________________
૨૦૫ (૪) આત્મા કર્મોનો ભોક્તા છે. આ ચોથું સ્થાનક.
જેમ કર્મોનો કર્તા આત્મા છે. તેમ ભોક્તા પણ આ આત્મા જ છે. કારણ કે જે કર્મ કરે તે જ ફળ ભોગવે આ ન્યાયમાર્ગ છે ચોરી કરે બીજો અને શિક્ષા પાસે બીજો એવું સંભવતું નથી સાંખ્ય દર્શન પુરુષને અકર્તા અને અભોક્તા માને છે. સત્ત્વ-રજસ અને તમો ગુણની બનેલી પ્રકૃતિ જ કર્તા-ભોક્તા છે એમ માને છે જે સાચું નથી. પરંતુ કષાય અને યોગોથી જો કર્મ જીવ બાંધે છે. તો તેનું ફળ ભોગવનાર પણ તે જ સંભવી શકે. માટે જીવ જ કર્તા, ભોક્તા છે. જો અન્ય કરે અને અન્ય ભોગવે એમ કહીએ તો અતિવ્યાપ્તિ આવે. તથા જગતમાં અવ્યવસ્થા પણ થાય. માટે કર્તુત્વ અને ભાતૃત્વ એક અધિકરણમાં જ હોય છે. કહ્યું
भुंजइ सयंकयाइं, परकयभोगे अइप्पसंगो उ । अकयस्स नत्थि भोगो, अन्नह मुक्खे वि सो हुज्जा ॥ स. स. ६३॥
(૫) “મોક્ષ છે” આ પાંચમું સ્થાનક
વેદાન્તદર્શન એમ માને છે કે જીવ છે. અને તે નિત્ય છે. કર્તા છે તેથી ભોક્તા પણ છે. પરંતુ સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષે જાય તેવો મોક્ષ નથી. કારણ કે સર્વજ્ઞ જ કોઈ નથી. આપણા બધામાં જ્ઞાનની તરતમતા દેખાય છે માટે વધુમાં વધુ જ્ઞાન જેનામાં હોય છે. તેને લોકો સર્વજ્ઞ કહે છે. પરંતુ તે વાસ્તવિક સર્વજ્ઞ નથી. કારણ કે સર્વ ભાવોને જાણવાનું સામર્થ્ય કોઇમાં સંભવતું નથી. સર્વજ્ઞતા વિના મુક્તિ ઘટે નહીં. માટે મોક્ષ નથી. તેની સામે જૈનદર્શન કહે છે કે “મુક્તિ છે” સર્વ કર્મોના ક્ષય સ્વરૂપ આ મુક્તિ છે. કારણ કે જીવને જો કર્મોનાં બંધનો છે તો બંધનોનો વિયોગ પણ હોઈ શકે છે. મહત્પરિમાણની તરતમતા જો છે તો તેનો અંત પરમમહત્પરિમાણ આકાશમાં છે. તેમ જ્ઞાનની તરતમતા જગતમાં છે તેથી સંપૂર્ણજ્ઞાન પણ કોઇકમાં છે. અને તે વાસ્તવિક સર્વજ્ઞ છે. જો મોક્ષ જ ન હોય તો તેની પ્રાપ્તિ માટે કરાતો ધર્મ પણ કેમ સંભવી શકે ? જો ધર્મ કરવાનો ન હોય તો ધર્મ-અધર્મ, પુણ્ય પાપ, સુખ દુઃખ, સજ્જન-દુર્જન ઇત્યાદિ ભેદો કેમ ઘટે ! માટે ધર્મ કરવા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org