Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 207
________________ ૨૦૬ મેળવાતી મુક્તિ અવશ્ય છે જ. આવું માનવું અને વિચારવું તે પાંચમું સ્થાનક કહ્યું છે કહ્યું છે કેनिव्वाणमक्खयपयं, निरुवमसुहसंगयं सिवं अरुयं । जियरागदोसमोहेहिं, भासियं ता धुवं अत्थि ॥ स. स. ६४॥ (૬) મોક્ષના ઉપાયો પણ છે. આ છઠું સ્થાનક જો મુક્તિ છે. તો તેને મેળવવાનો ઉપાય પણ છે જ, જે જે કાર્ય હોય છે. તેનાં કારણ પણ અવશ્ય હોય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના એ જ મોક્ષનો ઉપાય છે. અનાદિ કાળનાં લાગેલાં કર્મોનાં બંધનોને તોડવા માટે આ રત્નત્રયીની સમ્યગુ આરાધના જ પરમ ઉપાય છે. શ્રાવક અને સાધુનાં વ્રતો, પ્રાયશ્ચિત્ત, વિનય, વિવેક, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ કર્મક્ષય રૂપ મુક્તિના ઉપાયો છે. જો મોક્ષના ઉપાયો હોય તો જ મુક્તિ એ સાધ્ય બને છે. જો ઉપાયો ન હોય અને વિના ઉપાયે મોક્ષ સિદ્ધ થતો હોય તો સર્વઠેકાણે કાર્યો એમને એમ કારણ વિના જ બનવાં જોઈએ. અને તે તે કાર્યોનાં કારણો નિષ્ફળ જ થવાં જોઈએ. માટે જ્ઞાન અને ક્રિયા આ બન્ને મુક્તિના ઉપાય છે. જેમ રથ બે પૈડાથી ચાલે છે. માણસ બે પગથી ચાલે છે. તેમ આ બન્ને મુક્તિના ઉપાય છે. તે બાબતમાં કેટલાક એકાન્તવાદી જ્ઞાનને જ અથવા ક્રિયાને જ મુક્તિના ઉપાય તરીકે વર્ણવે છે પરંતુ તે સત્ય નથી. જેમ કે જ્ઞાનનય કહે છે કે જ્ઞાન એ જ સાચું છે. જ્ઞાન વિનાની સર્વ ક્રિયા જુઠી છે. જેમ કે છીપ હોય તેને રૂપા તરીકે (ખોટું) જ્ઞાન કર્યું હોય તો તેને વેચવા ઘણી ક્રિયા (ઘણો પુરુષાર્થ) કરવા છતાં રૂપાપણાના ભાવ આવતા નથી. કારણ કે ત્યાં રૂપાપણાનું સાચું જ્ઞાન નથી. તેવી જ રીતે ક્રિયા નયવાળા કહે છે કે ક્રિયા કર્યા વિના એકલું જ્ઞાન તે શું કરશે ? તરવાની કલાનો જાણકાર તારુ પણ જલમાં પેસી જો હાથ-પગ ન હલાવે તો શું કરી શકે ? માટે ક્રિયા જ જરૂરી છે. આ બન્ને નયો સાથે રાખીએ તો જ સમ્યકત્વ કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210