહીં. પરંતુ આત્મદ્રવ્ય છે એમ માને છે એટલે પહેલું સ્થાનક તો માને છે. પરંતુ સર્વ ક્ષણમ્ માનતા હોવાથી આત્મદ્રવ્યને માત્ર અનિત્ય જ માને છે. પ્રતિક્ષણે આત્મા ઉત્પત્તિ-નાશવાળો છે. એમ માને છે. તેની સામે જૈનદર્શનકાર જણાવે છે કે આત્મદ્રવ્ય અનાદિ-અનંત હોવાથી નિત્ય છે. જો આત્મદ્રવ્યને ક્ષણિક માનીએ તો બાલ્યાદિ અવસ્થામાં અનુભવેલું યુવાવસ્થામાં સ્મૃતિગોચર થાય નહીં. જેમ દેવદત્તે અનુભવેલું યજ્ઞદત્તને સ્મૃતિગોચર થતું નથી. તેમ આત્મા જો ક્ષણિક હોય તો પ્રતિસમયે આત્મા બદલાવાથી પૂર્વકાલના આત્માએ અનુભવેલું ઉત્તરકાલીન આત્માને સ્મરણ કેમ થાય ! તથા એક ભવમાં જે આત્માએ પુણ્ય-પાપ કર્મ કર્યું હોય તેનું ફળ સુખ અને દુઃખ બીજા ભવમાં રહેલા આત્માને કેમ ભોગવવું પડે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210