Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001187/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અનેક રસપ્રદ અને બોધક કથાઓ સાથે HITI HIR HITTી સTGSાય ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા use on teretion ve e ersonal ser fainelibrary ore Page #2 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાયાયે ન્યાયવિશારદ મહામહોપાધ્યાય મુનિપુંગવ લધુહરિભદ્રીયતામધારક પૂજ્ય - શ્રી યશોવિજયજી વાચક વિરચિત સમકતના રાસઠ બોલળી. સજઝાય (અનેક રસપ્રદ અને બોધક કથાઓ સાથે) : વિવેચક ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક : - જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ , રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯પ૦૦૯ (INDIA) on ટે. ન. ૬ ૮૮૯૪ ૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ. ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫OOC. (INDIA) ફોન : ૬૮૮૯૪૩ ૨ . ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ટે. નં. ૬૮૮૯૪૩ શ્રી યશોવિજયજી જૈનસંસ્કૃત પાઠશાળા સ્ટેશનરોડ. રંગમહોલના નાકે, મહેસાણા.(ઉત્તર ગુજરાત) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ સેવંતીભાઈ વી. શાહ ૨૦, મહાજનગલી. ઝવેરીબજાર, મુંબઈ. સુઘોષા કાર્યાલય : શેખનો પાડો, ઝવેરીવાડ બસ સ્ટોપ સામે, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૩૮૧૪૧૮ વિક્રમ સંવ-૨૦૧૫ ઇસ્વી. સન્ ૧૯૯૯ દ્વિતીયાવૃત્તિ-૧૫૦૦ કિંમત રૂા. ૪૦ = 5 ૬ = , (કમ્પોઝપ્રિન્ટીંગ- બાઈન્ડીંગ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૩૩૪૧૭૬, ૩૮૭૯૬૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનક, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો ઉપર વિવેચન. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રઃ- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) “ષડશીતિનામા” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) પૂજાસંગ્રહ સાર્થ - પંચકલ્યાણકાદિ ઉપયોગી પૂજાઓ (અર્થ સહિત) (૧૩) સ્નાત્રપૂજા સાથે :- સ્નાત્રપૂજા અર્થ સહિત. (૧૪) સમ્યકત્વની સઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યક્ત્વના ૬૭ બોલની સઝાય. (૧૫) રત્નાકરાવતારિકા - ભાગ પહેલ-પરિચ્છેદ ૧-૨. (૧૬) રત્નાકરાવતારિકા - ભાગ બીજો-પરિચ્છેદ ૩-૪-૫. હાલ લખાતા ગ્રંથો (૧) રત્નાકરાવતારિકા ભાગ ત્રીજો પરિચ્છેદ ૬-૭-૮. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) યોગદૃષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. સ્વ-પરના આત્મકલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રન્થોનો અભ્યાસ અને ઉપયોગ કરવા વિનંતિ છે. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત. INDIA) જૈન ધર્મનાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષકબંધુઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ દોઢસો ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાય, વ્યાકરણ અને ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે. તથા આ સંસ્થાને આર્થિકક્ષેત્રે વધુ દઢ કરવા દાતાઓને નમ્ર વિનંતિ છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-અને સમ્યગ્યારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. જે સંસ્થાને આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયેલ છે. ૧૯૯૮ના ફેબ્રુઆરીમાં શતાબ્દિ મહોત્સવ ઉજવાયો છે. તો આવી રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #6 -------------------------------------------------------------------------- ________________ (પ્રસ્તાવના ત્માના અનંતગુણો છે. તે સર્વગુણો કર્મોથી અવરાયેલા છે. તેની પ્રગટતા માટે આ આત્માએ ધર્મપુરુષાર્થ કરવો અતિશય આવશ્યક છે. ધર્મપુરુષાર્થ કરતાં કર્મોનો ક્ષય થતાં આત્માના ગુણો પ્રગટ થાય છે. તે સર્વગુણોની પ્રાપ્તિમાં કારણભૂત અને ધર્મપુરુષાર્થના પ્રથમ પગથીયા સ્વરૂપ “સમ્યકત્વ” ગુણ છે. સમ્યકત્વ ગુણ પામ્યા વિના નવપૂર્વાદિનું જ્ઞાન, માખીની પાંખ પણ ન દુભાય એવું ઉત્કટ ચારિત્ર તથા શ્રાવક અને સાધુનાં વ્રતો પણ કર્મક્ષયનું કારણ બને એવા લેખામાં ગણાતાં નથી તેથી તે “સમ્યકત્વ” પ્રાપ્ત કરવું એ પ્રથમ જરૂરીયાતનું છે. કર્મગ્રંથાદિના અભ્યાસમાં પહેલા ગુણઠાણે વર્તતો જીવ યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવા દ્વારા સમ્યક્ત પામે છે. તે સમ્યકત્વ જે આત્માઓને પ્રાપ્ત થયું હોય તેનું જીવન કેવું હોય? તે જીવમાં સમ્યક્ત્વ આવ્યું છે એવું શા શા લક્ષણોથી જાણવું ? તથા આવેલું સમ્યકત્વ કેવી રીતે ટકે, શોભા પામે, ઝળકે ઇત્યાદિ વિષયોને જણાવતી આ સક્ઝાય છે. આ સઝાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય આદિ અનેક બિરૂદ ધરાવનારા અને જૈનદર્શનના વિવિધ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયોને પ્રકાશમાં લાવવા અનેક શાસ્ત્રો સર્જનારા પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાએ બનાવી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે થયેલા અને ૧૪૪૪ ગ્રથોના રચયિતા સૂરિપુંગવ તાર્કિકશિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સમ્યકત્વ ગુણના આ ૬૭ બોલને સમજાવતો પ્રાકૃત ભાષામાં પદ્ય રૂપે શ્રી “સખ્યત્વ સપ્તતિકા” નામનો ગ્રન્થ બનાવેલ છે. તેના ઉપરથી જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ સઝાય બનાવી છે. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે બનાવેલી સમ્યકત્વ સપ્તતિકા” ઉપર શ્રી રુદ્રપલ્લીય ગચ્છમાં થયેલા આચાર્ય શ્રી ગુણશેખરસૂરિજીના શિષ્ય શ્રી સંઘતિલકઆચાર્ય સંસ્કૃત ટીકા બનાવેલી છે. આ ટીકાની રચના વિક્રમ સંવત્ ૧૪૨૨માં થયેલી છે. ટીકાકારે Page #7 -------------------------------------------------------------------------- ________________ ટીકામાં એકેક બોલ ઉપર સુંદર અને વિસ્તૃત કથાઓ આપેલી છે. અમે સમ્યકત્વની સઝાયના અર્થ લખવામાં સૌથી વધારે “સમ્યકત્વ સપ્તતિકા” અને તેની ટીકાનો ઉપયોગ કરેલો છે. તે બન્નેના આધારે અર્થો લખ્યા છે. તથા કવચિત્ મહેસાણા પાઠશાળા તરફથી પ્રકાશિત થયેલ અને પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસભાઈ પારેખે લખેલ ગુજરાતી વિવેચનનો પણ સહારો લીધેલ છે. તેથી તે સર્વેનો આભાર માનું છે. કોઈ કોઈ સ્થાને સમ્યક્ત્વ સપ્તતિકાની મૂળ ગાથાઓ પણ આધાર રૂપે સાક્ષીભૂત તરીકે આ વિવેચનમાં ખાસ આપી છે. વધુ અભ્યાસાર્થીએ તે ગ્રંથ અવશ્ય પઠન-પાઠન કરવા યોગ્ય છે. વધારેમાં વધારે શુદ્ધિનું લક્ષ્ય રાખવા છતાં મતિમન્દતા, બીન ઉપયોગદશા અને છબસ્થતા આદિના કારણે કંઇ પણ ભૂલ થઈ ચુકી હોય તો વાંચનારા વર્ગને વિનંતિ કે ક્ષમા કરજો અને સત્વરે અમને ભૂલ જણાવશો. જેથી બીજી આવૃત્તિમાં તે નીકળી જાય. સુંદર મુફ રીડીંગ કરવા બદલ પંડિત શ્રી રતિલાલ ચીમનલાલભાઈનો, અને સારું તથા સુઘડ છાપકામ વગેરે કરવા બદલ ભરત ગ્રાફિકસનો હું આભાર માનું છું. ૭૦૨, રામશા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા. સુરત-૩૯૫૦૦૯. ફોન : ૬૮૮૯૪૩ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સમકિતના સડસઠ બોલની સઝાય સુકત-વલ્લી-કાદંબિની, સમરી સરસ્વતી માત, સમકિત સડસઠ બોલની, કહીશું મધુરી વાત. ૧. પુણ્યરૂપી વેલડીને વિકસાવવામાં વરસતા વરસાદ તુલ્ય એવી સરસ્વતી માતાનું સ્મરણ કરીને સમ્યક્તના સડસઠ બોલની મીઠી-મધુરી વાત (આ સઝાયમાં) અમે કહીશું. ૧. વિવેચન : પુણ્ય બે પ્રકારનું છે. (૧) દ્રવ્યપુણ્ય અને (૨) ભાવપુણ્ય, (૧) સાતવેદનીયાદિ ૪૨ પુણ્યપ્રકૃતિઓ તે દ્રવ્યપુણ્ય કહેવાય છે.જે કર્મરૂપ છે. શુભ મન-વચન અને કાયાના યોગોથી બંધાય છે.અને જેના ઉદયકાળે જીવો સંસારના સુખે સુખી - આનંદિત થાય છે. (૨) જ્ઞાનાવરણીય તથા મોહનીય કર્મનો જે ક્ષયોપશમ તે ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કર્મસ્વરૂપ નથી. પરંતુ પૂર્વબદ્ધ કર્મોની મંદતાલઘુતારૂપ છે. આ ભાવપુણ્યથી જીવ ગુણવાન, જ્ઞાની સુવાદિનો પાક્ષિક અને વૈરાગ્યવાન બને છે. આત્માને પુનાતિ = પવિત્ર કરે તે પુણ્યને ભાવપુણ્ય કહેવાય છે. દ્રવ્યપુણ્ય મોક્ષને અનુકૂળ મનુષ્ય ભવાદિ સામગ્રી આપનાર હોવાથી અપેક્ષાએ ઉપાદેય છે. અને ભાવપુણ્ય તો ઘાતિકર્મના ક્ષયોપશમાત્મક હોવાથી (કર્મસ્વરૂપ ન હોવાથી) અર્થાત્ ગુણસ્વરૂપ હોવાથી સવિશેષ ઉપાદેય છે. તેથી તેવા પ્રકારના પુણ્યને વધારવામાં જે સહાયક એવી સરસ્વતી માતાનું સ્મરણ એ મંગલાચરણ સ્વરૂપ છે. જેમ ઉગેલી વેલડીને વધારેને વધારે વિકસાવવામાં વરસતો વરસાદ કારણ છે. તેમ પુણ્યને વધારવામાં સરસ્વતી માતાનું સ્મરણ કારણ છે. તેથી પુણ્યરૂપી વેલડીને વિકસાવવવામાં વરસતા વરસાદની તુલ્ય એવી આ સરસ્વતી માતાનું ગ્રન્થના પ્રારંભમાં હું સ્મરણ કરું . , Page #9 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીદેવી એ શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા દેવી છે. જૈનશાસન અને રત્નત્રયીના અધિષ્ઠાયક દેવ-દેવીઓ, તથા તીર્થંકર પરમાત્મા પ્રત્યે અનહદ ભક્તિભાવ ધરાવનારા યક્ષ-યક્ષિણીઓ એ સર્વે સમ્યગ્દષ્ટિ દેવદેવીઓ છે. સમ્યત્ત્વગુણના કારણે વૈક્રિયશરીર અને અવધિજ્ઞાન દ્વારા જૈનસંઘની સેવા બજાવવામાં અપૂર્વ શક્તિને ફોરવનારા છે. એટલે જ દેશવિરતિધર અને સર્વવિરતિધર મહાત્માઓએ પણ ધર્મારાધન કાળે ધર્મમાં સહાયક તરીકે અને સમ્યકત્વગુણની આરાધના નિમિત્તે આ દેવ-દેવીઓનું બહુમાનપૂર્વક સ્મરણ કર્તવ્ય છે. એટલે જ ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ સહાયક તરીકે સરસ્વતી દેવીનું સ્મરણ કરે છે. સમ્યક્ત”એ સર્વગુણોમાં પ્રધાનતમ ગુણ છે. તેની પ્રાપ્તિ વિના જ્ઞાન અને ક્રિયા અનંતરપણે મુક્તિહેતુ બનતા નથી. મુક્તિપ્રાપ્તિ માટે સમ્યક્ત મેળવવું અતિશય આવશ્યક છે, તેનાથી જ સંસાર પરિમિત થાય છે. રાગાદિ દોષો મોળા પડે છે. ગુણસ્થાનકોમાં ઊધ્વરોહણ થાય છે. માટે જ આ સઝાયમાં “સમ્યક્ત”ના ૬૭ બોલોનું વર્ણન કરવામાં આવશે. જેનામાં આ સમ્યક્તગુણ આવે છે તેનામાં આ ૬૭ બોલોમાંના ઘણાખરા બોલો પ્રગટ થાય છે. આ ૬૭ બોલો એ આત્મામાં ઉત્પન્ન થયેલ સમ્યકત્વની નિશાની-ચિહ્ન છે, જેમ કોઈ ઘરમાં લાગેલી આગ ન દેખાય પરંતુ બહાર નીકળતા ધુમાડા આગને જણાવે છે તેમ કોઇ પણ આત્મામાં ઉત્પન્ન થયેલું સમ્યક્ત ન દેખાય, પરંતુ આ બોલો અંદર પ્રગટ થયેલા સમ્યક્તને જણાવે છે. એટલે આ ૬૭ બોલો એ સમ્યક્તના પ્રતીક હોવાથી આ સજઝાયમાં તેનું વર્ણન કરવામાં આવશે. એ આ સઝાયનો વિષય છે. - સમ્યક્ત એટલે સાચી દૃષ્ટિ, વસ્તુનો યથાર્થ બોધ થવાથી તેના પ્રત્યેની પરમ રુચિ, જે પદાર્થ જેવો છે, જ્ઞાનીઓએ જેવો કહ્યો છે તે પદાર્થ તેવો જ છે એવી અચલ શ્રદ્ધા તે સમ્યત્ત્વ છે. પરમતારક વીતરાગ સર્વજ્ઞદેવ એ જ સુદેવ, તેમની આજ્ઞાના અનુસાર વર્તનારા, પંચમહાવ્રત આદિના ધારક નિર્ચન્થ મુનિઓ એ જ સુગુરુ અને તેમનો જણાવેલો અહિંસા-સંયમ અને તપમય જે ધર્મ એજ સુધર્મ. એવી અતિશય Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા તે સમ્યક્ત. અનાદિકાલીન મોહાધીન આત્માને આ સમ્યત્ત્વની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. તેથી તેની વાર્તા અહીં સમજાવીશું. સમ્યત્વની આ વાત “મધુરી-અર્થાત્ મીઠી” છે. આત્માના કલ્યાણને કરનારી છે. અનાદિકાલીન મોહનીય કર્મની જાળમાંથી મુક્ત કરાવનારી છે. માટે હિતાર્થી આત્માઓને આ વાર્તા સાકર અને અમૃતથી પણ અતિશય મધુર લાગે છે. આ સમ્યકત્વની વાર્તા સમાન અન્ય કોઈ વાર્તા આ સંસારમાં મધુર નથી, કારણ કે જે મધુર હોય પણ કલ્યાણ ન કરે તે પારમાર્થિકપણે મધુર કહેવાય નહીં. અને જે મધુર ન હોય, કદાચ કડવી પણ હોય પરંતુ પરિણામે કલ્યાણ કરનારી હોય તે વાસ્તવિક મધુર છે. સમ્યત્ત્વગુણની આ વાર્તા વારંવાર સાંભળવાથી આત્મામાં સમ્યત્ત્વગુણ પ્રગટ થાય છે. જેનાથી આ આત્માનું સાંસારિક જીવન, ધાર્મિક જીવન, લોકવ્યવહારનું જીવન અને રાષ્ટ્રાદિની સાથેનું જીવન ઘણું જ ઉચ્ચકોટિનું પરમ પવિત્ર બને છે. અને તેનાથી ભવોભવમાં આ આત્માનું કલ્યાણ જ થતું જાય છે. તેથી આના કરતાં મધુર બીજું કંઈ જ નથી. આવી પરમ મધુરી સમ્યકત્વગુણની વાર્તા અમે આ સઝાયમાં લખીશું. ૧. સમકિત દાયક ગુરુતણો, પથ્યવયાર ન થાય, ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ૨. સમ્યકત્વ આપનાર ગુરુજીની પ્રતિ-ઉપકાર કરોડો ભવો દ્વારા ભિન્ન ભિન્ન સર્વ ઉપાયો કરવા છતાં થઈ શક્તો નથી. ૨. “સખ્યત્વ” એ આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિનું પ્રધાનતમ અને પ્રથમ કારણ છે. તે આવે તો જ બધી જ ક્રિયા સંવર-નિર્જરા અને મુક્તિનો હેતુ બને છે. એટલે આત્માને વધારેમાં વધારે મીઠી વસ્તુ જો કોઈ હોય તો તે આ સમ્યકત્વગુણ છે. આ કારણથી આવી મીઠી મનગમતી આત્માના કલ્યાણને કરનારી સમ્યક્તરૂપી અપૂર્વ વસ્તુ આપનારા ગુરુજીનો આપણા ઉપર પરમ ઉપકાર છે. જે ગુરુજી પાસેથી સમ્યક્ત પ્રાપ્ત થાય એ ગુરુજીએ આપણી જિંદગી સુધારી, ભવોભવ સુધાર્યા, સંસારનું પર્યટન અટકાવી આપ્યું. આત્માને મુક્તિની અત્યન્ત સમીપ કર્યો. આવા પરમ ઉપકાર કરનારા તે ગુરુજીનો પ્રતિઉપકાર (બદલો) Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કોઈ પણ કાર્ય કરવા દ્વારા વળી શકતો નથી. એકભવ માત્રમાં નહીં પરંતુ કરોડો કરોડો ભવો દ્વારા સર્વ ઉપાયો કરવા છતાં આવા ઉપકારી ગુરુજીનો બદલો વાળી શકાતો નથી. માટે સમ્પર્વ આપનારા ગુરુજી પ્રત્યે સદા વિશેષ નમ્ર, વિનયયુક્ત, બનીને તેમની સેવા-ભક્તિ અને વૈયાવચ્ચમાં તત્પર બનવું. તથા તેમની આજ્ઞાને સર્વથા શિરોમાન્ય કરવી. બીજા ભવોમાં આવા ઉપકારી ગુરુજી મળવા એ અત્યન્ત દુર્લભ છે. “સમ્યક્ત” આપનારા ગુરુજીનો પ્રતિઉપકાર કરવા માટે આપણે રાજઋદ્ધિ કે અઢળક ધનસંપત્તિ આપીએ તો પણ પ્રતિઉપકાર થઈ શકતો નથી. કારણ કે રાંજદ્ધિ આદિ સાંસારિક સંપત્તિ મોહ ઉપજાવનારી અને ભવ વધારનારી છે. જ્યારે સમ્યક્ત એ મોહનો નાશ કરનારી અને ભવને ઘટાડનારી વસ્તુ છે. રાજ્ય, ઋદ્ધિ આદિ પરિમિત કાળ પુરતી અથવા એક ભવ પુરતી તૃપ્તિ કરાવનારી વસ્તુ છે. જ્યારે સમ્યક્ત એ અપરિમિત કાળધી અને જે ભવો કરવાના બાકી હોય તે સર્વ ભવોમાં પારમાર્થિક તૃપ્તિ (આનંદ) કરાવનારી વસ્તુ છે. માટે “સમ્યત્વ” જેવી મધુરી કોઈ વસ્તુ નથી અને તેને આપનારા ગુરુજીનો પ્રતિઉપકાર કોઈ રીતે કરી શકાતો નથી. તેથી હવે કહેવાતી, અતિશય મધુરી સમ્યત્ત્વની વાર્તા તમે સાંભળો. ૨. દાનાદિક કિરિયા ન દીએ, સમકિત વિણ શિવશર્મ, તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. ૩. દાન વગેરે ધર્મની ક્રિયાઓ પણ “સખ્યત્ત્વ પ્રાપ્ત થયા વિના મુક્તિનાં સુખો આપી શકતી નથી. તેથી “સમ્યક્ત”એ સૌથી મોટામાં મોટો ગુણ છે. આવો જૈનશાસ્ત્રોનો મર્મ છે. એમ તમે જાણો. ૩. સર્વ કર્મોના ક્ષયસ્વરૂપ “મુક્તિ”એ સાધ્ય છે. તેના માર્ગની જાણકારી અને તેના માર્ગ તરફ પ્રવૃત્તિ એ બન્ને જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ સાધનો છે. જેમ કોઈ પુરુષને એક નગરથી બીજા નગરે જવું હોય તો તેના માર્ગનું સાચું જ્ઞાન હોવું જરૂરી છે. તો જ તે તરફની પ્રવૃત્તિ તેને તે નગરે પહોંચાડનારી બને છે.તેવી જ રીતે જે આત્માને મુક્તિ પ્રાપ્ત Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કરવી જ છે તેને મુક્તિનો માર્ગ જાણવો અતિશય આવશ્યક છે. મુક્તિમાર્ગની જાણકારી વિના દાનાદિ (દાન-શીયળ-તપ અને ભાવના આદિ) ધર્મની પ્રવૃત્તિ મુક્તિ આપનારી બનતી નથી. આ જાણકારી સમ્યક્ત્વ આવે તો જ આવે છે. એટલે સમ્યક્ત્વ ગુણ મેળવ્યા વિના મુક્તિમાર્ગની સાચી જાણકારી ન હોવાથી દાનાદિ ધર્મમાં પ્રવૃત્તિ કરવા છતાં તે મોક્ષનાં સુખ આપનારી બનતી નથી. તેથી સર્વ ગુણોમાં “સમ્યક્ત્વ” એ સૌથી મોટો ગુણ છે. તેને પ્રાપ્ત કરવા માટે હવે કહેવાતી સમ્યક્ત્વની આ મધુરી વાર્તા તમે સાંભળો. જૈન પ્રવચનનો ઉપર મુજબ મર્મ (સાર) છે. એમ તમે જાણો. આ સંસારમાં સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પરમાત્મા જેવો કોઇ મહાન્ પુરુષ નથી. તેઓ સર્વજ્ઞ હોવાથી સર્વદ્રવ્યોના સર્વ પર્યાયોના ત્રિકાલજ્ઞાની છે. વીતરાગ હોવાથી સર્વ દોષ રહિત છે. અને તીર્થંકર હોવાથી ચોત્રીશ અતિશય આદિ અનંતી-અપાર પુણ્યાઇ વાળા છે. તેઓના મુખથી નીકળતી ભવ્યાતિભવ્ય જે ધર્મદેશના તેને “પ્રવચન” કહેવાય છે. પ્રકૃષ્ટ એવું જે વચન તે “પ્રવચન” છે. તીર્થંકર પરમાત્માની વાણી જ સર્વોત્કૃષ્ટ વચન હોવાથી પ્રવચન કહેવાય છે. તેમની ધર્મદેશનાના આધારે રચાયેલી દ્વાદશાંગી તથા દ્વાદશાંગીના આધારે રચાયેલાં સંવેગ-નિર્વેદપરિણતિવાળાં પૂર્વાચાર્ય કૃત શાસ્ત્રોને પણ તે વાણીનો આધાર હોવાથી આધારમાં આધેયનો ઉપચાર કરીને ‘‘પ્રવચન” કહેવાય છે. આવા પ્રકારના જૈન શાસ્ત્રોરૂપી પ્રવચનનો આ જ મર્મ (સાર) છે કે સમ્યક્ત્વ” ગુણ જ સર્વગુણોમાં શ્રેષ્ઠ છે. તે આવ્યે છતે આગમો અને પૂર્વોના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. અન્યથા=સમ્યક્ત્વ વિના પ્રાપ્ત કરેલા નવ પૂર્વાદિ જ્ઞાનને પણ અજ્ઞાન જ કહેવાય છે. તેથી તેને મેળવવા માટે તેના સંબંધી કહેવાતી આ મધુરી વાર્તા તમે સાંભળો. ૩. દર્શન મોહ વિનાશથી, જે નિર્મળ ગુણઠાણ, તે નિશ્ચે સમકિત કહ્યું, તેહના એહ અહિઠાણ. ૪. દર્શનમોહનીય નામનું જે કર્મ છે તેના વિનાશથી નિર્મળ એવું જે ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે તેને જ નિશ્ચયનયથી સમ્યક્ત્વ કહેવાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તે સમ્યક્ત્વને રહેવાનાં હવે કહેવાતાં ૬૭ સ્થાનો છે. ૪. જૈન આગમોમાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો છે. તેમાં ચોથું મોહનીયકર્મ છે. તેના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા બે ભેદ છે. શ્રદ્ધા ગુણનો પ્રતિઘાત કરનાર દર્શનમોહનીયકર્મ છે. સર્વ કર્મોમાં આ જ કર્મ રાજાતુલ્ય છે. તે દર્શનમોહનીયકર્મના નાશથી (અહીં મૂલ ગાથામાં નાશ લખ્યો હોવા છતાં ઉપલક્ષણથી ઉપશમ અને ક્ષયોપશમ પણ સમજી લેવો. એટલે ઉપશમથી, ક્ષયોપશમથી તથા ક્ષયથી) આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે તેને જ નિશ્ચયનયથી સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું છે. (૧) ઔપમિક, (૨) ક્ષાયોપશમિક અને (૩) ક્ષાયિક. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે ‘‘સમ્યક્ત્વ સપ્તતિકા”માં કહ્યું છે કેदंसणमिह सम्मत्तं तं पुण तत्तत्थसद्दहणरूवं । खइयं खओवसमियं, तहोवसमियं च नायव्वं ॥२॥ અહીં ગ્રંથકારે સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ જો કે દર્શનમોહના નાશથી કહી છે. તો પણ અનંતાનુબંધી ચાર કષાયો તે દર્શનમોહના પોષક અને વર્ધક હોવાથી તેના મિત્રતુલ્ય હોવાથી તે ચાર કષાયને પણ દર્શનમોહસપ્તક રૂપે સાથે ગણવામાં આવે છે. રજથી ભારેલા અગ્નિની જેમ દર્શનમોહનીયને (મિથ્યાત્વમોહનીયને) દબાવવાથી (ઉપશમાવવાથી) આત્મામાં જે શ્રદ્ધાગુણ પ્રગટ થાય તે ઔપમિક સમ્યક્ત્વ કહેવાય છે, તે અનાદિમિથ્યાત્વીને પ્રથમ એક વાર, અને ઉપશમશ્રેણિમાં ચારવાર એમ કુલ પાંચવાર જ પ્રાપ્ત થાય છે. તેનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ કાળ હોય છે. તથા ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયનો તીવ્રરસ મંદ કરી ઉદય દ્વારા ભોગવી ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલા પરંતુ સત્તામાં રહેલા અને ઉદીરણા આદિ દ્વારા ઉદયમાં આવવાને યોગ્ય એવા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરવાથી આત્મામાં પ્રગટ થયેલો જે શ્રદ્ધાગુણ તે ક્ષાયોપશિમકસમ્યક્ત્વ કહેવાય છે. જે અસંખ્યાતીવાર આવે છે અને જાય છે. જેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ છે, તથા પાણીથી બુઝાવેલા અગ્નિની જેમ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મિથ્યાત્વમોહનીયાદિ દર્શનસપ્તકનો સંપૂર્ણપણે નાશ કરવાથી પ્રગટ થતો જે નિર્મળ શ્રદ્ધા ગુણ તે ક્ષાયિક સમ્યક્ત કહેવાય છે. જે એક ભવમાં અને સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી કદાપિ જતું નથી. તેનો કાળ સાદિ-અનંત છે. આ ક્ષાયિકસમ્યક્ત તીર્થંકર પરમાત્મા આદિ કોઈ પણ કેવલી ભગવંતો વિચરતા હોય, મોક્ષમાર્ગ ચાલુ હોય ત્યારે જ થાય છે. પ્રથમ સંઘયણવાળાને જ થાય છે. અને મનુષ્યભવમાં જ આરંભ થાય છે. આ ત્રણ પ્રકારમાનું કોઈપણ સમ્યક્ત દર્શનમોહનીયકર્મના નાશથી (અથવા ઉપશમથી અથવા ક્ષયોપશમથી જ) થાય છે. જ્યારે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું સમ્યક્ત આવે છે ત્યારે જ આ આત્મા અનાદિકાલીન મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનકનો ત્યાગ કરીને નિર્મળ એવા “અવિરત સમ્યગ્દષ્ટિ” નામવાળા ચોથા ગુણસ્થાનક આદિ ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે. જૈન શાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવા બે નયો (બે દૃષ્ટિઓ) . આવે છે. (૧) નિશ્ચયનય અને (૨) વ્યવહારનય. આ બને નયોના જો કે ભિન્ન ભિન્ન ઘણા અર્થો છે તો પણ અહીં એવો અર્થ કરવો કે વસ્તુનું આન્તરિક જે સ્વરૂપ, પારમાર્થિક જે સ્વરૂપ તે નિશ્ચયનય છે. અને વસ્તુનું બાહ્ય જે સ્વરૂપ, ઔપચારિક જે સ્વરૂપ તે વ્યવહારનય છે. દર્શનમોહનીયના નાશાદિથી આત્મામાં જે શ્રદ્ધાળુણ પ્રગટ થાય છે તે શ્રદ્ધા ગુણ આન્તરિક હોવાથી નિશ્ચયનયથી સમ્યક્ત કહેવાય છે. આત્માની અંદર વીતરાગ પરમાત્મા પ્રત્યે આન્તરિક-હાર્દિક પારમાર્થિક શ્રદ્ધાળુણ આવવાથી તેની બહારની જે રીતભાત, બહારની જે વર્તણુંક, બહાર પ્રગટ થતી નિશાનીઓ તે વ્યવહારસમ્યક્ત કહેવાય છે. જેમ શરીરમાં કેન્સર-ટીબી-બ્લડપ્રેશર આદિ રોગો ઉત્પન્ન થયા હોય તો જ ભોજનની અરૂચિ, અપચો ઇત્યાદિ તેની બાહ્ય નિશાનીઓ દેખાય છે. જો શરીરમાં ઉપરોક્ત કોઈ રોગ ન હોય તો તેના ફળ સ્વરૂપ ભોજનની અરૂચિ, અજીર્ણ ઇત્યાદિ ચિહ્નો સંભવતાં નથી. તેવી જ રીતે જો આત્મામાં સમ્યત્ત્વગુણ નિશ્ચયથી પ્રગટ થયો હોય છે તો તેનામાં હવે કહેવાતાં ૬૭ સ્થાનો-બહારની નિશાનીઓ પ્રગટ થાય છે. તે વ્યવહારસમ્યક્ત કહેવાય છે. કોઈક વખત શરીરમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ રોગ હોય તો ભોજનની અરૂચિ અને અજીર્ણ વગેરે થાય છે. તેમ કોઇક વખત અરૂચિપૂર્વકના ભોજનથી અથવા અજીર્ણાદિ થાય તેવા ભોજનથી રોગ ન હોય તો પણ રોગ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે કોઈક વખત અંદર નિશ્ચયસમ્યક્ત હોય તો આ ૬૭ સ્થાનો પ્રાપ્ત થાય છે. અને કોઈક વખત આ ૬૭ સ્થાનો આચરવાથી અંદર સમ્યક્ત ગુણ ન પ્રગટ થયો હોય તો પ્રગટ પણ થાય છે. એટલે આ ૬૭ સ્થાનો એ સમ્યત્ત્વનું કાર્ય પણ છે અને સમ્યક્ત પ્રાપ્તિનું કારણ પણ છે. તેથી અવશ્ય જાણવા જેવાં આ ૬૭ સ્થાનો છે. માટે અતિશય મધુરી એવી સમ્પર્વની વાર્તા તમે સાંભળો. ૪. ઢાળ પહેલી ચઉ સદહણા તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે, ત્રણ શુદ્ધિ, પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. ૫. છંદ પ્રભાવક અડ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, ષ જયણા, ષ આગાર, ભાવના છવિહા મન આણીએ; ષ ઠાણ, સમકિત તણાં, સડસઠ ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. ૬. ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારનું લિંગ અને દશ પ્રકારના વિનયનો તમે વિચાર કરો, તથા ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ પ્રકારનાં દૂષણો અને આઠ પ્રકારના પ્રભાવક પુરુષો જાણવા. ૫. આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારનાં ભૂષણ, પાંચ પ્રકારનાં લક્ષણો જાણવા જેવા છે. છ પ્રકારની જયણા, છ પ્રકારના આગાર અને છ પ્રકારની ભાવના મનમાં ભાવો. તથા સમ્યત્ત્વનાં છ સ્થાનો છે એમ સમ્યત્ત્વગુણના કુલ ૬૭ બોલો ઘણા જ મહત્ત્વના છે, આ સડસઠે ભેદોનો તાત્ત્વિક વિચાર કરતાં કરતાં આ આત્મા ભવસમુદ્રનો પાર પામે છે. અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરે છે. ૬. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ બન્ને ગાથામાં આ સજ્ઝાયમાં વર્ણન કરાતા ૬૭ બોલોનું (સ્થાનોનું-સમ્યક્ત્વની બાહ્યનિશાનીઓનું) નામ માત્રથી કથન કરેલું છે. જે ૬૭ બોલો સમજાવવાના છે તેનો નામ માત્રથી ઉલ્લેખ કર્યો છે. વિસ્તારપૂર્વક વર્ણન આગળ આવવાનું જ છે. પ્રકારની શ્રદ્ધા ૪ ૩ ૧૦ ૩ ૫ ८ પ્રકારનાં સમ્યક્ત્વનાં લિંગ પ્રકારનો વિનય પ્રકારની શુદ્ધિ પ્રકારનાં સમ્યક્ત્વનાં દૂષણો પ્રકારના જૈન શાસનના પ્રભાવક ૫ ૫ ૬ ૬ પ્રકારના સમ્યક્ત્વના આગાર ક્ પ્રકારની સમ્યક્ત્વની ભાવના ૬ પ્રકારનાં સમ્યક્ત્વનાં સ્થાનો ૬૭ સમ્યક્ત્વ સપ્તતિકામાં કહ્યું છે કેचउसद्दहणतिलिङ्ग, दसविणयतिसुद्धिपञ्चगयदोसं । अट्ठपभावणभूसण- लक्खणपञ्चविहसंजुत्तं छव्विहजयणागारं, छ भावणाभावियञ्च छट्ठाणं । इय सत्तसट्ठिलक्खण - भेयविसुद्धं च सम्मत्तं ॥ ६ ॥ ॥ ક્ ઉપર મુજબ ૬૭ સમ્યક્ત્વના બોલો છે જેનાથી અંદ૨માં થયેલું સમ્યક્ત્વ ઝળકે છે, ચમકે છે, જણાય છે. તથા સમ્યક્ત્વ ન થયું હોય તો ઉત્પન્ન થાય છે, તે સર્વેનો વિશેષ અર્થ આ પ્રમાણે છે પ્રકારનાં સમ્યક્ત્વનાં ભૂષણો પ્રકારનાં સમ્યક્ત્વનાં લક્ષણો પ્રકારની જયણા Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૧) વીતરાગ પરમાત્મા ઉપર, તેમની આજ્ઞાનુસાર ચાલનાર ધર્મગુરુઓ ઉપર અને વીતરાગ પ્રણીત ધર્મ ઉપર પરમરુચિ, અતિશય વિશ્વાસ “કિર્દિ પુનત્ત તમેવ સર્ચ” “તે જ સાચું છે” એવો અડગ પ્રેમ તે શ્રદ્ધા, તેના ૪ ભેદ છે. (૨) આત્મામાં પ્રગટ થયેલું સમ્યકત્વ જેનાથી જણાય, સમ્યકત્વને જણાવનારાં જે બાહ્યચિહ્નો, બાહ્મનિશાનીઓ તે લિંગ કહેવાય છે. તેના ૩ ભેદ છે. (૩) તીર્થંકર-પરમાત્મા આદિ ઉપકારી પુરુષો પ્રત્યે વિશેષ નમ્ર સ્વભાવ, ત વિનય કહેવાય છે. તેના ૧૨ ભેદ છે. (૪) અંદર પ્રગટ થયેલા સમ્યકત્વના કારણે મન-વચન અને કાયાની જે પવિત્રતા, નિર્મળ વિચારો, હિતકારી ભાષા, અને સદાચારી જીવન આદિને શુદ્ધિ કહેવાય છે. તેના ૩ ભેદ છે. (૫) આત્મામાં ઉત્પન્ન થયેલું સમ્યકત્વ જેનાથી દૂષિત થાય, કલંકિત થાય, મેલું થાય, અતિચારવાળું બને તેને “દૂષણ” કહેવાય છે. (૬) બીજા લોકો પણ જૈન ધર્મ પામે એવાં ઉત્તમ કાર્યો કરનાર, જૈન શાસનની પ્રભાવના થાય એવાં કાર્યો કરનાર, તેમને “પ્રભાવક” કહેવાય છે. તેના આઠ ભેદો છે. (૭) આત્માની અંદર પ્રાપ્ત થયેલું સમ્યક્ત જેનાથી શોભે, દીપે, ઝળકે એવાં આભૂષણોને “ભૂષણ” કહેવાય છે. તેના પ ભેદ છે. (૮) આત્માની અંદર ઉત્પન્ન થયેલું સમ્યકત્વ જેનાથી જણાય, અનુમાન કરાય એવી જે આન્તરિક નિશાની તે લક્ષણ કહેવાય છે. સમ્યત્વપ્રાપ્તિની જે બાહ્ય નિશાની-ચિહ્ન તે લિંગ કહેવાય. અને જે આન્તરિક નિશાની-ચિહ્ન તે લક્ષણ કહેવાય છે. (૯) આવેલું સમ્યકત્વ જેનાથી જળવાય, સચવાય, તે જયણા કહેવાય છે. સમ્યકત્વને સાચવવામાં વાડ જેવા જે નિયમો તે જયણા કહેવાય છે. તેના છ ભેદ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સમ્યકત્વવ્રતમાં દઢ રહેવા છતાં પરવ્યક્તિની પરવશતા આદિ કારણોસર અપવાદ સેવવા પડે તે આગાર કહેવાય છે. તેના છે ભેદો છે. (૧૧) જે ચિંતન-મનનથી અને વારંવાર વિચારણાથી સમ્યકત્વવ્રત વધારે મજબૂત થાય, અચલ થાય, વધારે સ્થિર થાય એવી વિચારણાને ભાવના કહેવાય છે. તેના છ ભેદો છે. (૧૨) જેનાથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વવ્રત ટકે, સમ્યત્વને ટકવાની જે જગ્યા, તેને “સ્થાન” કહેવાય છે. તેના છ ભેદો છે. આ બાર અધિકાર (વિષયો) છે. તે બાર અધિકારોને સમજાવતી બાર ઢાળો આ સઝાયમાં જુદા જુદા રાગવાળી બનાવવામાં આવી છે. હવે તે બારે ઢાળોમાં ક્રમશઃ એક-એક વિષય સમજાવાય છે. આ ૬૭ ભેદોનો તાત્ત્વિક વિચાર કરવાથી આ જીવ ભવસમુદ્રનો પાર પામે છે. જે આદરવા જેવા-ઉપાદેય ભેદો છે તેને આચરવાથી, અને જે ત્યજવા લાયક ભેદો છે તેને ત્યજવાથી સમ્યક્તની શુદ્ધિ થાય છે તેથી આ ૬૭ ભેદોનો તત્ત્વભૂત અર્થ વિચારવા જેવો છે. જાણવા જેવો છે. || Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધિકાર ઢાળ ચઉહિ સદ્દતણા તિહાં, જીવાદિક પરમત્યો રે | પ્રવચનમાંહી જે ભાખીયા, લીજે તેહનો અત્થો રે II છંદ તેહનો અર્થ વિચારીએ, એ પ્રથમ સદ્દતણા ખરી ! બીજી સદ્ધહણા તેહના, જે જાણ મુનિ ગુણ ઝવહરી ! સંવેગ-રંગ-તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા | તેહની સેવા કીજિએ, જિમ પીજિએ સમતા સુધા ટા ઢાળ સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિતવ ને અહાછંદા રે ! પાસત્થા ને કુશીલિયા, વેષવિડંબક મંદા રે મેલા છંદ મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સદ્ધહણા ગ્રહી | પરદર્શનીનો સંગ તજીયે, ચોથી સદહણા કહી ! હિણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે ન્યું જલધિ જલમાં ભળ્યું, ગંગા નીર લૂણપણું લહે ૧૦ ગાથાર્થ : સદુહણા ચાર પ્રકારની છે. તે ચારમાં જીવ, અજીવ આદિ નવ તત્ત્વોના અને છ દ્રવ્યોના જે જે પરમાર્થો જિનેશ્વર પરમાત્માના પ્રવચનમાં ભાખ્યા છે તેનો યથાર્થ અર્થ પ્રાપ્ત કરીએ તે પ્રથમ સદ્દતણા કહેવાય છે. તેનું “પરમાર્થસંસ્તવ” નામ છે. શા જીવાદિકનો અર્થ વિચારવો એ પરમાર્થસંસ્તવ નામની પ્રથમ સદ્દતણા કહેવાય છે. તથા જે જ્ઞાની મુનિઓ છે. ગુણો રૂપી રત્નોના ઝવેરી છે. સંવેગ રસના તરંગોમાં સ્નાન કરનારા છે. શુદ્ધ ધર્મમાર્ગ સમજાવવામાં વિદ્વાનું છે. આવા મહાત્મા મુનિઓની એવી પરમ સેવા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કરવી કે જેથી તેઓ દ્વારા સમતા રસરૂપી અમૃત રસ પી શકાય. આ સુદેષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સદ્દતણા છે. પેટા જેઓએ પ્રાપ્ત કરેલું સમ્યકત્વ ત્યજી દીધું છે તથા જે નિહ્નવ, સ્વચ્છંદી, પાર્શ્વસ્થ, કુશીલ, વેષની નિંદા કરાવનાર, અને મંદચારિત્રવાળા થયા છે. તેવા મંદચારિત્રવાળા અને અજ્ઞાની મુનિઓનો સંબંધ દૂરથી જ છોડી દેવો તે ત્રીજી “વ્યાપન્નદર્શન” નામની સદ્ધહણા જાણવી. તથા અન્ય ધર્મીઓનો પરિચય ત્યજી દેવો એ “કુદર્શનદેશનાપરિહાર” નામની ચોથી સદ્ધહણા છે. જેમાં સમુદ્રના ખારા પાણીમાં ભરેલું ગંગા નદીનું મીઠું પાણી પણ “લુણપણાને-ખારાપણાને” પામે છે તેમ જે સત્પર હલકા માણસની સોબત છોડતા નથી તેઓના ગુણો લાંબો ટાઇમ ટકતા નથી. |૧૦| વિવેચન-શ્રદ્ધા એ સમ્યકત્વની પ્રથમ નિશાની છે. તેને “સદ્ધહણા” કહેવાય છે. તેના ચાર ભેદો છે. (૧) પરમાર્થસંસ્તવ, (૨) સુખપરમાર્થસંસ્તવ, (૩) વ્યાપન્નદર્શન, અને (૪) કુદર્શનદેશનાપરિહાર. તે ચારેના અર્થો આ પ્રમાણે છે. જિનેશ્વર પરમાત્માના શાસનમાં જીવ-અજીવ-પુણ્ય-પાપ વગેરે નવ તત્ત્વોના રહસ્યને યથાર્થ જાણવું. ચૈતન્યગુણવાળો જે પદાર્થ તે જીવ, તેના એકેન્દ્રિયાદિ રૂપે અનેક ભેદો, ચૈતન્ય વિનાનો જે પદાર્થ તે અજીવ, તેના ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-કાલ આદિ ભેદો, સુખપ્રાપ્તિનું જે કારણ તે પુણ્ય, તેને બાંધવાના ૯ ભેદ, ઉદયમાં ભોગવવાના ૪ર ભેદ. દુઃખપ્રાપ્તિનું જે કારણ તે પાપ, તે બાંધવાના ૧૮ ભેદ. ઉદયમાં ભોગવવાના ૮૨ ભેદ, પુણ્ય-પાપ કર્મનું આત્મામાં આવવું તે આશ્રવ, તેના ૪૨ ભેદ, આવતાં કર્મોનું રોકાણ તે સંવર, તેના ૫૭ ભેદ. આત્માની સાથે કર્મોનું તન્મય થવું તે બંધ, તેના પ્રકૃતિબંધ આદિ ૪ ભેદ. જુનાં પૂર્વ કાલમાં બાંધેલા કર્મોનું દૂર થવું તે નિર્જરા, તેના છ બાહ્યતા અને છ અભ્યત્તર તપ રૂપ ૧૨ ભેદ. તથા સર્વે કર્મોનો નાશ તે મોક્ષ, ઈત્યાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાપૂર્વક શ્રદ્ધા રાખવી, અથવા પોતાની તેટલી જ્ઞાનદશા ન હોય તો પણ તેના ઉપર અચલ શ્રદ્ધા કરવી તે પરમાર્થસંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધા છે. કં નિહિં પન્નાં તમે સવં જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે જ સત્ય છે એવી અડગ શ્રદ્ધા તે પ્રથમ શ્રદ્ધા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ जीवाइपयत्थाणं, सन्तपयाईहिं सत्तहिं एएहिं । बुद्धाण वि पुण पुण, सवणचिन्तणं सत्थवो होइ ॥९॥ તેના ઉપર જિનદાસની સંક્ષિપ્ત કથા આ પ્રમાણે આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં મથુરા નામની નગરીમાં ગુરુમુખે અમૃતમય ધર્મદેશના સાંભળવા દ્વારા જિનશાસન ઉપર પરમશ્રદ્ધાવાળાં જિનદાસ અને સાધુદાસી નામનાં પતિ-પત્ની હતાં, એક વખત ગુરુજીની પાસે સમ્યકત્વ પૂર્વક બારવ્રત ધારી થયાં, પશુઓનું પાલન-પોષણ સાવદ્યકર્મ વિના શક્ય નથી એમ સમજી પશુઓ ન રાખવાનો નિયમ લીધો. એક વખત એક આભીરી (ભરવાડણ) દહીં વેચતી આ ઘરે આવી. સાધુદાસીને આ આભીરીનું દહીં બહુ જ ગમ્યું. દરરોજ આપી જવા કહ્યું. આભીરી દરરોજ સુંદર દહીં આપે છે. તેના બદલામાં સાદાસી તેને મોં માગ્યા પૈસા આપે છે તેમ કરવાથી તેઓ વચ્ચે મૈત્રી થઈ. એક વખત આભીરીએ પોતાની પુત્રીના લગ્નપ્રસંગે પત્ની સહિત જિનદાસને પોતાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ધર્મ-પરાયણ એવા અમને આવા પ્રકારના લગ્નપ્રસંગે આવવાનો અવસર નથી એમ કહીને ત્યાં જવાનું ટાળીને લગ્નને ઉચિત કેટલીક વસ્તુઓ તે આભીરીને આપી. લગ્નનું કાર્ય સમાપ્ત થયા બાદ લગ્નમાં આપેલી વસ્તુઓના ઋણમાંથી મુક્ત થવા આભીરીએ સુંદર બાંધાવાળા દેખાવડા ત્રણ વર્ષની નાની ઉંમરવાળા કંબલ-શંબલ નામના બે બળદો જિનદાસને ભેટ આપ્યા. “અમારે પશુ ન રાખવાનો નિયમ છે” એમ સમજાવવા છતાં. અને બળદોને ન આપવાનું સમજાવવા છતાં જિનદાસની ગેરહાજરીમાં તેના ઘરે ખીલે બન્ને બળદોને બાંધીને તે આભીરી પોતાને ઘેર ચાલી ગઈ. જિનદાસે ઘેર આવતાં બળદોને જોયા. મનમાં દુઃખી થયો. વિચારવા લાગ્યો કે જો આ બળદોને હું છોડી મુકીશ તો દુર્જન માણસો તેને ગાડે જોડશે, લાકડી આદિથી મારશે. અને બળદો દુઃખી થશે. અને જો ન છોડું તો મારે નિયમનો ભંગ થાય છે મન આકુળવ્યાકુલ હોવા છતાં અનુકંપા બુદ્ધિથી બન્ને બળદોને નિર્દોષ ભોજન અને અચિત્ત પાણી પીવરાવવા દ્વારા મોટા કરે છે. પર્વતિથિઓમાં જિનદાસ પૌષધ અને ઉપવાસ કરીને ધર્મશાસ્ત્રોનું Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વારંવાર પઠન-પાઠન કરે છે તે સાંભળીને બળદો પણ ધર્મમય મતિવાળા થયા. તેથી જિનદાસને બળદો પ્રત્યે સવિશેષ ભાવ થયો અને અત્યન્ત પ્રિય થયા. એક વખત તેનો કોઇ પરમમિત્ર તેને પૂછ્યા વિના જ બળદોને દોડાવવાની લોકોની રંજન-ક્રિયામાં આ બન્ને બળદોને લઇ ગયો. લોકોમાં જિત મેળવવા બળદોને અતિશય દોડાવ્યા, શસ્ત્રાદિવડે બહુ ઘા કર્યા. ત્યારબાદ અતિશય ત્રાસ પામેલા બળદોને જિનદાસને ઘેર ખીલે બાંધી આવ્યો. જિનદાસ જ્યારે ઘેર આવ્યા ત્યારે બળદોની દુઃખી પરિસ્થિતિ જોઇને કયા પાપીએ આવું ખોટું કામ કર્યું. એમ વિચારવા લાગ્યા. અનુકંપા બુદ્ધિપૂર્વક રસદાયક વિશિષ્ટ ભોજન બળદોને આપવા છતાં તેઓ તે તરફ દૃષ્ટિપાત પણ કરતા નથી. ત્યારે જિનદાસે અનુમાનથી જાણ્યું કે બળદો હવે અંતિમ સ્થિતિમાં છે અને મનથી અનશન કરેલું હોય તેમ લાગે છે. તેથી નિજ્જામણા કરાવવાપૂર્વક ધર્મશ્રવણ દ્વારા સમાધિયુક્ત મૃત્યુ કરાવ્યું. બન્ને બળદો આ રીતે અકાલમૃત્યુ પામી કંબલ શંબલ નામના નાગકુમારમાં દેવ થયા. આ પ્રમાણે જિનદાસે જેમ પરમાર્થનું સંસ્તવ કર્યું તેમ સમ્યક્ત્વપ્રાપ્તિનું આ પરમાર્થસંસ્તવ કરવું તે પ્રથમ સદ્દહણા છે. (૧) गीयत्थचरित्तीण य, सेवा बहुमाणविणयपरिसुद्धा । तत्तावबोहजोगा, सम्मत्तं निम्मलं कुणइ ॥ ૬॥ જે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી ગુણોથી ઝવેરાતની જેમ ચમકે છે. અધ્યાત્મના રંગમાં ઝીલે છે. જૈનશાસનનો શુદ્ધ અને પવિત્ર માર્ગ જગતમાં પ્રકાશે છે. તથા જેઓ સૂત્ર અને અર્થના જાણકાર હોવાથી ગીતાર્થ છે. સત્તર પ્રકારના સંયમના આરાધક છે. તેવા સાધુ સંતોની સેવાભક્તિ કરવી. હાર્દિક સદ્ભાવ રાખવો, વિનય આદિ કરવા તે સુદૃષ્ટપરમાર્થસંસ્તવ નામની બીજી સહણા છે. અહિં “પુષ્પચૂલા’ સાધ્વીજીની કથા જાણવી. આ ભરતક્ષેત્રમાં પુષ્પભદ્રિકાનગરીમાં પુષ્પકેતુ રાજાને ત્યાં પુષ્પવતી નામની રાણી હતી. તે દંપતીને પુત્ર-પુત્રી રૂપ એક યુગલનો જન્મ થયો. જેનું નામ અનુક્રમે “પુષ્પસૂલ અને પુષ્પચૂલા' રાખ્યું. આ યુગલનો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પરસ્પર અત્યંત સ્નેહ જાણીને રાજાએ તે બન્નેનો જ વિવાહ કર્યો. આવા પ્રકારના અઘટિત કાર્યથી નિર્વેદ પામેલી પુષ્પવતી રાણીએ દીક્ષા સ્વીકારી, નિર્મળ ચારિત્ર પાળી દેવલોકમાં ગઈ. અવધિજ્ઞાનથી પોતાનાં જ પુત્રપુત્રીને પતિ-પત્ની રૂપે વિષય સુખ અનુભવતાં જોઇને પ્રતિબોધ માટે સ્વપ્નમાં નરકની વેદના દેખાડવા લાગી, પુષ્પચૂલ અને પુષ્પચૂલા નરકની વેદનાનું સ્વપ્ન પરસ્પર કહેવા લાગ્યાં અને નરકનું સ્વરૂપ જાણવા માટે દર્શનશાસ્ત્રીઓને બોલાવ્યા, તેઓના ઉત્તરથી પુષ્પચૂલને સંતોષ ન થતાં “અર્ણિકાપુત્ર” આચાર્યને બોલાવ્યા, તેઓએ નરકનું સર્વજ્ઞકથિત યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. જેનાથી બન્નેને ઘણો જ સંતોષ થયો. ત્યારબાદ દેવલોકમાં ગયેલી તેની માતાએ તેમને સ્વપ્નમાં દેવનું સુખ અને સ્વરૂપ બતાવ્યું. પુષ્પચૂલે દર્શનશાસ્ત્રીઓને બોલાવીને દેવનું સ્વરૂપ પુછ્યું. પરંતુ પુષ્પચૂલને તેઓના ઉત્તરથી સંતોષ ન થતાં અર્ણિકાપુત્ર આચાર્યને પુછ્યું. તેઓનો ઉત્તર સાંભળી પુષ્પચૂલને ઘણો જ સંતોષ થયો. અને પુષ્પચૂલાને વૈરાગ્ય થયો. તેણીને પોતાના અકાર્યનો ઘણો પસ્તાવો થયો. વીતરાગપ્રણીત પ્રવ્રજ્યા સ્વીકારી આત્માકલ્યાણમાં લીન થઈ. એક વખત ભાવિમાં આવનારા બાર વર્ષે દુકાળને જાણીને આચાર્યશ્રીએ પોતાના શિષ્યોને સુભિક્ષાવાળા દેશમાં વિહાર કરાવ્યો. પોતે શરીરમાં જંઘાબળથી ક્ષીણ હોવાથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વીજી મહારાજ પણ તેઓની સેવા-સુશ્રુષા કરવાની પરમપવિત્ર ભાવનાથી ત્યાં રહ્યાં. અને પોતાના સંસારિપર્યાયથી પરિચિત પુષ્પચૂલના અંતઃપુરમાંથી શુદ્ધ નિર્દોષ આહાર લાવી ઉત્તમભાવનાથી આચાર્યશ્રીની સેવાભક્તિવિનય બહુમાન કરે છે. એમ કરતાં વૈયાવચ્ચ કરવાની પરમ પવિત્ર ભાવનાથી તેઓ કેવલજ્ઞાની થયાં. કેવલી થવા છતાં ગુરુની સેવા-ભક્તિ પૂર્વની જેમ ચાલુ રાખી. એક વખત વરસતા વરસાદમાં કેવલજ્ઞાનથી અચિત્તભાગમાં ચાલીને આહાર લાવ્યાં, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે આવું અઘટિત કાર્ય કેમ કર્યું ? પુષ્પચૂલા સાધ્વીજીએ યથાર્થ કેવલજ્ઞાનની વાત કરતાં આચાર્યશ્રી મનમાં ખેદ કરવા લાગ્યા કે મેં કેવલીની આશાતના કરી. ત્યારે સાધ્વીજીએ કહ્યું કે ખેદ ન કરો, તમને પણ નદી ઉતરતાં , Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કેવળજ્ઞાન થશે. તેથી તેઓ ગંગા નદી ઉતરવા નાવમાં બેઠા, નાવમાં જે જે ભાગમાં તેઓ બેસે છે તે તે ભાગ પાણીમાં ડૂબે છે. તે જોઇને નાવિકે તેઓને નદીમાં ફેંકી દીધા. નદીમાં પડતા એવા તેમના શરીરને શુદ્રવ્યંતરીએ ત્રિશૂલથી વિંધ્યું. શરીરમાં ત્રિશૂલની પીડા ઘણી હોવા છતાં તેની દરકાર કર્યા વિના અપૂકાય જીવોની થતી વિરાધના ઉપર ભાવદયામાં ચડ્યા. અને પરિણામની ધારા વધતાં કેવલી થઈ મોક્ષે ગયા. પુષ્પચૂલાશ્રી પણ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયાં. જેમ પુષ્પચૂલાશ્રીએ આચાર્યશ્રીની પરમ સેવા કરી. તેવી સેવાભક્તિ કરવી તે સુદૃષ્ટ પરમાર્થ સંતવ નામની બીજી સદ્દતણા જાણવી. જે આત્માઓએ સમ્યકત્વ ગ્રહણ કરીને ત્યજી દીધું છે. તેવા પતિત જીવોનો, તથા નિહ્નવ, યથાશ્ચંદ, પાર્શ્વસ્થ, કુશીલ, વેષવિડંબક, શિથીલચારિત્રવાળા, અને અજ્ઞાની જીવોનો પરિચય ત્યજવો, તથા તેઓથી દૂર રહેવું તે વ્યાપન્નદર્શન નામની ત્રીજી સદ્દતણા જાણવી. (૧) પતિતજીવ-જે સર્વનયોના સમૂહાત્મક જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું શ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વ પ્રાપ્ત કરીને એક નયવાળા મતના આગ્રહના કારણે રત્નતુલ્ય સમ્યકત્વ જેણે ત્યજી દીધું છે તે પતિતજીવ કહેવાય છે. (૨) જે સર્વનયોના સમૂહાત્મક અનેકાન્તવાદ જાણવા છતાં એક તરફની દૃષ્ટિબદ્ધતાના કારણે બીજી બાજુને છુપાવે, જાણવા અને અનુભવવા છતાં જે ન સ્વીકારે તે નિહ્નવ કહેવાય છે. (૩) ગુરુ અને શાસ્ત્રની ઉપેક્ષા કરીને મન ફાવે તેમ ધર્મકાર્યમાં જેઓ વર્તે છે. સ્વચ્છંદપણે જે રહે તે યથાશ્કેદ કહેવાય છે. (૪) જે સાધુપણું સ્વીકારવા છતાં, જ્ઞાન-દર્શન-ચારિત્રનાં સાધનો પાસે રાખવા છતાં તેનો ઉપયોગ ન કરે. શિથીલાચારી હોય તે પાર્શ્વસ્થ કહેવાય છે. (૫) ચારિત્ર લેવા છતાં જે દુરાચાર સેવે, સદાચારમાં ન વર્તે તે કુશીલ. ચારિત્રનો વેષ રાખવા છતાં તેને અનુકૂલ જે ન વર્તે, વિપરીત આચારવાળા હોય, વિપરીત આચરણાથી સાધુતાના વેષની પણ નિંદા-ટીકા થાય તેવા આચારવાળાને વેષવિડંબક કહેવાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૭) ચારિત્રમાં જે ઢીલા હોય, અપવાદ સેવનારા હોય તે મંદ કહેવાય છે. (૮) જે શાસ્ત્રાભ્યાસ રહિત હોય, આત્મહિતના અનુભવ વિનાના હોય, અથવા વિપરીત મતવાળા હોય તે અજ્ઞાની કહેવાય છે. આવા ચારિત્રભ્રષ્ટ, સત્વભ્રષ્ટ અને જ્ઞાનભ્રષ્ટજીવોનો પરિચય ત્યજી દેવો. તેઓથી અતિશય દૂર રહેવું. કારણ કે દુર્ગુણીના સંગથી પણ આત્મા દુર્ગુણી થાય છે. પૂર્વે પ્રાપ્ત કરેલું સમ્યગદર્શન પણ આવા પ્રકારના ભ્રષ્ટજીવોના પરિચયથી નષ્ટ થાય છે. માટે તેઓનો ત્યાગ કરવો તે વ્યાપત્રદર્શન નામની ત્રીજી સદણા કહેવાય છે. वावन्नदंसणाणं, निणहवहाच्छन्दकुग्गहहयाणं । • પન્નુવëિ, વત્તાવ મતિજ્ઞા સામે ૨૨ અહીં રોહગુપ્ત નામના છઠ્ઠા નિદ્ભવની કથા આ પ્રમાણે છે આ ભરતક્ષેત્રમાં અંતરંજિકા નામની નગરીમાં બલશ્રી નામનો રાજા હતો. તે જ નગરીમાં શ્રીગુપ્ત નામના જ્ઞાની ગીતાર્થ આચાર્ય હતા. એક વખત તેમના સંસારિસંબંધે ભાઈ અને સાધુપણે શિષ્ય, અનેક પ્રકારની વિદ્યાથી સંપન્ન એવા રોહગુપ્ત નામના મુનિ વંદનાર્થ આવ્યા. તે જ નગરીમાં તે કાલે અતિશય જ્ઞાનના અહંકારવાળો એક પરિવ્રાજક (વાદી) આવ્યો, આ ગામમાં જો કોઈ સમર્થજ્ઞાની હોય તો મારી સાથે વાદ કરે એવો ઢંઢેરો તે પરિવ્રાજકે રાજા પાસે પીટાવ્યો, રોહગુએ આ ઢંઢેરો સ્વીકાર્યો. અને પરિવ્રાજકની સાથે રાજસભામાં વાદ કરવાની પ્રતિજ્ઞા સ્વીકારી. ગુરુજીની પાસે આવીને વાત કરી. ગુરુજીએ કહ્યું કે આ ઉચિત કર્યું નથી. આ પરિવ્રાજક વિદ્યાબલવાળો તો છે જ પરંતુ હલકી અને મેલી વિદ્યાના પ્રયોગોનો પણ જાણકાર છે. રોહગુએ કહ્યું કે જે પ્રતિજ્ઞા સ્વીકારી છે તે પ્રાણાને પણ પાછી કેમ ઠેલાય ! તેથી કરૂણાળુ ચિત્તવાળા ગુરુજીએ તે મેલી વિદ્યાઓના પ્રતિકારવાળી સર્વ વિદ્યાઓ રોહગુપ્તને શીખવાડી, તથા “રજોહરણ” એવો મંત્રીને આપ્યો કે પરિવ્રાજક કોઈ ભયંકર ઉપસર્ગ કરે તો આ રજોહરણથી તે ઉપસર્ગ પલાયન થઈ જાય, ત્યારબાદ રાજ્યસભામાં પરિવ્રાજક અને રોહગુપ્તનો વાદ થયો, પરિવ્રાજક જીવ-અને અજીવ એમ બે જ રાશિ સંસારમાં છે એમ કહ્યું. રોહગુમે જીવ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ છે. એમ કહી તેની સિદ્ધિ કરી. પરિવ્રાજકે અનેક મેલી વિદ્યાઓ વિકુર્તી, રોહગુપ્તે ગુરુએ આપેલી વિદ્યાઓ દ્વારા તે સર્વેનો પ્રતિકાર કરી જિત મેળવી, જૈનશાસનની પ્રભાવના કરી. પરંતુ સંસારમાં વાસ્તવિક બે જ રાશિ છે. પરિવ્રાજકને જિતવા માટે જ મેં ત્રણ રાશિની કલ્પના જ કરી છે એવી કબુલાત ન કરી, ગુરુ પાસે આવી વિજયપ્રાપ્તિની વાત કરી, ગુરુજી વિજયપ્રાપ્તિ બદલ ખુશ થયા. પરંતુ ત્રિરાશિની સ્થાપના બદલ ક્ષમા ન માગવા માટે નારાજ થયા. ગુરુજીએ કહ્યું કે હજુ પણ તું રાજ્યસભામાં જઇને ‘મિચ્છા મિ દુક્કડં’ આપ. પરંતુ આટલી મોટી રાજસભામાં મેં જે અર્થ સ્થાપિત કર્યો તેને બદલે હવે બીજો અર્થ મારાથી કેમ સ્થાપિત થાય ? તેમ કરતાં મારી ઘણી અપભ્રાજના થાય એમ બોલતો રોહગુપ્ત તૈયાર ન થયો. ગુરુજીએ વારંવાર સમજાવ્યો ત્યારે અધિક ગુસ્સે થતો તે રોહગુપ્ત કહેવા લાગ્યો કે, મેં શું ખોટો અર્થ સ્થાપ્યો છે ? ત્રણ રાશિ જ જગતમાં છે અને મેં કહી છે. એવા આભિનિવેશિક મિથ્યાત્વને પામ્યો. ગુરુજીએ પોતે જ જૈનશાસન કથિત બે જ રાશિ યથાર્થ છે તે સ્થાપવા રોહગુપ્તની સાથે તે જ રાજસભામાં છ માસ સુધી વાદ કર્યો. છતાં શિષ્ય પોતાનો મિથ્યામત ત્યજતો નથી. ત્યારે રાજાએ વાદ સમાપ્ત કરવાની સૂચના કરતાં ગુરુજીએ કૃત્રિકાપણ દ્વારા બે જ રાશિ છે તેની સિદ્ધિ કરી અને શાસનદેવીને પ્રગટ કરી તેમના દ્વારા પણ બે જ રાશિ છે એમ સિદ્ધ કર્યું. તેથી ગુરુજીની પ્રશંસા થઇ અને અપમાનિત થયેલા તે ોહગુપ્તને પોતાના ગચ્છમાંથી કાઢી મૂક્યો. તેથી આવા પ્રકારના ભ્રષ્ટસમ્યક્ત્વવાળાનો પરિચય અથવા તેવા મિથ્યાત્વી આત્માની કુદેશનાનું શ્રવણ પણ આ જીવના સમ્યક્ત્વને મલીન અથવા અસ્થિર કરે છે. તેથી તેવા પ્રકારના પતિત અને પાર્શ્વસ્થાદિનો પરિચય ત્યજી દેવો એ ત્રીજી સદ્દહણા જાણવી. તથા જે પરદર્શની છે, અન્યધર્મી છે. મિથ્યાદૃષ્ટિ છે. તેવા જીવોનો પરિચય છોડી દેવો, તેવા આત્માઓ પાસે ધર્મશ્રવણ કરવું નહીં, તે કુદર્શન દેશના પરિહાર નામની ચોથી સદ્દહણા જાણવી. કારણ કે જે મનુષ્યો હીનગુણી વ્યક્તિઓનો પરિચય ત્યજતા નથી. તેઓમાં પ્રાપ્ત થયેલો ગુણ દીર્ઘકાળ ટકતો નથી. જેમ ગંગા નદીનું પાણી મધુર હોવા છતાં સમુદ્રના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જલમાં પ્રવેશ્યું છતું ખારાપણાને જ પામે છે. તેમ સમ્યક્ત્વી જીવનું સમ્યક્ત્વ પણ મિથ્યાદર્શનીઓના પરિચયથી ચાલ્યું જાય છે. માટે તેવા પ્રકારના પરદર્શનીઓનો સંગ ત્યજવો તે ચોથી સદ્દહણા જાણવી. मोहिज्जइ मंदमई, कुदिट्ठिवयणेहिं गुविलढंढेहिं । दूरेण वज्जियव्वा, तेण इमे सुद्धबुद्धीहिं ॥१२॥ આ સંસારમાં ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી એમ કુલ ૩૬૩ મિથ્યાદર્શનીના મતો છે. આ વિષય ઉપ૨ વૈશ્રમણશ્રેષ્ઠીની કથા જાણવી. તે વિસ્તારભયથી અહીં લખી નથી. પરંતુ પૂ. હરિભદ્રસૂરીજી કૃત સમ્યક્ત્વસપ્તતિની ટીકામાંથી જાણી લેવી. આ ચાર પ્રકારની શ્રદ્ધાને બરાબર વળગી રહેવાથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ ટકી રહે છે. તેમાં અતિચારાદિ દોષો લાગતા નથી. કદાચ જ્ઞાનદશા ઓછી હોવાથી સાચી વસ્તુ ન પણ સમજાય તો પણ સાચી શ્રદ્ધાપૂર્વક તેને સ્વીકારવાથી પણ સમ્યક્ત્વ સ્થિર થાય છે. કારણ કે છદ્મસ્થ આત્માનું સર્વજ્ઞકથિત બધી જ વસ્તુ બરાબર સમજાઇ જ જાય એવો નિયમ નથી. માટે (૧) પરમાર્થે તત્ત્વોની શ્રદ્ધાપૂર્વક વિચારણા કરવી. (૨) સંવેગ પરિણામી સદ્ગુણી ગીતાર્થ મુનિઓની સેવા કરવી. (૩) સમ્યક્ત્વભ્રષ્ટ અને પાર્શ્વસ્થાદિ જૈન વેષધારી મુનિઓનો ત્યાગ કરવો (૪) અન્ય પરદર્શની આત્માઓનો પરિચય ત્યજવો. આ ચાર શ્રદ્ધા જો સેવવામાં આવે તો કોઇ પણ દોષ સમ્યક્ત્વમાં કેમ લાગે ! પતિત અને પરદર્શનીમાં કદાચ કોઇ બહારથી મુખ્યત્વે દેખાતો ગુણ હોય, તો પણ તેઓની સોબત ન કરવી. કારણ કે સામાન્ય માણસો ગુણ અને દોષોનો ભેદ ન પાડી શકે તેથી ગુણોની સાથે દોષો પણ ગ્રહણ કરી લે અને ગુણ કરતાં દોષ આકરા હોય તો આત્માને નુકશાન થાય માટે સામાન્ય જીવો માટે આ પ્રતિબંધ છે. સર્વ જીવો માટે આ પ્રતિબંધ નથી. આ પ્રમાણે ચાર સદ્દહણાના વર્ણનાત્મક પ્રથમ અધિકાર પૂર્ણ થયો. Page #28 -------------------------------------------------------------------------- ________________ અધિકાર બીજો ઢાળ બીજી ત્રણ લિંગ ત્રણ લિંગ સમકિત તણા રે, પહેલું શ્રુત અભિલાષ, જેહથી શ્રોતા રસ લહે રે, જેહવો સાકર દ્રાક્ષ રે, પ્રાણીઓ ધરીયે સમકિત રંગ, જીમ લહીએ સુખ અભંગ રે. પ્રાણીઓ ૧૧ તરૂણ, સુખી, સ્ત્રીપરિવર્યો રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે. પ્રાણીઓ ૧૨ ભુખ્યો, અટવી ઉતર્યો રે, જિમ દ્વિજ ઘેબર ચંગ, ઈચ્છે હિમ જે ધર્મને રે, તેહિ જ બીજું લિંગ રે, પ્રાણીઓ ૧૩ વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર, વિદ્યા સાધક પરે કરે રે, આળસ નવી ય લગાર રે, પ્રાણીઓ ૧૪ ગાથાર્થ : સમ્યત્વનાં ત્રણ લિંગ છે. પ્રથમલિંગ “શુશ્રુષા” શ્રુતની અભિલાષા છે. જે શુશ્રુષાથી શ્રોતાને શાસ્ત્રોના અર્થ સાંભળવામાં સાકર અને દ્રાક્ષના જેવી મીઠાશ આવે. ૧૧ હે ભવ્ય પ્રાણીઓ ! આ ત્રણ લિંગોથી સમ્યક્તનો રંગ એવો ધારણ કરો કે જેથી અખંડ સુખની પ્રાપ્તિ થાય. જેમ કોઈ યુવાન, ધનવાન, પરિણીત સ્ત્રી યુક્ત અને સંગીતજ્ઞ પુરુષ જેટલા રાગે દેવોના ગીતને સાંભળે, તેના કરતાં પણ અતિશય Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઘણા રાગે જે ધર્મને સાંભળે તે “શ્રુતઅભિલાષ” અર્થાત્ શુશ્રુષા નામનું પ્રથમ લિંગ છે. ૧૨ . જે ભૂખ્યો હોય, અરણ્ય પાર કરીને આવેલો હોય, જાતે બ્રાહ્મણ હોય, તેને મનોહર ઘેબર ખાવા મળે, તો જેટલી તીવ્ર ઇચ્છાથી ભોજન કરે, તેની જેમ તીવ્ર ઈચ્છાથી જે ધર્મને ઇચ્છે તે “ધર્મરાગ” નામનું બીજું લિંગ જાણવું. ૧૩ અલ્પ પણ પ્રમાદ સેવ્યા વિના જેમ વિદ્યાસાધક વિદ્યા સાથે તેમ થોડી પણ આળસ કર્યા વિના દેવ-ગુરુની જે વૈયાવચ્ચ કરે તે ત્રીજું વૈયાવચ્ચ નામનું પ્રધાન લિંગ જાણવું. ૧૪ શાસ્ત્રમાં કહ્યું છે કેपरमागमसुस्सूसा, अणुराओ धम्मसाहणे परमो । નિયુવેયાવચ્ચે, નિયમો સમલિંગારું છે શરૂ (૧) પરમ એવાં આગમશાસ્ત્રો સાંભળવાની તીવ્ર ઇચ્છા ! (૨) ધર્મકાર્ય કરવાનો પરમ અનુરાગ. (૩) જિનેશ્વર દેવ અને ગુરુની વૈયાવચ્ચ કરવાનો નિયમ. આ ત્રણ સમ્યકત્વનાં લિંગો છે. વિવેચન :- આત્માની અંદર સમ્યત્વ પ્રાપ્ત થયું છે કે નહીં ! તેની બાહ્ય જે નિશાનીઓ તેને લિંગ કહેવાય છે. (અને આંતરિક જે નિશાનીઓ તે લક્ષણ કહેવાય છે) તે ત્રણ છે. (૧) શુશ્રુષા, (૨) ધર્મરાગ, (૩) દેવગુરુની વૈયાવચ્ચ. આ ત્રણમાંથી પ્રથમ શુશ્રુષા સમજાવે છે. ધર્મશાસ્ત્રો તથા તેના અર્થો અને વિવેચન સાંભળવામાં જે શ્રોતાને એટલો બધો અતિશય રસ આવતો હોય કે સાકર-દ્રાક્ષ આદિ મીઠી વસ્તુઓના મીઠા સ્વાદ કરતાં પણ આ ધર્મશ્રવણમાં વધારે મીઠાશ અનુભવાતી હોય, આ જ વાત એક ઉદાહરણથી સમજાવે છે કે કોઈ એક યુવાન્ પુરુષ હોય, ધન અને શરીરાદિના સુખે સુખી હોય, નવો જ વિવાહિત થયેલો હોય, તથા સંગીતના મર્મને બરાબર સમજનારો હોય. આવો પુરુષ આ પૃથ્વી ઉપર દેવ-દેવીઓ ગાયન કરવા આવ્યા હોય તેને Page #30 -------------------------------------------------------------------------- ________________ સાંભળવામાં જેટલો રસિક હોય તેના કરતાં પણ અતિવધુ રાગે જેને ધર્મ સાંભળવાની બુદ્ધિ થાય તે “શુશ્રુષા” નામનું સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે. અતિશય દુર્લભ એવી, જગતમાં સર્વોપરિ એવી, આત્માનું એકાન્ત હિત કરનારી એવી, અને વિષય-કષાયની માત્રા ઘટાડનારી એવી ધર્મદેશનાનું શ્રવણ પ્રાપ્ત થયા પછી સાંસારિક કોઈ પણ વાર્તા સાંભળવામાં કે કરવામાં આ જીવને હાર્દિક રસ આવે જ નહીં, ઉપકારક તત્ત્વ જાણ્યા પછી અપકારક વાર્તાઓના શ્રવણનું મન કોને થાય ! જેવી તેવી વાતો કરવાથી અને સાંભળવાથી આ જીવ સમ્યકત્વથી તો ભ્રષ્ટ થાય, પરંતુ માર્ગનુસારપણાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. તેથી વાવેલા બીજને વારંવાર પાણી પાવાની જેમ પ્રાપ્ત થયેલા ગુણોને ટકાવવા માટે નિરંતર ધર્મશ્રવણની ટેવ પાડવી જોઈએ. આ પ્રથમલિંગ ઉપર “સુદર્શન શ્રેષ્ઠી”ની કથા આ પ્રમાણે છે. મગધદેશમાં “રાજગૃહી” નામના નગરમાં શ્રેણિકરાજા હતા, ત્યાં અર્જુનમાલી નામનો માલી હતો તેને અતિશય રૂપવાનું બંધુમતી નામની ભાર્યા હતી. તે માલી દરરોજ પોતાની પત્ની સાથે ઉત્તમ સુગંધી પુષ્પો વડે નગરની ભાગોળે રહેલા યક્ષની પૂજા કરતો હતો. એક વખત પૂજા કરવા જતાં તે દંપતીને દુષ્ટ આશયવાળા કામાન્ય એવા છ મિત્રોએ જોયાં. પૂજામાં એકાગ્ર બનેલા અર્જુનમાલીને દોરડાથી બાંધીને તેના દેખતાં જ બધુમતીની સાથે ઇચ્છા મુજબ બલાત્કારે સંસારસુખ માણ્યું. તે જોઇને અતિશય રોષાયમાન થયેલા અર્જુનમાલીએ યક્ષને ઠપકો આપ્યો, હું દરરોજ તારી પૂજા કરું અને તારા દેખતાં જ મારો આવો પરાભવ ! ખરેખર તું પત્થરની મૂર્તિ જ છો. તેના આવા કઠોર વચનથી તે યક્ષે અર્જુનમાલીના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી અત્યંત રોષાયમાન યક્ષાધિષ્ઠિત એવા અર્જુને બધુમતી સહિત છએ મિત્રોને મુત્રરથી મારી નાખ્યા. ત્યારથી દરરોજ સ્ત્રી સહિત છ પુરુષોને જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી તેનો ક્રોધ શાન્ત થતો નહીં. એ અવસરમાં તે જ રાજગૃહી નગરીમાં ભગવાન્ મહાવીર પ્રભુ સમવસર્યા. અર્જુનમાલીના ભયથી ભગવાનને વંદન કરવા કોઈ સ્ત્રીપુરુષ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નગર બહાર નીકળતાં નથી. તે જ નગરમાં અત્યન્ત વિશુદ્ધ સમ્યગૂદર્શનવાળો “સુદર્શન” શેઠ વસે છે પરમ શ્રાવક એવા તેણે ભગવાનની વાણી સાંભળવાની પોતાની ઉત્કંઠા માતા-પિતાને કહી, માત-પિતાએ અર્જુનમાલી ઉપસર્ગ કરશે, માટે ત્યાં જવાની વાત છોડી દે. ઘેર બેઠો વંદના કર એમ કહ્યું. સુદર્શને કહ્યું કે હે માત-પિતા ! સાક્ષાત્ પરમાત્મા અહીં પધારે છતે તેમના દર્શન-વંદન અને શ્રવણ વિના ભોજન કરવું પણ મને કલ્પતું નથી. તો અર્જુનમાલીનો ઉપસર્ગ શું હિસાબમાં ! જે થવાનું હોય તે ભલે થાય, પરંતુ પરમાત્માની વાણી સાંભળવા હું તો જવાનો જ છું માત-પિતાની આજ્ઞા મેળવીને તે ગયો. રસ્તામાં મુગરને ઉપાડીને સુદર્શનને હણવા માટે તે અર્જુનમાલી આવ્યો, સુદર્શને પણ ઉપસર્ગ આવ્યો છે એમ જાણીને સર્વ જિનેશ્વરોને નમીને, પોતાના વ્રતોને સંભાળીને ચાર શરણ સ્વીકારીને સર્વજીવોને ખમાવીને, દુષ્કૃતગર્તા અને સુકતાનુમોદના કરીને, સાગારી અનશન સ્વીકારી જ્યાં સુધી આ ઉપસર્ગ શાન્ત ન થાય ત્યાં સુધીનો કાયોત્સર્ગ કર્યો. સુદર્શનના ત્યાગ-તપ અને તેજ જોઈને તેને હણવા અસમર્થ એવો યક્ષ અર્જુનમાલીના શરીરમાંથી ભૂત ભાગે તેમ ભાગી ગયો, યક્ષથી ત્યજાયેલો અર્જુનમાલી ભૂમિ ઉપર પડ્યો, ચૈતન્ય પ્રાપ્ત થતાં તેણે સુદર્શનને જોયા, ઉપસર્ગ પૂર્ણ થયો છે એમ સમજી સુદર્શને પણ કાયોત્સર્ગ પાળ્યો, પરસ્પર પરિચય કર્યો. બન્ને ભગવાનની વાણી સાંભળવા ગયા, અત્યન્ત ભાવપૂર્વક પરમાત્માની વાણી સાંભળી સુદર્શન ઘરે ગયા, અને અર્જુનમાલી જઘન્યથી પણ છzતપ કરવો એવા અભિગ્રહપૂર્વક દીક્ષિત થયો, ક્રોધિત લોકોના ઉપસર્ગને સહન કરતો તે અર્જુનમાલી બે માસની સંલેખના કરી કેવલી થઈ મોક્ષે ગયો. સુદર્શન શેઠે ધર્મ સાંભળવાની તીવ્ર શુશ્રુષામાં યક્ષાધિષ્ઠિત અર્જુનમાલીના ઉપસર્ગને પણ ન ગણકાર્યો, આવી તીવ્ર શુશ્રુષા એ સમ્યક્ત્વનું પ્રથમલિંગ છે. ૧૧-૧૨ સમ્યત્ત્વ સપ્તતિકામાં કહ્યું છે કેतरुणो सुही वियड्डो, रागी पियपणइणीजुओ सोउं । इच्छइ जह सुरगीयं, तओऽहिया समयसुस्सूसा ॥१४॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ “ધર્મરાગ” એ સમ્યક્ત્વનું બીજી લિંગ છે. તે સમજાવવા માટે એક સુંદર ઉપમા ગ્રંથકારશ્રી આપે છે કે એક ભુખ્યો માણસ હોય, ભોજન-પાણી વિનાના અને કાંટા-કાંકરાદિથી ભરેલા, ઉજ્જડ રસ્તાવાળા જંગલમાંથી ચાલીને આવ્યો હોય, અને જાતનો બ્રાહ્મણ હોય (ખાઉધી વૃત્તિવાળો હોય) આવા પુરુષને મનગમતા મનોહર ઘીથી ભરપૂર ઘેબર ખાવા મળે તો જેટલી તીવ્ર ઇચ્છાથી તે ઘેબરનું ભોજન કરે તેના કરતાં પણ અતિશય ઘણા રાગથી જે ધર્મને ઇચ્છે તે “ધર્મરાગ” નામનું બીજું લિંગ જાણવું. કારણકે અંદર જો સમ્યક્ત્વ આવ્યું હોય તો તે અનાયાસે જ ધર્મ તરફ અચલ અખંડ પ્રીતિ કરાવે જ. સમ્યક્ત્વ સપ્તતિમાં કહ્યું છે કે कंतारुत्तिन्नदिओ घयपुण्णे भुत्तुमिच्छई छुहिओ । जह तह सदणुट्ठाणे अणुराओ धम्मराओत्ति ॥ १५ ॥ આ વિષય ઉપર એક બ્રાહ્મણપુત્રની કથા આ પ્રમાણે છેઉજ્જ્વણીનગરીમાં ધર્મપરાયણ દેવગુપ્ત નામનો બ્રાહ્મણ, અને નંદા નામની તેની પત્ની એમ એક યુગલ હતું. તેઓને ત્યાં જન્મથી જ અતિશય રોગોવાળો એક પુત્ર જન્મ્યો, અનેકવિધ ઔષધો કરાવવા છતાં રોગ મટતો નથી તેથી માત-પિતા ઉદ્વેગ પામ્યાં, બાળકનું કંઇ નામ રાખ્યું નહીં. તેથી ‘‘રોગી'' એવા નામથી જ તે પ્રસિદ્ધ થયો. એક વખત કોઇ મુનિમહાત્મા તેમને ઘેર ગોચરી માટે પધાર્યા. પુત્ર સહિત માતપિતાએ મુનિને પ્રણામ કરીને રોગ ઉપશમાવવાનો ઉપાય પૂછ્યો. મુનિએ કંઇ ઉત્તર ન આપ્યો, એટલે તેઓના રહેવાના સ્થાને જઇને વંદન કરીને, રોગથી અતિશય દુઃખી થયેલાં માત-પિતાએ ફરીથી રોગ ઉપશમાવવાનો ઉપાય પૂછ્યો. મુનિશ્રીએ રોગ દૂર કરવા માટે પણ ધર્મ એ જ પરમ ઉપાય છે એમ સમજાવ્યું. અહિંસા, સંયમ અને તપમય ધર્મ એ જ કલ્યાણકારક છે. આવું સાંભળીને ત્રણેનું મન ધર્મમાં અતિશય શ્રદ્ધાવાળું બન્યું. શ્રાવકનાં બાર વ્રતો ધારણ કરીને અતિશય શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્માચરણ કરતાં પ્રાપ્ત થયેલા નરભવને સફળ કરે છે. એક વખત આ યુગલનો (તથા તેના પુત્રનો) ધર્મ પ્રત્યેનો અવિચલ રાગ ઇન્દ્ર મહારાજાએ Page #33 -------------------------------------------------------------------------- ________________ ફર દેવસભામાં પ્રશસ્યો, ઈન્દ્રની વાતને ઠુકરાવતા બે દેવો તેની પરીક્ષા કરવા આવ્યા. બ્રાહ્મણનું રૂપ કરીને જાણે આ બાળક ઉપર અતિશય કરુણાળુ હોય તેમ તેના સ્વજનોને આ પ્રમાણે કહેવા લાગ્યા કે, જો આ બાળકને અમારી કહેલી દવા આપવામાં આવે તો રોગ તુરત શાન્ત થઈ જાય. સ્વજનો પણ કહેવા લાગ્યા કે, કૃપા કરીને તુરત ઔષધ જણાવો. દેવોએ કહ્યું કે “દિવસના પ્રથમ પ્રહરમાં મધનું સેવન કરવું, અંતિમ પ્રહરમાં મદિરાપાન કરવું. અને માખણથી મિશ્રિત તથા માંસથી યુક્ત ખાદ્ય વસ્તુનું ભોજન રાત્રે કરવું.” આ વૈદ્યોનું કહેલું ઔષધ સાવદ્ય છે એમ સમજી રોગી બાળકે જ ના કહી. જે ચારે મહાવિગઈઓમાં તે તે વર્ણના અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. તેઓની હિંસાવાળું અને નરકોત્પત્તિનું સાધન એવા આ ઔષધવડે મારે સ. વૈદ્યોએ પરીક્ષા માટે ફરીથી કહ્યું કે, શરીર એ ધર્મનું પ્રધાન સાધન છે. તેથી તેની સુરક્ષા કરવી જોઈએ, અલ્પ સાવધ સેવીને પણ શરીરની રક્ષા કરવી એ જ સાચો માર્ગ છે. પછીથી સાવધસેવનનું પ્રાયશ્ચિત્ત તાપૂર્વક કરી લેવું જોઈએ. બાળકે કહ્યું કે અસંખ્ય જીવો હણીને સચવાયેલી આ કાયા શું સદા ટકી રહેવાની છે ! તો અલ્પકાલના સુખ માટે આવું મોટું પાપ શા માટે કરવું ? સ્વજનો, રાજા, અને હિતેચ્છુઓ દ્વારા ઘણું સમજાવવા છતાં જ્યારે મેરુપર્વતની જેમ તે બાળક (તથા માત-પિતા) ધર્મથી ચલિત થતાં નથી ત્યારે તેની પરમ ધર્મરૂચિ જોઇને બ્રાહ્મણનું રૂપ સંકેલી દેવોએ દેવરૂપ પ્રગટ કર્યું. ઈન્દ્રમહારાજાએ તમારું જેવું ધર્મનું દઢત્વ પ્રશસ્યું હતું તેવું જ છે. તમારા ધર્મરાગને ધન્ય છે એમ પ્રશંસા કરી, બાળકના શરીરને નિરોગી કરી, વિપુલ ધનધાન્યની સંપત્તિથી ઘર ભરપૂર ભરીને, તેમની પ્રશંસા કરતા દેવો સ્વર્ગમાં ગયા, આ પ્રસંગ જોઇને રાજા તથા કેટલાક સ્વજનો પણ ધર્મ પામ્યા. આ બાળક પણ નિરોગી થયો છતો સવિશેષ ધર્મની આરાધના કરવા લાગ્યો ત્યારથી તેનું નામ “આરોગ્યદ્વિજ” પડ્યું. અનુક્રમે સ્વર્ગે જઈને ભાવિમાં મોક્ષે જશે. ૧૩. पूयाइए जिणाणं, गुरूण विस्सामणाइए विविहे । સંગીલા નિયમો, વૈયાવચ્ચે નાસી છે . સ. દ્દા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વિદ્યાની સાધના કરનાર વિદ્યાસાધક જેમ વિદ્યા સાધવામાં અલ્પ પણ આળસ કરતો નથી. તેમ જિનેશ્વર પરમાત્માની પૂજા-સેવા કરવામાં અને સાધુ-મહાત્માઓની સેવાભક્તિ કરવારૂપ વૈયાવચ્ચ કરવામાં થોડો પણ પ્રમાદ-આળસ કરવાં નહીં એ ત્રીજું લિંગ જાણવું. તેના ઉપર “આરામશોભા”ની કથા છે. તે આ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં બલાશય નામનું ગામ છે. તેમાં ચારે વેદોને જાણનારો “અગ્નિશર્મા' નામનો બ્રાહ્મણ વસે છે. તેને શીલગુણોપેત “અગ્નિશિખા” નામની પત્ની છે. તેઓને “વિદ્યુત્પ્રભા” નામની એક પુત્રી છે પુત્રીની ઉંમર આઠ વર્ષની થતાં તેની માતા અસાધ્યરોગના કારણે મૃત્યુ પામી, તેથી ઘરકામ કરવાની તમામ જવાબદારી નાની ઉંમરવાળી તે બાળા ઉપર આવી. ઘરનું તમામ કામકાજ પ્રભાતે કરીને ગાય આદિ ચરાવવા જાય છે. મધ્યાહ્ને ભોજન બનાવીને પોતે જમે છે અને પિતાને જમાડે છે. સાંજે ફરીથી ગાય આદિને ચરાવવા જાય છે. એમ કરતાં પરિશ્રમના કારણે થાકી જતી તે બાળા એક દિવસ પિતાને કહે છે કે હે પિતાજી ! હું ઘરકામથી બહુ જ થાકી જાઉં છું. તમે ફરીથી લગ્ન કરો. આવના૨ી મારી શોક્ય-માતા ઘરકામ કરે, તમારી પણ સારી સારસંભાળ રાખે, અને હું પણ પરિશ્રમિત ન થાઉં. પુત્રીના આગ્રહથી પિતાએ ફરીથી લગ્ન કર્યું. પરંતુ આ શોચ-માતા સુખશીલિતા હતી. ઘરનું કંઇ પણ કામકાજ કરે નહી. કેવળ મોજ શોખ અને વિષયભોગમાં જ મસ્ત હતી. તેથી પુત્રી વિદ્યુત્પ્રભાને મનમાં વધારે ચિંતા થઇ. મેં જે પિતાના સુખ માટે કર્યું તે નરકની જેમ વધુ દુઃખ આપનારું બન્યું. તેથી નક્કી સર્વે જીવો કર્મને વશ છે. પૂર્વકૃત પુણ્ય અને પાપ ભોગવ્યા વિના છુટકારો જ નથી. અન્યવ્યક્તિ તો નિમિત્ત માત્ર જ છે. આવા વિચારોવાળી તે બાળા પ્રભાતે ગાય આદિ પશુને ચારવાનું, મધ્યાહ્ને લુખ્ખું સુકું ભોજન ક૨વાનું અને સાયંકાલે ગાય આદિ ચારવાનું કામકાજ કરે છે. અને ધર્મમય પરિણામપૂર્વક દિવસો પસાર કરે છે એમ કરતાં બાર વર્ષ થયાં, એક વખત ગાયોને ચરાવતી તે બાળા સૂર્યના તાપથી અકળાઇ છતી વૃક્ષો ન હોવાથી ઘાસ ઉપર સૂતી. તે વખતે અતિશય ફુંફાડા મારતો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મોટો કાળો નાગ ત્યાં આવીને મનુષ્યભાષા બોલવા દ્વારા તેને કહે છે કે હે બાળા ! હું ભયથી ભ્રાન્ત છું. મારી પાછળ ગારુડિક લોકો આવે છે. મને પકડીને બાંધી જશે. તું મારી પ્રાણરક્ષા કર. તારા વસ્ત્રના ભાગમાં મને લપેટી લે. મારું વચન જલ્દી સ્વીકાર. અન્યથા મારું અકલ્યાણ જ થશે. સર્પનાં આવાં વચનો સાંભળી ભયથી આકુળવ્યાકુળ તથા શરીરથી કંપતી એવી પણ તે બાળાએ દયાળુપણાના કારણે વસ્ત્રના એક ભાગને વિસ્તૃત કર્યો. સર્પ તેમાં લપેટાયો. તેણીએ વસ્ત્રને સંકેલીને તેને ખોળામાં રાખીને જ્યાં બેઠી છે ત્યાં તુરત ગારુડિકો આવ્યા. “અહીં કોઇ સર્પ આવ્યો હતો ! એમ પૂછ્યું. તે બાળાએ કહ્યું કે હું તો સૂતી હતી એટલે મને ખબર નથી. તે સાંભળીને તે ગારુડકો પરસ્પર કહેવા લાગ્યા કે, જો તેણીએ સાપ જોયો હોત તો ભયભીત થયેલી તે બાળા વહેલી ભાગી ગઇ હોત. તેથી નક્કી અહીં સર્પ આવ્યો જ નથી. ત્યારબાદ ચારે બાજુ જોઇને સર્પને નહીં જોતા તેઓ પાછા ફર્યા. એટલે તે બાળાએ વસ્ત્ર ખોલીને સર્પને કહ્યું કે હવે તમે સુખે સુખે જાઓ, તમારા વૈરીઓ આવીને ચાલ્યા ગયા. તેના સત્ત્વથી ખુશ થયેલો તે સર્પ નાગનું રૂપ સંકેલી દૈવિકદેવરૂપ ધારણ કરી બાળાને કહે છે કે તારા સાહસથી હું તારા ઉપર ખુશ થયો છું, તું વરદાન માગ. બાળા કહે છે કે જો તમે પ્રસન્ન થયા હો તો ઉત્તમવૃક્ષોની છાયાવાળો એક સુંદર બગીચો બનાવી આપો. જેથી હું સુખે ગાયોને ચરાવું. વિદ્યુત્પ્રભાનું આવું વચન સાંભળીને દેવ મનમાં વિચારે છે કે આ બાળા કેટલી ભોળી અને સરળ સ્વભાવવાળી છે ! તેની ઇચ્છા મુજબ ગાઢ વૃક્ષોવાળો બગીચો બનાવી તે બાળાને કહે છે કે, તારી ઇચ્છા મુજબ આ બગીચો બનાવ્યો છે તે તારી સાથે રહેશે. તું ઘરે જઇશ ત્યારે તારા ઘર ઉપર છત્રની જેમ શોભશે. તને કંઇ આપત્તિ આવે તો તું મારું સ્મરણ કરજે. એમ કહીને અંતર્ધાન થયો. તે બાળા આ બગીચાનાં ઉત્તમ ફળોને ખાતી, ગાયોને ચરાવતી, રાત્રે ઘેર જઇને સૂઈ જતી એમ કેટલાક દિવસો ગયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩પ એક વખત જંગલમાં શ્રેષ્ઠ બગીચાની અંદર એક વૃક્ષની છાયામાં તે બાળા ગાયોને ચરાવતી સૂતી છે. તે સમયે પાટલિપુત્ર નગરનો રાજા જિતશત્રુ વિજયયાત્રા કરીને પાછો ફરતો છતો ત્યાં આરામ અર્થે રોકાયો. શ્રેષ્ઠ બગીચો જોઈને સેનાપતિને સૈન્યની છાવણી માટે હુકમ કર્યો. યથાયોગ્ય રીતે વૃક્ષોના થડ સાથે હાથી-ઘોડા-ઉંટ અને બળદોને બાંધીને સૈન્ય ત્યાં પડાવ કર્યો. તેઓના ગમનાગમનથી બાળાની ગાયો દૂર દૂર ભાગી દઈ. તથા કોલાહલ સાંભળીને બાળા જાગી ગઈ. પોતાની ગાયો દૂર દૂર જતી જોઈને તેને વાળવા માટે ઉઠીને તે બાળા દોડવા લાગી. તેની સાથે બગીચો પણ ચાલવા લાગ્યો. આ જોઈને રાજા વિસ્મય પામ્યો અને મંત્રીને પૂછવા લાગ્યો કે આ શું છે ? આમ કેમ બને છે ? મંત્રી કહે છે કે મને એમ લાગે છે કે આ બાળાનું આ માહાભ્ય હોવું જોઈએ. કારણ કે જ્યાંથી ઉઠીને તે ભાગી છે ત્યાંથી તે બગીચો તેની સાથે જાય છે. વળી આંખના નિમેષ-ઉન્મેષ વાળી હોવાથી આ માનવી છે પણ દેવી નથી. રાજાએ કહ્યું કે તે બાળાને મારી પાસે લાવો. મંત્રીએ મોટે અવાજે બાળાને બોલાવી. તે ત્યાં ઉભી રહી. મંત્રી પોતે બાળા પાસે ગયા. તેણીની ગાયો પાછા વાળવા ઘોડેસવાર મોકલ્યા. અને સમજાવીને તેણીને રાજા પાસે લાવી. તેના રૂપ-ગુણ અને લાવણ્યાદિ ભાવોને જોઈને રાજા મોહિત થયો. ઇંગિતાકારથી મંત્રીએ રાજાના ભાવ જાણીને રાજા સાથે પાણિગ્રહણની વાત કરી. કન્યાએ હું સ્વતંત્ર નથી. મારાં માતા-પિતાની સમ્મતિ આવશ્યક છે એમ જણાવ્યું. જેથી મંત્રીએ તેના પિતા પાસે જઈ કન્યારત્નની માગણી કરી. તેણીના પિતાને રાજા પાસે લાવ્યા. પિતાએ રાજાની ઇચ્છા પ્રમાણે વિધુત્વભા તેને પરણાવી. જિતશત્રુ રાજા વિદ્યુતૂભા સાથે પાટલિપુર નગરમાં આવ્યો. ત્યારથી રાજાએ વિદ્યુ...ભાનું નામ બદલીને બગીચાની શોભાવાળી આ સ્ત્રી હોવાથી તેણીનું નામ “આરામશોભા' રાખ્યું. તેની સાથે સંસારસુખ ભોગવતાં કાળ પસાર થાય છે. આરામશોભાની શકયમાતાને પુત્રી જન્મી છે. અનુક્રમે તે પુત્રી યુવાન થઇ ત્યારે શોક્યમાતાને મનમાં વિચાર આવ્યો કે જો આરામશોભા કોઇ ઉપાયે મૃત્યુ પામે તો આ રાજા મારી પુત્રીને પરણે એટલે Page #37 -------------------------------------------------------------------------- ________________ માયાપૂર્વક વિષના મોદક બનાવી અગ્નિશર્માને પાટલિપુર મોકલ્યો. પાટલીપુરની ભાગોળે થાકેલો તે અગ્નિશર્મા સૂતો છે ત્યારે આરામશોભાનો હિતેચ્છુ “નાગકુમાર” દેવ ત્યાં આવ્યો, તેણે દૈવીશક્તિથી વિષમોદકને બદલે ઉત્તમદ્રવ્યોના પુષ્ટિકારક મોદક બનાવ્યા. જે મોદક જમતાં જિતશત્રુ રાજા, આરામશોભા તથા તેનો સમસ્ત પરિવાર અતિશય પ્રસન્ન થયો, અને આરામશોભાના પિયરપક્ષ ઉપર બહુમાનવાળો થયો. આરામશોભાની શોક્યમાતા વિલખી થઈ. તેણીએ ફરીથી બીજીવાર, ત્રીજીવાર, વિષમિશ્રિત મોદક મોલ્યા, નાગકુમારે તે મોદક પરિવર્તિત કર્યા. આરામશોભાને મારી નાખવાનો કોઈ ઉપાય શોક્યમાતાનો સફળ થયો નહીં. એટલામાં આરામશોભા ગર્ભવતી બની. તેની શોક્યમાતાએ પ્રસવક્રિયા નિમિત્તે આરામશોભાને પોતાને ઘેર તેડી લાવવા પોતાના પતિ અગ્નિશર્માને રાજા પાસે મોકલ્યા. રાજાએ આરામશોભાને બ્રાહ્મણના ઘરે મોકલવાની ના કહેતાં અગ્નિશર્માએ છરીથી આપઘાત કરવાનો ભય દાખવ્યો, તેથી રાજાએ પરિવાર સાથે આરામશોભાને તેના પિતા સાથે પિયર મોકલી. સુંદર બગીચો પણ તેણીની સાથે ગયો. શોક્યમાતા અતિશય હર્ષિત થઈ, શોક્યમાતાએ પોતના ઘરના પાછળના ભાગમાં એક સુંદર કૂવો કરાવ્યો. તથા પોતાની યુવાન પુત્રીને પોતાના ઘરના ભોંયરામાં છુપાવી દીધી. આરામશોભાનાં સર્વ કાર્યો નોકરની જેમ શોક્યમાતા કૃત્રિમ પ્રેમ બતાવતી છતી કરે છે. ગર્ભકાળ પૂર્ણ થયે છતે સર્વ અંગે સુંદર એવા એક પુત્રને આરામશોભાએ જન્મ આપ્યો. આરામશોભા શારીરિક ક્રિયા નિમિત્તે ઘરના પાછળના ભાગમાં ગઈ. અપૂર્વ કૂવો જોયો. માતાને પૂછ્યું, માતાએ કહ્યું કે, તમને પીવા માટેનું પાણી બહારથી લાવતાં કદાચ વિષમિશ્રિત આવી જાય. એટલા માટે પીવાના પાણી સાર આ કૂવો બનાવ્યો છે. પાસે જઈને જેટલામાં આરામશોભા કૂવાનું ઊંડું તળીયું અને પાણી જોવા જાય છે તેટલામાં પાસે ઉભેલી શોક્યમાતાએ તેને ઉંચકીને કૂવામાં અધોમુખે ફેંકી. આપત્તિમાં આવેલી આરામશોભાએ નાગદેવનું સ્મરણ કર્યું. તે દેવે તેણીને અડધેથી જ ઉંચકી લઈ કૂવાની અંદર પાતાળમાં એક સુંદર ભવન બનાવીને ત્યાં રાખી. બગીચો પણ ત્યાં તેના ભવનની આજુબાજુ સ્થિર થયો. Page #38 -------------------------------------------------------------------------- ________________ પણ કપટપૂછે છે કે આ આપની હોય તેવા ૩૭ શોક્યમાતાએ પોતાના ભોંયરામાં રાખેલી પોતાની પુત્રીને નવજાત બાળક પાસે સુવરાવી રાજાને પુત્ર જગ્યાની ખબર આપી. આરામશોભાનો સખી પરિવાર જ્યારે આવ્યો ત્યારે અલ્પ લાવણ્યવાળી અને બદલાયેલા રૂપ વાળી જાણે બીજી જ આ પુત્રી હોય તેવી આ સ્ત્રીને જોઈને વિલખી થઈ માતાને પૂછે છે કે આ આરામશોભા બદલાઈ કેમ ગઈ? તે શોક્યમાતા પણ કપટપૂર્વક રૂદન કરતી છતી દૈવે આ શું કર્યું ? રાજાને હવે અમે શું મુખ બતાવીશું? ઈત્યાદિ વિલાપ કરતી રહે છે. સખીઓ પણ રાજભયથી ઉદાસ થયેલી છે. તેવામાં રાજમંત્રી આરામશોભાને તેડવા આવે છે. અગ્નિશર્મા તથા શોક્યમાતા પોતાની પુત્રીને બાળક તથા સખીજનના પરિવાર સાથે વોળાવે છે. બગીચો દેખાતો નથી ત્યારે સખીજન આ નવી સ્ત્રીને પૂછે છે કે, બગીચો કેમ દેખાતો નથી ? કયાં ગયો છે ? તેની માતાના સમજાવ્યા મુજબ કહે છે કે, બધાં જ વૃક્ષોને પાણી પાવા માટે કૂવામાં નીચે મૂક્યો છે, પાછળથી આવશે. આવા ઉત્તરથી સંતોષ ન થવા છતાં સર્વે પાટલીપુર નગરમાં જિતશત્રુ રાજાને ત્યાં આવ્યા. રાજાએ ઘણા હર્ષપૂર્વક પુત્ર અને પત્નીનો નગરશોભા સાથે પ્રવેશ કરાવ્યો. પત્નીનું બદલાયેલું રૂપ જોઈ રાજાએ પૂછ્યું. ત્યારે સખીજને કહ્યું કે, પ્રસવ પીડાથી રૂપ બદલાઈ ગયું છે, બીજું કોઈ કારણ અમે જાણતા નથી. સંતોષકારક ઉત્તર ન મળતાં ઉદ્વિગ્ન મનવાળો રાજા તેણીની સાથે આ આરામશોભા જ છે, એમ માની સંસાર ચલાવે છે. તે સ્ત્રીનાં પ્રત્યેક અંગો રાજા જેમ જેમ જુએ છે તેમ તેમ વધુ શંકાવાળો બને છે. બગીચો લાવવાનું આ સ્ત્રીને રાજા કહે છે. ત્યારે કુવાનું પાણી પી લેશે એટલે બગીચો પછીથી આવી જશે. એમ કહી કહીને સમય વિતાવે છે. કૂવાની નીચે પાતાળમાં રહેલી “આરામશોભા” નાગકુમારને પોતાના પુત્રનું મુખકમલ જોવા જવાની વિનંતિ કરે છે, નાગકુમારે કહ્યું કે, (૧) પુત્રનું મુખકમલ જોઈને તુરત પાછી આવજે. (૨) જો ત્યાં તને સૂર્યોદય થઈ જશે તો પછી તારું અને મારું મળવું બનશે નહીં. (૩) જ્યારે તારા કેશપાશમાંથી મરેલો નાગ પડશે ત્યારથી તને મારું દર્શન બંધ થશે. આટલું કહેવા છતાં આરામશોભાએ પુત્રને જોવા જવાની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઇચ્છાનો આગ્રહ રાખતાં નાગકુમારે પાટલીપુત્રનગરમાં રાજાના વાસભવનમાં તેને દૈવપ્રભાવથી ક્ષણવારમાં મૂકી. રાજાનું વાસભવન જોઈને, તેમાં સુતેલા રાજાને અને પોતાની (શાક્યમાતાની પુત્રી) ભગિનીને જોઈને રાજાની સાથે કામાતુર, બહેનની સાથે ઇર્ષાળુ અને શોક્યમાતા ઉપર કોપિત થયેલી તે બીજા રૂમમાં ધાવમાતાઓની વચ્ચે સૂતેલા પોતાના પુત્રને જોઈને બન્ને હાથમાં ઉંચકી, રમાડી, પ્રસન્ન થઈને, પોતાના જ બગીચાનાં સુંદર પુષ્પોથી આચ્છાદિત કરીને સૂર્યોદય થતાં પહેલાં પોતાના વાસભવનમાં કૂવાની નીચે પાતાળમાં આવી ગઈ. પુષ્પોથી આચ્છાદિત થયેલા પુત્રને પ્રભાતે જોઇને ધાવમાતાઓએ રાજાને ખબર આપી. રાજા ત્યાં આવ્યો. ઉત્તમ પુષ્પોથી આચ્છાદિત થયેલા પુત્રને જોઈને પોતાની નવી પત્નીને પૂછ્યું. તેણીએ રાત્રે મેં જ બગીચો લાવ્યો હતો. એવો ઉત્તર આપ્યો. રાજાએ અત્યારે ફરીથી તે બગીચાને લાવ એમ કહેતાં દિવસે તે ન આવે. રાત્રે આવશે એમ કહી જુદા જુદા બહાના નીચે ત્રણ દિવસો ગયા. ત્રણે દિવસ રાત્રે આરામશોભા પુત્રમુખ જોવા આવે છે. અને સૂર્યોદય પહેલાં ચાલી જાય છે. ચોથા દિવસે રાજા પોતે જ આખી રાત જાગૃત થઈને બેસે છે. જેટલામાં આરામશોભા આવે છે અને પુત્રને જોઇને પાછી ફરે છે તેટલામાં રાજા તેને પકડે છે. અને કહે છે કે, અતિપ્રિય એવા પ્રાણનાથને તું કેમ છેતરે છે ? તેણીએ પ્રથમ ઉત્તર ન આપ્યો. કાલે કહીશ, એમ કહ્યું. પરંતુ રાજાનો આગ્રહ વધતાં અને પકડેલી આરામશોભાને ન છોડતાં તેણીએ પોતાની શોક્યમાતાનું આ સંપૂર્ણ કાવતરું છે અને મારી શોક્યમાની આ પુત્રી છે ઈત્યાદિ સઘળી હકીકત કહી. આ હકીકત કહેતાં કહેતાં સૂર્યોદય થઈ ગયો. કેશપાશમાંથી મૃત નાગ પડ્યો અને આ આરામશોભા નાગકુમારની સહાય વિનાની થઈ ગઈ. તેણીને ઉદાસ થયેલી જોઈ રાજાએ પૂછ્યું. એટલે આરામશોભાએ નાગકુમારની સઘળી હકીકત કહી. ત્યારબાદ તે આરામશો પણ જિતશત્રુ રાજાના ઘરે જ રહી. રાજા માયાવી આરામશોભા, અગ્નિશર્મા અને શોક્યમાતા ઉપર ગુસ્સે થયો. એ દંડપ્રહાર વડે મારવાની, દેશનિકાલ કરવાની અને આપેલી સર્વ સામગ્રી લઈ લેવાની સેવકોને આજ્ઞા કરી. તે જ વખતે વાસ્તવિક આરામશોભાએ રાજાને પગે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પડીને પરમ વિનયપૂર્વક વિનંતિ કરી કે મારા ઉપર કૃપા કરો અને આ સર્વને મુક્ત કરો. જેને જેને જે જે આપ્યું છે તે તેમજ રહેવા દો. એ સર્વે મારા કુટુંબીઓ જ છે, રાજાની ઇચ્છા શિક્ષા કરવાની હોવા છતાં “તારું વચન દુલ્થ્ય છે” એમ કહી બધો અપરાધ માફ કર્યો. બન્ને બહેનોની સાથે પૂર્વની જેમ પ્રેમપૂર્વક જિતશત્રુ રાજા વર્તે છે. રાજા અને આરામશોભા દિન-પ્રતિદિન ધર્મચર્ચા આદરે છે. એક દિવસ આરામશોભા રાજાને કહે છે કે હું આઠ વર્ષની હતી ત્યારે મારી માતા મૃત્યુ પામી. ઘરના ભારથી અને શોચમાતાના તાપથી પહેલાં દુઃખી થઇ અને નાગકુમારની સહાયથી સુખી થઇ. તેનું શું કારણ હશે? એવાં કાં કર્મો કર્યાં હશે ? જે કર્મોનું આ ફળ આવ્યું ? જો કોઇ જ્ઞાની ગુરુ મળે તો આ જાણી શકાય. તેજ દિવસે ઉદ્યાનપાલકે આવીને રાજાને સમાચાર આપ્યા કે, આજે જ આપણા ઉદ્યાનમાં સંપૂર્ણજ્ઞાની એવા શ્રી વીરચંદ્રસૂરિ મહારાજ પધાર્યા છે. રાજાએ આરામશોભાને કહ્યું કે, ઉઠ. તૈયાર થા, તારા મનોરથ ફળ્યા છે. જ્ઞાની ગુરુ પધાર્યા છે. રાજા પોતાના સમસ્ત પરિવાર સાથે અતિશય ઉત્સાહ અને આડંબરપૂર્વક ધર્મદેશના સાંભળવા ઉદ્યાનમાં ગયા. ગુરુજીને વંદના કરીને યોગ્ય સ્થાને સમસ્ત પરિવાર સાથે રાજા બેઠા. ગુરુજીએ ધર્મદેશના શરૂ કરી કે, સર્વે જીવો પૂર્વભવોમાં પોતાના કરેલા પાપકર્મોથી જ દુઃખી થાય છે અને પુણ્યકર્મોથી તથા ધર્માચરણથી સુખી થાય છે. તે જ અવસરે આરામશોભાએ ગુરુજીને પૂછ્યું કે મેં ગયા ભવમાં શું પાપકર્મ અને પુણ્યકર્માદિ કર્યાં છે કે જેથી આ ભવમાં પ્રથમ દુઃખ અને પછી સુખ પામી છું. ત્યારે જ્ઞાની ગુરુ કહે છે કે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં કુલધર નામનો શ્રેષ્ઠી અને કુલાનંદા નામની તેની ભાર્યા હતી. તેઓને સંસાર-સુખ અનુભવતાં અનુક્રમે (૧) કમલશ્રી, (૨) કમલવતી, (૩) કમલા, (૪) લક્ષ્મી, (૫) શ્રી, (૬) યશદેવી અને (૭) પ્રિયકારિણી નામવાળી સાત પુત્રીઓ થઇ. તેઓને યુવાવસ્થા આવતાં સુખી ઘરે પરણાવી. ત્યારબાદ પુનઃ કાળાન્તરે આઠમી પુત્રી જન્મી. જેને જોતાં માતા-પિતા બહુ દુ:ખી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ થયાં. તેનું નામ પણ પાડતાં નથી. અનાદરથી તેનું ઉચ્છેરણ કરે છે. યુવાવસ્થા પામતાં લોકોએ તેણીનું “નિર્ભાગ્યા” એવું નામ કર્યું. મનથી દુઃખી થયેલો આ શ્રેષ્ઠી તેના લગ્નનું પણ ધ્યાન આપતો નથી. એક વખત ચિંતાતુર મનવાળો તે કુલધર પોતાની દુકાનમાં બેઠો છે. ત્યાં બહારગામથી આવેલો, અતિશય મેલો-ઘેલો અને થાકેલો એક પુરુષ જોયો. કુલધરે તેને પૂછયું કે તું કોણ છે ? કયાંથી આવ્યો છે ? શા માટે આવ્યો છે ? અને કયાં જવાનું છે ? તે પુરુષે કહ્યું કે, કોશલદેશમાં કોશલાનગરીનો રહેવાસી છું. નંદશ્રેષ્ઠી અને સોમામાતાનો પુત્ર છું. મારું “નંદનકુમાર” નામ છે. ધન કમાવવા હું ચડિ દેશ ગયેલો. પરંતુ ધન ન કમાઈ શકવાથી લોકોનાં ઘરનાં કામો કરતો ઉદરભરણ કરું છું. સ્વમાની હોવાથી ધન કમાયા વિના મારા પોતાના ઘરે જવા ઈચ્છતો નથી. ચઉડદેશમાં વસતા વસંતશ્રેષ્ઠીએ એક કાગળ લખીને મને તેમના પિતા શ્રીદત્ત શ્રેષ્ઠીને આપવા માટે અહીં મોકલ્યો છે. તો તે શ્રીદત્તશ્રેષ્ઠીનું ઘર કયાં આવ્યું? તે કૃપા કરી બતાવો. કુલધર શ્રેષ્ઠી મનમાં વિચારે છે કે, આ પરદેશી પુરુષ જ મારી પુત્રી માટે યોગ્ય વર છે. અજાણ્યો હોવાથી છોકરીની બહુ પૂછપરછ કરશે નહીં. પરદેશી હોવાથી મારે ઘરે બહુ રહેશે નહીં. સ્વમાની હોવાથી વારંવાર સસરાના ઘરે આવશે નહીં. એમ વિચારીને કહ્યું કે હું તારા પિતાનો પરમ મિત્ર છું. મારે ઘેર આવો. નંદને કહ્યું કે, હું જે કામ માટે આવ્યો છું. તે પ્રથમ કરીને પછી તમારે ઘેર આવીશ. કુલધરે તેની સાથે એક પુરુષને મોકલીને કહ્યું કે, લેખ આપવાનું કામકાજ થઈ જાય એટલે તુરત મારે ઘેર લાવજે. તે નંદન તે પુરુષની સાથે શ્રીદત્તશ્રેષ્ઠીને ઘેર ગયો. તેના પુત્ર વસંતદેવે આપેલ લેખ આપ્યો. તેણે વાંચ્યો. ત્યારબાદ નંદને કહ્યું કે, મારા પિતાના મિત્ર કુલધર શ્રેષ્ઠી અહીં વસે છે. મારે તેમને ઘેર જવું છે. તેઓએ મારી સાથે આ પુરુષ મોકલ્યો છે. તેમને મળીને તમારી પાસે આવીશ. એમ કહીને તે પુરુષની સાથે નંદન કુલધર શ્રેષ્ઠીને ઘેર ગયો. કુલધર શ્રેષ્ઠીએ તેને સ્નાનાદિ કરાવી નવાં વસ્ત્ર પહેરાવી, શ્રેષ્ઠ ભોજનાદિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જમાડીને કહ્યું કે, મારી આ પુત્રી સાથે તમે લગ્ન કરો. નંદને કહ્યું કે મારે ચઉદેશ પાછા જવાનું છે. કુલધરે કહ્યું કે, મારી પુત્રીને પરણાવીને તુરત તમારી સાથે વોળાવીશ. નંદને હા પાડી, નિર્ભાગ્યા નામની પુત્રી સાથે નંદનનું લગ્ન થયું. શ્રીદત્તશ્રેષ્ઠીએ કહ્યું કે, હે નંદન ! જો તમારે અહીં રોકાવાનું હોય તો હું બીજા પુરુષને લેખ લઈને મારા પુત્ર વસંતદેવ પાસે ચઉદેશ મોકલું. એટલે નંદને પોતાના સસરા કુલધરને કહ્યું કે, મારે જલ્દી ચઉદેશ જવું છે. લેખ પહોંચાડવાનું મોટું કામ છે. તેણે કહ્યું કે, તમારી સાથે જ હું પુત્રીને વોળાવું જ છું. બધું તૈયાર જ છે. કેટલોક કરીયાવર પાછળથી મોકલીશ. તે નંદન પત્ની સાથે લેખ લઈને ચઉદેશ તરફ નીકળ્યો. અનુક્રમે ઉજ્જૈણી નગરી આવ્યો. હવે સાથે લીધેલું ભાથું ખૂટી પડ્યું. જેથી દુઃખના ભારથી સુતેલી સ્ત્રીને મૂકીને તે એકલો નીકળી ગયો. પ્રભાતે જાગેલી સ્ત્રીએ ચોતરફ જોયું. પરંતુ પોતાના પતિને અને ભાતાના પોટલાને ન દેખતાં રડવા લાગી. ઘણું આક્રંદન કર્યા પછી ધીરજ ધારણ કરીને વિચારવા લાગી કે, દુઃશીલ પુરુષોથી શીયળનું રક્ષણ કરવું એકાકી સ્ત્રી માટે કઠીન છે. આવી સ્થિતિમાં પિયર જવું પણ શોભાસ્પદ નથી. તેથી કોઈ ઉત્તમ ધર્મિષ્ઠ વણિકને (જેનને) પિતાતુલ્ય માનીને તેના ઘરનાં કામકાજ કરતાં જીવન નિર્વાહ કરવો હિતાવહ છે. એમ વિચારી ગામમાં ફરતાં ફરતાં એક મહાત્મા વણિક પુરુષને જુએ છે. તેના ચરણકમળમાં પ્રણામ કરીને કરુણ સ્વરે અતિશય રૂદન કરતાં પોતાની યથાર્થ હકીકત કહે છે. તે સાંભળીને કરુણાળુ એવા તે માણિભદ્રશ્રેષ્ઠીએ પોતાને ઘેર પુત્રીની જેમ રહેવા કહ્યું. ચોતરફ તેના પતિની તપાસ કરાવી, પરંતુ કંઈ પત્તો લાગ્યો નહીં. તેથી તેની વાત સાચી છે કે મિથ્યા, તેની તપાસ કરવા ચંપાનગરીમાં કુલધર શ્રેષ્ઠીને ત્યાં માણસો મોકલ્યા. સાચી વાત જાણવાથી આ બાળા ઉપર ઘણું ગૌરવ થયું. તે બાળા પણ વિનયાદિ ગુણપૂર્વક આ ઘરના સર્વ પરિજનની સેવા કરે છે. જૈનધર્મથી વાસિત મનવાળા આ માણિભદ્રશ્રેષ્ઠીએ ઉંચા શિખરવાળું સુંદર એક જિનાલય કરાવ્યું. જિનેશ્વર પરમાત્માની સેવા ભક્તિ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કરવામાં એકાગ્ર મનવાળી આ બાળા ચૈત્યનાં સાફસુફી આદિનાં તમામ કામો કરે છેશ્રેષ્ઠી જે પગાર આદિ આપે છે તેમાંથી પણ આ બાળા પ્રભુની અંગરચનાદિ ધર્મકાર્ય કરે છે. તેથી અતિશય ખુશ થયેલો શ્રેષ્ઠી વધુ ધન તેણીને આપે છે. તેમાંથી તેણીએ પરમાત્માના અલૌકિક ત્રણ છત્ર બનાવ્યાં. ચામર કળશાદિ બનાવ્યાં. પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ કરે છે. અશનાદિ ચાર પ્રકારના આહારાદિ દ્વારા તથા વસ્ત્ર, શયન અને આસનાદિ દ્વારા પરમ ભક્તિપૂર્વક સાધુ સંતોની શ્રેષ્ઠ સેવા કરે છે. સાધર્મિક વાત્સલ્ય આદિ કરે છે. એમ દેવ-ગુરૂની પરમ સેવા ભક્તિ કરતી છતી કાલનિર્ગમન કરે છે. એક દિવસ માણિભદ્રશ્રેષ્ઠી ઉદાસ છે. તેને જોઈને બાળા પૂછે છે કે હે પિતાજી ! તમે કેમ ઉદાસ છો ? તે કહે છે કે મારો પુષ્પોથી ભરપૂર બગીચો પાણી આદિ છાંટવા છતાં શુષ્ક થતો દેખાય છે. તેની મને ચિંતા છે. તે બાળાએ કહ્યું કે, ચિંતા ન કરશો. મારા શીયળના પ્રભાવથી હું તમને તે બગીચો નવપલ્લવિત કરી આપીશ. એમ કહીને શાસનદેવીનું ધ્યાન કરીને ચારે આહારનો ત્યાગ કરીને નૂતન જિનાલયના દ્વારે ધ્યાનમાં બેઠી. તેના શીયળના પ્રભાવથી ત્રીજા દિવસની રાત્રે શાસનદેવી પ્રત્યક્ષ થઈ. અને કહ્યું કે હે બાળા ! તું ખેદ ન કર. તારા શેઠનો બગીચો પ્રભાતે જ નવપલ્લવિત થશે. તુચ્છ વ્યંતરદેવનો ઉપદ્રવ મેં ટાળ્યો છે. બાળાએ આ વાત પ્રભાતે શ્રેષ્ઠીને કરી શ્રેષ્ઠી ખુશ થયા છતા બગીચો જોવા જાય છે. અતિશય પુષ્મિત અને વિવિધ વૃક્ષોફૂલો અને ફળોથી યુક્ત જોઇ આનંદિત થયા. શ્રી શ્રમણ સંઘ સાથે શ્રેષ્ઠી તથા સર્વે લોકો જિનાલયમાં દર્શનાર્થે ગયા. બાળાના શીયળના પ્રભાવની ચોતરફ પ્રશંસા થઈ. તે બાળાએ પણ ચતુર્વિધ સંઘનો આહારાદિ દ્વારા લાભ લઈને પરમ સેવા-ભક્તિ કરીને પારણું કર્યું. ત્યારબાદ સંયમી જીવોની અનુમોદના અને વૈયાવચ્ચ કરતી, વિવિધ પ્રકારના તપકર્મ વડે ગૃહસ્થ જીવનમાં અતિશય ધર્મ કરવા લાગી. અંતે અણસણ કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં દેવ થઇ. ત્યાંથી આવીને તે બાળાનો જીવ અગ્નિશર્મા બ્રાહ્મણને ઘેર તું વિદ્યુ—ભા નામની પુત્રી તરીકે જન્મી છો. માણિભદ્રશ્રેષ્ઠી પણ દેવપણું અનુભવી મનુષ્ય જન્મ પામી નાગકુમારમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દેવ થયો છે. ગયા જન્મમાં મિથ્યાત્વી પિતાને ઘેર મિથ્યાત્વના કારણે પ્રારંભમાં જે કંઈ પાપકર્મ કર્યું, તેનાથી તું. પ્રારંભમાં દુઃખી થઈ છો. અને માણિભદ્રશ્રેષ્ઠીના ઘરે ગયા પછી દેવ-ગુરુની પરમ સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરી છે. તેથી તું પાછલા જીવનમાં અનુપમ સુખ પામી છો. તે શીયળના પ્રભાવથી બગીચાને નવપલ્લવિત કર્યો હતો. તેથી આ ભવમાં તારી સાથે સર્વત્ર નવીન નવીન પુષ્પોવાળો બગીચો ચાલે છે. વળી દેવગુરુની સેવા-વૈયાવચ્ચ કરવાના આ કાર્યથી તું દેવસુખ ભોગવીને મનુષ્ય ભવ પામી રાજ્યલક્ષ્મી ભોગવીને મુક્તિને વરીશ. આ પ્રમાણે ગુરુજી પાસે પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી પોતાનો પૂર્વભવ તેવો જ દેખી મૂછ પામી. શીતલ ઉપચારો દ્વારા ચૈતન્ય આવતાં રાજાની સાથે દીક્ષા લીધી. નિર્દોષ ચારિત્ર પાળી બને સ્વર્ગે ગયાં. ત્યાંથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી નિરતિચાર ચારિત્ર પાળી ઘાતકર્મ ખપાવી મોક્ષે જશે. આ “આરામશોભા”એ જિનાલય, જિનમૂર્તિ અને ધર્મગુરુઓની માણિભદ્રશ્રેષ્ઠીને ઘેર જેમ સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરી તેવા પ્રકારની વૈયાવચ્ચ કરવી એ સમ્યત્ત્વનું ત્રીજું લિંગ જાણવું. ૧૪. લિંગ નામનો બીજો અધિકાર પૂર્ણ કરીને હવે વિનય નામનો ત્રીજો અધિકાર દશ ભેદે છે તે સમજાવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ત્રીજી અધિકાર ત્રીજો દશ પ્રકારના વિનચનું વર્ણન અરિહંત તે જિન વિચરતાજી, કર્મ ખપી હુઆ સિદ્ધ, ચેય જિનપડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ, ચતુરનર૦ સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમકિત સાર, ચતુરનર૦ ૧૫ ધર્મ ખિમાદિક ભાખીયોજી, સાધુ તેહના રે ગેહ, આચારજ આચારનાજી, દાયક નાયક જે હ. ચતુરનર૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્રો ભણાવણ હાર, પ્રવચન સંઘ વખાણીએજી, દરિસણ સમકિત સાર. ચતુરનર૦ ૧૭ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન, ગુણથુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. ચતુરનર૦ ૧૮ પાંચ ભેદે એ દશ તણોજી, વિનય કરે અનુકુળ, સિંચે તેહ સુધા રસેજી, ધર્મ વૃક્ષનું મૂળ. ચતુરન૨૦ ૧૯ ગાથાર્થ : ભૂમિતલ ઉપર તીર્થંકરપણે જે વિચરતા જિન તે અરિહંત, સર્વ કર્મોનો નાશ કરી જે મોક્ષે ગયા તે સિદ્ધ, તીર્થંકર પ્રભુની જે પ્રતિમા તે ચૈત્ય, પ્રસિદ્ધ જે જૈન આગમ તે સૂત્ર. ૧૫. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪પ ક્ષમા આદિ દશવિધ યતિધર્મ તે ધર્મ, તે ધર્મના આધારભૂત જે વ્યક્તિ તે સાધુ, પાંચ આચાર શીખવનારા તથા જે ધર્મના નાયક છે તે આચાર્ય કહેવાય છે. ૧૬. શિષ્યોને સૂત્રો ભણાવનારા તે ઉપાધ્યાય, પ્રશંસનીય એવો અનંત કલ્યાણી જે સંઘ તે પ્રવચન, સારભૂત જે સમ્યક્ત તે દર્શન. ૧૭. બાહ્ય સેવા તે ભક્તિ, હૃદયનો પ્રેમ તે બહુમાન, ગુણો ગાવા તે ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા તે હેલના ત્યાગ, અપમાનનો ત્યાગ, તે આશાતનહાનિ. ૧૮. ઉપરના દશે પદાર્થોનો સમ્યગ્દષ્ટિ આત્મા પાંચ પ્રકારે જે વિનય કરે છે તે ધર્મરૂપી વૃક્ષના મૂળને અમૃતના રસથી સિંચે છે. હે ચતુર પુરુષ ! તમે વિનયના ભેદો જાણો, કે જેથી ઉત્તમ સમ્યકત્વ રત્નનો સાર પામી શકાય. ૧૯ | વિનય કરવા યોગ્ય દસ વ્યકિતઓ છે તે આ પ્રમાણે - अरिहंत सिद्ध चेइय, सुए य धम्मे य साहुवग्गे य । મરિય વાર, પવય વંસને વિશે સ. સ૨૭ | વિવેચન : હવે ત્રીજો વિનય અધિકાર કહેવાય છે. વિનય એ આત્માનો ગુણ છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ નીચેની દશ વ્યક્તિઓનો પાંચ પ્રકારે વિનય કરે છે. તે વિનયથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત દીપે છે અને સમ્યત્વ અપ્રાપ્ત હોય તો પ્રાપ્ત થાય છે. તે દશ વ્યક્તિઓનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) અરિહંત ઃ જે સર્વજ્ઞ-વીતરાગ થઈ તીર્થંકર પણે ભૂમિ ઉપર વિચરે છે. તે અરિહંત કહેવાય છે. સુરસુવિતાં પૂનામતિ તે અતઃ દેવ-દાનવો વડે કરાયેલી ૩૪ અતિશયોવાળી પૂજાને જે યોગ્ય છે તે અરિહંત કહેવાય છે. જે કૃતકૃત્ય હોવા છતાં ધર્મોપદેશ દ્વારા સંસારી જીવો ઉપર ઉપકાર કરે છે. જે પ્રથમ ધર્મદેશના આપે છે. જેમની દેશના સાંભળીને ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. વર્ષો સુધી જે શાસન ચાલે છે તેના જે આદ્યસ્થાપક છે, તે મૂલ ઉપકાર કરનારા ભગવન્તોને “અરિહંત” કહેવાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ (૨) સિદ્ધ : સર્વ કર્મોનો ક્ષય કરી શરીર વિનાના અરૂપી શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર એવા તથા મુક્તિસ્થાનને પામેલા જે આત્માઓ તે સિદ્ધ કહેવાય છે. વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ ઇત્યાદિ કોઇ કોઇ કલામાં પ્રવીણ હોય તેવા સિદ્ધ અનેક પ્રકારના કહેવાય છે. તે અહીં ન સમજવા. પરંતુ જિન-અજિન આદિ પંદર ભેદે સર્વકર્મોના ક્ષયથી થયેલા સિદ્ધ સમજવા. (૩) ચૈત્ય : ભગવંતની પ્રતિમા, વીતરાગ પરમાત્માની ગેરહાજરીમાં તેઓની પ્રતિકૃતિ એ વીતરાગતા અને શાન્તરસની પ્રાપ્તિનું પરમસાધન હોવાથી ઉપકારી છે. પ્રતિમાના ઉપલક્ષણથી જૈન મંદિરો, જૈન તીર્થો તથા તેના સંબંધી સર્વ હકીકતોને બરાબર સાચવવી, સારસંભાળ કરવી, કાળજીપૂર્વક દેખરેખ રાખવી. તે ચૈત્ય કહેવાય છે. આ પ્રતિમા શાશ્વત-અશાશ્વત એમ બે ભેદે હોય છે. ઊર્ધ્વ-અધો અને તિńલોકમાં શાશ્વત ચૈત્યોમાં બીરાજમાન શાશ્વત પ્રતિમા છે અને શેષ અશાશ્વત પ્રતિમા છે. (૪) સૂત્ર : પ૨માત્માની વાણી સાંભળીને ભવ્ય જીવોના ઉપકાર માટે ગણધર ભગવંતો જે શાસ્ત્રરચના કરે છે તે સૂત્ર, તથા તેના વિવેચન રૂપે પછીના આચાર્યો જે ગ્રંથ બનાવે છે તે પણ સૂત્ર. જેમ કે, દ્વાદશાંગી, ૪૫ આગમો તથા તેના વિવેચનાત્મક રચાયેલા તત્ત્વાર્થસૂત્ર આદિ અનેક જૈન શાસ્ત્રો. (૫) ધર્મ : ક્ષમા આદિ દશવિધ યતિધર્મ (દશ લક્ષણ) તે ધર્મ કહેવાય છે. આ ધર્મ જ કષાયો અને વિષયોનો ત્યાગ કરાવનાર છે. (૧) ક્ષમા-ક્રોધનો ત્યાગ, (૨) માર્દવતા=માનનો ત્યાગ, (૩) આર્જવતા=માયાનો ત્યાગ, (૪) મુક્તિ=નિર્લોભતા, (૫) તપ=છ બાહ્ય અને છ અત્યંતર તપ, (૬) સંયમ=સત્તર ભેદે સંયમ, (૭) સત્ય–સાચું, પ્રામાણિક-યથાર્થ જીવન, (૮) શૌચદ્રવ્ય અને ભાવથી નિર્મળતા, (૯) આર્કિચન્ય= અપરિગ્રહતા, (૧૦) બ્રહ્મચર્ય=શીયળાદિ સંસ્કારો-ગુણીયલ જીવન, આ દશ પ્રકારનો ધર્મ આત્માને વિષય-કષાયની વાસનાથી મુકાવનાર છે. શુદ્ધ સ્વરૂપ તરફ લઇ જનાર છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ (૬) સાધુ : મોક્ષમાર્ગની જે સાધના કરે તે સાધુ. જે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રધર્મના આધારભૂત છે. જેનું જીવન પરભાવથી અલિપ્ત અને સ્વભાવદશા તરફની સાધનામય છે તે સાધુ કહેવાય છે. પાંચ મહાવ્રતના ધારક, છ જવનિકાયના રક્ષક, અષ્ટપ્રવચનમાતાના પાલક, શરીરનો શણગાર-શોભા નહીં કરનારા, વાહનાદિનો ઉપયોગ ન કરનારા, આધ્યાત્મિક માર્ગમાં લીન અને તેનો ઉપદેશ આપનારા તે સાધુ કહેવાય છે. (૭) આચાર્ય : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એ પાંચ પ્રકારના આચારને યથાર્થપણે પોતે પાળનારા, બીજાને પળાવનારા તથા તેનો હૃદયના બહુમાનપૂર્વક ઉપદેશ આપનારા તે આચાર્ય કહેવાય છે. (૮) ઉપાધ્યાય : ૧૧ અંગો, ૧૨ ઉપાંગો, ૧૦ પન્ના, ૬ છેદસૂત્રો, ૪ મૂલ સૂત્રો, ૧ નંદીસૂત્ર, ૧ અનુયોગદ્વારસૂત્ર એમ ૪૫ આગમો ભણનાર તથા શિષ્યોને ભણાવનાર જે મુનિ તે ઉપાધ્યાય કહેવાય છે. (૯) પ્રવચન : તીર્થંકર પરમાત્માની જે વાણી દ્વાદશાંગીમય છે. તેના આધારભૂત શ્રી શ્રમણપ્રધાન સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રીસંઘ તે પ્રવચન કહેવાય છે. જૈનશાસન તે પ્રવચન કહેવાય છે. તેની યથાર્થ રીતે સુરક્ષા કરવી, નિરર્થક ક્લેશ-કંકાસ ન કરવા. પ્રવચનને પણ હાનિ ન પહોંચાડવી. પ્રવચનને કોઈ નુકશાન કરે તો તે ન ખમવી. (૧૦) દર્શન : જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ-શ્રદ્ધા તે દર્શન. તે દર્શન ક્ષાયિક-ક્ષાયોપશમિક અને ઔપથમિક એમ ત્રણ પ્રકારનાં છે. સુદેવ-સુગુરુ અને સુધર્મની રુચિ-પ્રીતિ તેનો જ પક્ષપાત તે સમ્યગ્દર્શન છે. આ દશે પદો અનંત અનંત ગુણોના ભંડાર છે. પોતાનો ઉપકાર કરનાર છે. અને પરનો પણ ઘણો જ ઉપકાર કરનાર છે. આરાધ્ય પદો છે. તેથી તે દશે પદોનો નીચે કહ્યા મુજબ પાંચ પ્રકારે વિનય કરવો એ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમ્યકત્વનું અંગ છે, જેનામાં સમ્યકત્વ આવ્યું હોય તેવા જીવોને જ આ દશ પદો રુચે છે. આ દશનો વિનય કરવો ગમે છે માટે તે સભ્યત્ત્વના બોલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે अरिहंता विहरंता, सिद्धा कम्मक्खया सिवं पत्ता । ડિમાને ફારૂં, સુથતિ સામાયા સ. સ. ૨૮ છે धम्मो चरित्तधम्मो, आहारो तस्स साहुवग्गत्ति । આયરિયાણા, વિસનુસંયા તથ | સ. સ. ૨૧ पवयणमसेससंघो, दंसणमिच्छंति इत्थ सम्मत्तं । વિશે સાં , છાયવ્હો હો વં તુ છે . સ. ૨૦ . તે વિનય કરવાના પાંચ પ્રકાર આ રીતના છે. (૧) ભક્તિ કરવી : બાહ્ય વસ્તુથી સેવા કરવી, અરિહંતાદિની અષ્ટપ્રકારી વગેરે પૂજા કરવી. સાધુ આદિને વસ્ત્ર-પાત્ર-આહારાદિ વહોરાવવા, આવે ત્યારે સામા જવું. જાય ત્યારે વળાવવા જવું, તે બેઠા પહેલાં ન બેસવું, આસન પાથરી આપવું, કોઈપણ વસ્તુ ભક્તિભાવે ભેટ આપવી વગેરે. (૨) બહુમાન કરવું ઃ મનમાં અતિશય સદ્ભાવ, તેઓને જોતાં જ દર્શન માત્રથી પરમ આનંદ થવો. હાર્દિક પ્રીતિ થવી, પૂજ્યભાવ આવવો, તે બહુમાન. . (૩) ગુણોની સ્તુતિ ઃ તેઓમાં રહેલા ગુણોને ગાવા, જગન્ સમક્ષ ગુણો પ્રગટ કરવા, નાના ગુણો મોટા કરીને પ્રસારિત કરવા. ગુણોના ભંડાર છે જ, તેથી ગુણો તરફની દૃષ્ટિ દ્વારા સમજ્યાદિ સ્થિર થાય છે. (૪) અવગુણ ઢાંકવા : અરિહંત અને સિદ્ધ વિના બીજા પદોમાં છબસ્થતા હોવાથી કદાચ કોઈ દોષ હોય તો પણ તેમાં ઘણા ગુણો હોવાથી દોષો ગાવા નહીં. કારણ કે દોષો ગાવાથી લોકો તેમના પરિચયથી દૂર ભાગે, એટલા તેમના ગુણોનો લાભ લોકોને ન મળે, વળી આ પદો Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુણીયલ હોવાથી જે દોષો હોય છે તે કર્મોદયની તીવ્રતાના કારણે જ હોય છે. તેઓને પણ પોતાના દોષોનો ડંખ હોય છે શક્ય પરિહારથી જ દોષો દુભાતા મને જ સેવતા હોય છે. માટે દોષો નિર્માલ્યરૂપે જ હોય છે. તેથી ઢાંકવા જેવા છે. (૫) આશાતનાનો ત્યાગ : અરિહંત પરમાત્મા આદિની જઘન્યથી ૧૦, મધ્યમથી ચાલીસ અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી આશાતનાનો ત્યાગ કરવો. ગુરુની તેત્રીસ આશાતનાનો ત્યાગ, આ દશે પદોનો નાશ થતો રોકવો, ચોરી થતી રોકવી, તોડફોડ થતી અટકાવવી, ગેરવહીવટ દૂર કરવો, કોઈ આશાતના કરતું હોય તો તેને અટકાવવો, જે સાધનો જે ઉપયોગ માટે હોય તે સાધનનો જો બીજો ઉપયોગ થતો હોય અથવા દુરુપયોગ થતો હોય તો રોકવો. આ દશે પદોનો ઉપરોક્ત પાંચ પ્રકારે વિનય કરવાથી આત્મામાં ધર્મરૂપી વૃક્ષ ઉગે છે. ફૂલે ફાલે છે. આ વિનય ધર્મવૃક્ષને ઉગાડવામાં જાણે અમૃતના સિંચન તુલ્ય છે. આ દશ પદો એ જ પરમ જૈનશાસન છે. જૈન શાસનનાં આધારભૂત કેન્દ્રસ્થાનો છે. તે દશેનો પાંચ પ્રકારે વિનય કરવાથી સમ્યક્ત ન આવ્યું હોય તો આવે છે અને આવ્યું હોય તો વધારે દીપ્તિમાન બને છે. માટે વિનય કરવામાં આદરમાન બનવું. દશ પ્રકારના વિનયકરણ ઉપર “ભુવનતિલક મુનિ”ની કથા આ પ્રમાણે છે કુસુમપુર નામના નગરમાં ધનદ નામનો રાજા અને પદ્માવતી નામની રાણી હતી. તેઓને “ભુવનતિલક” નામનો પરમવિનયવાળો પુત્ર હતો. તે પુત્રમાં બીજા અનેક ગુણો હતા. પરંતુ અન્ય ગુણોમાં વિનયગુણ જાણે સ્પર્ધા કરતો હોય તેમ અધિક હતો. એક વખત રાજસભામાં રાજા બેઠા છે, ત્યારે રત્નસ્થલ નગરના રાજા “અમરચંદ્ર”નો દૂત ત્યાં આવ્યો સન્માનપૂર્વક દૂતને રાજસભામાં પ્રવેશ અપાયો. ધનદ રાજાને પ્રણામ કરીને દૂતે વાત શરૂ કરી કે, અમરચંદ્ર નામના અમારા રાજાને યશોમતી નામની અતિશય ગુણીયલ પુત્રી છે. તે પુત્રી એક વખત સખીઓ સાથે મકરાનંદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં વિદ્યાધરીઓ વડે તમારા કુમારના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - ગવાતા ગુણોને સાંભળીને તેમના પ્રત્યે આકર્ષિત ચિત્તવાળી થઈ છતી ઉદાસપણે વર્તે છે. ભોજનાદિમાં પણ નિરસપણે દિવસો પસાર કરે છે. તેથી અમારા રાજાની વિનંતિ છે કે તમારા પુત્રને અમારે ત્યાં મોકલો અને આ યશોમતીનું પાણિગ્રહણ કરવાની રજા આપો. ધનદ રાજાએ પુત્રને આદેશ કર્યો એટલે મંત્રી-સામંતો સહિત ભુવનતિલક કુમારે યશોમતીની સાથેના વિવાહ અર્થે શુભ દિવસે પ્રયાણ કર્યું. જલ્દી જલ્દી માર્ગ પસાર કરતાં કરતાં સિદ્ધપુરનગરની ભાગોળે આવ્યા ત્યારે અચાનક જ રથમાં આ કુમાર મૂર્ણિત થયા. કુમારને મુછિત થયેલા જોઈને સર્વ પરિવાર દુઃખી થયો. રડવા લાગ્યો. મંત્રી અને સામંતો ઝટપટ દોડી આવ્યા. ઘણા ઘણા ઉપાયો કર્યા પરંતુ કુમારને સારું ન જ થયું. બલ્બ દુ:ખ નિવારવા જે જે ઉપાયો કરે તેનાથી વધારે દુઃખ જ થવા લાગ્યું. આ જોઈને મંત્રી-સામતો વગેરે પણ નિરુપાય થવાથી સર્વે રડવા લાગ્યા. એવા અવસરે આ જ નગરની ભાગોળમાં “શરહ્માનું” નામના મહાજ્ઞાની મુનિ સમવસર્યા. ઉત્તમ ધર્મદેશના શરૂ કરી. મંત્રી-સામંતો વગેરે પણ ધર્મદેશના સાંભળવા ગયા. દેશનાના અંતે અગ્રેસર સામતે જ્ઞાની મુનિને પૂછ્યું કે, ભુવનતિલક કુમારને અચાનક વિના કારણે આવું દુઃખ કેમ આવ્યું ? તથા તે દુઃખના નિવારણનો ઉપાય શું? ત્યારે જ્ઞાની મહામુનિએ તેના પૂર્વભવની કથા કહી કે, ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ભુવનાગાર નામના નગરમાં પોતાના મોટા શિષ્ય પરિવાર સાથે ગુણોના ભંડાર એવા એક સૂરિ મહારાજ પધાર્યા. તેઓના શિષ્ય પરિવારમાં વાસવ” નામનો એક શિષ્ય પાપકાર્યમાં અગ્રેસર હતો. મલીન વિચારવાળો, મહાત્માઓની નિંદા કરનારો આ શિષ્ય દુર્વિનીત હતો. એક વખત વડીલ મુનિઓએ તેને સન્માર્ગની અને વિનયી થવાની શિખામણ આપી. વિનયથી માણસ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ધનપ્રેમ વગેરે પણ વિનયથી જ આવે છે. આ ભવ-પરભવમાં પણ આત્માનું કલ્યાણ વિનયથી જ થાય છે. ઈત્યાદિ શિખામણ આપવા છતાં તેમાં કંઈ સુધારો થયો નહીં. ઉલટું આ શિખામણ વધારે ક્રોધ માટે બની. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ' મનમાં મુનિઓ ઉપર તે શિષ્ય વધારે મત્સરભાવવાળો બન્યો. આ મુનિઓ મારાં છિદ્ર જ જોનારા છે. તેથી ગુપ્ત રીતે ઝેર આપી બધા જ મુનિઓને મારી નાખું. આવા પ્રકારના અતિક્લિષ્ટ વિચારોથી પાણીના ઘડામાં તાલપુટ વિષ નાખીને ભાગી ગયો. સાધુસંતો જ્યારે તે પાણીનો ઉપયોગ કરવા જાય છે ત્યારે તેઓના ગુણથી આકર્ષાયેલી દેવીએ મુનિને રોક્યા. આ રીતે મુનિઓ બચી ગયા. પાપી એવા આ મુનિનો જીવ અરણ્યમાં અહીંથી તહીં ભટકતો રૌદ્રધ્યાનથી મરીને સાતમી નરકે ગયો. ઘણા ભવો સંસારમાં ભટકીને અજ્ઞાન તપ કરી અકાનિર્જરા દ્વારા કર્મોને કંઇક લઘુ કરીને ધનદ રાજાને ત્યાં ભુવનકુમાર નામે તે જીવ જન્મ્યો છે. ઋષિઘાતથી બાંધેલું પાપ હજુ થોડું બાકી હોવાથી તે આવા પ્રકારના દુઃખ પામ્યો છે. હવે આ કર્મ થોડું જ રહ્યું હોવાથી તમે ત્યાં જશો ત્યાં સુધીમાં તે અવશ્ય નિરોગી થશે. ગુરુજીની આવી પરમ પવિત્ર વાણી સાંભળીને મંત્રી અને સામંતો તુરત તુરત કુમાર પાસે ગયા. કુમાર પણ ધીરે ધીરે નિરોગી થયા છતા ચૈતન્યવાળા બન્યા. મંત્રી અને સામંતો પાસેથી જ્ઞાનીએ કહેલા પોતાના પૂર્વભવની હકીકત જાણી, પાપકર્મો જે કર્યાં હતાં તેનાથી ભયભીત થયો અને જ્ઞાની દ્વારા જાણવા મળ્યું તેનાથી હર્ષિત થયો. તુરત તુરત ઉઠીને જ્ઞાનીની પાસે વંદનાર્થે અને દર્શનાર્થે ત્યાં ગયો. અને કહ્યું હે ગુરુજી! હું આવા પાપથી કેવી રીતે મૂકાઉં ? મને ઉપાય બતાવો. ગુરુજીએ કહ્યું કે, જો કર્મો ખપાવવાં હોય તો સંસારના સર્વસંબંધોના ત્યાગવાળી જૈનીય દીક્ષા સ્વીકારો અને અરિહંતાદિ ઉપકારી પદોનો પરમ વિનય કરો. લગ્ન માટે નીકળેલા તે કુમારે ત્યાં જ દીક્ષા સ્વીકારી. યશોમતીએ આ વૃત્તાંત જાણ્યો, વિયોગથી ઝુરવા લાગી, બેહોશ બની ગઇ, સખીઓએ શીતળ ઉપચારો કર્યા, તેનાથી ચૈતન્ય આવ્યું. પરંતુ મન અતિશય રડવા લાગ્યું. માત-પિતાદિ પરિવારે તથા સખીજને ઘણું જ આશ્વાસન આપ્યું. અને આવા જ ગુણવાળા અન્ય વરને પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પતિવ્રતા સ્ત્રીઓ એકભવમાં કદાપિ બે ભવ (અર્થાત્ અન્ય વર) કરતી નથી. એમ કહીને મનને મક્કમ Page #53 -------------------------------------------------------------------------- ________________ - પર કરીને ઉઠી, ચિત્તને વૈરાગ્યમાર્ગે વાળીને ગુરુ પાસે જઈને તેણીએ પણ દીક્ષા લીધી. મંત્રી-સામંતો વગેરે પાછા ફરીને પોતાને ગામ આવ્યા. ધનદ રાજાને કુમારના ચારિત્રની હકીકત જણાવી. હવે આ ભુવનકુમાર સાધુ પોતાના પૂર્વકૃત પાપને યાદ કરતા છતાં તેનો નાશ કરવા માટે અરિહંત-સિદ્ધ આદિ દશે પદોનો પરમ વિનય કરવા લાગ્યા. ભક્તિ-બહુમાન-ગુણસ્તુતિ આદિ કરવા દ્વારા પરમ વિનયી બન્યા. અંતે કેવલી થઈને મોક્ષે ગયા. આ પ્રમાણે ભુવનતિલક મુનિની જેમ અરિહંતાદિ દશે પદોનો ભક્તિ-બહુમાન દ્વારા પાંચ પ્રકારનો પરમ વિનય કરવા જેવો છે. ૧૫થી ૧૯. શાસ્ત્રમાં કહ્યું છે કેभत्ती बहुमाणो, वन्नजणण नासणमवण्णवायस्स । માસાયUપરિહારો, વિમો સંવ પો . સ. સ. ૨૨ છે भत्ती बहिपडिवत्ती, बहुमाणो मणसि निब्भरा पीई । aઈU/TV તું તેસિં, ૩ ફસયાવિ પાર્દિ છે . રર મા उड्डाहगोवणाई, भणियं नासणमवण्णवायस्स । માસાયU|પરિણાઈ, રિયાસUાવVI | સ. સ. ૨૩ છે. दसभेयविणयमेयं, कुणमाणो माणवो निहयमाणो । सद्दहइ विणयमूलं, धम्मति विसोहए संमं ॥ स. स. २४ ॥ - WWW.jainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી અધિકાર ચોથો ત્રણ પ્રકારની શુદ્ધિનું વર્ણન. ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે, શ્રી જિન ને જિનમત વિના રે, જુઠ સકળ એ બુદ્ધિ રે, ચતુર વિચારો ચિત્તમાં રે. ૨૦ જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય ! રે, એવું જે મુખે ભાખિયે રે, તે વચનશુદ્ધિ કહેવાય રે. ચતુર. ૨૧ છેદ્યો ભેદ્યો વેદના રે, જે સહેતો અનેક પ્રકાર રે, જિન વિણ પરસુર નવિ નમે રે, તેહની કાયાશુદ્ધિ ઉદાર રે. ચતુર૦ ૨૨ ગાથાર્થઃ સમ્યકત્વના સ્થાનરૂપ ત્રણ શુદ્ધિ છે. જિનેશ્વર પરમાત્મા, અને તેઓએ પ્રરૂપેલ જૈનધર્મ વિના આ સંસારમાં સર્વ દેવો અને તેઓનો બતાવેલો ધર્મ એ જુઠ છે એવી જે પક્ષપાતવાળી નિર્મળ બુદ્ધિ તે પ્રથમ મનશુદ્ધિ કહેવાય છે. ૨૦ જિનેશ્વર પરમાત્માની ભક્તિ-સેવા-પૂજા ચરણકમલની ઉપાસનાથી જે કાર્ય થતું નથી તે કાર્ય અન્યદેવોથી (કે તેઓની સેવાભક્તિથી) કેમ થઈ શકે ! અર્થાત્ ન જ થાય, એવું મુખે જે બોલવું તે બીજી વચનશુદ્ધિ કહેવાય છે. ૨૧ શરીરનું કોઈ દેવ અથવા માનવ છેદન-ભેદન કરે, અનેક પ્રકારની વેદના (પીડા) કરે તો પણ તે સર્વ સહન કરે પરંતુ જિનેશ્વર પરમાત્મા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિના અન્ય દેવ-દેવીને નમસ્કારાદિ કરે નહીં. પરંતુ અડગ રહે તે ત્રીજી સર્વશ્રેષ્ઠ કાયશુદ્ધિ જાણવી. હે ચતુર પુરુષો ! તમે મનમાં આ વાત બરાબર વિચારો. ૨૨ વિવેચન-જે જે આત્માઓમાં સમ્યકત્વ આવ્યું હોય છે. તેઓમાં સમ્યકત્વના પ્રતીક સ્વરૂપ આવા પ્રકારની મન-વચન અને કાયાની એમ ત્રણ પ્રકારની શુદ્ધિ હોય છે. તેઓનાં મન-વચન અને કાયા આ ત્રણે યોગો જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અને તેઓના બતાવાયેલા ધર્મ પ્રત્યે પક્ષપાતવાળા હોય છે. જે વસ્તુ સત્ય છે યથાર્થ છે. આત્માને એકાન્ત ઉપકાર કરનારી જ છે. સર્વ પ્રકારના દોષોથી રહિત જ છે તેવી વસ્તુ પ્રાપ્ત થયા પછી તેનો પક્ષપાત કોને ન થાય ! સાચા હીરા-માણેકની હાર પ્રાપ્ત કર્યો, પછી ખોટા હારનો મોહ કોને થાય ! તેમ સમ્યકત્વ આવ્યા પછી સર્વ શ્રેષ્ઠ વીતરાગ પરમાત્મા અને તત્કથિત સર્વોત્તમ ધર્મ મળ્યા પછી અન્ય દેવ-દેવી ધર્મ કેમ રૂચે ! મન-વચન અને કાયા એમ ત્રણ યોગોમાં તેઓનો જ પક્ષ રમી જાય, ગમી જાય, જામી જાય. તે ત્રણ શુદ્ધિ જાણવી. मणवायाकायाणं, शद्धि संमत्तसोहिणी तत्थ । मणशुद्धी जिणजिणमयवज्जमसारं मुणइ लोयं ॥ स. सा. २५॥ ત્યાં મનશુદ્ધિ ઉપર “નરવર્મા” રાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે. આ જંબૂઢીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધના મધ્યખંડમાં “વિજયવતી” નામની નગરી છે. ત્યાં નરવર્મા રાજા રાજ્ય કરે છે. તેને “રતિસુંદરી” નામની પત્ની છે. તેઓને “હરિદા” નામનો પુત્ર છે તે રાજાની રાજસભામાં મહિસાગર આદિ મહામંત્રીઓ છે. તે મંત્રીઓ આ રાજાની રાજસભામાં ધર્મવિષયક ચર્ચા ઘણીવાર કરે છે. એક કહે છે કે બોલવાની ચતુરાઈ અને ધર્યતાપૂર્વક પરોપકારાદિ કરવા રૂપ લૌકિક આચારો છે એ જ ધર્મ છે. બીજો કહે છે કે વેદમાં કહેલા અગ્નિહોત્રાદિ યજ્ઞો કરવા એ જ ધર્મ છે. ત્રીજો કહે છે કે પૂર્વપુરુષોની પરંપરાથી જે આચરાતું હોય તે જ ધર્મ છે. ચોથો કહે છે કે પ્રત્યક્ષ જે દેખાય છે તેને ભોગવવું એ Page #56 -------------------------------------------------------------------------- ________________ પપ જ ધર્મ છે. પુણ્ય-પાપ-પરભવ-પૂર્વભવ જેવું કંઈ જ નથી. આવી ચર્ચા સાંભળીને રાજા મનમાં વિચારે છે કે પરોપકારાદિ કરવા એ લૌકિક ધર્મ હોઈ શકે, પુરુષનો ઉત્કર્ષ કરનાર બને, પરંતુ આત્મહિત કરનારો લોકોત્તર ધર્મ ન કહેવાય, વેદવિહિત અગ્નિહોત્રાદિ યજ્ઞો તો હિંસાથી જ ભરેલા છે તે ધર્મ ન કહેવાય, પૂર્વપુરુષોની પરંપરાથી તો ઘણી વખત અજ્ઞાનજન્ય પરંપરા પણ હોઈ શકે છે. માટે તે ધર્મ કેમ કહેવાય ! અને પ્રત્યક્ષ દેખાય તે જ પ્રમાણ માનીએ અને પુણ્ય-પાપાદિ જો ન માનીએ તો રાજા-રંક-રોગ-નિરોગી આવા પ્રકારનો જીવોમાં ભેદ કેમ ! તેથી આ ચોથો પક્ષ પણ ઉચિત નથી. માટે સાચો ધર્મ શું હોઈ શકે ? તે જો સાચા જ્ઞાની પુરુષ મળે તો જાણવું જોઈએ. એવું રાજા જેટલામાં જાણવા ઇચ્છે છે તેટલામાં જ તેમની સભામાં રાજાના બાલ્યાવસ્થાથી જ મિત્ર શ્રી મદનદત્ત નામના શ્રેષ્ઠીએ પ્રતિહારી દ્વારા રાજ આજ્ઞા મેળવીને પ્રવેશ કર્યો. રાજાએ શ્રેષ્ઠીને પૂછ્યું કે હે મદનદત્ત ! આટલાં વર્ષો તમે કયાં ફર્યા ! શું શું જોયું ! કેવું અને કેટલું ધન કમાયા ? મદનદત્તે કહ્યું કે હે રાજન ! હું ઘણા દેશ ફર્યો, ઘણું ધન કમાયો. અને અદ્ભુત એવા આ હારને પામ્યો છું, તે હારની કથા સાંભળો : આ નગરથી નીકળીને દેશ-વિદેશોમાં ફરતાં દ્રુપદિકા નામની અટવીમાં અનેક ગુણોનો ભંડાર એવા શ્રી ગુણધર નામના સૂરિને મેં જોયા, હું તેઓની ધર્મદેશના સાંભળવા બેઠો, તેમની ધર્મપર્ષદામાં આ હાર જેણે ગળામાં પહેરેલો છે એવા એક દેવને તેની પત્ની (દેવી) સાથે મેં જોયો. તે દેવ પણ ઘણા જ પ્રેમથી વારંવાર મારા તરફ જ જોતો હતો. તેણે સૂરિ મહારાજને પૂછ્યું કે, આ માનવ ઉપર મને અતિશય પ્રીતિ કેમ થાય છે? સૂરિજીએ કહ્યું કે, કૌશામ્બી નામની નગરીમાં વિજય નામના રાજાને વિજય અને વૈજયન્ત નામવાળા બે પુત્રો હતા. બાલ્યાવસ્થામાં જ તેઓની માતા મૃત્યુ પામી. અનુક્રમે આ બન્ને બાળકો યુવાન થયા. રાજા બીજી રાણી પરણ્યા. અને પુત્રોને યુવા-અવસ્થાવાળા જોઈને યુવરાજ પદે અભિષેક કરવાની ઇચ્છા રાજાની થઇ. તે જોઈ શોક્યમાતા ઈર્ષાના કારણે તે બન્નેની હત્યા કરવા માટે વિચારવા લાગી, Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૬ બન્ને ભાઈઓ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા ત્યારે વિષમિશ્રિત મોદક બનાવી ત્યાં મોકલ્યા. સરળ સ્વભાવી એવા તે બન્ને ભાઈઓએ મોદકનું ભોજન કર્યું. વિષ વ્યાપવાથી મૂર્ણિત થયા. આ જ ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે દિવાકર નામના એક માસના ઉપવાસી મહર્ષિ બીરાજમાન હતા. તેમના દર્શન-વંદન અર્થે ઇન્દ્ર મહારાજા ત્યાં આવ્યા. ઇન્દ્ર બને કુમારોનો વિષ પ્રયોગ અવધિજ્ઞાનથી જાણીને દૈવિક પ્રભાવથી દૂર કર્યો. નિર્વિષ થયેલા બન્ને કુમાર આશ્ચર્ય પામ્યા. ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે, જો આ . મહર્ષિ અહીં ન હોત, અને તેના કારણે મારે જે અહીં આવવાનું બન્યું છે તે ન બન્યું હોત તો તમારું મૃત્યુ નક્કી થાત જ. તેથી આ મહર્ષિ તમારા મહા-ઉપકારી છે. તે બન્ને કુમારો મહર્ષિને નમી, વંદીને, ધર્મદેશના સાંભળવા લાગ્યા. માતાનું આવું અનુચિત કાર્ય જોઈને અને વૈરાગ્યવાસિત ધર્મદેશના સાંભળીને બન્ને ભાઈઓ વૈરાગી બન્યા. આ જ ગુરુ પાસે પ્રવ્રજ્યા સ્વીકારી દુષ્કર તપાદિ આચરી મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં વિધુત્રભ અને વિદ્યુસુંદર નામના દેવો થયા. તેમાંથી વિદ્યુ—ભ અવીને વિજયવતી નગરીમાં નરવર્મ રાજાનો પરમ મિત્ર મદનદત્ત થયો. તે જ આ ધન પ્રાપ્તિ માટે ફરતો ફરતો અહીં આવ્યો છે. પૂર્વભવમાં આ તારો ભાઈ હોવાથી તેને તેના તરફ અપૂર્વ પ્રેમ થાય છે. આ સાંભળીને તે દેવે તેના ગળામાં પહેરેલો આ હાર હે રાજન્ ! મારા ગળામાં નાખ્યો. તે જ વખતે તે વિધુસુંદરદેવને અવનનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. દેવે તે જ ગુણધરસૂરિને પૂછ્યું કે, હે ગુરુજી ! પરભવમાં મારી ઉત્પત્તિ ક્યાં થશે? મને બોધિબીજનો લાભ કેમ થશે ? ગુણધરસૂરિજીએ કહ્યું કે, તું અહીંથી અવીને નરવર્મરાજાને ત્યાં હરિદત્ત નામે પુત્રપણે જન્મીશ અને આ હાર દેખવાથી બોધિબીજ પામીશ. આ સાંભળી તે દેવ પોતાના સ્થાને ગયો. ત્યારબાદ હે રાજન્ ! મેં આ હારની માહિતી તે સૂરિ મહારાજને પૂછી. તેઓએ કહ્યું કે, નીચે પાતાલમાં ભવનપતિનિકાયમાં અમરચંચા નગરમાં અસુરકુમારના ઈન્દ્ર તરીકે અમરેન્દ્રદેવ ઉત્પન્ન થયો. ઉત્પત્તિ કાર્ય કરી રાજ્યસભામાં બેસી અનેક દેવ-દેવીઓ વડે માન-સન્માન કરાતો તે ચમરેન્દ્ર ઉંચું જુવે છે ત્યાં પોતાના માથા ઉપર સૌધર્મેન્દ્રને બેઠેલો જુએ છે. ત્યારે ક્રોધિત થયેલો તે ઇન્દ્ર પરિવાર વડે વારંવાર નિવારવા છતાં Page #58 -------------------------------------------------------------------------- ________________ પણ સૌધર્મ દેવલોકના ઈન્દ્ર તરફ જાય છે. ત્યાં સૌધર્મેન્દ્ર તેના ઉપર વજ મૂક્યું. તેનાથી પરાભૂત થયેલો અધોમુખે ગબડતો તે ચમરેન્દ્ર નીચે આવતો હતો. ત્યારે તેના ગળામાંથી આ હાર ભૂમિ ઉપર કોઈ દ્વિીપમાં પડી ગયો. તે જ હાર મારા પૂર્વભવના ભાઈ એવા વિઘુસુંદરને અચાનક પ્રાપ્ત થયો. આ જ હાર તેણે મને આપ્યો. જે હું તમને આપું છું. આ હાર મળ્યા પછી પચીસ વર્ષ સુધી હું દેશ-વિદેશોમાં ફર્યો. હારના પ્રભાવથી પુષ્કળ ધન કમાયો છું. પ્રસન્ન થયેલા રાજાએ પોતાના પચીસ વર્ષના થયેલા હરિદત્ત નામના પુત્રને રાજસભામાં બોલાવ્યો. અને આ હાર બતાવ્યો. હાર જોતાં જ હરિદત્ત જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. મદનદત્તે કહેલી સર્વ હકિકત તે કહેવા લાગ્યો. ત્યારથી નરવર્મ રાજાનો ધર્મવિષયક - સંદેહ દૂર થયો. અને વીતરાગ પ્રણીત ધર્મ જ સાચો ધર્મ છે. નિર્દોષ ધર્મ છે. આ ધર્મ સમાન કોઈ ઉત્તમ ધર્મ જ નથી. મનમાં આ જ ધર્મનો અત્યંત પક્ષપાત થયો. એવામાં એમના ગામમાં પુષ્પાવતંસક ઉદ્યાનમાં તે જ શ્રી ગુણધરસૂરિ પધાર્યા. ઉદ્યાનપાલકે વધામણી આપી. રાજા પરિવાર સાથે દર્શન-વંદનાર્થે ત્યાં ગયા. શ્રી ગુણધરસૂરિજીએ પવિત્ર ધર્મદેશના આપી. તે સાંભળી શ્રાવકધર્મ સ્વીકારી રાજા પોતાને ઘેર ગયો. એક વખત સૌધર્મેન્દ્ર દેવસભામાં નરવર્મ રાજાની ધર્મસંબંધી માનસિક પક્ષપાતની પ્રશંસા કરી. સુવેગ નામનો દેવ તે ન માનતો છતો પરીક્ષાર્થે મૃત્યુલોકમાં આવ્યો. રાજવાટિકાથી પાછા ફરતા રાજાને દૂરાચારો આચરતા અને અનુચિત તીવ્ર પાપ કરતા જૈનમુનિ દેખાડ્યા. તેવા મુનિને જોવા છતાં રાજા મનથી અલ્પ પણ ચલિત થયો નહીં. જૈનશાસન પામેલામાં આવી મલીનતા હોઈ જ ન શકે. કદાચ કોઈ પૂર્વકૃત કર્મની તીવ્રતાથી આ જીવ આવું આચરણ કરતો હશે. તો પણ મારે ધર્મોપદેશ આપીને આ જીવને સન્માર્ગે લાવવો જોઈએ અને જૈનશાસનની અવહેલના અટકાવવી જોઇએ. એમ સમજી રાજા ઉત્તમ શિખામણ આપે છે. તે સાંભળી સુવેગદેવ પોતાની માયા સંકેલી રાજાની માનસિક ધર્મશુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો અને પોતાના માથાનો મુગટ રાજાના માથા ઉપર પહેરાવવા લાગ્યો. ત્યારબાદ રાજા ઉત્તમ ગૃહસ્થ ધર્મ પાળી કાળાન્તરે પુત્રાદિ પરિવાર સહિત દીક્ષિત થઈને નિરતિચાર ચારિત્ર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પાળી સ્વર્ગમાં ગયા. ત્યાંથી મનુષ્યભવમાં આવી મોક્ષે જશે. આ પ્રમાણે નરવર્મરાજાની જેમ મનમાં ધર્મનો પક્ષપાત કરવો. એ સમ્યક્ત્વનો “મનશુદ્ધિ” નામનો બોલ છે. ૨૦. શાસ્ત્રમાં કહ્યું છે કે तित्थंकरचलणाराहणेण, जं मज्झ सिज्झइ न कजं । પન્થેમિ તત્વ નન્ન, વિસેદિ વવમુદ્રી॥ સ.સ. ૨૬॥ જિનેશ્વર પરમાત્માના ચરણકમલોની આરાધના કરવાથી, સેવાભક્તિ અને બહુમાનાદિ કરવાથી (આપણાં પૂર્વકૃત કર્મો જે ચીકણાં હોવાના કારણે ક્ષય ન પામ્યાં હોય, તેથી) જે મનવાંછિત ઇષ્ટ કાર્ય સિદ્ધ ન થાય, તે કાર્ય ઇતરદેવોની સેવા-ભક્તિથી કદાપિ થતું નથી જ, એવું જે મુખે બોલવું તથા આવા પ્રકારનાં વચનો દ્વારા જૈનધર્મનો અત્યંત જે પક્ષપાત તે વચનશુદ્ધિ કહેવાય છે. વીતરાગની ભક્તિ પૂર્વકૃત કર્મોનો નાશ કરનારી છે તે ભક્તિ કરવા છતાં જો કર્મો ન તૂટ્યાં તો સમજવું જોઇએ કે કર્મો વધુ તીવ્ર છે. તેવાં કર્મો ઇતર દેવોની ભક્તિ-સેવાથી કેમ તૂટે ? આવું બોલવું. પ્રચાર કરવો તેવી જગતમાં પ્રરૂપણા કરવી તે સઘળી વચનશુદ્ધિ કહેવાય છે. તેના ઉપર-ભોજ રાજાની સભામાં સોમચંદ્ર બ્રાહ્મણ અને સોમશ્રી બ્રાહ્મણીએ દંપતીના પુત્ર ધનપાલ પંડિતની સુંદર કથા છે. ધનપાલ પંડિત અને શોભનમુનિ બન્ને ભાઇઓ હતા. તેઓની વચનશુદ્ધિ ઉપર કથા જાણવા જેવી છે. ઘણી લાંબી હોવાથી અહીં આપી નથી. વિશેષાર્થીએ સમ્યક્ત્વ સપ્તતિની ટીકામાંથી આ કથા જાણી લેવી. ૨૧. શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન પામ્યા પછી અને તેમનું સમ્યક્ત્વ હૃદયમાં સ્થિર થયા પછી મિથ્યાદૃષ્ટિઓ તરફથી ગમે તેવી છેદન-ભેદન આદિ અનેકવિધ પીડાઓ આવે તો પણ તારક-સર્વજ્ઞ-વીતરાગ દેવ વિના અન્યને નમસ્કાર કરવા નહીં. આ પવિત્ર કાયા આવા તુચ્છ વ્યક્તિઓની સેવા કરે નહીં. એવો જે દૃઢ નિયમ તે ત્રીજી કાયશુદ્ધિ કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૯ छिजतो भिजंतो, पीलिजंतो य डज्झमाणो वि । जिणवजदेवयाणं, न नमइ जो तस्स तणुसुद्धी ॥ स. स. २७ ॥ તેના ઉપર વજૂકર્ણરાજાની કથા છે, તે આ પ્રમાણે : અયોધ્યા (કોસલા) નામની નગરીમાં દશરથ રાજા હતા. તેની કૈકેયી રાણીએ કરેલા વરદાનની માંગણીના કારણે રામ અને લક્ષ્મણ સીતા સહિત પંચવટી તરફ જ્યારે જતા હતા ત્યારે અવન્તિ દેશમાં મનુષ્યોની વસતિ વિનાનો, ખુલ્લાં ઘર, હાટવાળો, ધાન્યથી પરિપૂર્ણ ખેતર આદિવાળો એક સુંદર પ્રદેશ જોયો, તે જોઈને રામચંદ્રજીને આશ્ચર્ય થયું. આ કયો દેશ છે ? અને આવો નિર્જન કેમ છે? તેની તપાસ કરવા લક્ષ્મણને કહ્યું. લક્ષ્મણે કોઇ ઉંચા વૃક્ષ ઉપર ચડીને ચોતરફ નજર નાંખતાં દૂર દૂર એક માણસ દેખાયો. વૃક્ષ ઉપરથી તુરત ઉતરીને તે મનુષ્ય પાસે જઈને સમજાવીને તે મનુષ્યને રામચંદ્રજી પાસે લાવે છે. અને રામચંદ્રજી તેને આ દેશની આવી સ્થિતિ કેમ ? તથા આ કયો દેશ છે ? તે પૂછે છે. તે પોતાના આ દેશની નિર્જનતાનું કારણ કહે છે કે અહીં દશપુર નામનું નગર હતું. ત્યાં વજકર્ણ નામનો રાજા હતો. તે ઘણા ગુણોવાળો હતો. પરંતુ શિકારનો શોખીન હતો. તેથી એક વખત શિકાર કરતાં ગર્ભવાળી હરણીનો શિકાર કર્યો, ગર્ભકાળ પૂર્ણ થયેલ હોવાથી બાણની વેદનાથી ગર્ભનો પ્રપાત થયો. તરફડતા તે બચ્ચાને જોઈને વજૂકર્ણ રાજા ખેદ પામ્યો. અરેરે ! આવા બાલપ્રાણની હત્યાથી મેં મોટું પાપ બાંધ્યું હવે મારું શું થશે? એમ કંપતો, કરૂણાયુક્ત, વૈરાગ્યથી રંજિત મનવાળો અહીં તહીં ઉદાસચિત્તે ભટકતો હતો. તેવામાં આતાપના લેતા એક મુનિને જોયા. મુનિને નમસ્કાર કરીને પૂછ્યું કે, આવા જંગલમાં તમે એકલા કેમ વસો છો ? મુનિજીએ ધર્મ સમજાવ્યો. દ્રવ્ય અને પર્યાયથી આત્મા શાશ્વત અને અશાશ્વત છે એમ સમજાવ્યું આ ભવમાં શિકાર આદિ પાપો જે કરે છે તે બીજા ભવમાં દુઃખી થાય છે. અને આ ભવમાં જે તપ-સંયમ આરાધી કષ્ટ સહન કરે. છે તે પરભવમાં સુખી થાય છે. હે રાજન ! તું નિર્દય થયો છતો જીવહિંસા કરે છે તેથી ભવાન્તરમાં નરકાદિની વેદના પામીશ. મુનિનાં Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આવાં વચનો સાંભળીને રાજા પ્રાયશ્ચિત્ત અને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. કરેલા પાપના નાશનો ઉપાય પૂછવા લાગ્યો. મુનીશ્વરે પણ દેવ ગુરુધર્મનું સ્વરૂપ સમજાવી, સમ્યક્ત, શ્રાવકનાં બાર વ્રત અને કષાય તથા વિષયોના નિગ્રહ સ્વરૂપ ધર્મને સમજાવ્યો. અરિહંતાદિ દેવને અને પંચમહાવ્રતધારી ગુરુને મૂકીને જે આત્મા અન્યને શીર્ષ નમાવતો નથી તે નિર્મળ સમ્યકત્વવાળો ધર્મનો આરાધક થાય છે. મુનિશ્રીનાં વચનો વજૂકર્ણના હૈયામાં ઠસી ગયાં. વીતરાગ દેવ અને સર્વસંસાર-ત્યાગી ગુરુ વિના અન્યને નમસ્કાર કરીશ નહીં. એવા દૃઢ નિશ્ચયપૂર્વક સમ્યક્તવ્રતનો નિયમ લીધો. આનંદિત થયો છતો ઘેર આવીને જિનેશ્વર પ્રભુની પૂજાસેવા-ભક્તિમાં તથા જૈનશાસનની પ્રભાવનાનાં કાર્યોમાં તલ્લીન થયો. એક વખત મનમાં વિચાર આવ્યો કે, હું દશપુર નગરનો રાજા છું. પરંતુ ઉજ્જૈનનગરીના સિંહરથ રાજાનો સેવક છું. તેની આજ્ઞાને આધીન છું. એટલે જિનેશ્વર પરમાત્મા વિના કોઈને માથું નમાવવું નહીં. આ નિયમ પાળવો મારા માટે દુષ્કર બનશે. તેથી તેણે એક વીંટી બનાવી. વીંટીમાં શ્રી મુનિસુવ્રતસ્વામિની મૂર્તિ ગોઠવી. સિંહરથ રાજાને નમસ્કાર કરવો પડે ત્યારે હાથમાં પહેરેલી તે વીંટીમાં ગોઠવેલ પરમાત્માને નમસ્કાર કરીને તે વ્યવહાર કરતો. એક વખત કોઈ દુર્જન માણસે આ વાત સિંહરથ રાજાને કહી દીધી. તેથી સિંહરથ રાજા વજૂકર્ણ ઉપર ગુસ્સે થયો અને ચતુરંગી સેના સાથે વજૂકર્ણ ઉપર ચડાઈ કરી. આ બાજુ વજૂકર્ણ રાજાની રાજ્યસભામાં એક પુરુષ આવ્યો, વજક પૂછ્યું કે તું કોણ છે ? અને અહીં રાજ્યસભામાં આવવાનું કારણ શું ? ત્યારે તે પુરુષ કહે છે કે હું કુંડપુરનગરમાં રહેવાવાળો ગુણસમુદ્ર નામના પિતાનો અને યમુના નામની માતાનો પુત્ર છું. મારૂં વિદ્યુતું નામ છે. હું ઘણું કરીયાણું ભરીને ધન કમાવવા ઉજ્જૈનનગર ગયો. ત્યાં મેં અતિશય રૂપવાળી અનંગલતા નામની ગણિકા જોઈ. તેના અનુરાગમાં આસક્ત થયેલો હું તેની સાથે વિષયસુખ ભોગવતાં નિધન થયો. એક વખત તે ગણિકા સિંહરથ રાજાની રાણીના અલંકારોને વખાણતી અને મારા અલંકારોને નિંદતી હતી, રાણીના અલંકારો ચોરી લાવવા મને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પ્રતિદિન પ્રેરણા કરતી. કામાન્ય એવો હું રાણીના અલંકારો ચોરવા મધ્યરાત્રિએ કુશળતાપૂર્વક રાજભવનમાં રાજાના શયનખંડની પાસે પહોંચ્યો. ભીંતના આંતરે ઉભેલા મેં રાજા-રાણીનો વાર્તાલાપ સાંભળ્યો. રાણીએ રાજાને કહ્યું કે, હમણાં તમે ઘણા જ ચિંતાતુર દેખાઓ છો. તેનું શું કારણ? રાજાએ રાણીને કહ્યું કે, વકર્ણ રાજા મારો સેવક હોવા છતાં મને નમતો નથી. તેથી તેની સામે લડાઇ કરવા પ્રયાણ આદર્યું છે. આ સાંભળી મારા પોતાના વેશ્યા-વિલાસ અને ચોરીના કાર્યને નિંદતો એવો હું દયાળુ અને પરોપકારપરાયણતાના કારણે ત્યાંથી નીકળી હે વજૂકર્ણ રાજન ! તુરત તમારી પાસે આવ્યો છું. અને સિંહરથ રાજાના કોપની વાત તમને કરવાનું પ્રયોજન હતું. આ સાંભળી વજૂકર્ણ રાજા પોતાના લોકો અને પરિવાર સાથે મોટા કિલ્લાની અંદર ખાણી-પીણીની સામગ્રી લઇને છુપાઈ ગયો. ગામના દરવાજા બંધ કરી રક્ષકો નીમ્યા. લોકો પણ ઘર-હાટ ખુલ્લા મૂકી પ્રાણ બચાવવા કિલ્લામાં છૂપાઇ ગયા. સિંહરથ રાજાએ ગામને ઘેરો ઘાલ્યો. વજૂકર્ણની પાસે દૂત મોકલ્યો. દૂતે સિંહરથ રાજાને નમન કરવાનું વજૂકર્ણને કહ્યું. વજૂકર્ષે આપત્તિમાં આવવા છતાં દૂતને કહ્યું કે, મારે રાજ્ય વડે સર્યું. તમો રાજ્ય લઈ શકો છો. હું અન્ય રાજ્યમાં જઈને રહીશ. પરંતુ મારી નિયમની મર્યાદા ભાંગીશ નહીં. તેથી ગુસ્સે થયેલો સિંહરથ રાજા ગામને ઘેરીને રહ્યો. તેથી સર્વે ગામવાસીઓ ખુલ્લાં ઘર-હાટ મૂકીને કિલ્લામાં ભરાઈ ગયાં છે અને કેટલાક ગ્રામાન્તર ચાલ્યા ગયા છે. હે રાજન્ રામચંદ્રજી ! આ નગરની આ રીતે નિર્જન દશા થઈ છે. રામચંદ્રજીએ વજૂકર્ણ રાજા પરમ ધર્મિષ્ઠ છે સાધર્મિક બંધુ છે એમ સમજી લક્ષ્મણ સાથે સિંહરથ રાજા ઉપર યુદ્ધ લલકાર્યું લક્ષ્મણ અને રામચંદ્રજીથી પરાભવ પામતું સિંહરથનું લશ્કર અહીં-તહીં ભાગવા લાગ્યું. કિલ્લામાં રહેલા વજૂકર્ણ રાજાએ એકાકી કોઈ વીર પુરુષ વડે સિંહરથ રાજાનું ભગાડાતું લશ્કર જોયું. લક્ષ્મણ સિંહરથ રાજાને હાથીના બંધ ઉપરથી પાડી, કપડાના છેડાથી બાંધીને રામચંદ્રજી પાસે લાવ્યો. રામ-લક્ષ્મણને ઓળખીને સિંહરથે ક્ષમા માંગી. રામચંદ્રજીએ વજૂકર્ણની સાથે મિત્રતા કરવા અને ક્ષમા માગવા સૂચવ્યું. તેવામાં વજૂકર્ણ રાજા Page #63 -------------------------------------------------------------------------- ________________ પણ પરિવાર સાથે ત્યાં આવ્યા. આ મારા સાધર્મિક બન્યું છે એમ સમજી બન્ને હાથ જોડી નમસ્કાર કરીને કુશલ સમાચાર પૂછે છે. રામચંદ્રજી કહે છે કે, સાધર્મિક, સત્ય પ્રતિજ્ઞાવાળા, જિનેશ્વરની આજ્ઞાના આરાધક, ધન્યવાદને પાત્ર એવા તમારી કુશળતા હોય તો અમારે પણ કુશળતા છે. ત્યારબાદ રામ-લક્ષ્મણે વજકર્ણ-સિંહરથની મિત્રતા કરાવી. વજૂકર્ણ રાજાને તેનું રાજ્ય પાછું અપાવ્યું. વકર્ણ રાજાએ પોતાની વનમાલા નામની પુત્રી લક્ષ્મણને પરણાવી. સૌ પોત-પોતાના સ્થાને પાછા ફર્યા. વજકર્ણ રાજા સમ્યગ્દર્શનશુદ્ધિપૂર્વક પોતાની પ્રતિજ્ઞાને અને વ્રતોને નિરતિચારપણે પાલી અણશણ કરી દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય ન્મ પામી સિદ્ધિપદને પામશે. આ રીતે તીર્થંકર પરમાત્મા, તેમની આજ્ઞાના આરાધક મહાવ્રતધારી, સંસારના ત્યાગી સાધુ આદિ આત્માના ઉપકારી તત્ત્વોને જ નમસ્કાર કરવા આદિની જે પ્રતિજ્ઞા છે તે કાયશુદ્ધિ કહેવાય છે. આ પ્રમાણે મનવચન અને કાયાની ત્રિવિધ શુદ્ધિ એ સમ્યક્તનાં પ્રતીકો છે. ૨૨. Page #64 -------------------------------------------------------------------------- ________________ - ૬૪ ઢાળ પાંચમી અધિકાર પાંચમો સમ્યકત્વનાં ન સેવવા યોગ્ય પાંચ દૂષણોનું વર્ણન. સમકિત દૂષણ પરિહરો, જેમાં પહેલી છે શંકા, તે જિનવચનમાં મત કરો, જેહને સમ ગૃપ-રકા, સમકિત દૂષણ પરિહરો. ૨૩ કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તજીયે, પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજીએ, સમકિત) ૨૪ સંશય ધર્મના ફળ તણો, વિનિગિચ્છા નામે, ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે, સમકિત) ૨૫ મિથ્યા મતિ ગુણ વર્ણનો, ટાળો ચોથો દોષ, ઉનમારગી-થુણતાં, હુવે ઉનમારગ-પોષ. સમકિત૨૬ પાંચમો દોષ મિથ્થામતિ, પરિચય નવી કીજે, ઇમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે. સમકિત) ૨૭. - ગાથાર્થ ઃ સમ્યકત્વને દૂષિત (કલંકિત) કરનાર પાંચ દૂષણ છે. તેને તે સમ્યકતી આત્માઓ ! તમે તો. પ્રથમ દૂષણ “શંકા” નામનું છે. જિનેશ્વર પરમાત્માના વચનમાં શંકા ન કરો. કારણ કે તેઓ વીતરાગ હોવાથી રાજા અને રંક બન્ને તેઓને સમાન છે. અર્થાત્ જુઠ બોલવાનું કંઈ પણ પ્રયોજન નથી. આ રીતે સમ્યકત્વનાં દૂષણો તમે ત્યજો. ૨૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મિથ્યાત્વી મતોની ઇચ્છા તે “કાંક્ષા” નામનું બીજું દૂષણ ત્યજો. પ્રત્યક્ષ કલ્પવૃક્ષ પ્રાપ્ત કરીને બાવળીયાને કોણ ભજે ! (તેમ કલ્પવૃક્ષ સમાન જૈનશાસન પામીને બાવળ સમાન ઇતર ધર્મને કોણ ઇચ્છે ? ) ૨૪. ધર્મ જે આચરીએ, તેનું ફળ મળશે કે નહીં ? એવો જે સંશય કરવો તે “વિતિગિચ્છા” નામનું ત્રીજું દૂષણ કહેવાય છે. તે દૂષણને કોઈના પણ દબાણ વિના આત્માના પોતાના શુભ પરિણામના બળે ત્યજો. ૨૫. - મિથ્યાદૃષ્ટિ જીવોના (બાહ્ય-વ્યાવહારિક દેખાતા દયા-દાનાદિ) ગુણોની પ્રશંસા કરવી તે “મિથ્યાતિગુણવર્ણના” નામે ચોથો દોષ છે તેને તમે ટાળો. કારણ કે ઉન્માર્ગી આત્માઓની સ્તુતિ કરવાથી ઉન્માર્ટીના મતની પુષ્ટિ થાય છે. ૨૬ મિથ્યાષ્ટિ જીવોનો પરિચય કરવો તે “મિથ્થામતિપરિચય” નામનો પાંચમો દોષ કહેવાય. તે પરિચય ન કરવો. આ પ્રમાણે શુભમતિ (સન્મતિ=સમ્યકત્વ)રૂપી અરવિંદની (કમલની) ઉત્તમ વાસના (સુગંધ) મેળવવી. ૨૭ શાસ્ત્રમાં કહ્યું છે કે· दूसिजइ जेहिं इमं, ते दोसा पंच वजणिज्जा उ । સંt #g વિચ્છિા , પરિસ્થિપસંસથવા સ. . ૨૮ વિવેચન-સંસાર સાગરમાં અનેક જન્મ-મરણો કરતાં કરતાં પણ પ્રાપ્ત કરવું જે દુર્લભ-દુર્લભતર છે તે સમ્યક્ત મેળવીને તેને કલંકિત કરે -દૂષિત કરે તેવું આચરણ સમ્યકત્વી જીવે ન કરવું જોઇએ. આ કારણથી સમ્યકત્વને દૂષિત કરનાર જે આચરણ તેને “દૂષણ” કહેવાય છે. તેવાં પાંચ દૂષણો છે જે પાંચે દૂષણો ત્યજવા જેવાં છે. સમ્યકત્વને મલીન કરનાર છે. તે આ પ્રમાણે છે. (૧) શંકા દોષ-જિનેશ્વર પરમાત્માએ કહેલ તત્ત્વો, કેવલજ્ઞાન દ્વારા જોઇને કહેલાં હોવાથી સંપૂર્ણ સત્ય છે. પરંતુ અતીન્દ્રિય હોવાથી Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી બધું જોઇ-જાણી શકાતું નથી. તેથી તેમાં વિશ્વાસ રાખવો જોઇએ. વિશ્વાસ રાખવાને બદલે ક્યાં છે ! પ્રત્યક્ષ બતાવો. આવા પ્રશ્નો કરવા. સ્વર્ગ-નરક, નિગોદ, મોક્ષ, વગે૨ે અમે તો દેખીએ તો જ માનીએ. ન દેખાય તે હશે તેની શું ખાત્રી ? આવા સવાલ કરવા તે સમ્યક્ત્વને (શ્રદ્ધાને) ચલિત કરનાર છે. માટે દૂષણ કહેવાય છે. કેવલજ્ઞાનથી જે દેખાયું હોય તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી કેવી રીતે દેખાય ? એવી ઘણી વસ્તુઓ છે કે જે જ્ઞાનીગમ્ય જ હોવાથી શ્રદ્ધેય જ માત્ર છે. તેમાં શંકાઓ કરવી તે દૂષણ કહેવાય છે. વસ્તુતત્ત્વ જાણવા માટે જિજ્ઞાસુ ભાવે શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે તે દૂષણ કહેવાતું નથી. કારણ કે તેમાં પૂછવામાં પ્રશ્ન ઉપર ભાર હોતો નથી. તેના ઉત્તર ઉપર વજન હોય છે. જ્યારે જિગીષુભાવે જે પૂછાય તે દૂષણ કહેવાય છે. ત્યાં પ્રશ્ન ઉ૫૨ જ વજન વધારે હોય છે. તે આત્મા અપાતા ઉત્તરને તો નિર્માલ્ય સમજે છે. જિનેશ્વર પરમાત્મા વીતરાગ હોવાથી રાજા અને રંક એમ બન્ને ઉપર સમદૃષ્ટિવાળા છે. જુઠું બોલવાનાં જે કારણો હાસ્ય-મદ-ક્રોધ-માયા આદિ દૂષણો છે. તે સર્વ દૂષણ વિનાના છે. તેથી તેવા પ્રકારના જિનવચનમાં શંકા કરવી તે દોષ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે देवे गुरुंमि तत्ते, अत्थि नवस्थित्ति संसओ संका । कंखा कुमयभिलासो, दयाइगुणलेसदंसणओ ॥ स. स. २९ ॥ ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં એક વખત આષાઢાભૂતિ આચાર્ય પધાર્યા. ઉત્તમ ચારિત્રશાલી, શાસ્ત્રોના પારગામી, પરમશ્રદ્ધાળુ અને ગીતાર્થ એવા આ સૂરિ હતા. તેમને ધર્મનો પરમ આરાધક શિષ્યવર્ગ હતો, જે જે શિષ્યો અણસણ આદરતા. તે સર્વને ઉત્તમોત્તમ વાણી વડે નિજામણા (અન્તિમ આરાધના) કરાવતા. અને કહેતા કે તમે કાલધર્મ પામીને દેવ થાઓ તો અવશ્ય અમને દર્શન આપજો. એમ અનેક શિષ્યો ઉત્તમ ધર્મ આરાધન કરી અણસણ આદરી કાલગત થયા. પરંતુ દૈવિકસુખોમાં વ્યસ્ત થવાથી કોઇ દર્શન આપવા સૂરિ પાસે આવ્યું નહીં. એક વખત પોતાના પરમવિનીત બહુજનમાન્ય ઉત્તમ આરાધક શિષ્યને ગુરુએ અન્તિમ આરાધના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કરાવી અને મૃત્યુ પામી દેવ થાઓ તો જલ્દી જલ્દી અમને દર્શન આપજો. એમ કહ્યું. છતાં તે જીવ પણ દેવ થવા છતાં દૈવિક ભોગોની પરવશતાના કારણે મૃત્યુલોકમાં ન આવ્યો. તેથી સૂરિ મહારાજ જ્ઞાની છતાં પાપકર્મોદયના કારણે “પરલોકની શંકા” વાળા થયા. આટલા બધા શિષ્યોને ધર્મારાધના કરાવી. પરંતુ એક પણ દેવ તરીકે દર્શન આપતા નથી તેથી પૂર્વભવ-પરભવ-જીવ જેવાં તત્ત્વો છે જ નહીં, તો શા માટે આવું સાધુ જીવન સ્વીકારી નાહક કાયકષ્ટ સહન કરવું. આવું વિચારી સર્વ સાધુ સૂતા હતા ત્યારે મધ્યરાત્રિએ સંસારસુખના અર્થે ત્યાંથી નીકળ્યા. આગળ આગળ જાય છે ત્યાં દેવપણે જન્મેલ અન્તિમ શિષ્ય અવધિજ્ઞાનથી ગુરુનું મન પતિત જોઇને ગુરુને પ્રતિબોધ કરવા મૃત્યુલોકમાં આવ્યો. અને ઉંચા પ્રકારનું દૈવિક નૃત્ય આરંભ્યું. જે જોતાં જોતાં ગુરુને છ મહીના સુધી દૈવશકિતથી ભૂખ-તરસ આળસ કે ઉંઘ આવી નહીં. ત્યારબાદ તે દેવ અનુક્રમે જુદા જુદા સ્વરૂપે ઘણા અલંકારો પહેરેલ બાળકોનાં રૂપો કરીને સામે આવ્યો. પતિતપરિણામી આ સૂરિ તેના અલંકારોને લુંટવા જાય છે ત્યારે તે બાળકો જુદી જુદી વાર્તા દ્વારા કહે છે કે, હે સૂરિ ! મારા અલંકારો લુંટાય તેમ હતા. તમે મુનિ છો. એટલે તમારી પાસે મારું રક્ષણ થશે. એમ સમજીને હું તમારી પાસે આવ્યો. ત્યારે તમે જ લુંટનારા થાઓ છો. આ તો જેનું શરણ લઇએ તેનાથી જ ભય થયો કહેવાય. જે યોગ્ય નથી. આવી શિખામણ આપતા બાળકને હણીને પણ સૂરિ તે અલંકારોને લુંટે છે. અને પોતાના પાત્રમાં ભરે છે. એમ પાંચ-છ વખત બાળકનું રૂપ કર્યું. અને સૂરિએ અલંકારો લુંટીને પાત્રમાં ભર્યા. ત્યારબાદ તે દેવે એક જૈન સાધ્વીજીનું રૂપ કર્યું. પરંતુ આંખમાં અંજન આંજેલું. હાર-કંકણ-ઝાંઝર આદિ અલંકારોથી સર્વ શણગારોવાળું શરીર બનાવ્યું. પરંતુ વેષ સાધ્વીજીનો પહેર્યો. તે જોઇને સૂરિ બોલ્યા કે, હે શાસનની હેલના કરનારી સાધ્વી ! તું મારા દૃષ્ટિમાર્ગથી દૂર જા. જે સાધ્વી થઇને આવી શરીરની શણગારવાળી શોભા કરે છે. તે જ સમયે સાધ્વી કહે છે કે તમે જૈન આચાર્ય બન્યા છો. અને પાત્રમાં શું ભર્યું છે. ? તમે સૂરિ થઇને લોકોના અલંકારો લુંટી પાત્રમાં સંતાડો છો અને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭ બીજાનાં છિત્રો જુઓ છો. પરંતુ પોતાના દોષને તો જોતા જ નથી. તમે તમારા જીવન-ચરિત્ર તરફ તો જુઓ. આ સાંભળી વિલખા બનેલા સૂરિ આગળ જાય છે ત્યાં દૂરથી ઘોડા ઉપર આવતો રાજા દેખાય છે. નજીક આવતાં રાજાએ સૂરિને પ્રણામ કરી ભોજન માટે (આહાર વહોરવા ઘેર આવવાનું) આમંત્રણ આપ્યું. સૂરિએ મારાં પાત્રો જોઈ જશે એવા ભયથી તે વચન ન સ્વીકાર્યું. એટલે રાજા ગુસ્સે ભરાયો. સૂરિ પાસેથી બલાત્કારે પાત્રો ખેંચી લીધાં, તેમાં અલંકારો જોઈને રાજા અતિશય ગુસ્સે થઈને સૂરિને મારવા લાગ્યો. હે સૂરિ ! તમે જ મારા બાળકોને મારી નાખ્યા છે. અને તેઓના અલંકારો લુંટી લીધા છે. કારણ કે તે જ આ અલંકારો છે. સૂરિ થઇને આવાં પાપકાર્યો કરો છો. ઇત્યાદિ ઠપકાથી ગુસ્સાથી અને તાડનથી ભયભીત થયેલા સૂરિ અતિશય ચિંતાતુર અને ઉદાસ થયા. તે જ વખતે આ દેવે પોતાનું દૈવિક સ્વરૂપ કરીને સૂરિને કહ્યું કે, ગભરાશો નહીં. તમને પ્રતિબોધ કરવા માટે મેં જ બાળકોનું, સાધ્વીનું અને રાજાનું રૂપ કર્યું હતું. તમે ત્યાગી, વૈરાગી, ગચ્છના નાયક થઇને જિનેશ્વરના વચનોમાં અને પૂર્વભવ-પરભવ તથા આત્મા આદિમાં આવા શંકાશીલ કેમ બન્યા. ? સૂરિએ કહ્યું કે અનેક સાધુને દેવ થયા પછી દર્શન આપવાનું કહેલું અને તમે તો મારા અત્યન્ત પ્રિય વિનીત શિષ્ય હતા. અહીં દર્શન આપવા આવવાની પ્રતિજ્ઞા કરાવી હતી. છતાં તમે આવ્યા નહીં. તેથી હું આ તત્ત્વો ઉપર શંકાવાળો થયો હતો. ત્યારે તે દેવે કહ્યું કે દૈવિક નાટક જોવામાં તમે છ મહીના ઉભા રહ્યા. ભૂખ-તરસ પણ લાગી નહીં. તેમ દેવો ભોગ સુખમાં એવા આસક્ત બને છે કે દુર્ગધવાળા આ મનુષ્યલોકમાં વિના કારણે આવતા નથી. પરંતુ દેવો-નારકો નથી એમ નહીં, માટે હે સૂરિ ! તમારે જિનેશ્વરના વચનમાં શંકા કરવી નહીં. સમ્યગ્દર્શનને મલીન કરવું નહીં. જિનેશ્વરે જે કંઈ પણ હ્યું છે તે સંપૂર્ણ સત્ય અને યથાર્થ છે સૂરિજીને આ રીતે સન્માર્ગે લાવીને તે દેવ સ્વસ્થાને ગયો. સૂરિ પણ પોતાના ગચ્છમાં પાછા ફરીને પ્રાયશ્ચિત્ત કરીને ચારિત્રમાર્ગને સારી રીતે આરાધી કૃતકૃત્ય થયા. આ રીતે શંકાદોષ સમ્યગ્દર્શનને મલીન કરનાર છે. તે ત્યજવા જેવો છે. ૨૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ (૨) કાંક્ષાદોષ-વીતરાગ પ્રણીત જૈનધર્મ મળવા છતાં અજ્ઞાનતાના કારણે અથવા ચમત્કારાદિ આકર્ષક હેતુઓના કારણે અન્ય અન્ય ધર્મોની ઇચ્છા કરવી તે કાંક્ષાદોષ કહેવાય છે. અન્ય ધર્મોમાં આત્માના યથાર્થ શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન ન હોવાથી અને જગતના પદાર્થોનું પણ એક નયના એકાન્તવાળું પ્રતિપાદન હોવાથી તે સાચું નથી. તથા આત્માને હિત કરનાર નથી, છતાં ત્યાંના કોઈ બાહ્ય આકર્ષણીય તત્ત્વને લીધે તે અન્યધર્મની ઈચ્છા માત્ર થવી તે પણ સમ્યકત્વમાં દોષ રૂપ છે. તેના ઉપર જિતશત્રુ રાજા અને અતિસાગર મંત્રીની કથા છે. આ પ્રમાણે વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા અને અતિસાગર મંત્રી હતા. રાજા બળમાં અને મંત્રી બુદ્ધિમાં અદ્વિતીય હતા. તેની સભામાં કોઈ એક ઘોડાનો વેપારી દેશ-વિદેશના જાતવાનું ઘોડા લઈને વેચવા આવ્યો. રાજા પણ ઘોડાનો બહુ શોખીન હોવાથી અનેક ઘોડામાંથી વિશિષ્ઠ જાતિમાન, સફેદ અને વેગયુક્ત ગતિવાળા બે ઘોડા રાજાએ લીધા. તે ઘોડાની પરીક્ષા કરવા એક ઘોડા ઉપર રાજા અને બીજા ઘોડા ઉપર મતિસાગર મંત્રી ચડ્યા. “આ ઘોડા આપણાથી અજાણ્યા છે.” એમ સમજી બીજા ડાહ્યા માણસોની ના હોવા છતાં ઘોડાને દોડાવ્યા. આ બન્ને ઘોડા વિપરીત શિક્ષાવાળા હોવાથી પવનવેગી ગતિથી દોડતા દોડતા એક નિર્જન વનમાં આવીને ઉભા રહ્યા. રાજાએ અને મતિસાગરે ઘોડાને ઉભા રાખવા જેમ જેમ લગામ ખેંચી તેમ તેમ ઘોડા દોડ્યા અને થાકીને જયારે લગામ છોડી દીધી ત્યારે તે ઘોડા વિપરીત શિક્ષાવાળા હોવાથી ઉભા રહ્યા. મૃતપ્રાય થયેલા ઘોડા ઉપરથી રાજા અને મંત્રી ઉતર્યા. તેઓ પણ બેહોશ થયા. શીતળ પવનથી જયારે તે ભાનમાં આવ્યા ત્યારે કંદમૂલાદિ જે ફળ મળ્યું તે ખાધું. પરંતુ ભુખ-તરસ-થાક અને ઉંઘ ઘણી જ હતી. તેટલામાં ધીરે ધીરે પોતાનું સૈન્ય પણ રાજા-મંત્રીને શોધતું ત્યાં આવી પહોંચ્યું. તેઓ રાજા અને મંત્રીને ગામમાં લાવ્યા. * રાજાએ રસોઇયાઓને સુંદર આહાર બનાવવા હુકમ કર્યો. રાજા અને મંત્રી મોટા સંકટમાંથી બચ્યા હોવાથી રસોઇયાઓએ ભિન્ન-ભિન્ન રસવાળી વિવિધ સુંદર વાનગીઓ બનાવી. રાજા અને મંત્રી જમવા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૯ બેઠા. ઘણા સમયની અતિશય કડકડતી ભૂખ અને થાક હોવાથી રાજાએ ઘણી-ઘણી વસ્તુઓ ખાવાની આકાંક્ષા કરી. ધરાઈ-ધરાઈને બહુ જ ખાધું. જુદી જુદી વાનગીઓના રસાસ્વાદની અતિશય આકાંક્ષાથી જે તે ખાધું. જેથી અજીર્ણ થવાથી અસહ્ય વેદના સાથે મૃત્યુ પામ્યો. જ્યારે મતિસાગર મંત્રી મતિનો સાગર હોવાથી ભૂખ મટે તેવું અને તેટલું જ ખાધું અને તે પણ પથ્ય જ ખાધું. બીજી વાનગીઓ મનને ચમત્કાર પમાડે તેવી સુંદર-આકર્ષક હોવા છતાં તેની આકાંક્ષા ન કરી જેથી જીવિત રહ્યો. અને સુખી થયો. - આ વાર્તાના સારાંશ રૂપે જે જે મનુષ્યો જિતશત્રુ રાજાની જેમ લોભાઈને અન્યની આકાંક્ષા કરે છે. તે તે મનુષ્યો સમ્યગ્દર્શનથી પતિત થાય છે. અને જે જે મનુષ્યો મતિસાગર મંત્રીની જેમ વિવેકપૂર્વક વર્તે છે. અન્યમાં ચમત્કાર દેખાવા છતાં અંજાતા નથી. તે સમ્યગ્દર્શનથી પતિત થતા નથી. આ રીતે આકાંક્ષાદોષ ટાળવા જેવો છે. ૨૪ (૩) વિતિગિચ્છા-જિનેશ્વર પરમાત્માએ બતાવેલાં ધર્મોનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહીં એવો ફળ આશ્રયી સંદેહ રાખવો તે વીતરાગ પરમાત્મા ઉપર અવિશ્વાસ હોવાના કારણે વિતિગિચ્છા નામે દોષ કહેવાય છે. અથવા સાધુ-સાધ્વી આદિ મુનિગણ સંસારના ત્યાગી હોવાથી શરીરની શોભા-શણગાર કરતા નથી તેથી તેમનાં કંઈક મલીન શરીર-વસ્ત્ર આદિ જોઈને તેઓ પ્રત્યે ધૃણા કરવી તે પણ વિતિગિચ્છા નામનો આ ત્રીજો દોષ કહેવાય છે. તે દોષ પણ ત્યજવા જેવો છે. તેના ઉપર અહીં શુભમતિની કથા આ પ્રમાણે છે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાદ્યપર્વત ઉપર ગજપુર નામના નગરમાં “જયસુર” નામનો વિદ્યાધર રાજા અને સકલ અંતઃપુરમાં પ્રધાન એવી શુભમતી” નામની તેને રાણી હતી. એક વખત કોઈ સમ્યગ્દષ્ટિ દેવ દેવલોકથી ચ્યવને આ રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભ સમ્યગ્દષ્ટિ હોવાથી રાણીને અષ્ટાપદાદિ તીર્થોની યાત્રા કરવા જવાના દોહલા થયા. રાણીના દોહલા પૂરવા માટે રાજા તુરત સમ્મત થયા. અને ઉત્તમ વિમાનમાં રાખીને બેસાડી અષ્ટાપદ પર્વત ઉપર અતિશય સુગંધી ફૂલોથી પ્રભુની પૂજા કરી. પર્વત ઉપરથી ઉતરતાં નીચે વનરાજી સુગંધી હોવા છતાં ચોતરફ અસહ્ય Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦ દુર્ગન્ધ જ આવતી જોઈને રાણીએ રાજાને પુછ્યું કે સુગંધી વનરાજી હોવા છતાં આટલી દુર્ગધ કેમ આવે છે ! રાજાએ કહ્યું કે દૂર કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા મહર્ષિના મલની આ દુર્ગધ છે. રાણી કહે છે કે, જિનેશ્વર ભગવંતોએ જૈનધર્મમાં જે કંઈ કહ્યું છે તે બધું અતિશય સુંદર છે. પરંતુ નિર્દોષ એવા અચિત્ત-પાણીથી પણ મુનિઓને સ્નાનાદિ કરવાની જે છુટ આપી નથી, તે બરાબર નથી. મુનિના શરીરની દુર્ગધ જોઈને રાણીને તે તરફ જુગુપ્સા થઇ અને રાજાને કહેવા લાગી કે, મુનિના શરીરની અચિત્તજલથી પણ શુદ્ધિ કરો. જેથી દુર્ગધ દૂર થાય. રાણીની ઇચ્છાનુસાર કાઉસ્સગધ્યાનસ્થ મુનિના શરીરની અચિત્તજલથી રાજાએ અત્યન્ત શુદ્ધિ કરી અત્યન્ત સુગંધિ દ્રવ્યો વડે મુનિના શરીરે વિલેપન કરી ભાવ અને ભક્તિપૂર્વક પૂજા કરીને અન્ય તીર્થોની યાત્રાએ રાજા-રાણી ગયાં. કેટલાક તીર્થોની યાત્રા કરી ફરીથી રાજા-રાણી આ જ અષ્ટાપદ પર્વત ઉપર જ્યારે આ જગ્યાએ આવ્યાં ત્યારે મુનિ નહીં જોતી રાણી રાજાને પૂછે છે કે, જે મુનિ આ સ્થાને કાઉસ્સગ્નમાં સ્થિર હતા તે કેમ દેખાતા નથી ? રાજાએ કહ્યું કે ચોતરફ કાળા-કાળા ભમરાઓથી વીંટાયેલા, અને તેથી જ ન દેખાતા મુનિ દૂર કાયોત્સર્ગસ્થિત છે. પરંતુ સર્વત્ર ભમરાઓના કારણે તે દેખાતા નથી. આપણે જે સુગંધી દ્રવ્યોથી તેમનું વિલેપન કર્યું તે દ્રવ્યોની સુગંધથી ભમરાઓ વીંટળાઈ વળ્યા છે અને મુનિના શરીરને ચાલણીની જેમ ડેખિત કર્યું છે. રાજા-રાણી ઘણો પસ્તાવો કરવા લાગ્યાં. તેમાં પણ રાણી સવિશેષ પસ્તાવો કરે છે. મેં જે મુનિના ભલા માટે કર્યું તે જ તેમને દુઃખદાયી બન્યું. આવું દુષ્કૃત્ય કરનારી મને ધિક્કાર હોજો. રાજા તુરત મુનિ પાસે જઈ પ્રયત્નવિશેષથી ભમરાને ઉડાડી. જ્યાં મુનિની સેવા કરવા જાય છે. તેટલામાં સમભાવમાં રહેલા તે મુનિ આવા કઠીન ઉપસર્ગને સહન કરતાં ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાન પામ્યા. દેવો ત્યાં આવ્યા. સુગંધી પાણી સહિત ત્યાં સુગંધી ફૂલોની વૃષ્ટિ કરી. અને કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. જયસુર રાજાએ અને શુભમતી રાણીએ પોતાના દોષની વાંરવાર ક્ષમા માગી કેવલીએ ધર્મોપદેશ આપ્યો અને કહ્યું કે જેઓ મુનિના Page #72 -------------------------------------------------------------------------- ________________ મલીન શરીરને જોઈને જિનમત ઉપર દુર્ગછા કરે છે તેઓ સમ્યકત્વવ્રતને દૂષિત કરતા છતા ભવાન્તરમાં દુર્ગછા પામે છે અને જેઓ સંયમ સ્વીકારી પોતાના અંતરંગ મેલનું પ્રક્ષાલન કરે છે તેઓ જ આ સંસારમાં સ્ફટિક જેવા નિર્મળ થાય છે. કેવલીમુનિની આવી ધર્મદેશના સાંભળી પોતાના દોષને વાંરવાર નિંદતાં તે રાજા-રાણી પોતાના ગામમાં ગયાં. ત્યાં જઈ પ્રવ્રજ્યા સ્વીકારી નિર્મળપણે તેનું પાલન કરી સૌધર્મદેવલોકમાં દેવદેવીપણે ઉત્પન્ન થયાં. તે દેવ-દેવીમાંથી દેવીનો જીવ ત્યાંથી ચ્યવીને સુરપુરનગરમાં સિંહરથ રાજાને ત્યાં પુત્રીપણે જન્મ્યો. તે પુત્રી રાજાને અતિશય વહાલી હતી. યુવાવસ્થા પામતાં રાજાએ તે પોતાની પુત્રી મયણાવલીને પોતે વિદ્યાધર હોવા છતાં ભૂમિગત રાજાની સાથે સ્વયવર રચીને પરણાવી. સંસારસુખ અનુભવતાં આ મયણાવલીને ગયા ભવમાં સાધુની કરેલી દુર્ગછાથી બંધાયેલું કર્મ ઉદયમાં આવ્યું. અને સમસ્ત શરીર અસહ્ય દુર્ગધવાળું બન્યું. રાજા મનમાં ઘણો ખેદ પામ્યો અને જંગલમાં એક પ્રાસાદમાં તેને રાખી. તેના રક્ષણ અર્થે પ્રાસાદની ચારે બાજુ કોટવાલો ગોઠવ્યા. મયણાવલી મનમાં વિચારે છે કે સર્વે જીવો કર્મને પરવશ છે. પૂર્વા કર્મો ભોગવવાં જ પડે છે. મારા પણ કર્મોનો જ આ ઉદય છે. એમ વિચારી પોતાના પ્રાસાદમાં ધર્મ આરાધતી રહે છે ત્યાં એક વખતે તેણે મકાનના ઝરૂખામાં પરસ્પર નીચે મુજબ વાર્તાલાપ કરતું પોપટપોપટીનું યુગલ જોયું. તેઓ પરસ્પર જે વાર્તાલાપ કરે છે તે આ મયણાવલી ધ્યાનપૂર્વક સાંભળે છે. પોપટીએ પોપટને કહ્યું કે કંઇક નવી અપૂર્વ વાર્તા કહો. પોપટ કહે કે સાચી બનેલી વાર્તા કહું કે કલ્પેલી વાર્તા કહું ? પોપટી કહે છે કે, જે સાચી બનેલી હોય તે કહો. પોપટ કહે કે સાંભળ. એક જયસુર વિદ્યાધર હતો. તેની શુભમતી ભાર્યા હતી. ઈત્યાદિ યશોમતીની બનેલી કથા પોપટે પોપટીને કહી. જે સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલી મયણાવલી પોતાના પાપને નિંદવા લાગી. પોપટીએ કહ્યું કે તે મયણાવલી હાલ ક્યાં છે? પોપટ કહે તારી સામે જે આ દુર્ગધવાળી સ્ત્રી છે. તે જ આ Page #73 -------------------------------------------------------------------------- ________________ હર મયણાવલી છે. જો સાત-દિવસ સુધી સમ્યક્ત્વમાં નિશ્ચલ થઇને ત્રણ સંધ્યા સુગંધીદ્રવ્યો વડે જિનેશ્વરને આ સ્ત્રી પૂજશે તો તે અવશ્ય દુર્ગંધમાંથી મુક્ત થશે. આ સાંભળીને મયણાવલી ભાવપૂર્વક સુગંધીદ્રવ્યો વડે જિનેશ્વરની પૂજા કરવા લાગી. પરંતુ મનમાં એક સંશય તેણીને છે કે, આ પોપટ મારૂં ચરિત્ર કેવી રીતે જાણે ! કેવલીને પૂછીને વિશેષ નિશ્ચય કરીશ. આરાધના કરતાં સાત-દિવસે પૂર્વકર્મનો ક્ષય થવાથી દુર્ગંધ રહિત થઇ. શરીર અત્યંત સુગંધી બન્યું. વનપાલે રાજાને ખબર આપી. રાજા પણ આનંદિત થયો. છતો તેણીના પ્રાસાદે આવ્યો. ધર્મના પ્રભાવને જાણી આનંદિત થયેલ રાજા રાણીને હાથી ઉપર બેસાડી નગરપ્રવેશ કરાવે છે અને શરીરમાંથી દુર્ગંધ નાશ પામી તેનો મોટો મહોત્સવ કરાવે છે. તે જ વખતે ત્યાં વનપાલે આવીને રાજાને વધામણી આપી કે હે રાજન! તમારા મનોરમ નામના ઉદ્યાનમાં અમૃતતેજ નામના મુનીશ્વરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે સાંભળી રાણીએ (મયણાવલીએ) કહ્યું કે, હે રાજન! મહોત્સવમાં પણ આ મહોત્સવ થયો, આપણે સર્વે કેવલીની વાણી સાંભળવા જઇએ. રાજા પરિવાર સાથે ઉદ્યાનમાં ગયો. કેવલીને નમી વંદીને યોગ્યસ્થાને બેઠો. કેવલીમુનિએ ધર્મદેશના શરૂ કરી. દેશનામાં અવસર આવ્યો ત્યારે મયણાવલીએ કેવલીમુનિને પૂછ્યું કે, હે પ્રભુ ! તે પોપટ કોણ હતો ! કે જેણે દુઃખી એવી મને પ્રતિબોધી. કેવલીમુનિએ કહ્યું કે, હે મયણાવલી! તે પોપટ પૂર્વભવનો તારો પતિ હતો. સૌધર્મદેવલોકમાં તું અને તે પતિ-પત્ની હતાં. તને પ્રતિબોધ કરવા તે દેવ પોપટરૂપે અહિં આવેલો હતો. મયણાવલીએ કેવલીમુનિને ફરીથી પૂછ્યું કે, હે ભગવંત ! તે દેવ તમારી આ સભામાં છે કે નહીં ? ભગવાને કહ્યું કે, આભૂષણસહિત દેદીપ્યમાન રૂપવાળો જે આ તારી આગળ દેવ બેઠેલો છે તે ગયા ભવનો તારો પતિ જ છે અને તે જ પોપટરૂપે તને પ્રતિબોધવા આવ્યો હતો. મયણાવલીએ બે હાથ જોડીને તે દેવને કહ્યું કે, મારા ઉપર તમારો ઘણો ઉપકાર છે. આ ૠણ હું ક્યારે વાળી શકીશ. દેવે કહ્યું કે આજથી સાતમા દિવસે ચ્યવીને હું વિદ્યાધરને ત્યાં પુત્રપણે જન્મીશ. તમારે ત્યારે મને પ્રતિબોધ કરવો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ મયણાવલી કહે મને જો જ્ઞાન થશે તો જરૂર પ્રતિબોધ કરીશ. દેવ ત્યાંથી ઉડીને સ્વસ્થાને ગયો અને મયણાવલી પણ રાજા અને પરિવાર સાથે ઘેર જાય છે. અતિશય નિર્વેદ અને સંવેગના પરિણામવાળી તે રાણી દીક્ષા લેવાની રાજા પાસે સમ્મતિ માગે છે. રાજા મૌન રહે છે. એટલે તે તુરત કેવલી પાસે દીક્ષા સ્વીકારે છે. રાજા પણ કેવલીને અને પછી સાધ્વી થયેલાં મયણાવલીને નમસ્કાર કરી શ્રાવકધર્મ સારી રીતે પાલે છે. અને સાધ્વી પણ વિશિષ્ટ જ્ઞાન-ધ્યાન અને તપની આરાધના વડે કર્મો ખપાવે છે. હવે સૌધર્મ દેવલોકમાં રહેલો દેવ, કે જે મયણાવલીનો પૂર્વભવનો પતિ હતો તે અવીને મયંક નામે વિદ્યાધર થયો. યુવાવસ્થામાં આવેલો તે ફરતો ફરતો પૃથ્વી ઉપર ત્યાં આવે છે કે, જ્યાં આ સાધ્વી પ્રતિમામાં રહીને કર્મોને ખપાવે છે. તે વિદ્યાધર આ સાધ્વીને જોતાં જ તેના ઉપર કામાતુર થયો છતો અનેક રીતે અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કરે છે. તે સર્વ ઉપસર્ગો સામે અચલ રહેવાથી શુકલધ્યાન દ્વારા આ સાધ્વીજી કેવલી થયાં. સાધ્વીજીનો કેવલી મહોત્સવ કરતા દેવોને જોઈને મયંકવિદ્યાધરને આશ્ચર્ય થયું. એટલે કેવલી એવાં સાધ્વીજીએ મયંકને ધર્મોપદેશ આપ્યો. મારા ઉપરનો ગયા ભવનો સ્નેહ ત્યજીને જૈનધર્મ ઉપર સ્નેહ કરો. તમે પ્રતિબોધ કરવાનું મને જે વચન આપેલું તેથી હું તમને આ ધર્મ સ્વીકારવા ઉપદેશ આપું છું. તે સાંભળતાં જ મયંકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પ્રતિબોધ પામ્યો અને સાધ્વીજીને હાથ જોડી ક્ષમા માંગી. તમે મારો બરાબર પ્રત્યુપકાર કર્યો છે, એમ અભિનંદન આપીને તેણે પણ દીક્ષા લીધી. અને ઉત્તમ ધ્યાનપૂર્વક ક્ષપકશ્રેણી માંડી કર્મ ખપાવી મયંક પણ સિદ્ધિપદને વર્યા. આ કથા ઉપરથી શુભમતીએ જેમ મુનિના શરીરની દુર્ગછા કરી . તેથી તેનું સમ્યક્ત મલીન થયું. અને તે દુર્ગધયુક્ત શરીરવાળી બની. તેમ સમજી સાધુ-સાધ્વીજીનાં વસ્ત્ર, પાત્ર અને ગાત્ર મલીન દેખી દુર્ગછા કરવી નહીં. જો કરીએ તો તે દોષ કહેવાય છે. આ પ્રમાણે આ વિતિગિચ્છા નામનો ત્રીજો દોષ સમ્યકત્વ મલીન કરનાર જાણવો. ૨૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ (૪) મિથ્યાષ્ટિની ગુણસ્તુતિઃ મિથ્યાષ્ટિ આત્માઓમાં કદાચ કોઈ સારો ગુણ દેખાય, જેમકે દીન-દુઃખીયાની દયા કરવાનો અનુકંપાનુણ, વિનયગુણ, દાનગુણ, બ્રહ્મચર્યગુણ ઇત્યાદિ જે કોઈ ગુણ દેખાય તે ગુણોની જનતા સમક્ષ જાહેરમાં પ્રશંસા કરવી તે દોષ કહેવાય છે. કારણ કે ગુણો સદા પ્રશંસનીય અવશ્ય છે પરંતુ તે ગુણોનું પાત્ર પ્રશંસનીય નથી. તેમાં “ઉન્માર્ગના પોષણનો” મોટો દોષ છે. જે દોષ બધા ગુણોને ઢાંકી દે છે. ઉન્માર્ગી જીવના ગુણોની પ્રશંસા કરતાં તેણે સ્વીકારેલા ઉન્માર્ગની પુષ્ટિ થાય છે. અને તેથી તે જીવ ઉન્માર્ગમાં જ વિકાસ કરે છે. તેથી તેનો ઉન્માર્ગ ફાલ્યો-ફૂલ્યો થાય છે. માટે મિથ્યામતિના ગુણોની પ્રશંસા કરવી તે સમ્યકત્વને મલીન કરનાર છે. તેથી દોષ કહેવાય છે. અહીં કમલપુર નગરમાં રહેવાવાળા હરિવહન રાજા અને માલતી નામની રાણીના પુત્ર ભીમકુમારનું ઉદાહરણ છે તે ગ્રન્થાન્તરથી જાણી લેવું. ૨૬ (૫) મિથ્યાષ્ટિ પરિચય : મિથ્યાદૃષ્ટિ આત્માઓ જ્યાં વસતા હોય તેના પાડોશમાં વસવાટ કરવો. તેનો વધારે પરિચય રાખવો. તેની સાથે વધારે બેસવું-ઉઠવું હરવું ફરવું. ઈત્યાદિ કરવાથી ગમે તેવા દૃઢ સમ્યકત્વવાળાનું સમ્યકત્વ પણ શિથિલ થઈ જાય છે તો પ્રાથમિક સમ્યકત્વવાળાની વાત તો કરવી જ શું ? ગુજરાતીમાં કહેવત પણ છે કે “જેવો સંગ તેવો રંગ” વારંવાર તે મિથ્યાષ્ટિઓની વાતો સાંભળવાથી, બાહ્ય આચરણ જોવાથી, અને તર્ક પૂર્વકની દલીલોવાળી મિથ્યા ધર્મ-ચર્ચા કરવાથી અનાદિકાળના ગાઢ સંસ્કારવાળું મિથ્યાત્વ જાગૃત થવાથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વ શિથિલ બને છે. અને ક્યારેક ચાલ્યું પણ જાય છે. માટે વધારે પરિચય કરવો તે પાંચમો દોષ જાણવો. અહીં સૌરાષ્ટ્રવાસી એક શ્રાવકની કથા છે. સૌરાષ્ટ્રદેશમાં જિનેશ્વર પરમાત્મા પ્રત્યેની પરમરુચિવાળો અને નવ તત્ત્વાદિનો અભ્યાસી સમ્યગ્દષ્ટિ એક શ્રાવક હતો. દૈવવશાત્ એક વખત દુકાળ પડવાથી તે શ્રાવક બૌદ્ધોના સાર્થની સાથે અવન્તિદેશ તરફ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭પ ગયો. માર્ગમાં બૌદ્ધોએ કહ્યું કે જો તમે અમારો સામાન ઉપાડશો તો તમને ભોજનાદિ અમે આપીશું. અને તમારી બધી દરકાર પણ કરીશું તે શ્રાવક ભૂખના દુઃખવાળો હોવાથી તેણે તે સ્વીકાર્યું. દરરોજ સાથે રહેવાથી, અતિશય પરિચય થવાથી અને પ્રતિદિન બૌદ્ધધર્મની જ વાત સાંભળવાથી તે બૌદ્ધધર્મ પ્રત્યે શ્રદ્ધા-પ્રીતિવાળો થયો. બૌદ્ધોની સતત સમજાવટથી તેનું મન તે ધર્મ ઉપર વિશ્વાસવાળું થયું. જૈનધર્મ ઉપરની પ્રીતિ હૈયામાં ન્યૂન થઈ. સામાન સહિત ચાલતો તે થાકવા લાગ્યો. શારીરિક અતિશય પરિશ્રમથી હવે તે ચાલવા અસમર્થ થયો. અને ભૂમિ ઉપર સૂઈ ગયો. બૌદ્ધોએ તેને લાલ વસ્ત્ર ઓઢાડી આગળ ચાલવા માંડ્યું. ભૂખના દુઃખથી તે મૃત્યુ પામી યક્ષ થયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પાછલો ભવ જોયો. બૌદ્ધ ધર્મના સંસ્કારો પ્રજ્વલિત થયા. અને દૈવિકશક્તિથી બૌદ્ધસાધુઓની મોદકાદિ મિષ્ટાન્નભોજન દ્વારા સેવા કરવા લાગ્યો. તેથી ઘણા લોકો તે ધર્મ તરફ આકર્ષાયા. અને ચારે તરફ બૌદ્ધધર્મની પ્રશંસા થવા લાગી અને વિષયરસિક જીવો જૈનધર્મની નિંદા કરવા લાગ્યા. એક વખત વિદ્યાસિદ્ધ એવા કોઈ સૂરીશ્વરજી વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. જૈનધર્મના રાગી એવા કેટલાક શ્રાવકોએ જૈનધર્મની થતી નિંદા આદિ હકીકત સૂરિજીને જણાવી. સૂરિજી વિદ્યાસિદ્ધ પુરુષ હોવાથી ગીતાર્થ એવા બે મહાત્માઓને બરાબર સમજાવીને ત્યાં બૌદ્ધોના મઠમાં મોકલ્યા. મદમાં મસ્ત એવા બૌદ્ધોએ જૈનમુનિઓને પોતાના મઠમાં સ્થાન આપ્યું. બૌદ્ધમુનિઓ જ્યારે જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે ત્યારે આ યક્ષ પોતે અપ્રગટ રહેતો, પરંતુ મોદકાદિક ભોજનથી ભરેલો તેનો માત્ર હાથ જ લોકો દેખી શકતા. તે હાથ જ બૌદ્ધમુનિઓને મોદકાદિ આપતો. આજે જ્યારે તે હાથ મોદકાદિ આપીને પાછો ફરે છે ત્યાં જ તે બન્ને જૈનમહાત્માઓએ તે હાથને વિદ્યાસિદ્ધિ દ્વારા પકડ્યો અને કહ્યું કે મોક્ષમાર્ગના પાથેયતુલ્ય નમસ્કાર મહામંત્રને તું યાદ કર. એમ કહીને ગુરુજીએ કહેલી અવ્યક્ત વાણી સંભળાવી. તે સાંભળતાં જ યક્ષ પ્રતિબોધ પામ્યો અને મનમાં વિચારવા લાગ્યો, તે મને ધિક્કાર હોજો કે જે હું જૈનશાસનનો જાણકાર હોવા છતાં પણ મિથ્યાદૃષ્ટિ સાધુઓના પરિચયથી Page #77 -------------------------------------------------------------------------- ________________ અન્ય ધર્મ ઉપર મોહબ્ધ બન્યો. મિથ્યાત્વીઓનો પરિચય જ મને પતનનું કારણ બન્યો. જાગૃત થયેલો તે યક્ષ બૌદ્ધધર્મના ઉપાસક સર્વે સ્ત્રીપુરુષને જોરશોરથી કહેવા લાગ્યો અને સમજાવવા લાગ્યો કે શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન જ તથ્થરૂપ (સાચું) છે. બાકીના સર્વે ધર્મો મિથ્યાસ્વરૂપ છે. તેથી મિથ્યાત્વનો ત્યાગ કરી પરમ કલ્યાણકારી જૈનધર્મનો તમે સ્વીકાર કરો. ઈત્યાદિ ઘોષણા કરી, સૂરિજી પાસે જઈ પોતાના કરેલા અતિચારજન્ય પાપની આલોચના કરી જૈનશાસનની પ્રભાવના કરીને તે યક્ષ પોતાના સ્થાને ગયો. આ યક્ષને મિથ્યાષ્ટિઓના પરિચયથી જેમ સમ્યકત્વ કલંકિત થયું. તેમ જે જે જીવો મિથ્યાષ્ટિઓનો પરિચય કરે તેનું સમ્યકત્વ દૂષિત થાય છે. માટે મિથ્યાષ્ટિઓનો પરિચય તે દોષ કહેવાય છે. સમ્યકત્વના આ અન્તિમ ત્રણે દોષોનાં લક્ષણો શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યાં છે. विचिगिच्छा सफलं पइ, संदेहो मुणिजणम्मि उ दुगंछा । ગુખત્તિ પસંસા, પરિવરVાં તુ સંથવU NI . . ૩૦ | - આ પાંચે દોષો સમ્યકત્વને શિથીલ કરનાર છે મલીન કરનાર છે. જૈનશાસ્ત્રોનાં રહસ્યો જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કદાચ ન પણ સમજાય તો પણ શંકાદિ કરવી તે ઉચિત નથી. તથા સમજવા માટે ગુરુ આદિ પાસે શંકા કરવામાં આવે તો તે દોષ રૂપ નથી. પરંતુ કેવલીભાષિત નરક-સ્વર્ગ-નિગોદ અને મોક્ષ આદિ તત્ત્વો પ્રત્યક્ષ ન દેખવાથી શું આ વાત સાચી હશે કે મિથ્યા હશે ? એવી શંકા થાય તે દોષરૂપ છે. તથા અનાદિ મિથ્યાત્વી જીવને ચરમાવર્તમાં આવતાં બાલજીવ તરીકે ચારી સંજીવની ન્યાયે કોઇ પણ પ્રકારના દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવાનું પણ જણાવ્યું છે. તેને “પૂર્વસેવા” યોગદષ્ટિસમુચ્ચયમાં કહી છે. તે કાલે, ચરમાવર્તના પ્રારંભ કાળમાં આ જીવ ધર્મરહિત હોવાથી કોઈ પણ પ્રકારના ધર્મની “ધર્મસંજ્ઞા” જીવમાં જો પ્રવેશતી હોય તો તે સંજ્ઞા કાલાન્તરે ઉપકાર કરનારી બનશે. એમ સમજીને આ “પૂર્વસેવા” પણ કર્તવ્ય તરીકે કહી છે. પરંતુ સમ્યકત્વાદિ ગુણસ્થાનક પામેલા આત્માઓને યથાર્થ ધર્મમાર્ગમાં વિકાસ થયેલો હોવાથી હવે ત્યાંથી પતન ન થઈ જાય તેટલા Page #78 -------------------------------------------------------------------------- ________________ માટે અન્યધર્મની ઇચ્છા કરવી તે દૂષણ રૂપ છે. ધર્મના આચારપાલનના ફળને વિષે પૂર્ણપણે વિશ્વાસ જો ન રાખવામાં આવે તો દઢતાપૂર્વક પાલન જ ન થાય, માટે ફળમાં સંદેહ રાખવો તે દોષ છે. તથા બાલદીક્ષા, લાંબી તપશ્ચર્યા, વધારે મૂર્તિમંદિરો બનાવવાની પ્રથા, કેટલાક કડક આચારો, તથા સકારણ ચાલતા મતભેદો ઇત્યાદિ જોઇને પણ શાસન તરફ અણગમો હૈયામાં લાવવો તે પણ ત્રીજો દોષ છે. માત્ર જૈન શાસનમાં જન્મેલા હોય, બાહ્ય રીતે જૈનધર્મ પાલતા હોય પરંતુ જૈનશાસનની મર્યાદા વિરુદ્ધ પ્રવચન-પ્રચાર-અને પ્રવર્તન કરતા હોય, સર્વથા અનુચિત શિથિલાચાર હોય જેનાથી અનેક લોકો ધર્મથી વિમુખ બને તેમ હોય, તેવા જીવો પ્રત્યે ભાવકરૂણા સહિત જે અણગમો કરવો અથવા સામનો કરવો તે વિતિગિચ્છા દોષ ગણાતો નથી. મિથ્યાત્વીઓની પ્રશંસા અને પરિચય શરમાવર્તી જીવોને, અપુનબંધકજીવોને અને માર્ગાનુસારી જીવોને સમ્યકત્વપ્રાપ્તિમાં બાધા ઉપજાવનાર છે. સમ્યકત્વ પામેલા જીવોને પણ લલચાવનાર છે. તે તરફ આકર્ષવા દ્વારા કાલાન્તરે શિથિલ કરનાર છે. માટે શાસ્ત્રમાં તે બન્ને દોષરૂપે જણાવ્યા છે. પરંતુ ગીતાર્થ, ગંભીર, અને વિચક્ષણાદિ ગુણોપેત દઢ સમ્યકત્વી મહાત્માઓ ત્યાં જઈને જૈનશાસનની પ્રભાવના કરવાની શક્તિ ધરાવતા હોય તેવા આત્માઓને આ દોષ રૂપ નથી. લાભાલાભને સમજનારા, ત્યાં જઈને પણ પ્રભાવ પાડનારા અને અધર્મીને પણ ધર્મી બનાવનારા મહાત્માઓને આ આચરણા દોષ રૂપ નથી આવા મર્મને નહી સમજનારા કેટલાક લોકો જૈનોની નિંદા કરતા પણ દેખાય છે કે જેનો ધર્માન્ય છે. એકલપેટા છે. બીજાના ગુણોના અસહિષ્ણુ છે. પોતાના ધર્મના કદાગ્રહી છે. પોતાના અનુયાયી વર્ગને બીજા સ્થાને જતો અટકાવી વાડાબંધી કરનારી છે. બીજાના મંદિરોમાં જવાનો અને અન્ય દેવોને નમવાનો નિષેધ કરનારા છે. પોતાના અનુયાયી વર્ગને પકડી રાખનારા સંકુચિત મનોવૃત્તિવાળા છે ઇત્યાદિ જે કંઈ કહેવામાં આવે છે તે વાસ્તવિક તત્ત્વને નહીં સમજવાથી બોલાય છે. જ્યાં સુધી પતનના ભયો હોય છે ત્યાં સુધી બધાં જ બંધનો તે જીવને વાસ્તવિકપણે ઉપકાર કરનારા જ હોય છે અને નિર્ભય થયા પછી કોઇ બંધન બંધનરૂપે હોતાં નથી. ૨૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ છે. ઢાળ છઠ્ઠી અધિકાર છઠ્ઠો સમ્યક્ત્વગુણ યુક્ત આઠ જાતના જૈનશાસનના પ્રભાવક. આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી રિ જાણ, વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લહે ગુણ ખાણ, ધન ધન શાસનમંડન મુનિવરા. ૨૮ ધર્મકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ, નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હૃદય સંદેહ. ધન ધન૦ ૨૯ વાદી ત્રીજો રે તર્ક નિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ, રાજદ્વારે રેજય કમલા વરે, ગાજીંતો જિમ મેહ. ધન ધન૦ ૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પર મત જીપણ કાજ, તેહ નિમિત્તી રે ચોથો જાણીએ, શ્રી જિનશાસન રાજ. ધન ધન૦ ૩૧ તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ, આશ્રવ લોપે રે, નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન ધન૦ ૩૨ છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણો બલી, જિમ શ્રી વયર મુણિંદ, સિદ્ધ સાતમો રે અંજનયોગથી, જિમ કાલિક મુનિ ચંદ. ધન ધન૦૩૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ કાવ્ય સુધા રસ મધુર અર્થ ભર્યા, ધર્મ હેતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા સીઝ, અટ્ટમ વર કવિ તેહ. ધન ધન) ૩૪ જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક, જાત્ર પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક. ધન ધન) ૩૫ ગાથાર્થ : જૈન શાસનમાં શાસનની પ્રભાવના કરનારા પ્રભાવક પુરુષો આદ કહ્યા છે. તે આઠમાં પહેલા “પ્રવચનિક” પ્રભાવક જાણવા. જ્યારે જ્યારે જે જે કાળમાં જૈનશાસ્ત્રો-આગમો વગેરે જૈન સાહિત્ય જેટલું લભ્ય હોય તે તે સૂત્રોના તથા તેના અર્થના પારગામી હોય અને બીજાને સારી રીતે સમજાવી શકે તેવા તથા ગુણોથી ભરપૂર હોય એવા ગુણી-જ્ઞાનીને “પ્રવચનિક” નામે પ્રથમ પ્રભાવક કહેવાય છે. એવી રીતે શાસનની પ્રભાવના કરનારા, શાસનના શણગાર રૂપ જે જે મુનિવરો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ૨૮ પોતાની ઉત્તમ ધર્મદેશના દ્વારા જે લોકોના મનને રંજિત કરે. અને લોકોના હૃદયના સંદેહોને ભાંગે તે નંદિષેણ મુનિની જેમ “ધર્મકથી” નામના બીજા પ્રભાવક જાણવા. ૨૯ ન્યાયશાસ્ત્રાદિ ભણવાના કારણે તર્કવાદમાં જેણે નિપુણતા પ્રાપ્ત કરી છે તે આકાશમાં જેમ મેઘ ગર્જના કરે તેમ રાજસભામાં ગર્જના કરીને (પ્રતિવાદીઓને જિતને) મલવાદીની જેમ વિજયલક્ષ્મીને જે વરે તે “વાદી” નામના ત્રીજા પ્રભાવક જાણવા. ૩૦ બીજા ધર્મવાળાઓને માત્ર જિતવા માટે જે નિમિત્તો કહે તે ભદ્રબાહુસ્વામીની જેમ “નૈમિત્તિક” નામના ચોથા પ્રભાવક જાણવા કે જે જૈનશાસનમાં રાજાતુલ્ય હોય છે. ૩૧ જે તપગુણથી દીપી ઉઠે, ધર્મના પાયા ઉંડા રોપે, જિનેશ્વરની આજ્ઞાને જે લોપે નહીં, આશ્રવને અટકાવે, જે ક્યારેય ગુસ્સે ન થાય, તે “તપસ્વી” નામના પાંચમા પ્રભાવક જાણવા. ૩૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા અને મંત્રશક્તિમાં જે બલવાનું હોય તે વજમુનિની પેઠે છઠ્ઠી “વિદ્યાબલી” નામના પ્રભાવક જાણવા તથા ચૂર્ણ અને અંજન યોગાદિની શક્તિથી બલવાન હોય તે શ્રીકાલિકાચાર્યની પેઠે “સિદ્ધ” નામના સાતમા પ્રભાવક જાણવા. ૩૩. માત્ર ધર્મના જ કાર્ય માટે સિદ્ધસેન દિવાકરજીની જેમ અમૃતના રસ જેવા મધુર અર્થોથી ભરેલાં કાવ્યો રચીને રાજાને રીઝવે તે છેલ્લા આઠમા ઉત્તમ “કવિ” નામના પ્રભાવક જાણવા ૩૪. જે કાળે આવા પ્રભાવક પુરુષો ન પાકતા હોય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક અનેક પ્રકારે જે યાત્રા અને પૂજાદિ ધર્માનુષ્ઠાન કરે, કરાવે, જૈનાગમો લખે-લખાવે, અને પ્રસારિત કરે તે પણ છેવટે પ્રભાવક ગણાય છે. ૩૫. શાસ્ત્રમાં કહ્યું છે કેसम्मइंसणजुत्तो, सइ सामत्थे पभावगो होइ । સો પુન રૂસ્થ વિસો, નિદિો દ્રા કુત્તે સ. સ. ૩૨ पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । વિના સિદ્ધો ય વી, ગદ્દેવ માવા મળ્યા .. રૂચા વિવેચન : અતિચારાદિ દોષોથી રહિત નિર્મળ સમ્યકત્વગુણથી જે સહિત છે. તેવા મહાત્મા પુરુષો પોતાની ભિન્ન ભિન્ન જાતની શક્તિ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા જયારે બને છે ત્યારે તેઓને પ્રભાવક કહેવાય છે. આવા પ્રભાવક અનેક રીતે થાય છે. તેમાં આ આઠ મુખ્યપણે કહ્યા છે. આઠે પ્રભાવકમાં જે એક-એક દૃષ્ટાંત કહ્યાં છે તેમાં પણ ઉપલક્ષણથી અનેક નામો જાણવાં. પોતાની કોઈ પ્રકારની વિશિષ્ટ શક્તિ વડે જે જૈનશાસનની શોભા વધારે, બીજા લોકો પણ જૈનશાસન પામે એવાં કાર્યો કરે તે પ્રભાવક કહેવાય છે. તેના આઠ ભેદ છે. (૧) પ્રાવચનિક પ્રભાવક : જે જે કાળે જેટલું જેટલું જૈન સાહિત્ય વિદ્યમાન હોય, તેના અર્થોના જે જ્ઞાની હોય, જિનેશ્વર Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પરમાત્માની આજ્ઞાપાલનના જે પરમરાગી હોય, વિવિધ ગુણોના ભંડાર હોય, સ્યાદ્વાદ શૈલિથી પોતે અર્થોના પારગામી હોય અને શ્રોતાજનને ઘણી જ મધુરી શૈલિથી શાસ્ત્રજ્ઞાન આપી શક્તા હોય તેવા જે કુશલવક્તા તે ખાવચનિકપ્રભાવક કહેવાય છે. હ્યું છે કે – कालोचियसुत्तधरो, पावयणी तित्थवाहगो सूरी । પકવોદિયમવ્યનો, થર્મદ દક્કિો . સ. સ. રૂરૂપ ધર્મકથી પ્રભાવક : ધર્મનો ઉપદેશ આપવાની કોઈ, અપૂર્વ શક્તિ ધરાવનાર કે જે ધર્મકથા દ્વારા મિથ્યાત્વાદિ દોષોરૂપી નિદ્રામાંથી ભવ્યજીવોને પ્રતિબોધિત કરવામાં સૂર્યસમાન છે તે ધર્મસ્થી નામના બીજા પ્રભાવક જાણવા. આ પ્રાવચનિક અને ધર્મકથી એમ બન્ને પ્રભાવક ઉપર શ્રી સ્વામીનું ઉદાહરણ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે અવન્તિ નામની નગરીમાં ધનગિરિ નામના એક શ્રેષ્ઠીપુત્ર હતા. જૈનધર્મના પરમરાગી હોવાથી યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં દીક્ષાના પૂર્ણ અભિલાષી હતા. તે જ ગામમાં ધનપાલશ્રેષ્ઠીને સુનન્દા નામની યુવાવસ્થાને પામેલી એક પુત્રી હતી. તેના ભાઈએ દીક્ષા ગ્રહણ કરેલી હતી. તે સુનંદા ધનગિરિ ઉપર અતિશય રાગવાળી હતી. ધનગિરિની ઈચ્છા દીક્ષા ગ્રહણ કરવાની હોવા છતાં વડીલોના આગ્રહથી અને સુનંદાનો ધનગિરિ ઉપર ઘણો રાગ હોવાથી આ બન્નેનાં લગ્ન થયાં. કેટલાક કાળે સુનંદા સગર્ભા થયાં. ધનગિરિએ દીક્ષા-ગ્રહણની ઇચ્છા વ્યક્ત કરી. સુનંદાની સમ્મતિ ન હોવા છતાં પુત્ર જન્મ પહેલાં જ ધનગિરિએ દીક્ષા લીધી. ગર્ભકાલ પૂર્ણ થયે છતે સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. સુનંદાની સખીઓ પરસ્પર વાર્તાલાપ કરે છે કે , જો આ બાલકના પિતાએ દીક્ષા લીધી ન હોત તો તે મોટો જન્મમહોત્સવ કરતા. આ વાર્તાલાપ સાંભળવાથી બાલક જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને પૂર્વભવની ધર્મ-આરાધનાના સંસ્કારથી દીક્ષાના વિચારવાળો બન્યો. માતાને દુઃખ આપવું તે વ્યવહારથી ઉચિત ન હોવા છતાં માતાનો મોહ ઘટાડવા જન્મના દિવસથી જ આ બાળકે રડવાનું શરૂ કર્યું. તેના કારણે માતા ખાવા-પીવા-હરવા-ફરવા અને નિદ્રા આદિ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સર્વ કાર્યોમાં દુઃખી દુઃખી થઈ. પુત્ર ઉપર ઉદ્વેગવાળી થઈ. એમ છ મહીના ગયા. તે સમયે આચાર્ય શ્રી સિંહગિરિસૂરિ ત્યાં પધાર્યા. મુનિ તેમના શિષ્યો (૧) ધનગિરિ અને (૨) આર્યસમિત આ બન્ને મુનિ ગોચરી જવા માટે તૈયાર થયા. ગુરુજીએ જ્ઞાનબલે નિમિત્ત જોઈને હ્યું કે, આજે સચિત્ત અથવા અચિત્ત જે મળે તે લાવજો. આ બન્ને મુનિઓ આહાર ગ્રહણ માટે ફરતા ફરતા અનાયાસે સુનંદાને ઘેર પધાર્યા. સુનંદાએ ધનગિરિને હ્યું કે, આ તમારા પુત્રને લઈ જાઓ. હું બહુ જ કંટાળી ગઈ છું. ધનગિરિએ હ્યું કે, ઉતાવળ ન કર, પાછળથી તે પસ્તાવો કરીશ. એમ સમજાવવા છતાં તે પોતાના આગ્રહથી વિરામ ન પામી. ત્યારે ત્યાં રહેનારા તથા ઉભેલા કેટલાક માણસોને સાક્ષી રાખીને તેણીએ આપેલો તે બાળક પોતે ગ્રહણ કર્યો. જેવો તે બાળક મુનિની પાસે આવ્યો તેવો તુરત રડતો બંધ થઈ ગયો. મુનિ બાળકને લઈને ગુરુજીની પાસે આવ્યા. ગુરુજીએ આ બાળક ભવિષ્યમાં પ્રવચનનો મહાજ્ઞાની થશે. એમ સમજીને તેના પાલન અને રક્ષણ માટે તપોધન એવાં સાધ્વી દ્વારા ઉપાશ્રયની શય્યાતર બહેનોને આપ્યો. તે બહેનો પણ પોતાના બાળકની જેમ આ બાલકનું સ્તનપાન તથા અચિત્ત પાણી આદિ વડે સ્નાનાદિ કરાવવા દ્વારા પાલન-પોષણ કરવા લાગી. ગુરુજીએ પણ યોગ્ય ભલામણ કરી ત્યાંથી વિહાર કર્યો. ત્રણ વર્ષ પછી વિહાર કરતા કરતા ધનગિરિજી ફરી ત્યાં પધાર્યા. આ બાલકના માલિકી હક્ક માટે સુનંદાએ ઘણો ક્લેશ કર્યો. અને આ ફરીયાદ રાજા સમક્ષ ગઈ. રાજાએ ન્યાય આપ્યો કે, ભરપૂર ભરેલી રાજસભામાં તમે બન્ને વારફરતી આ બાળકને આકર્ષવા યોગ્ય ઉપાયો કરજો. બાળક જેના તરફ જવા રાજી હશે તેને અમે આપીશું. ફક્ત શરત એટલી કે પ્રથમ સુનંદા ઉપાય અજમાવે. માતા બાળકને આકર્ષવા રમકડાં અને મોદકાદિ વિવિધ ભોજન લાવી પણ બાળક આકર્ષાયો નહીં. મુનિએ માત્ર સંયમના સાધનભૂત રજોહરણ જ બતાવ્યું. બાળક તે રજોહરણને તુરત સ્વીકારીને મુનિ Page #84 -------------------------------------------------------------------------- ________________ પાસે ચાલ્યો ગયો. સંઘ ઘણો આનંદ પામ્યો. સુનંદા પણ ખેદવાળી થઈ છતી વૈરાગ્ય પામી દીક્ષિત થઈ. ધનગિરિજીએ પણ આ બાળક નાનો હોવાથી તેના પાલન-પોષણ માટે સાધ્વીજીના ઉપાશ્રયે રાખ્યો. ત્યાંની બહેનો તેની સારસંભાળ રાખે છે. સાધ્વીજીઓ જે જે આગમો ભણે છે તે તે આગમો સાંભળીને આ બાળક અગિયાર અંગનો જાણકાર બન્યો. તે બાળક બાલ્યવયથી જ વજૂરત્નની જેમ અતિશય ભારવાળો હોવાથી ગુરુજીએ તેનું નામ “વજૂ” રાખ્યું. અનુક્રમે તે વજૂ આઠ વર્ષનો થયો, ત્યારે ગુરુજીએ તેને દીક્ષા આપી પોતાની પાસે રાખ્યો. ધીરે ધીરે આ વજૂસ્વામી મોટા થયા. એક વખત અવન્તિ દેશમાં આવ્યા ત્યારે તેમના પૂર્વભવના મિત્રો અને હાલ તિર્યજભકદેવ તરીકે રહેલા દેવોએ તેમના ચારિત્રની વિવિધ રીતે પરીક્ષા કરી. સ્થિર પરિણામી અને નિર્દોષ ચારિત્રવાળા વજૂસ્વામીને જોઇને એક બહુરૂપ કરવાની વિદ્યા અને બીજી માનુષોત્તર પર્વત સુધી જવા-આવવાની આકાશગામિની વિદ્યા આપી. સાધ્વીજી મહારાજશ્રી વડે ભણાતું અંગાદિનું શ્રુત સાંભળીને અંગોના જાણકાર તો હતા જ. પરંતુ પદાનુસારિણીલબ્ધિ વડે વધારે વધારે શ્રુતજ્ઞાન પામ્યા. પરંતુ પોતાને બધું જ આવડે છે તે વાત તેઓ કોઈને જણાવા દેતા નહીં. ભણવા માટે ગુરુ વડે વારંવાર પ્રેરણા કરાતાં આળસુ પુરુષ જેમ કંઈક પ્રયત્ન કરે તેમ યત્કિંચિત્ પ્રયત્ન કરતા. કેટલોક કાળ ગયો. એક વખત દિવસના મધ્યભાગે ભણનારા સાધુઓ બહાર ગયા હતા અને ગુરુજી શરીરચિંતાર્થે બહાર ગયા હતા ત્યારે એકાકી એવા વજૂસ્વામી સાધુઓનાં ઉપકરણોના વીંટાને મંડલી આકારે મૂકીને (જાણે આ બધા સાધુ જ બેઠેલા છે એમ મનમાં માનીને) ગંભીર ધ્વનિથી સુંદર રીતે વાચના કરવા લાગ્યા. શરીર ચિંતાનું કાર્ય પતાવી આવીને બારણે ઉભેલા ગુરુજીએ દેશના આપતા વજૂસ્વામીને જોયા. તેઓની અપૂર્વ શક્તિ જોઈને શ્રી સિંહગિરિજીએ વજૂસ્વામીની શક્તિનું ઇતર સાધુઓને ભાન કરાવવા વિહાર કરવાનું જાહેર કર્યું. તે વખતે બધા સાધુઓ કહેવા લાગ્યા કે Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ તમાં વિહાર કરશો તો અમોને વાચના કોણ આપશે. ત્યારે ગુરુજીએ “વજૂસ્વામી તમને વાચના આપશે” એમ કહી વિહાર કર્યો. ગુરુની આજ્ઞાથી શ્રી વજૂસ્વામીએ મધુરધ્વનિથી એવી વાચના આપી કે વાચના લેનાર સર્વે સાધુઓ ઘણોજ સંતોષ પામ્યા મંદબુદ્ધિવાળા સાધુ પણ અલ્પકાળમાં કઠીન અધ્યયન પણ અનાયાસે પૂર્ણ કરનારા થયા. કાળાન્તરે ગુરુજી ત્યાં પધાર્યા. વાચનાના સંતોષથી પ્રસન્ન મુદ્રાવાળા શિષ્યોને જોઈને ગુરુજી આનંદિત થયા. ત્યાંથી વિહાર કરીને શ્રી સિંહગિરિસૂરિજી દિશપુરનગરમાં આવ્યા. એ અવસરે ઉજ્જૈણી નગરીમાં દશપૂર્વધારી શ્રી ભદ્રગુપ્તસૂરિજી વૃદ્ધવાસે રહ્યા હતા. તેઓને એવું સ્વપ્ન આવ્યું કે મારે ત્યાં કોઈ અતિથિ આવ્યા. અને મારા પાત્રમાંથી સઘળું દૂધ પી ગયા. તે સ્વપ્ન સાધુઓને કહ્યું. સાધુઓ પણ હર્ષિત થયા છતા અતિથિસાધુની ગવેષણા કરતા રહ્યા. તે જ વખતે શ્રી સંઘે વજૂસ્વામીને દશપૂર્વના અભ્યાસ માટે ઉજ્જૈણીનગરી તરફ શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસે મોકલ્યા. તેઓને આવેલા જોઈ સર્વે અતિશય હર્ષિત થયા. શ્રી ભદ્રગુપ્તસૂરિજી પાસે વિનયથી વિનીત એવા વજસ્વામી દશપૂર્વ ભણ્યા. ત્યારબાદ દશપુર નગરમાં આવ્યા. શ્રી સિંહગિરિસૂરિજી હવે વજસ્વામીને સર્વ દ્રવ્ય પર્યાયની અનુજ્ઞા સ્વરૂપ આચાર્ય પદવી આપવાના મનોરથવાળા છે. તે સમયે વજૂસ્વામીના મિત્ર તિર્યજjભકદેવો વજૂસ્વામીની આચાર્ય પદવીના પ્રસંગે દશપુરનગરને અતિશય શોભાયમાન કરીને પદવી મહોત્સવમાં પૂર્ણ સાથ-સહકાર આપવા લાગ્યા. વજૂસ્વામીને આચાર્ય પદવી આપ્યા પછી શ્રી સિંહગિરિસૂરીજી અણસણ કરી કાલધર્મ પામી મહર્બિકદેવ થયા. વજૂસ્વામી પણ પાંચસો સાધુઓ સાથે શારીરિક રૂપ, પ્રભાવ, તેજ, અને વાચનાદિ ગુણો વડે સભાજનોને પ્રમોદિત કરતા છતા પૃથ્વીતલ ઉપર વિચરવા લાગ્યા. એ વખતે કુસુમપુરનગરમાં ધન નામનો શ્રેષ્ઠી અને મનોજ્ઞા નામની તેની પત્ની રહેતાં હતાં, તેઓને અતિશય રૂપવાળી રૂકમણી નામની એક પુત્રી હતી. સાધ્વીજી મહારાજ પાસે વજૂસ્વામીના ગુણોની Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અતિશય પ્રશંસા સંભળીને લોકો વડે રોકવા છતાં તેણીએ વજૂસ્વામીની સાથે જ વિવાહ કરવાની પ્રતિજ્ઞા મનમાં કરી. મુનિશ્રી પણ પૃથ્વીતલ ઉપર વિચરતા વિચરતા સ્વાભાવિક રીતે કુસુમપુરનગરમાં આવ્યા. રૂકમણીએ વજૂસ્વામીનું આગમન સાંભળી માતા-પિતા-ભાઈ વગેરે સ્વજન વર્ગને પોતાનો અભિપ્રાય કહ્યો. તેઓ પોતે અન્તરથી આ વાત ન ઇચ્છતા હોવા છતાં રૂકમણીના મનના સંતોષ ખાતર વિવિધ કરીયાવર સાથે લઈને જયાં વજૂસ્વામી સમોસર્યા હતા ત્યાં ગયા. પોતાના અતિશય રૂપને જોઈને સ્ત્રીઓ ક્ષોભ ન પામે એટલે વજૂસ્વામીએ પહેલાં કુત્સિત રૂપ ધારણ કર્યું. અને ઉત્તમ દેશના આપી. તેમની અમૃત રસતુલ્ય મધુર દેશના સાંભળી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે વજૂસ્વામીની જેવી મીંઠી વાણી છે તેવું જ જો ઉત્તમ રૂપ હોત તો સોનામાં સુગંધ જેવું કેવું સુંદર થાત. લોકોનો આવો અભિપ્રાય જાણીને શ્રી વજૂસ્વામીએ સૂર્યની જેવું તેજપુંજમય સુંદર રૂપ બનાવ્યું. તે. જોઈને લોકો વિસ્મય પામ્યા. ગુરુજીએ આ તો વિદ્યાનો પ્રભાવ છે. આમાં શું આશ્ચર્ય પામવા જેવું છે! એમ કહી ઉત્તમ વૈરાગ્યવાહિની દેશના આપી. તે જ અવસરે ધનશ્રેષ્ઠીએ પોતાની પુત્રી રુક્મણીના મનની તેઓની સાથેના લગ્નની વાત મૂકી. સંસારવાસથી તદન નિઃસ્પૃહ શ્રી વજૂસ્વામીએ વધારે જોશીલી શૈલિમાં તીવ્રવૈરાગ્ય-વાહિની દેશના આપી અને સ્પષ્ટ કહ્યું કે, જો મારા વિષે જ અભિલાષા હોય તો આવો સાંસારિક મોહ ત્યજીને સર્વવિરતિધર્મ સ્વીકારો અને આત્મકલ્યાણ સાધો. તેમની દેશનાથી પ્રતિબોધ પામેલી રુકમણીએ દીક્ષા લીધી. આવી અમોઘ દેશનાશક્તિ તેઓની હતી તેથી તેઓ પ્રાવચનિકપ્રભાવક અને ધર્મકથી પ્રભાવક કહેવાયા. એક વખત વજૂસ્વામી પૂર્વદિશાના દેશમાંથી ઉત્તર દિશાના દેશોમાં વિચરતા હતા. ત્યાં ભયંકર દુકાળ પડ્યો. સુધાદિથી પીડાતા સંઘને જોઈને સંઘની વિનંતિથી એક મોટા પટ (વસ્ત્ર) ઉપર સંઘને બેસાડીને આકાશમાર્ગે ચાલતા સુકાળવાળી મહાપુરી નામની નગરીમાં આવ્યા. ત્યાં રાજા બૌદ્ધધર્મી હતો, તથા ગામમાં પણ બૌદ્ધલોકોનું વધારે Page #87 -------------------------------------------------------------------------- ________________ જોર હતું. તેથી જૈન લોકોનો તેઓ ઘણો જ પરાભવ કરતા. એક વખત સંવચ્છરીપર્વ પ્રસંગે રાજાને ગમે તેમ સમજાવીને જૈનોને કોઈ પુષ્પો આપે જ નહીં તેવો બૃહ ગોઠવ્યો. ઉદાસ થયેલો જૈનસંઘ વજૂસ્વામીને કહેવા લાગ્યો કે તમે વિદ્યાસંપન્ન હોવા છતાં પણ જૈનોનો આવો પરાભવ થાય તે કેમ ઉચિત કહેવાય? તેથી સંઘનો પરાભવ ટાળવા માટે, રાજાને જૈનધર્મી બનાવવા માટે અને જૈનધર્મનો પ્રભાવ વધારવા માટે શ્રી વજૂસ્વામિજીએ કહ્યું કે, તમે ખેદ ન કરશો. હું તમારા મનોરથો પૂરીશ. એમ કહી શ્રી વજૂસ્વામીજી વિદ્યાના બળે આકાશમાં ઉડીને રેવા નદીના કાંઠે માહેશ્વરીનગરીના ઉદ્યાનમાં ઉતર્યા. ત્યાં પોતાના પિતાના મિત્ર તડિત્ નામના માલીને બોલાવીને અમારે પુષ્પોનું પ્રયોજન છે તું તૈયાર કરી રાખ. હું આગળ જઈને આવું છું. એમ કહીને આકાશમાર્ગે ઉડીને લઘુહિમવંત પર્વત ઉપર પધસરોવરમાં શ્રીદેવી પાસે ગયા. ત્યાંથી શ્રીદેવી પાસેથી એક હજાર પાંખડીઓવાળા અને અતિશય સુગંધના કારણે ભમરાઓના ગુંજારવથી ગુંજતા કમલને લાવી, માલી પાસેથી અત્યંત સુગંધી પુષ્પો લઈ વિદ્યા દ્વારા સુંદર રીતે વાગતી ઘંટડીઓવાળુ અને શ્વેત ધ્વજ પટવાળું વિમાન બનાવી તેમાં બેસી, સ્મરણ માત્રથી હાજર થયેલા પોતાના મિત્ર તિર્યાં ભક દેવો વડે ઉત્તમ દૈવિક ગાયનો અને નૃત્યો કરાતે છતે તે જ દિવસે તે જ મહાપુરીનગરીમાં વિમાન દ્વારા આકાશમાર્ગે આવ્યા. તે દેવવિમાન જોઇને બૌદ્ધ સાધુઓ અને બૌદ્ધધર્મના ઉપાસકો અત્યંત ખુશ થયા અને કહેવા લાગ્યા કે દેખો, દેખો, બૌદ્ધ શાસનનો કેવો પ્રભાવ છે ! કે સાક્ષાત્ દેવો બૌદ્ધમંદિરે આવે છે. પરંતુ આ વિમાન બૌદ્ધમંદિરને છોડીને જૈનમંદિર તરફ જાય છે. ત્યાં ઉતરે છે અને દેવ-દેવીઓ વિશિષ્ઠ સર્વનગરજનોને આંજી નાખે તેવો મહાન મહોત્સવ કરે છે. તે જોઈને રાજા પણ પરિવાર સાથે ત્યાં આવે છે. જૈનધર્મનો પ્રભાવ જોઈ હૃદયમાં ચકિત થઈ બૌદ્ધધર્મ છોડી જૈનધર્મી બને છે. તે વખતે શ્રી વજૂસ્વામીજી એવી ભવ્ય ધર્મદેશના આપે છે કે રાજા તથા બીજા પણ ઘણા લોકો જૈનધર્મને સ્વીકારનારા બન્યા. આવા પ્રવચનના અભ્યાસમાં અને ધર્મકથા કહેવામાં આ ગુરુજી પ્રભાવક હતા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૭ એક વખત દક્ષિણ દેશમાં વિચરતા શ્રી વજ્રસ્વામીને માથાની પીડા થયે છતે ગીતાર્થોએ એક શુંઠનો ટુકડો ભોજન પછી લેવા માટે આપ્યો.. તેઓએ તે ટુકડો ભોજન સમાપ્ત થયે લઈ શકાય, ભૂલી ન જવાય એટલે કાનની ઉપર ભરાવ્યો. પ્રમાદવશાત્ તે ટુકડો ત્યાં જ રહી ગયો. સાંજે પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા વખતે મુહપત્તીના પડિલેહણ સમયે તે ટુકડો કાન ઉપરથી નીચે પડ્યો. તે જોઇને પોતાનો પ્રમાદ જાણી આસન્ન મૃત્યુનો નિર્ણય કર્યો. નજીકના ભવિષ્યમાં બારવર્ષી મહા-દુકાળ પડવાનો છે એમ વિદ્યાબલે જાણીને પોતાના વજ્રસેન નામના શિષ્યને પહેલેથી જ દૂર દેશમાં મોકલ્યા અને કહ્યું કે, એક લાખ સોનામહોરથી બનેલી ક્ષીરસંબંધી તપેલીને તું જ્યારે જોઇશ. ત્યારે બીજા દિવસે સુકાળ થશે. પોતાની સાથેના સાધુઓને વિદ્યાબલથી આહારપિંડ લાવી આપીને સંયમ નિર્વાહ કરાવતા હતા. અભ્યાહતપિંડ નામના દોષવાળો આહાર જાણી અને નિર્દોષ આહાર મળવો દુષ્કર જાણી અનશનની ભાવનાવાળા પાંચસો શિષ્યો સાથે શ્રી વજ્રસ્વામીએ એક પર્વત ઉપર અનશન આદર્યું. એમની સાથેના અતિશય કોમળ અને રૂપવાન શરીરવાળા એક બાળસાધુએ પણ અનશન કર્યું. તે સમાધિપૂર્વક કાલધર્મ પામી દેવલોકમાં ગયા. દેવોએ તેનો વિવિધ વાજીંત્રો વગાડવાપૂર્વક મહોત્સવ કર્યો. તે જાણી શેષ સાધુ પણ સમભાવમાં આત્મકલ્યાણ અર્થે વધુ સ્થિર થયા. ત્યાં કોઈ એક તુચ્છ પ્રકૃતિવાળો દેવ શ્રાવિકાનું રૂપ કરીને આહારાદિ માટેના અનુકુળ ઉપસર્ગ કરવા લાગ્યો. તેથી વજ્રસ્વામી તે ક્ષેત્ર અયોગ્ય જાણી સર્વ-સાધુ સાથે નજીકના બીજા પર્વત ઉપર ગયા. ત્યાંના ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની સાનુકુળતા માટે પ્રથમ કાયોત્સર્ગ કર્યો. તે ક્ષેત્રપાલદેવે પ્રત્યક્ષ થઈ પ્રણામ કરી યોગ્ય સેવાની માગણી કરી. સાધુઓ સાથે ગુરુજીએ અણસણ આદરવા માટે ક્ષેત્ર વાપરવાની માગણી કરી. તે દેવે પ્રસન્ન થઈ સમ્મતિ આપી. તેથી તેઓ સર્વેએ અણસણ સ્વીકાર્યું. તેઓના તપના પ્રભાવથી રથમાં બેસીને ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવીને તેઓને પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી સ્તુતિ કરી. ઇન્દ્રના રથથી તે પર્વતનાં કેટલાંક શિખરો ભાંગી ગયાં. તેથી તે પર્વતનું “થાવર્ત” નામ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પડ્યું. આ પ્રમાણે પૂજ્ય શ્રી વજૂસ્વામી અનશન કરી પાંચસો સાધુઓ સાથે ત્યાં કાલગત થઈ દેવલોકવાસી થયા. તેઓ કાલગત થયા તેની સાથે દશપૂર્વના શ્રુતજ્ઞાનનો અને અર્ધનારાચસંઘયણનો પણ વિચ્છેદ થયો. આ પ્રમાણે શ્રી વજૂસ્વામી પ્રવચનની વાચના આપવામાં પ્રભાવશાલી હોવાથી પ્રાવચનિક પ્રભાવક અને ધર્મકથા કરવામાં અપૂર્વલબ્ધિવાળા હોવાથી ધર્મકથી પ્રભાવક થયા. એમ બન્ને પ્રભાવક ઉપર શ્રી વજૂસ્વામીનું દૃષ્ટાન્ત જાણવું. ધર્મસ્થી નામના બીજા પ્રભાવક ઉપર ગ્રંથકાર પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ મૂલગાથામાં “નંદિષેણ” મુનિનું ઉદાહરણ ટાંક્યું છે. તે શ્રેણિક મહારાજાના પુત્ર હતા. પ્રભુ મહાવીરસ્વામીની વાણીથી વૈરાગ્યવાસિત થઈને ભાવિમાં નિકાચિત તીવ્ર મોહનીયકર્મ ઉદયમાં આવવાનું છે તેમ જાણવા છતાં વચ્ચેનો કાળ અસંયમમાં ન ગાળવાની ઉત્તમ ભાવનાથી દીક્ષિત થયા. કાળ પાકે છતે મહોદયથી દીક્ષાથી પતિત થવા છતાં દરરોજ ધર્મકથા દ્વારા દશ જણને પ્રતિબોધ આપી શ્રી મહાવીર સ્વામી પ્રભુ પાસે દીક્ષા અપાવવાની તીવ્ર પ્રતિજ્ઞાવાળા બન્યા. એક દિવસ પ્રતિબોધ પામવાની સંખ્યા ૧૦ વ્યક્તિની ન પુરાવાથી છેવટે પોતે દીક્ષા લઈ દશની સંખ્યાની પૂર્તિ કરી હતી. દીક્ષા છોડવા છતાં, મોહના સામ્રાજ્યમાં રહેવા છતાં, પ્રતિદિન દશને પ્રતિબોધિત કરતા હતા. તે ધર્મકથા કરવામાં કેટલા કુશળ હશે? તેથી તે નંદિષેણમુનિ ધર્મકથી પ્રભાવક કહેવાયા. ૨૮-૨૯. वाई पमाणकुसलो, रायदुवारे वि लद्धमाहप्पो । વિદ્વાન પુરુષોની સાથે વસ્તુતત્ત્વનું યર્થાથ નિરૂપણ કરવામાં, પ્રમાણપૂર્વક સત્યનું મંડન અને અસત્યનું ખંડન કરવામાં જે અતિશય કુશળ હોય, તથા લોકમાત્રામાં જ નહીં પરંતુ રાજદરબારમાં પણ જેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હોય એવા વાદકલામાં પ્રવીણ પુરૂષને ત્રીજા “વાદી” પ્રભાવક કહેવાય છે. અહીં મલવાદીની કથા છે. તે આ પ્રમાણે Page #90 -------------------------------------------------------------------------- ________________ 22 આ ભરતક્ષેત્રની અંદર ગુજરાત દેશમાં “ભરૂચ” નામની નગરી છે. ત્યાં જૈનશાસનના વિદ્વાન આચાર્ય શ્રી જિનાનંદસૂરિજી હતા. તે જ ગામમાં બૌદ્ધવિદ્વાન્ શ્રી વૃદ્ધાનંદ નામના બૌદ્ધભિક્ષુક હતા. રાજ્યસભામાં બન્નેનો વાદ ગોઠવાયો. એવી શરત નક્કી કરવામાં આવી કે જે જીતે તે જ આ ભરૂચમાં રહી શકે, જે હારે તેણે આ ગામ છોડી દેવું. દૈવવશાત્ બૌદ્ધભિક્ષુકનો વિજય થયો. તેથી સંધસહિત જિનાનંદસૂરિજી ત્યાંથી નીકળી વલ્લભીપુરમાં આવ્યા. આ માઠા પ્રસંગથી સૂરિજી મનમાં દુભાયેલા હતા. વલ્લભીપુરમાં આચાર્યશ્રીની નાનીબહેન દુર્લભદેવી રહેતાં હતાં, તેમને ત્રણ પુત્રો હતા (૧) અજિતયશ, (૨) યક્ષ અને (૩) મલ્લ એવાં તેઓનાં નામો હતાં. આ ત્રણે પુત્રો સાથે દુર્લભદેવીએ દીક્ષા સ્વીકારી. સાધ્વીજીશ્રી બહુ બુદ્ધિશાળી હતાં. વિનયપૂર્વક વિદ્યાભ્યાસ કરતાં કરતાં શાસ્ત્રોનાં સારાં જ્ઞાતા થયાં. સંઘે ગુરુજીની સમ્મતિ લઈ પુસ્તકોના ભંડારનું સંરક્ષણ કામકાજ સાધ્વીજીને સોંપ્યું. આચાર્યશ્રીના ત્રણે ભાણેજો પણ ગુરુજી પાસે જૈનશાસ્ત્રોના સારા પારગામી બન્યા. સઘળી વિદ્યાઓ પણ ગુરુજીએ ભણાવી. માત્ર એક ‘“નયચક્ર” નામના પ્રમાણવિષયક ગ્રંથ વિના ઘણું જ્ઞાન આપ્યું. નયચક્ર ગ્રંથ દેવાધિષ્ઠિત હોવાથી શાસ્ત્રોક્ત વિધિ વિના ભણવાની શાસ્ત્રનીતિ ન હોવાથી આ ગ્રંથ ભંડારમાંથી કોઈને ન આપવો એવી ભલામણ દુર્લભદેવીને કરી. ત્યારબાદ લોકોના પ્રતિબોધ નિમિત્તે સૂરિજીએ વિહાર કર્યો. આ ત્રણે ભાણેજ મુનિઓ ત્યાંજ રહીને આગમશાસ્ત્રોનો વિશિષ્ઠ અભ્યાસ કરે છે. તે ત્રણમાંના છેલ્લા મલ્લમુનિ વિચારે છે કે ગુરુજીએ અમને નયચક્ર'' કેમ ન ભણાવ્યો ! તેમાં અવશ્ય કંઇક અપૂર્વ ખજાનો હશે. તેથી અવસર આવ્યો ત્યારે સાધ્વીજીની દૃષ્ટિ ચૂકવીને ભંડારમાંથી મલ્લમુનિએ તે ગ્રંથ લીધો અને વાંચવાનો પ્રારંભ કર્યો કે તુરત જ શાસનદેવીએ તે ગ્રંથ સંહરી લીધો. જેથી મલ્લમુનિને મનમાં ઘણો ખેદ થયો. ગુરુજીની આજ્ઞા વિરાધ્યાનું પણ ઘણું દુઃખ થયું. મુનિને ઉદાસ દેખી સાધ્વીજીને તથા સંઘને પણ દુ:ખ થયું. ભંડારમાંથી અલભ્ય ગ્રંથ ચાલ્યો જવાથી પશ્ચાત્તાપ પરાયણ મલ્લમુનિએ અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ ગ્રંથ પાછો ન મેળવું ત્યાં સુધી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ માત્ર વાલનું જ ભોજન કરીને ગિરિગુફામાં જ રહીશ. સંઘે ઘણું સમજાવ્યા. સંઘે પણ પૂજનાદિ વડે સરસ્વતીદેવીની આરાધના કરી. મલ્લમુનિની કઠોર તપશ્ચર્યા અને સંઘની આરાધના વડે શ્રુતદેવીએ પ્રસન્ન થઈ મલ્લમુનિને વરદાન માગવા કહ્યું. મલ્લમુનિએ “નયચક્રગ્રંથ”ની માગણી કરી. પ્રસન્ન થયેલ શ્રુતદેવીએ કહ્યું કે, હે મલ્લમુનિ! તમારા મુખકમલમાંથી ક્રમશઃ આ સંપૂર્ણ ગ્રંથ પ્રગટ થશે. આવું વરદાન આપીને શ્રુતદેવી અંતર્ધાન થયાં. સકલ સંઘ અતિશય ખુશ થયો. મલ્લમુનિના મુખરૂપી કુંડમાંથી સરસ્વતીના ધોધની જેમ પૂર્ણ ગ્રંથ પ્રગટ થયો. સંધે ઘણા બહુમાન સાથે વલ્લભીપુરમાં મલ્લમુનિનો પ્રવેશ કરાવ્યો અને નયચક્રગ્રંથનું વિવરણ કરવાની પ્રાર્થના સંઘે મલ્લમુનિને કરી. ત્યારબાદ ગુરુજીની સમ્મતિ લઇને આ ત્રણે ભાણેજ મુનિઓની સંઘે આચાર્ય પદવી કરી. ત્રણે મુનિઓ વિશિષ્ઠ જ્ઞાની હતા. તેમાં પણ પ્રમાણના વિષયમાં આ મુનિઓ તીવ્ર શક્તિ સંપન્ન થયા. વાદવિવાદમાં અચિત્ત્વ શક્તિ સંપન્ન બન્યા. ત્રણમાંથી મલ્લમુનિના મનમાં ભરૂચની અંદર બૌદ્ધાચાર્યની સાથે થયેલો પોતાના ગુરુનો પરાભવ વધારે ડંખતો હતો. વલ્લભીપુરથી વિહાર કરી ભરૂચ આવીને રાજા દ્વારા બૌદ્ધાચાર્યની સાથે બળવાન મલ્લની જેમ વાદનો પડકાર કર્યો. બૌદ્ધોના આચાર્ય બુદ્ધાનંદે કહ્યું કે, શૂરવીર લડાઈથી શું ડરતા હશે! અર્થાત્ ન જ ડરે, તેમ અમે વાદવિવાદથી ડરતા નથી. પહેલાં તેમના ગુરુ અમારી સામે હારેલા જ છે. તો આ બાળકની અમારી સામે શું કક્ષા છે! આવા બાળકની સાથે વાદ કરવામાં પણ અમોને સરખે સરખા ન હોવાથી લજ્જા આવે છે. બીજા દિવસે રાજસભામાં વાદ ગોઠવાયો. રાજા પણ રસપૂર્વક જોડાયા. અગણિત સભ્યો પણ આવ્યા. બુદ્ધાનંદના કહેવાથી મલ્લમુનિએ પ્રથમ પૂર્વપક્ષ ચાલુ કર્યો. યુદ્ધમાં જેમ હાથી ગાજે તેમ મલ્લમુનિએ મલ્લની જેમ નયચક્રગ્રંથના પુણ્ય પ્રભાવથી છ દિવસ સુધી ધારાવાહી પ્રમાણે પૂર્વપક્ષો કર્યા. શ્રુતદેવીની સહાય, નયગ્રંથોનો સુંદર અભ્યાસ અને ગુરુજીનો પહેલાં થયેલો જે પરાભવ, તેનો ડંખ ઇત્યાદિ કારણોથી મલ્લમુનિએ ભરચક સભામાં જોશીલી શૈલીમાં એવા પૂર્વ પક્ષો કર્યા કે સાતમા દિવસે બુદ્ધાનંદ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૧ કંઈ પણ પ્રત્યુત્તર આપવા સમર્થ ન હોવાથી રાત્રે જ ચિંતા-ભયલજ્જા અને પરાભવ આદિથી ચિરનિદ્રામાં પોઢ્યા. અર્થાત્ મૃત્યુ પામ્યા. સાતમા દિવસે સભા ભરાવા છતાં બુદ્ધાનંદ ન આવ્યા. ત્યારે રાજાએ રાજપુરુષો દ્વારા તપાસ કરાવી. હાથમાં ખડી લઈને ભૂમિ ઉપર કંઇક લખતા અને મૃત્યુ પામેલા બુદ્ધાનંદને જોઇને રાજપુરુષોએ રાજાને ખબર આપી તે જ વખતે શાસનદેવીએ મલ્લમુનિ ઉપ૨ પુષ્પોની વૃષ્ટિ કરી અને ઉદ્ઘોષણા કરી કે હે, રાજન! શ્રી મલ્લમુનિ વડે વાદમાં કરાયેલા વિકલ્પોની જાળમાં ફસાયેલા અને તેમાંથી નીકળવાને તથા પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવા શ્રી બુદ્ધાનંદ ચિંતા-ભય અને લજ્જા આદિ વડે હૃદય ભાંગી પડવાથી રાત્રિમાં જ મૃત્યુ પામ્યા છે. આ આકાશવાણી સાંભળી રાજાએ શેષ વિદ્વાન બૌદ્ધોને પણ પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. અને મલ્લમુનિના ગુરુજી શ્રી જિનાનંદસૂરિજીને સંઘ સહિત અતિશય બહુમાન અને મહોત્સવપૂર્વક ભરૂચનગરમાં નગર પ્રવેશ કરાવ્યો. ત્યારથી મલ્લમુનિ મલ્લવાદિસૂરિ એ નામથી પ્રસિદ્ધિ પામ્યા. ત્યારબાદ ગુરુજીએ કહેલી વિધિપૂર્વક નયચક્રગ્રંથને પૂજીને શ્રી મલ્લવાદીસૂરિજીએ સંઘ સમક્ષ સભ્યપ્રકારે તેની વાચના આપી. વાદવિવાદમાં આવા નિપુણ મુનિઓ “વાદી પ્રભાવક' કહેવાય છે. ૩૦. નૈમિત્તિઓ નિમિત્ત, ખંમિ પરંનદ્ નિકળં।। સસ. રૂ૪।। ચૌથા “નૈમિત્તિક” પ્રભાવક કહેવાય છે (૧) દૈવિક, (૨) ઔપપાતિક=આકસ્મિક, (૩) અન્તરિક્ષ=આકાશ સંબંધી, (૪) ભૂમિસંબંધી, (૫) અંગ-શરીર સંબંધી, (૬) સ્વર સંબંધી, (૭) લક્ષણ સંબંધી અને (૮) વ્યંજન સંબંધી એમ આઠ જાતનાં નિમિત્તોનું વિશિષ્ઠ જ્ઞાન જેને હોય તે અને તેના યથાર્થ જ્ઞાન દ્વારા પ્રસંગ આવે ત્યારે જૈનશાસનની પ્રભાવના કરવા માટે અથવા કોઈ મિથ્યાત્વી જૈનશાસનનો પરાભવ કરતો હોય ત્યારે તે ટાળવા માટે ઉપરોક્ત આઠ પ્રકારનાં નિમિત્તો પ્રકાશિત કરે, તે ચોથા નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. આ વિષય ઉપર ‘શ્રી ભદ્રબાહુસ્વામી''નું દૃષ્ટાન્ત જાણવું તે આ પ્રમાણે { Page #93 -------------------------------------------------------------------------- ________________ - ૯૨ શ્રી મહારાષ્ટ્રદેશમાં શ્રી પ્રતિષ્ઠાન નામનું નગર હતું. ત્યાં ચૌદ વિદ્યાના પારગામી અને પવિધકર્મના મર્મને જાણનારા ભદ્રબાહુ નામના બ્રાહ્મણ હતા. તેમને પરમપ્રેમનું પાત્ર વરાહમિહિર નામનો એક નાનો ભાઈ હતો. તે ગામમાં એક વખત ચૌદપૂર્વધારી “શ્રી યશોભદ્રસૂરિજી” પધાર્યા. ધર્મદેશના સાંભળવા માટે ત્યાં જતા લોકોને જોઈ વરાહમિહિર સાથે ભદ્રબાહુ પણ સૂરિવર પાસે ગયા. તેમની અમોઘ દેશના સાંભળી બન્ને ભાઈ વૈરાગ્યવાસિત થઈ દીક્ષિત થયા. બન્ને ભાઈઓએ ગુરુજી પાસેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધારી થયા. આચાર્યશ્રીને આર્યસંભૂતિવિજય નામના બીજા પણ શિષ્ય હતા. કાલક્રમે શ્રી યશોભદ્રસૂરિજી ભદ્રબાહુજીને અને સંભૂતિવિજયજીને યોગ્ય પાત્ર સમજી આચાર્યપદે નિયુક્ત કરી સંલેખના આદરી સ્વર્ગવાસી થયા. ભદ્રબાહુજીની આચાર્યપદે નિયુકિત થયેલી જાણીને વરાહમિહિર મનમાં દુઃખી થયા. ભદ્રબાહુજી પોતાના જ મોટાભાઈ હોવા છતાં મોહના ઉદયથી તેમના પ્રત્યે અપ્રીતિ જન્મી. સંયમાદિ ગુણોરૂપી પર્વત ઉપર ચડ્યા હોવા છતાં કષાયોની તીવ્રતાના કારણે દોષોરૂપી કૂવામાં તે વરાહમિહિર પડ્યા. તેથી શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથો ભણીને પોતાના નામથી અંકિત “વારાહી સંહિતા” નામનું મહાન જ્યોતિષ શાસ્ત્ર બનાવ્યું. આ શાસ્ત્ર જૈનશાસ્ત્રોમાંથી બનાવ્યું હોવાથી ઘણું ખરું સાચું હતું. અને સાચું પડતું. તેથી લોકમાં પ્રસિદ્ધિ પામ્યું. તથા મંત્ર-તંત્રાદિના પ્રયોગો કરવા દ્વારા લોકોના મનને રંજિત કરવા લાગ્યા. પોતાની પ્રસિદ્ધિ માટે “હું બારવર્ષ સૂર્યલોકમાં રહ્યો છું. સૂર્ય ભગવાને મને સૂર્યના ઉદય, અસ્ત, વક્રાદિગતિ, નક્ષત્રો અને ગ્રહોનો સંચાર બતાવ્યો છે. પછી મને લોકોના ઉપકાર માટે જ સૂર્ય ભગવાને પૃથ્વીતલ ઉપર મોકલ્યો છે.” ઇત્યાદિ વાર્તા પ્રસારિત કરી, લોકોને અતિશય ખુશ કરવા લાગ્યા. લોકો પણ તેમના ઉપર ઘણી ઘણી જ પ્રીતિ-બહુમાન અને ભકિતભાવવાળા થયા. રાજા પણ તેના પ્રત્યે સન્માનવાળો થયો. આ વરાહમિહિર રાજમાન્ય થવાથી લોકોમાં વરાહમિહિરની પ્રતિષ્ઠા વધી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૩ એક વખત જેમને શત્રુ-મિત્ર તુલ્ય છે એવા અને ક્ષમાના સાગર શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી પ્રતિષ્ઠાનપુર નગરની બહારના ઉદ્યાનમાં પધાર્યા. રાજા પણ પરિવાર સહિત વંદનાર્થે ગયો. વરાહમિહરને પણ રાજાએ સાથે લીધો. બહુ ગામ લોકો પણ દેશના સાંભળવા આવ્યા. ઉત્તમ ધર્મદેશના જ્યારે પૂર્ણ થઈ ત્યારે કોઈ પુરુષે આવીને રાજા સાંભળે તેમ વરાહમિહરને કહ્યું કે-“તમારે ઘેર પુત્ર જન્મ્યો છે” તે સાંભળી વરાહમિહર પુરોહિત રાજી થયો, તે જ વખતે રાજાએ કહ્યું કે હે પુરોહિત ! કહો કે આ તમારો પુત્ર કેટલી વિદ્યાનો પારગામી થશે ? કેટલા આયુષ્યવાળો હશે ? અને અમને પૂજ્ય થશે કે નહીં? તે પણ તમે કહો અને અત્યારે પૂર્ણજ્યોતિર્ધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ અહીં છે. તેઓ પણ આ વિષય કહે. આવું રાજવચન સાંભળી ચંચળસ્વભાવના કારણે વરાહમિહર પુરોહિતે ક્યું કે, હે રાજન ! આ બાળકની કુંડલી મેં જાણી છે. તે ૧૦૦ વર્ષના આયુષ્યવાળો થશે. તમને તથા તમારા પુત્રોને પૂજય થશે અને અઢાર વિદ્યાનો પારગામી થશે. ત્યારબાદ રાજાએ શ્રી ભદ્રબાહુસ્વામી તરફ નજર કરી ઉચિત ઉત્તર આપવા જણાવ્યું. સાધુ-સંતો માટે આવાં જ્યોતિષનું પ્રકાશન કરવું તે સંસારહેતુ હોવાથી જૈનશાસ્ત્રોમાં નિષેધ્યું હોવા છતાં ‘રોગી લોકોના રોગના ઉચ્છેદ માટે કરાતી કડવી દવા પણ ગુણકારી થાય છે' એ ન્યાયે જૈનશાસનની પ્રભાવના માટે રાજાને જૈનધર્મમાં દૃઢ કરવા માટે રાજાના કહેવાથી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, “આ બાળક સાત દિવસના જ આયુષ્યવાળો છે અને બીલાડી (જેવા આકાર)થી મૃત્યુ પામશે'' આ સાંભળી વરાહિમહર અત્યંત ગુસ્સે થયા. અને રાજાને હ્યું કે, હે રાજન્! આવા પાખંડી સાધુઓથી સર્યુ. મારું વચન જ સત્ય છે. સાત દિવસ પછી જ્યારે આ બાળક જીવે અને આ પાખંડી (માયાવી-કપટી) સાધુનું વચન મિથ્યા બને, ત્યારે તમારે તેઓને દંડ આપવો. એવું કહી ઘરે ગયો. ગામમાંથી સર્વત્ર રાજાની સહાયથી પુરોહિતે બીલાડીઓ દેશ પાર કરી. બાળકને ભોંયરાની અંદર રાખી ધાવમાતાને તેના સંપૂર્ણ રક્ષણ નીચે રાખ્યો. ચારે દિશામાં સશસ્ત્ર કોટવાલો નીમ્યા. સાતમા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ દિવસે સંરક્ષણાર્થે સર્વે વ્યકિતઓ સવિશેષ સજાગ હોવા છતાં ખોળામાં બાળકને લઈને ધાવમાતા ભોંયરાના અગ્રદ્વાર પાસે બેઠી છે. ત્યાં બારણાની પાછળ રહેલી મહાન્ જાડી એવી ભૂગલ કે જેના મોઢા ઉપર મોટા બિલાડાનો આકાર કોતરેલો છે તે ભુગલ પડી અને બાલક મૃત્યુ પામ્યો. ધાવમાતા હાહારવ કરવા લાગી, પુરોહિત અતિશય રડવા લાગ્યો. સમગ્ર પરિવાર પણ રડવા લાગ્યો. સંરક્ષકો પણ ઉદાસ થયા. ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા. રાજા પણ આ સમાચાર સાંભળી ત્યાં આવ્યા. વરાહમિહિર પુત્રના મરણથી તો રડે છે. પરંતુ પોતાનું વચન મિથ્યા થયું તે તેને વધારે ડંખે છે. રાજાએ કહ્યું કે, હે પુરોહિત ! ભદ્રબાહુજીનું વચન કદાપિ મિથ્થા સંભવતું જ નથી. તેઓ સર્વજ્ઞ નથી પરંતુ સર્વજ્ઞના શાસ્ત્રો ભણેલા હોવાથી સર્વજ્ઞપુત્ર છે. શ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણીને મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકત્વવ્રત રાજાએ સ્વીકાર્યું. રાજા જૈનધર્મી થવાથી સર્વ પ્રજા પણ જૈનધર્મની અનુરાગી બની અને પુરોહિત તરફ રાજા અને પ્રજા એમ બન્ને અપ્રીતિભાવવાળાં થયાં. પુરોહિત પણ પુત્ર-મરણના શોકથી, પોતાનું જ્ઞાન અસત્ય પડવાથી અને લોકોમાં અપમાન થવાથી સંસાર ઉપર વૈરાગ્યવાળો બની સમ્યકત્વ-ભાવ ત્યજી મિથ્યાત્વભાવથી વાસિત બની, પરિવ્રાજકની દીક્ષા સ્વીકારી. જૈનસાધુઓ ઉપર પ્રબળ દ્વેષ રાખી અજ્ઞાનપૂર્વક કષ્ટકારી તપ કરી મૃત્યુ પામી અલ્પ–ધ્ધિવાળો વ્યંતરદેવ થયો. જન્મ પામતાં જ અવધિજ્ઞાનથી પૂર્વભવ જોઈને દ્વેષથી ક્રોધિત થયેલો તે વ્યંતરદેવ, દેવસંબંધી કાર્યો ર્યા વિના તુરત જ મૃત્યુલોકમાં આવીને સાધુ- સાધ્વીજીને પીડવા માટે છિદ્રો જોવા લાગ્યો. તેઓનું કોઇ છિદ્ર ન મળવાથી શ્રાવક-શ્રાવિકાઓને મરકી આદિના રોગોથી પીડવા લાગ્યો. તેથી શાસ્ત્રજ્ઞ એવા શ્રાવકોએ પણ આ ઉપસર્ગ વ્યંતરદેવનો છે એમ જાણીને શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે વિચારક પુરુષોને મોકલ્યા. કારણ કે જેમ સિંહ વિના હાથી વશ ન થાય, સૂર્ય વિના અંધકારપડલ દૂર ન થાય, મોટા વહાણ વિના સાગર ન કરાય અને ઔષધ વિના રોગ ક્ષય ન પામે, તેમ શ્રી ભદ્રબાહુ ગુરુજી વિના Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ આ ઉપદ્રવ દૂર થવો શક્ય નથી. તેથી સંઘના પુરુષોએ ગુરુજીને વિનંતિ કરી. ગુરુજીએ જ્ઞાનોપયોગ મૂકી વરાહમિહિર સંબંધી આ ઉપસર્ગ જાણીને સંઘના કલ્યાણ માટે તેના નિવારકરૂપે ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. જેના પ્રભાવથી બંતરકૃત સર્વ ઉપસર્ગો દૂર થયા. સંઘના સમસ્ત ભાઈ-બહેનોએ આ ઉવસગ્ગહર સ્તોત્ર કંઠસ્થ કર્યું. જેનો પ્રભાવ આજે કલિયુગમાં પણ અબાધિત છે. આ રીતે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ “નૈમિત્તિક-શાસ્ત્રો” કહેવા દ્વારા રાજાને પ્રતિબોધ કરીને જૈનશાસનની પ્રભાવના કરી તે ચોથા “નિમિત્તપ્રભાવક” જાણવા. તેઓએ (૧) આચારાંગસૂત્ર, (૨) સૂત્રકૃતાંગ, (૩) આવશ્યકસૂત્ર, (૪) દશવૈકાલિક, (૫) ઉત્તરાધ્યયન, (૬) દશાકલ્પ, (૭) વ્યવહારસૂત્ર, (૮) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૯) ઉપાંગ અને (૧૦) ઋષિભાષિત એમ ૧૦ શાસ્ત્રો ઉપર પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે નિર્યુક્તિઓ બનાવી છે. જૈનશાસનની મહાન્ પ્રભાવના કરી પંચમ શ્રુતકેવલી પદને અનુભવી અવસર આવ્યો ત્યારે અણસણ આદરી તે મહાપુરુષ સ્વર્ગવાસી થયા. ૩૧. છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું વિશિષ્ટપણે આચરણ કરવાથી. અથવા અઠ્ઠમતપથી એક વર્ષ સુધીના ઉપવાસાદિ દીર્ઘ તપશ્ચર્યા કરવા દ્વારા જૈનશાસનની જે પ્રભાવના કરે છે. આવા પ્રકારના તીવ્ર તપ વડે જ દીપે છે. પોતાનામાં અને અન્યમાં પણ આવા પ્રકારના ઉત્તમ આચરણ વડે જે ધર્મનાં બીજ રોપે છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને જે કદાપિ લોપતા નથી. જેનાથી કર્મબંધ થાય એવા આશ્રવોને જે સેવતા નથી, ક્રોધ-માન-માયાદિ જે આચરતા • નથી તે વિશિષ્ટતમ ગુણવાળા મુનિઓને પાંચમા “તપસીપ્રભાવક” કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેजिणमयमुब्भासंतो विगिट्ठखमणेहिं भण्णई तवस्सी । તે તપ પ્રભાવક ઉપર શ્રી “વિષ્ણુકુમાર મુનિ'નું ઉદાહરણ છે. તે આ પ્રમાણે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આ ભરતક્ષેત્રમાં કુરુદેશની અંદર હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં પદ્મોત્તર નામનો રાજા, અને જૈનધર્મના અતિશય અનુરાગવાળી જ્વાલા નામની તેને રાણી હતી. તે બન્નેને સંસારસુખ અનુભવતાં ગર્જના કરતા સિંહના સ્વપ્નથી સૂચિત એક બાળક જન્મ્યો. જેનું નામ વિષ્ણુકુમાર રાખ્યું અને ચૌદ સ્વપ્નથી સૂચિત બીજો એક પુત્ર જન્મ્યો કે જેનું નામ “મહાપદ્મ” રાખ્યું. બન્ને ભાઇઓ યુવાવસ્થાને પામ્યા. વિષ્ણુકુમાર મોટા ભાઇ હોવા છતાં વૈરાગી હોવાથી રાજાએ નાનાભાઇ મહાપદ્મને યુવરાજ પદ આપ્યું. ઉજ્જૈણીનગરીમાં નરવર્મ રાજાને મિથ્યાત્વથી વાસિત મતિવાળો “નમુચિ' નામનો પ્રધાન હતો. મુનિસુવ્રતસ્વામિના શિષ્ય ‘સુવ્રત’’ નામના મુનિ તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. તેમને વંદનાર્થે ઉદ્યાન તરફ જતા ગ્રામજનોને જોઈને રાજાએ મંત્રીને પૂછ્યું કે, હે મંત્રીશ્વર! આ નગરજનો ક્યાં જાય છે ? મંત્રીએ કહ્યું કે, ઉદ્યાનમાં જૈન શ્વેતાંબર મુનિ આવ્યા છે. તેમને વંદનાર્થે લોકો ત્યાં જાય છે. રાજાએ હ્યું કે ચાલો આપણે બન્ને પણ જઈએ, મંત્રીએ ક્યું કે હે રાજન! તમે કહો છો તો આપણે જઈએ, પરંતુ હું તેઓની સાથે વાદ કરીશ. અને તમારે બરાબર માધ્યસ્થ થઈને ન્યાય આપવાનો, આમ તમારે કબૂલ હોય તો હું આવું. રાજાએ હા કહેવાથી બન્ને વ્યાખ્યાનમાં આવ્યા. રાજા મુનિને નમસ્કાર કરીને જ્યાં યોગ્યસ્થાને બેસે છે તેટલામાં ક્રોધ અને અહંકારથી ગર્વિષ્ઠ બનેલા નમુચિએ સુવ્રતાચાર્યને ક્યું કે, હે દાંભિકશિરોમણી, મૂર્ખમુનિ? જો તું કંઈ સાચું ધર્મતત્ત્વ જાણતો હોય તો વાદી એવા મારી સામે વાદ કર. આવું તેનું દુષ્ટભાષણ સાંભળી વાદને માટે પણ અયોગ્ય સમજીને ગુરુજી મૌન રહ્યા. પરંતુ ગુરુજી મૌન રહે છે તેથી તેમનો પરાભવ થાય છે એમ સમજી એક નાના સાધુ બોલ્યા કે, હે નમુચિ ! જો તારે વાદ જ કરવો છે તો તારી વાદની ભૂખ હું મટાડું. આચાર્યશ્રી તારી સાથે શું વાદ કરે ! કયાં ખાબોચીયું અને ક્યાં મહાસાગર ? ક્યાં અંગારો અને ક્યાં સોનાનો પર્વત ? ક્યાં પતંગીયું અને ક્યાં બળવાન્ સિંહ? એમ ક્યાં જડ મૂર્ખ તું અને ક્યાં સક્લાગમપારગામી આચાર્યશ્રી. Page #98 -------------------------------------------------------------------------- ________________ તેથી તારા જેવા મૂર્ખની સાથે આચાર્યશ્રીનો વાદ ન શોભે. હું જ તારી વાદની ચળ દૂર કરું છું. એમ ગર્જના કરતા નાના એક સાધુએ જ પ્રત્યક્ષ-અનુમાન-આગમાદિ પ્રમાણો દ્વારા અને યુક્તિ તથા ઉદાહરણો દ્વારા ધર્મતત્ત્વ રાજા-પ્રજા અને નમુચિ સમક્ષ એવું રજુ કર્યું કે નમુચિ નિરુત્તર જ થયો છતો લજ્જાના વશથી અધોમુખવાળો થઈ ઘણો ઝંખવાયો છતો પોતાના ઘેર ગયો. મુનિ ઉપરના ગુસ્સાથી અર્ધરાત્રિએ તલવાર લઈને સાધુઓને મારવા દોડ્યો. શાસનદેવીએ તેને ખંભિત કરી દીધો. પ્રભાતે ખંભિત થયેલા તેને જોઇને લોકો તેને તિરસ્કારવા લાગ્યા. દયાળુ આચાર્યશ્રીએ દેવીને કહીને તેને મુક્ત કરાવ્યો. રાજા નમુચિનું આ ચરિત્ર જાણીને ગુસ્સે થયો. અને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. તે નમુચિ ઉજજૈણીનગરીમાંથી નરવર્મ રાજા પાસેથી છૂટો થઈ હસ્તિનાપુર આવી મહાપદ્મરાજાના મંત્રી તરીકે ગોઠવાયો. કુરુદેશના સીમાડે બળવાન સિંહરથ રાજા કપટથી મહાપદ્મ રાજાનાં ગામો ભાંગતો હતો. એક વખત મહાપદ્મરાજાએ નમુચિમંત્રીને હ્યું કે આપણા યોદ્ધામાં મહાન યોદ્ધો કોણ છે ? કે જે આ સિંહરથને પકડી લાવે. નમુચિએ કહ્યું કે હે રાજન! હું જ પકડી લાવું. રાજાની આજ્ઞા થતાં બુદ્ધિનો પ્રયોગ કરીને તે નમુચિ બલ અને છળવાળા સિંહરથ રાજાને કપટપૂર્વકની યુક્તિથી બાંધી લાવ્યો. તેનાથી રાજા નમુચિ ઉપર ખુશ થયો. વરદાન માગવા કહ્યું. નમુચિએ કૈકેયીની જેમ અવસરે માગીશ એમ કહી વરદાન ભંડારી રાખ્યું. પદ્ધોત્તર રાજાની પત્ની જ્વાલાદેવી સમ્યગ્દષ્ટિ હોવાથી જૈનતીર્થોની * યાત્રા કરવા માટે તેણીએ સુંદર એક રથ કરાવ્યો. તે જ રાજાની બીજી રાણી લક્ષ્મીદેવી મિથ્યાદૃષ્ટિ હોવાથી આવો જ બીજો રથ બનાવી તેમાં રાધા-કૃષ્ણાદિને બેસાડીને ગામમાં નગરયાત્રા કરવા ઇચ્છે છે. આ બન્ને શોક્યોનો. રથ માટેનો કુલેશ દેખી પડ્યોત્તર રાજાએ બન્નેની તીર્થયાત્રાનો નિષેધ કર્યો, તે જોઈને જવાલાના પુત્ર મહાપમનું હૃદય દુભાયું. પરંતુ અપરમાને દુઃખ આપવું તે પણ ઉચિત નથી. તથા માતાનું દુઃખ પણ જોઈ શકાતું નથી. તેથી ઘર Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ છોડીને દેશાન્તર નીકળ્યા. દેશ-વિદેશમાં ફરતાં ભૂજાબળે ઘણી લક્ષ્મી પ્રાપ્ત કરી. ઘણી રાજપુત્રીઓને પરણી માતા-પિતાનાં દર્શન કરવા હસ્તિનાપુર પાછા ફર્યા. પદ્મોત્તર રાજાએ મહાપદ્મ યુવરાજનો રાજ્યાભિષેક કરી રાજ્યભાર તેમને સોંપી પોતે દીક્ષા લીધી. તેમની સાથે વૈરાગ્યવાસિત મોટા પુત્ર વિષ્ણુકુમારે પણ દીક્ષા લીધી. મહાપદ્મરાજા ભરતક્ષેત્રના છ ખંડનો દિગ્વિજય કરી નવમા ચક્રવર્તી રાજા થયા. તેણે પોતાની જન્મદાત્રી જવાલા માતાનો રથ તીર્થયાત્રામાં ફેરવ્યો. અને સ્થાને સ્થાને અરિહંત પરમાત્માનાં મંદિરો બનાવ્યાં. પોતાની માતાનું ચિત્ત જૈનધર્મની પ્રભાવના દ્વારા ખુશ ર્યું. પદ્મોત્તરમુનિ અને વિષ્ણુકુમારમુનિ આત્મસાધના કરવા દ્વારા તીવ્ર તપ તપવા વડે કર્મ ખપાવવા લાગ્યા. કર્મોની લઘુતાથી વિષ્ણકુમાર મુનિને વૈક્રિયશરીરાદિ અનેક લબ્ધિઓ પ્રગટ થઈ, તે વિષ્ણુકુમાર મુનિ લબ્ધિસંપન્ન થયા છતા મેરૂપર્વત ઉપર આરાધના માટે ચાતુર્માસ રહ્યા હતા. તે વખતે સુવ્રતાચાર્ય (કે જેમના એક નાના સાધુએ નમુચિનો ઉજ્જૈણીનગરીમાં નરવર્મરાજાની સભાની અંદર વાદમાં પરાભવ કર્યો હતો તે આચાર્ય) હસ્તિનાપુરમાં ચાતુર્માસ હતા. નમુચિને સુવ્રતાચાર્યના ચાતુર્માસની ખબર પડી. ભૂતકાળનો પ્રસંગ સ્મૃતિગોચર થયો. મુનિ ઉપરનુ વૈર તાજું થયું. બદલો લેવાની તીવ્ર ઇચ્છા થઈ. પરંતુ મહાપદ્મરાજા અને તેની માતા જવાલા સમ્યગ્દષ્ટિ હોવાથી જૈનધર્મનાં બહુ રાગી છે અને જૈનમુનિઓનાં અત્યન્ત ઉપાસક છે. તેથી વૈર કેવી રીતે લેવું તેનો ઉપાય વિચારે છે. વિચારતાં વિચારતાં એક ઉપાય સૂઝે છે. મહાપદ્મના કહેવાથી સિંહરથ રાજાને બાંધી લાવ્યો ત્યારે આપેલું વરદાન માગવાનું બાકી રાખેલું છે તે માગીને હું મારા મનોરથ પૂર્ણ કરૂં. એમ વિચારી મહાપદ્મ રાજા પાસે “સાત દિવસ તમારું રાજ્ય મને આપો ” એવું વરદાન માગી લીધું. રાજા પણ વચનબદ્ધ હોવાથી તેને રાજ્ય આપી પોતે ગુપ્ત સ્થાનમાં રહ્યા. નવા થયેલા નમુચિ રાજાએ રાજ્યાભિષેકનો મહોત્સવ માંડ્યો. બીજા દર્શનના સર્વે મુનિઓ તે રાજાને આશિષ આપવા આવ્યા. પરંતુ સુવ્રતાચાર્યાદિ જૈનમુનિઓ સાંસારિક વ્યવહાર વિનાના હોવાથી આવા આચારમાં ન આવ્યા. એટલે નમુચિ વધારે ગુસ્સે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૯ થયો અને સુવ્રતાચાર્યાદિ જૈનમુનિઓને બોલાવીને કહ્યું કે તમે સાત દિવસમાં જ મારા રાજયમાંથી ચાલ્યા જાઓ. જો તમે આ રાજય ખાલી નહીં કરો તો હું તમને સર્વસાધુને મારી નાખીશ. સુવ્રતાચાર્યે કોમલ ભાષાથી સમજાવ્યું કે અમારો જૈનમુનિઓનો ગૃહસ્થોને વિનય કરવાનો આચાર નથી. એટલે અમે આવ્યા નથી. તથા ચાતુર્માસ હોવાથી જૈન સાધુઓને અન્યત્ર વિહાર કરવો એ પણ આચાર નથી. આવા પ્રકારનું સમજાવવા છતાં હૃદયમાં અતિશય દ્વેષ હોવાથી ગુસ્સાથી ગામ ખાલી કરવાનો જ હુકમ કર્યો. મુનિઓ પરસ્પર મળ્યા અને વિચાર્યું કે નમુચિનો પ્રતિકાર કરે એવો લબ્ધિમાન પુરુષ આપણામાં શું કોઈ નથી ? એક મુનિએ કહ્યું કે, વિષ્ણુકુમાર મુનિ છે, પરંતુ તે મેરૂપર્વત ઉપર છે. ગુરુજી કહે કે ત્યાં જવું કેવી રીતે ? તેમને સમાચાર પહોંચાડવા કેવી રીતે ? તેટલામાં બીજા એક મુનિ બોલ્યા કે, હે ગુરુજી ! મારી મેરૂપર્વત સુધી જવાની લબ્ધિ છે. પરંતુ પાછા આવવાની લબ્ધિ નથી. ગુરુજીએ કહ્યું કે, તેઓ તમને લાવશે. માટે જલ્દી જાઓ અને વિષ્ણુકુમાર મુનિને બોલાવી લાવો. તે મુનિ તુરત જ આકાશગામિની વિદ્યાબલે મેરૂ ઉપર ગયા. તેઓને આવેલા જોઈ વિષ્ણુકુમાર મનમાં વિચારવા લાગ્યા કે અવશ્ય સંઘને મારું કંઈક પ્રયોજન થયું હોવું જોઈએ. આવેલા મુનિએ નમુચિની સર્વ હકિકત કહી. શ્રી વિષ્ણુકુમાર મુનિ તુરત જ આવેલા મુનિને લઈને હસ્તિનાપુર આવ્યા. બીજા દિવસે નમુચિની રાજય સભામાં ગયા. નમુચિ વિના શેષ સભાજનોએ વિષ્ણુકુમારને નમસ્કાર કર્યા. નમુચિ તો વિષ્ણુકુમારની સન્મુખ પણ જોતો નથી. વિષ્ણુકુમારે કહ્યું કે હે રાજન ! જૈન સાધુઓ ચાતુર્માસમાં જિનેશ્વરની આજ્ઞા ન હોવાથી ગ્રામાન્તર વિહાર કરી શકતા નથી. ચાતુર્માસ પછી તમારું રાજય છોડી વિહાર કરશે. આટલી અમારી વાત ધ્યાનમાં લો. નમુચિએ કહ્યું કે સાત દિવસમાંથી બે દિવસ ગયા હોવાથી પાંચ જ દિવસમાં મારા રાજ્યની ભૂમિ ખાલી કરો. હું બીજું કંઈ જ સાંભળવા તૈયાર નથી. વિષ્ણુકુમારે કહ્યું કે તમારી નગરી છોડીને મુનિઓ તમારી રજા હોય તો વનમાં જઈને રહે તે બરાબર છે ? નમુચિ કહે કે મારા રાજયની કોઈપણ ભૂમિમાં રહેવાનું નહીં. એકવાર ના પાડી પછી વારંવાર શા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ માટે પ્રશ્ન કરો છો ? વિષ્ણુકુમારે કહ્યું કે, હે રાજન! તમારું રાજ્ય તો આખા ભરતમાં છે. મુનિઓ ભરત બહાર જઈ શકતા નથી. માટે તમે તો સંપૂર્ણ ક્ષેત્રના સ્વામી છો તેથી આટલા બધા મુનિઓને રહેવા માટે માત્ર “ત્રણ ડગલાં” જેટલી ભૂમિ આપો. તેટલામાં સર્વે મુનિઓ રહેશે. નમુચિએ ક્યું કે, જો ત્રણ ડગલાંની બહાર કોઈપણ મુનિ હશે તો તેને ચોક્કસ હું હણી નાખીશ. માત્ર ત્રણ ડગલાં જેટલી ભૂમિ તમને આપું છું. નમુચિ આટલું બોલીને જ્યાં અટકે છે તેટલામાં અત્યન્ત રોષાયમાન થયેલા વિષ્ણુકુમાર મુનિએ તીવ્ર તપાદિ દ્વારા મેળવેલી વૈક્રિયલબ્ધિથી એક લાખયોજન પ્રમાણ વૈક્રિય શરીર બનાવી જંબૂદ્વીપના બન્ને છેડે બે પગ મૂકી જૈનશાસનની અને જૈનસાધુની ઈર્ષ્યા, અપમાન અને અવહેલના કરનાર નમુચિને નીચે પછાડ્યો. એક લાખ યોજન પ્રમાણવાળું, ક્રોધાયમાન અને ભયંકર વિકરાલ રૂપ જોઈ સર્વે લોકો ભયભીત થયા. પગના ભારથી ધરા ધ્રુજવા લાગી, સમુદ્રો ખળભળવા લાગ્યા. સર્વે લોકો જોતે છતે નમુચિ ઉપર પગ મૂકી નમુચિને સિંહાસનથી નીચે પછાડી કીડાની જેમ દબાવ્યો. અવધિજ્ઞાનથી ઇન્દ્રમહારાજાએ આ સર્વ આતંક જોઈ વિષ્ણુકુમારના કોપની શાન્તિ માટે તથા પ્રસન્ન કરવાના નિમિત્તે અનેક ગાયિકા દેવીઓ મોકલી. સુવ્રતાચાર્ય અનેક મુનિઓ સાથે અને સંઘ સાથે નમુચિ પ્રત્યે ક્ષમા માટે વિનંતિ કરવા લાગ્યા. મહાપદ્મ રાજા પણ જે ગુપ્તસ્થાને ચાલ્યા ગયા હતા તે પણ વિષ્ણુકુમારને ખમાવવા લાગ્યા. વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિય સ્વરૂપ સંકેલી મૂળશરીર સ્વરૂપ ધારણ કરી. રાજાને ઠપકો આપ્યો કે આવા પાપી નમુચિને રાજ્ય આપી જૈનધર્મની, જૈનસાધુઓની અને જિનેશ્વરદેવની આશાતના તથા પરાભવ કરાવ્યો, તે નરકનું કારણ બને છે. આ શું તમે જાણતા નથી ! રાજાએ “વરદાનના કારણે મારે રાજ્ય આપવું પડયું” ઇત્યાદિ કહી વારંવાર ક્ષમા માગી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કર્યાં. વિષ્ણુકુમાર મુનિ પણ ગુરુજીની પાસે જઇ જૈનશાસનની પ્રભાવના માટે કરેલા વૈક્રિયશરીરની અને આવેલા ક્રોધની આલોચના કરી પ્રતિક્રમણ કરી શુદ્ધ થયા. આ પ્રમાણે તીવ્ર તપ દ્વારા મળેલી લબ્ધિથી શાસનની પ્રભાવના કરે તે પાંચમા “તપસી' નામે પ્રભાવક જાણવા. (૩૨)'' Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સિદ્ધો વહુવિજ્ઞમંતો, વિઝાવતો ય ર નૂ સ. સ. રૂ . જેની વિદ્યા અને મંત્રની શક્તિ અતિશય ઘણી હોય, તેવા પ્રકારની વિદ્યા અને મંત્રની શક્તિ દ્વારા જે બળવાન હોય તથા તેવી શક્તિદ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા મુનિને છઠ્ઠા “વિદ્યાવાનું પ્રભાવક” કહેવાય છે. જે ચમત્કારિક શક્તિની “રોહિણી” વગેરે ૧૬ વિદ્યાદેવીઓ અધિષ્ઠાયિકા હોય છે. તેને “વિદ્યા” કહેવાય છે. અને જે ચમત્કારિક શક્તિના પુરુષદેવો અધિષ્ઠાયક હોય છે તેને “મંત્ર” કહેવાય છે. જે સૂરીશ્વર અને મુનિવરો વિદ્યા અને મંત્ર શક્તિ દ્વારા જૈનશાસનની આશાતના કરનારને બોધપાઠ આપવા દ્વારા પ્રભાવના કરે, અજૈનને જૈન બનાવે, જૈનધર્મ અને જૈનસાધુના દ્રષીને પરમ રાગી બનાવે તે વિદ્યાપ્રભાવક જાણવા. અહીં શ્રી વજૂસ્વામી મુનિનું ઉદાહરણ જાણવું. આ ઉદાહરણ પ્રથમ અને દ્વિતીય પ્રભાવક પ્રસંગે લખ્યું છે. ત્યાંથી જાણી લેવું. શ્રી વજૂસ્વામીએ મહાપુરી નામની નગરીમાં રાજા બૌદ્ધધર્મી હોવાથી તે રાજાએ જૈનોને પુષ્પોની પૂજા અટકાવી ત્યારે તડિન્માલી પાસેથી અને શ્રીદેવી પાસેથી પુષ્પો લાવી પુષ્પપૂજા કરાવી, અને જૈનસંઘની ઇચ્છા પૂર્ણ કરી રાજાને જૈનધર્મ પમાડ્યો, તે વિદ્યા પ્રભાવક પણ હતા. તથા આ વિદ્યા પ્રભાવક ઉપર આર્યખપટાચાર્યનું ઉદાહરણ પણ છે. શ્રી ભારતભૂમિ ઉપર પરદર્શનકારો વડે અજેય અને પરમવિદ્વાન્ એવા શ્રી આર્યખપટાચાર્ય હતા. તેમને પોતાના ભાણેજ “ભુવનમુનિ” નામના શિષ્ય હતા. કે જે વાદમાં શિરોમણિ અને ન્યાય-તર્કમાં નિપુણ હતા એક વખત શિષ્ય સાથે ગુરુજી ભરૂચ નગરમાં પધાર્યા. ત્યાં બલમિત્ર નામે રાજા હતો તે બૌદ્ધધર્મી હતો. અને તેના કારણે ગામમાં બૌદ્ધસાધુઓનું બહુ જ જોર હતું. તેઓ જૈનોની વારંવાર મશ્કરી પણ કરતા. શ્રાવકોએ બૌદ્ધસાધુઓ તરફથી જૈનોનો વારંવાર થતો પરાભવ શ્રી આર્યખપટાચાર્યને કહ્યો. તેઓએ વાદવિવાદમાં ઉતરવા નામરજી બતાવી. પરંતુ તેઓના ભાણેજ ભુવનમુનિ સિંહની જેમ ગર્જના કરતા બલમિત્ર રાજાની રાજ્ય સભામાં બૌદ્ધોની સામે વાદમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉતર્યા. બધાજ બૌદ્ધોને તીક્ષ્ણ તર્કશકિતથી હરાવ્યા. તે સાંભળી તેઓના વડીલ આચાર્ય “વૃદ્ધકર” નામના બૌદ્ધાચાર્ય ગુડપુરનગરથી ત્યાં આવ્યા અને સર્વ ક્ષણમ્ ! પક્ષ સ્થાપવા ઘણા પૂર્વપક્ષો કર્યા. ભુવનમુનિએ જે ક્ષણિક હોય છે તે ક્રમે કે અક્રમે અર્થક્રિયા કરી શકતું નથી. આ વાતનું વ્યવસ્થિત દલીલો દ્વારા લંબાણથી ખંડન કર્યું. જિતવાની મોટી આશાએ મોટા આડંબરપૂર્વક આવેલા વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્ય હવે હું સ્વજનોમાં મુખ કેમ બતાવીશ? એમ ખેદ પામી જૈનમુનિઓ ઉપર તીવ્ર ગુસ્સાપૂર્વક અણસણ કરી મૃત્યુ પામી તે જ ગુડપુરનગરમાં યક્ષ થયા. અને જૈનધર્મના ઉપાસકોને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે જૈનોએ ગુરુજીને વિનંતિ કરી કે, હે ગુરુજી! આવા મિથ્યાત્વી યક્ષને તમે જ વશ કરી શકશો. યક્ષથી સક્લસંઘ પીડા પામે છે. ગુરુજીએ અવસર જાણીને કહ્યું કે, તમે ચિંતા ન કરશો, હું તેનો ઉપાય કરું છું. તેઓએ કેટલાક બલવાન મુનિ પરિવાર સાથે યક્ષના મંદિરમાં જઈને તેની મૂર્તિના કાન ઉપર જીર્ણ થયેલાં સડેલાં પગનાં બન્ને જોડાં કુંડલની જેમ ભરાવ્યાં. અને છાતી ઉપર પગ મૂકીને ઉપરથી સંપૂર્ણ વસ્ત્ર ઓઢીને રહ્યા. યક્ષના ઉપાસકો આવ્યા. પોતાના સ્વામીનું અપમાન થયેલું જોઈ યક્ષના પરમ ભક્ત એવા રાજાને કહ્યું, ભ્રકુટિ ચડાવતો, અતિશય ગુસ્સાથી બડબડતો રાજા ત્યાં આવ્યો. તું કોણ છે! આમ કેમ કરે છે! એમ વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળતાં ઓઢેલું કપડું ખુલ્લું કરે છે. જે જે ભાગથી વસ્ત્ર ખેંચે છે તે તે ભાગે પુરુષની ગુદા જ દેખાય છે. તેથી વધુ ગુસ્સે થયેલ રાજા લાકડી વડે તેને પ્રહાર કરે છે. મંત્ર અને વિદ્યાના બળે તે પ્રહારો આર્યખપટાચાર્યને ન લાગતાં રાજાની રાણીવાસમાં રહેલી રાણીઓને વાગવા લાગ્યા. તેઓ જોરશોરથી પોકાર કરવા લાગી. અતિશય કરૂણપણે રડવા લાગી. અંગરક્ષકોએ રાજાને ખબર આપી. રાજાના મનમાં થયું કે અવશ્ય આ કોઈ વિદ્યામંત્રસિદ્ધ પુરુષ છે, અન્યથા આવું બને નહીં. તેથી ક્રોધ ત્યજી નમ્ર બની અત્યંત ભક્તિબહુમાનપૂર્વક ગુરુજીને વિનંતિ કરવાપૂર્વક રાજા ક્ષમા માગવા લાગ્યો. ગુરુજીએ પણ વસ્ત્ર દૂર કરી યથાવત્ સ્થિતિમાં ત્યાંથી ચાલવા માંડ્યું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અને યક્ષને કહ્યું કે તું પણ મારી સાથે ચાલ, તથા મંદિરની બહાર પડેલા શીલા જેવા મોટા બે પત્થર પણ મંત્ર બલે યક્ષની પાછળ ચાલે એવો વિદ્યાનો પ્રયોગ કર્યો. આખું ગામ આ કૌતુક જોવા આશ્ચર્ય સાથે ત્યાં આવ્યું. મુનિ આગળ આગળ ચાલે છે અને પાછળ પાછળ યક્ષની મૂર્તિ અને તેની પાછળ બે મોટા પત્થર ચાલે છે. આ જોઈ રાજાએ ગુરુજીને વિનંતિ કરી કે આ મૂર્તિ અને પત્થરના ભારથી પ્રજા દબાઈ જશે અને મરી જશે માટે અમારા સર્વે ઉપર કૃપા કરી ક્રોધ ત્યજી દો અને આ જ્યાં છે ત્યાં જ રહેવા દો. ગુરુજીએ “તથાસ્તુ' કહી તેમ કર્યું. ત્યારબાદ ધર્મોપદેશ દ્વારા રાજાને, યક્ષને, બૌદ્ધના અનુયાયીઓને અને પ્રજાને જૈનધર્મથી વાસિત કર્યા. એક વખત ભરૂચથી ગુરુજીને બોલાવવા સંઘે મોકલેલા કેટલાક સાધુ ગુડપુરનગર આવ્યા. ગુરુજીએ આવવાનું કારણ પૂછ્યું. ત્યાં આવેલા સાધુઓએ હ્યું કે, ભરૂચમાં આપણા નાના એક સાધુએ દ્રવ્યાનુયોગના માહામ્યવાળાં કેટલાંક આગમપત્રો વાંચ્યાં. તેનો અભ્યાસ કર્યો. તેમાંથી તેને “આકૃષ્ટિવિદ્યા” દૂર દૂર રહેલી વસ્તુને પણ આકર્ષી શકે તેવી વિદ્યા પ્રાપ્ત થઈ છે. કલ્પવૃક્ષની વેલડીતુલ્ય તે વિદ્યા દ્વારા દરરોજ મોદકાદિ સ્વાદિષ્ટ ભોજન મેળવીને વાપરતા તે મુનિને ગીતાએ વાર્યા અને ઠપકો આપ્યો. તેનાથી ક્રોધાયમાન થયેલા તે સાધુ જૈન ઉપાશ્રય છોડીને બૌદ્ધોના આશ્રમે ગયા છે. ત્યાં આ વિદ્યાના બળે કોઈના પણ ઘરે બનેલી સુંદર સ્વાદિષ્ટ ભોજનની સામગ્રી આકાશમાર્ગે પાત્રો ભરીને લાવી પોતે જમે છે અને બૌદ્ધસાધુને જમાડે છે. આ રીતે તેનો મહિમા ઘણો વધારે છે. ગાડરીયા પ્રવાહમાં ખેંચાનારા અજ્ઞાની લોકો બૌદ્ધધર્મને અનુસરવા લાગ્યા છે અને જૈનધર્મની નિંદા કરે છે. ઘણા જૈનો પણ બૌદ્ધધર્મને અનુસરનારા થયા છે. તેથી કૃપા કરી ભરૂચ પધારો અને આપશ્રી વિદ્યા-મંત્રના બળવાળા છો તેથી આપત્તિ ટાળી જૈનશાસનની પ્રભાવના કરો. એવી સંઘની ઇચ્છા છે. આ સમાચાર જાણી ગુરુજી ગુડપુરનગરથી તુરત ભરૂચ આવ્યા. સ્વાદિષ્ટ ભોજન ભરીને પાછાં આવતાં પાત્રોને ગુરુજીએ આકાશમાં જ વિદ્યાના બળે મોટા પર્વતની શિલા વિદુર્વી તેની સાથે અફળાવીને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રાપ્ત થયેલી વિદ્યાનો દુરુપયોગ કરતા આ મુનિને પાઠ ભણાવવા તોડી-ફોડી નાખ્યાં. તેથી વિદ્યા બળવાળા ગુરુજી ગામમાં આવી ગયા છે એમ જાણીને આ કુશિષ્ય કાગડાની જેમ ભાગી ગયો. ગુરુજી પોતે બૌદ્ધોના મઠમાં ગયા. બૌદ્ધોએ ક્રોધપૂર્વક ગુરુજીને કહ્યું કે, હે જૈન સાધુ! અમારા ભગવાનને તમે નમસ્કાર કેમ કરતા નથી.! તેથી બૌદ્ધોને પણ પાઠ ભણાવવા ગુરુજીએ ત્યાં રહેલી મોટી બૌદ્ધ પ્રતિમાને જ કહ્યું કે, હે બૌદ્ધ ! ઉઠ, મારા ચરણ-કમળમાં નમસ્કાર કર. વિદ્યાના બળે તે પ્રતિમા ઉઠીને ગુરુજીના ચરણકમળમાં આળોટવા લાગી. ત્યારબાદ બૌદ્ધ સાધુઓને અને તેઓના ઉપાસકોને જૈનધર્મ પમાડી જૈનશાસનની પ્રભાવના કરી. પાટલિપુત્રનગરમાં દાહડ નામનો રાજા મહાદેવનો ભક્ત હતો. બ્રાહ્મણોને પરમ ગુરુ માનતો. એક વખત પોતાના રાજયમાં એવી આજ્ઞા ફરમાવી કે સર્વ પ્રજાજનોએ અને સર્વ સંતોએ આવીને ગુરુતુલ્ય બ્રાહ્મણોને પ્રણામ કરવા. જૈન સાધુ વિના સર્વે પ્રજાએ અને સંતોએ રાજ આજ્ઞાથી પ્રણામ કર્યા. જૈનસાધુઓ બ્રાહ્મણોને પ્રણામ કરવા ન આવ્યા. એટલે રાજાએ જૈન સાધુઓને સાત દિવસમાં પ્રણામ કરવા આવી જવા હુકમ કર્યો. બધા જૈન સાધુઓ ભેગા થયા. પરસ્પર મંત્રણા કરી. જિનેશ્વર પરમાત્મા વિના અન્યને ન નમવાની પ્રતિજ્ઞા છે. એમ સમજી ત્યાં ન જવાનો નિર્ણય કર્યો. પરંતુ જો કોઈ વિદ્યા-મંત્ર બળવાળા સાધુ હોય તો આ આપત્તિમાંથી રક્ષણ પણ થાય અને જૈનશાસનની પ્રભાવના પણ થાય. ત્યાં નાના એક સાધુએ કહ્યું કે શ્રી આર્યખપટાચાર્યના શિષ્ય શ્રી મહેન્દ્રવિજય નામના ઉપાધ્યાય ભરૂચથી અહીં આવેલા છે. તેઓ કોઈ સન્નિવેશમાં ઉતર્યા છે. તેઓ આ કાર્ય કરવા સમર્થ છે. તુરત જ સંઘે તેઓની ભાળ મેળવી બે સાધુઓને તેમની પાસે મોકલ્યા. બન્ને સાધુઓએ સંપૂર્ણ હકિકત મહેન્દ્રોપાધ્યાયને કહી. મહેન્દ્રોપાધ્યાય આ બન્ને સાધુ સાથે જ્યાં સંઘ ભેગો થયેલો છે ત્યાં આવ્યા. કેટલાક સાધુઓ સાથે રાજસભામાં ગયા. જૈનસાધુઓ આવે છે એવા સમાચાર મળવાથી રાજા રાજસભામાં ઉંચા આસને વ્યવસ્થિત બેઠા તથા રાજાની - બન્ને બાજુએ તેઓના ગુરુ તરીકે માનેલા બ્રાહ્મણો સુંદર અલંકાર Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અને પોષાકમાં સજ્જ થઈને બેઠા. મહેન્દ્રોપાધ્યાયે વિદ્યાબલે પોતાની બને ભુજા દૂરથી લંબાવી બન્ને પડખે જે બ્રાહ્મણો બેઠા છે ત્યાં સુધી લંબાવી. રાજાને કહ્યું કે, કહો ક્યા બ્રાહ્મણોને વંદન કરીએ, રાજાએ કહ્યું કે બન્ને બાજુના બ્રાહ્મણોને નમન કરો. મહેન્દ્રોપાધ્યાયે લાંબા કરેલા બન્ને હાથો વચ્ચે બધા જ બ્રાહ્મણોનાં માથાં અફળાવ્યાં. ટલાકનાં માથાં ફૂટ્યાં. વિદ્યાશક્તિ બલે બધા જ બ્રાહ્મણોને પોતપોતાના આસન ઉપરથી પછાડ્યા. રાજ્યસભામાં શોર-બકોર થઈ ગયો. રાજા ઝંખવાઈ ગયો. બ્રાહ્મણોની પત્નીઓ રડવા લાગી. રાજાએ મહેન્દ્રોપાધ્યાયને નમસ્કાર કરી પગે પડી ક્ષમા માગી. બધા જ બ્રાહ્મણોને તંદુરસ્ત કરવા વિનંતિ કરી. ગુરુજીએ કહ્યું કે જો જૈનેન્દ્રીય દીક્ષા સ્વીકારે તો જ સારા કરૂં. તેઓએ જીવવાની ઇચ્છાથી હા કહી. ત્યારબાદ ગુરુજીએ બધા જ બ્રાહ્મણોને મૂલશરીરસ્થ કરી જૈનેન્દ્રીય દીક્ષા આપી, રાજાને જૈનધર્મી બનાવી જૈનશાસનની પરમપ્રભાવના કરી. બ્રાહ્મણ સાધુઓ સાથે વિહાર કરી પાટલીપુત્રથી ભરૂચ આવ્યા. ત્યાં બીરાજમાન શ્રી આર્યખપટાચાર્યે મહેન્દ્રોપાધ્યાયને બરાબર યોગ્ય જાણી પોતાની પાટે સ્થાપી પોતે અણસણ સ્વીકારી સમાધિપૂર્વક કાલધર્મ પામી સ્વર્ગે ગયા. આ પ્રમાણે સંકટ સમયે વિદ્યા અને મંત્રોના બલે જૈનશાસનની પ્રભાવના કરનારા આ છઠ્ઠા પ્રભાવક જાણવા. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રી સંઘ તથા જિનમંદિર, જિનમૂર્તિ અને જિનાગમ એમ સાતની સેવા-ભક્તિ-બહુમાન નિમિત્તે આપત્તિકાલે અંજનચૂર્ણ દ્વારા અદશ્ય બનીને, અથવા પગે લેપ કરવા દ્વારા આકાશગામી બનીને ઉપરોક્ત સાતક્ષેત્રમાં કાર્ય કરનારા જે મહાત્માઓ તે અંજનસિદ્ધ પ્રભાવક પુરુષો કહેવાયા છે. આ સાતમા પ્રભાવક જાણવા. શાસ્ત્રમાં કહ્યું છે કેसंघाइकजसाहग-चुण्णंजणजोगसिद्धओ सिद्धो । મૂયસ્થસન્ધાસ્થ, નિસાસનાઓ સુ સ. સ. શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં જે પદાર્થો અનેકાન્ત સ્વરૂપે જે રીતે હ્યા છે તે જ રીતે યથાર્થપણે પદાર્થોનું સ્વરૂપ સંસ્કૃત Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રાકૃતાદિ ભાષામાં ગદ્ય-પદ્યરૂપે રચીને જૈનશાસનની પ્રભાવના કરવાનું અપૂર્વ અને અભૂત કવિત્વ જેમનામાં છે તે આઠમા કવિપ્રભાવક જાણવા. માત્ર રાજાને ખુશ કરવા જ ખુશામત સારૂ જ કવિતા બનાવનારા નહીં, પરંતુ જૈનશાસનનો પ્રભાવ વધારવા અને રાજા-પ્રજા આદિને જૈન બનાવવા માટે જે અદ્વિતીય કવિતા બનાવે તે કવિપ્રભાવક કહેવાય છે. આ વિષય ઉપર સિદ્ધસેનદિવાકરસૂરિજીનું ઉદાહરણ જાણીતું છે. તે આ પ્રમાણે શ્રી પાદલિપ્તસૂરિજીની શિષ્ય પરંપરામાં સૂર્યસમાન એવા શ્રી સ્કંદિલાચાર્ય વિહાર કરતા કરતા શ્રીગૌડ દેશમાં પધાર્યા. તે દેશમાં કૌશલગામમાં મુકુંદ નામનો એક બ્રાહ્મણ વસે છે. તે મુકુંદે શ્રી સ્કંદિલાચાર્ય પાસે ધર્મોપદેશ સાંભળી વૈરાગ્યવાસિત બની દીક્ષા ગ્રહણ કરી. આ મુકુંદમુનિ રાત્રે સર્વ સાધુ સુતા હોય છે ત્યારે મોટા સ્વરે પાઠ કરે છે. ગુરુએ સાધુઓને નિદ્રામાં અલના ન થાય તેટલા માટે તેમ કરતાં વાર્યા, એટલે તે મુનિ દિવસે મોટા સ્વરે પાઠ કરે છે. એટલે કોઈક મુનિ તેઓની મશ્કરી કરે છે કે આ મુનિ આટલું જોરથી બોલે છે તે વૃદ્ધપણામાં મુશલને (સંબેલાને) ફુલાવશે કે શું? આ વ્યંગ વચનથી આઘાત પામેલા મુકુંદમુનિ એકવીસ દિવસ ઉપવાસ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કરે છે. પ્રસન્ન થયેલી દેવી વરદાન આપે છે કે “તું સર્વ વિદ્યાઓનો પારગામી થઈશ” તેથી વિદ્યાવાનું આ મુનિ જ્યાં ગુરુ છે ત્યાં આવીને મશ્કરી કરનાર મુનિને રાજસભામાં પડકાર કરે છે અને સ્થૂલ મુસલ મંગાવી લોકોના દેખતાં તેને વિદ્યાના બળે ફૂલાવે છે. પોતાની પ્રતિજ્ઞાને સફળ કરતા તે મુનિ જૈનશાસનની પ્રભાવના કરતા કરતા વાદીઓને વાદમાં જિતતા જિતતા સર્વ વાદિઓમાં વાદિરાજ થયા. તેથી તેઓ “વૃદ્ધવાદી” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓ એક વખત વિહાર કરતા કરતા ભરૂચ તરફ જઈ રહ્યા છે. ઉજ્જૈણી નામની નગરીમાં દાનેશ્વરી વિક્રમરાજા રાજ્ય કરે - છે. તે રાજાના રાજયમાં માનનીય એવો અને બ્રાહ્મણોના કાર્યમાં કુશળ એવો “દેવઋષિ” નામનો બ્રાહ્મણ છે. તેને “દેવસિયા” નામની Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પત્ની છે. તેને વિદ્યાબળ વડે ત્રણે ભુવનને તૃણની જેમ માનતો ‘‘સિદ્ધસેન’” નામનો પુત્ર છે. વાદ-વિવાદમાં નિપુણ એવા સિદ્ધસેને પ્રતિજ્ઞા કરી કે “મને વાદમાં જે જીતે તેના શિષ્ય મારે થવું.” એવી પ્રતિજ્ઞા કરીને વાદમાં સર્વ વાદીઓને જિતતો તે સિદ્ધસેન નામનો બ્રાહ્મણ વૃદ્ધવાદીનું નામ સાંભળી તેઓની સાથે વાદ ક૨વાના આશયથી તેઓ ભરૂચ તરફ જવા માટે જ્યાં વિચરી રહ્યા છે ત્યાં આ સિદ્ધસેન બ્રાહ્મણ ગયો. રસ્તામાં તે બન્ને મળ્યા. સિદ્ધસેને વૃદ્ધવાદીને વાદ કરવા લલકાર્યા. વૃદ્ધવાદીએ કહ્યું કે રાજા અને સભ્યો વિના ન્યાય કોણ આપશે! સિદ્ધસેને કહ્યું કે ઘેટાં ચરાવનારા આ ગોવાળીયાઓ આપણો ન્યાય આપશે. વૃદ્ધવાદીએ કહ્યું કે “તથાસ્તુ” એમ કહી સિદ્ધસેનને પૂર્વપક્ષ ૨જુ કરવા કહ્યું. સિદ્ધસેને સંસ્કૃતભાષામાં અલંકાર ભરેલાં કાવ્યો ગાયાં. પરંતુ ગોવાળીયાઓ તે ભાષા તથા તેટલું ઉંચુ જ્ઞાન ન ધરાવતા હોવાથી અમને કંઈ સમજાતું નથી. એવો ભાવ બતાવે છે. ત્યારબાદ વૃદ્ધવાદીસૂરિ સમયજ્ઞ હોવાથી કેડ ઉપર કપડો બાંધીને ગોવાળીયાની જ ભાષામાં રાસડો ગાતા ગાતા નાચવા લાગ્યા. જે જોઈ ગોવાળીયાઓ ખુશ ખુશ થઈ ગયા. તેમના તરફ ન્યાય આપ્યો. તેથી સિદ્ધસેન પોતે જ પોતાની ભૂલ સમજીને ગુરુને કહે છે કે, હે ગુરુજી! તમે સમયજ્ઞ છો. હું વિદ્વાન્ હોવા છતાં અસમયજ્ઞ છું. મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું તમારો શિષ્ય થવા ઇચ્છું છું. તેથી દીક્ષા આપો. વૃદ્ધવાદિસૂરિજીએ સિદ્ધસેન બ્રાહ્મણને દીક્ષા આપી તેમનું “કુમુદચંદ્ર” નામ પાડયું. તેઓ વિદ્વાન્ તો હતા જ, અને હવે જૈનાગમશાસ્ત્રોના અભ્યાસી થઈ મહાવિદ્વાન થયા. ગુરુજીએ તેમને સૂરિપદ આપ્યું. ત્યારે “સિદ્ધસેનદિવાકરસૂરિ” એવું નામ રાખ્યું. તેઓ પણ ધર્મોપદેશ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરતા કરતા ‘‘ઉજ્જૈણી’’ નગરીમાં આવ્યા. ત્યાં વિક્રમરાજા દ્વારા જીર્ણચૈત્યોનો જીર્ણોદ્ધાર કરાવી વિહાર કરતા શ્રી ચિત્રકુટનગરમાં આવ્યા. ત્યાં પરમ રહસ્યવાળી એવી વિદ્યાઓથી ભરપૂર પુસ્તકો એક સ્થંભમાં ભંડારેલાં હતાં. જલ અને અગ્નિથી તે સ્તંભ નાશ ન પામે તેથી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઔષધિઓથી તેના ઉપર વિલેપન કરેલું હતું. સિદ્ધસેનસૂરિએ પ્રતિસ્પર્ધી ઔષધીઓ વડે તે ઔષધિઓ દૂર કરી. પ્રભાતે સ્તંભ ચીરાયેલો જોયો. તેમાંથી એક પુસ્તક કાઢી બે પાનાં વાંચ્યાં. તેમાંથી બે વિદ્યાઓ તેઓએ જાણી. તેવામાં તે સ્તંભ પુસ્તક સાથે જ અખંડિત બની ગયો અને આકાશવાણી થઈ કે હે આચાર્ય ! તું આવી વિદ્યાઓ માટે અયોગ્ય છે. ચંચળ સ્વભાવ ત્યજી દે, અન્યથા જીવન રહેશે નહીં. તેથી તેઓ પાસે બે વિદ્યા રહી. અધિકવિદ્યા પ્રાપ્ત ન થઈ. ત્યારબાદ તેઓએ ત્યાંથી કુમારપુર નગર તરફ વિહાર કર્યો. ત્યાંના શ્રીદેવ નામના રાજાને પ્રતિબોધી જૈનધર્મી બનાવ્યો. એક વખત આ રાજાએ એકાન્તમાં સિદ્ધસેનજીને પોતાની આપત્તિ કહી કે, હે ગુરુજી! અમારા રાજ્યનો સીમાડો શત્રુ રાજાઓ લુંટી લે છે તેની ચિંતામાં હું તમારું દર્શન-વંદન-શ્રવણ કરી શક્તો નથી. આચાર્યશ્રીએ કહ્યું કે, ચિંતા ન કરીશ, બધું સારૂં થશે. ત્યારબાદ સિદ્ધસેનજીએ પાણી ભરેલી વાવડીઓમાં વિદ્યાના બળે સરસવો મંત્રીને નાંખ્યા. તેમાંથી તેજસ્વી ઘોડેસવારો નીકળ્યા. શત્રુ રાજાના તમામ સૈન્યને હત-પ્રહત કરી તે ઘોડેસવારો સ્વયં અદશ્ય થયા. તેથી આ રાજાએ તે શત્રુ રાજાઓનું સર્વસ્વ લઈ લીધું. આ રીતે શ્રીદેવ રાજાને અને સિદ્ધસેનજીને ગાઢી મૈત્રી થઈ. રાજદરબારમાં વારંવાર જવાથી, તેના સહવાસથી અને રાજકીય માનસન્માન મળવાથી સિદ્ધસેનજી તથા તેમનો શિષ્ય પરિવાર શિથિલ થયો. તેમના શિથિલાચારથી શ્રાવક-શ્રાવિકાવર્ગ પણ ઉપાશ્રયમાં જતોઆવતો બંધ થઈ ગયો. સિદ્ધસેનજી પણ શિબિકામાં આરૂઢ થઈને બિરૂદાવલી ગવરાવતા ગવરાવતા રાજ્યસભામાં જવા લાગ્યા. આવા પ્રકારની શિથિલાચારની આ વાત વૃદ્ધવાદિજીએ સાંભળી. પોતાનો પરિવાર ગીતાર્થોને ભળાવી એકલા તેઓ સિદ્ધસેનજીને પ્રતિબોધવા કુમારપુર નગર આવ્યા. ઋદ્ધિગારવમાં આસકત થયેલા સિદ્ધસેનજીએ તેઓને ન ઓળખ્યા. વૃદ્ધવાદિજીએ હું વિદ્યાનો અર્થી છું. એમ જણાવી કંઈક વ્યાખ્યાન આપો એમ હ્યું. સિદ્ધસેનજીએ કહ્યું કે, અત્યારે અમને સમય નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ અમે રાજ્યકાર્યમાં વ્યસ્ત છીએ. જ્યારે શિબિકામાં બેસીને રાજ્યસભામાં જતા હોઈએ ત્યારે પૂછજો. એટલે વ્યાખ્યાન કરીશું. રાજયસભામાં જવાનો સમય થયો. સિદ્ધસેનજી શિબિકામાં આરૂઢ થયા ત્યારે સિદ્ધસેનજીએ કહ્યું કે કહો તમારે શું પૂછવું છે! ત્યારે વૃદ્ધવાદીજીએ નીચે મુજબ એક શ્લોક કહી તેનો અર્થ સમજાવવા માટે સિદ્ધસેનજીને કહ્યું अणहुल्लिय फुल्लम तोडहु, मा आरामरोवा मोडहु ।। मणकुसुमेहिं अच्चि निरंजणु, हिंडहि काई वणेणं वणु ॥ સિદ્ધસેનજી આ શ્લોકનો અર્થ સમજી-સમજાવી શકતા નથી તેથી વાત ઉડાડી નાખવા માટે કહેવા લાગ્યા કે આ ગાથા તો બહુ જ સુગમ છે. આમાં સમજાવવા જેવું છે શું ? બીજું કંઈક પૂછો. વૃદ્ધાવાદીજીએ કહ્યું કે, અમારા જેવાને તો આ જ ગાથા ઘણી વિષમ છે. તે જ સમજાવો. બરાબર ન સમજાવી શકવાથી વૃદ્ધવાદીજીએ જ કહ્યું કે આ શ્લોકનો અર્થ એવો છે કે – કલ્પવૃક્ષ તુલ્ય આ સંયમયોગ મળ્યો છે. તેનાં યમ અને નિયમો અને મૂલ છે. ધ્યાન એ થડ છે. સમભાવ એ સ્કંધ છે. કાવ્યો રચવાં, મધુરવાણી પ્રકાશવી, જનને પ્રતિબોધ કરવો ઇત્યાદિ ફુલો છે. કેવલજ્ઞાન એ ફળ છે તેથી ફૂલફળ આવ્યા વિના આ વૃક્ષને ન તોડો, ભાવિમાં કેવલજ્ઞાનરૂપી ફળવડે ફળવાળું બનશે. ફળ આવ્યા વિના તોડો નહીં. પાંચ મહાવ્રત એ એના રોપા છે તેને મરડો નહીં. ઉત્તમ વિચારોવાળા મનરૂપી પુષ્પો વડે નિરંજન એવા અરિહંતને પૂજો, ઋદ્ધિગારવમાં આસક્ત થઈને નિરર્થક એક વનથી બીજા વનમાં કેમ ભટક્યા કરો છો? આવો અર્થ સાંભળી શિબિકા ઉપરથી નીચે ઉતરી પોતાના ગુરુને બરાબર ઓળખી ક્ષમા માગી પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈ પોતાના દુશ્ચરિત્રની આલોચના કરી સિદ્ધસેનજી વૈરાગ્યવાસિત બન્યા. ત્યારબાદ રાજાને કહીને ગુરુજી શ્રી વૃદ્ધવાદિસૂરિજીની સાથે સિદ્ધસેનદિવાકરસૂરિજીએ વિહાર કર્યો. તેઓએ અન્ય અન્ય સૂરિવરો પાસેથી ઘણું શ્રુતજ્ઞાન મેળવ્યું. વૃદ્ધવાદીસૂરિ કાલગત થયા. સિદ્ધસેનદિવાકરસૂરિજી શ્રુતધર તરીકે પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ એક વખત સિદ્ધસેનજીએ સંઘને કહ્યું કે આપણો સર્વ સિદ્ધાન્ત જે પ્રાકૃત ભાષામાં છે તે જો સંઘની આજ્ઞા હોય તો હું સંસ્કૃત ભાષામાં રચું. સંઘે ક્યું કે આવું બોલવું તે પણ પાપ છે. શું ગણધરભગવંતો આ સિદ્ધાન્તને સંસ્કૃત ભાષામાં રચી શકતા ન હતા? રચી શક્તા હતા. પરંતુ બાલ-મન્દ-સ્ત્રી અને અજ્ઞાની જીવો ચારિત્રના કાંક્ષી હોય તો તેઓના ઉપકાર માટે જ તત્ત્વજ્ઞ પુરુષોએ આ સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં કર્યો છે. તેથી તમે પારાંચિત પ્રાયશ્ચિત્તને યોગ્ય છો. સિદ્ધસેનજીએ પણ પોતાની ભૂલ કબૂલ કરી. બે હાથ જોડી ક્ષમા માગી કહ્યું કે સંઘની વાત બરાબર છે. સંઘયણ અને બુદ્ધિબલના અભાવે આ કાલે પારાંચિત પ્રાયશ્ચિત્ત તો વિચ્છેદ પામ્યું છે. પરંતુ તેને અનુસરનારૂં પ્રાયશ્ચિત્ત મને હો. એમ કહી સંઘ સાથે નિર્ણય કરી બાર વર્ષ સુધી ગુપ્તવેશવાળા રહી મંહારાજાઓને પ્રતિબોધી જૈનશાસનની પ્રભાવના કરીને સંઘમાં પાછા આવવું. એમ નક્કી કરી ગચ્છ ત્યજીને વિવિધ તપ, જપ, ધ્યાનાદિ આચરતા તે સિદ્ધસેનજી આઠ વર્ષ બાદ ઉજ્જૈણીનગરીમાં મહાકાલના મંદિરમાં આવ્યા. ત્યાંના પૂજારી લોકોએ સિદ્ધસેનજીને ઘણું પૂછ્યું પરંતુ મૌન રાખી કંઈ પણ ઉત્તર તેઓએ ન આપ્યો. લોકો ત્યાં એકત્ર થયા. આ સમાચાર રાજા પાસે ગયા. વિક્રમરાજા પોતે ત્યાં આવ્યો. સિદ્ધસેનજીને કહે છે કે તમે કોણ છો? શા માટે અહીં બેઠા છો! મહાદેવને પ્રણામ કેમ કરતા નથી? ત્યારે સિદ્ધસેનજી કહે છે કે “મારી સ્તુતિ આ મહાદેવ સહી શકશે નહીં.'' ત્યારે ગુસ્સે થયેલા રાજા કહે છે કે, “તમારી આ વાત સત્ય કેમ માની શકાય?' જે થવાનું હોય તે થાય પરંતુ તમે મહાદેવની સ્તુતિ અને પ્રણામ કરો. સિદ્ધસેનદિવાકરજી મહાકવિ હતા. તેથી બત્રીસ-બત્રીસ સર્વોત્તમ બ્લોક રચવા લાગ્યા. તથા કલ્યાણમંદિર સ્તોત્રની સુંદર રચના કરી. જે રચતાં શિવલિંગમાંથી અગ્નિની જવાલાઓ ફાટી, ત્યારબાદ ધરણેન્દ્રષ્કૃત ફણા સહિત પૂજ્ય પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. સમસ્ત લોકો જિનેશ્વરની ભક્તિમાં લીન થયા. રાજાને પણ ધર્મોપદેશ આપી જૈન બનાવ્યો. આ રીતે જૈનશાસનની ઘણી પ્રભાવના કરી. તેનાથી ખુશ થયેલા જૈન સંઘે તેમને ચાર Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વર્ષના પ્રાયશ્ચિત્તની ક્ષમા આપી. મહોત્સવ અને ઘણા બહુમાન સાથે ઉજ્જૈણીમાં નગર પ્રવેશ કરાવ્યો. તેઓએ સમ્મતિપ્રકરણ, બત્રીસ બત્રીસિકા આદિ સુંદર કાવ્યમય રચના કરી જૈનશાસનની પ્રભાવના કરી છે. તેઓ આઠમા કવિપ્રભાવક થયા છે. ૩૪. सव्वे पभावगा ए, जिणसासणसंसकारिणो जे उ । भंगंतरेणवि जओ, एए भणिया जिणमयम्मि ॥ स. स. ३७॥ अइसेसिइडि धम्मकहि वाइ आयरिय खवग नेमित्ती । વિઝીયાવાસમો ય, તિ€ vમાવંતિ છે . સ. ૨૮ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ સાહેબે ઉપરોક્ત ગાથા ૨૮થી ૩૪માં આઠ જાતના જે પ્રભાવક કહ્યા છે તે પણ પ્રભાવક કહેવાય છે. અને અન્ય ગ્રંથોમાં બીજી રીતે પણ આઠ પ્રભાવક જણાવ્યા છે. તે આ પ્રમાણે(૧) અતિશેષદ્ધિપ્રભાવક : જંઘાચારણ, વિદ્યાચારણ આશીવિષલબ્ધિ, જલ્લૌષધિલબ્ધિ, અવધિજ્ઞાન, અને મન:પર્યવજ્ઞાનાદિ લબ્ધિઓ જેઓને હોય અને તે લબ્ધિઓ દ્વારા જેઓ જૈનશાસનની અદ્ભુત પ્રભાવના કરે તે. (૨) ધર્મકથી પ્રભાવક વ્યાખ્યાન આપવાની અપૂર્વ શક્તિ જેઓને હોય તે. (૩) વાદીપ્રભાવક : પરદર્શનના વાદીઓને જિતવાનું અપૂર્વ સામર્થ્ય, બુદ્ધિબલ અને તકદિની શક્તિ જેઓને હોય તે. (૪) આચાર્યપ્રભાવક : પાંચ આચારને ઉત્તમ રીતે પાળવા - પળાવવા દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા અને ૧૨૯૬ ગુણોથી જે અલંકૃત હોય તે. (૫) ક્ષપકપ્રભાવક : ઉત્કૃષ્ટ તપ કરવા દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા. (૬) નૈમિતિપ્રભાવક : નિમિત્તો દ્વારા ભાવિના ભાવ જાણીને કહેનારા. અને તેના દ્વારા જિનશાસનની પ્રભાવના કરનારા. (૭) વિદ્યાપ્રભાવક : વિદ્યા અને મંત્રો દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા. (૮) રાજગણસમ્મત પ્રભાવક : રાજા અને પ્રજાનો અપૂર્વ સ્નેહ જિતવા દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જે કાલે દુઃષમકાળના પ્રભાવથી સંઘયણબલ, બુદ્ધિબલ, અને લબ્ધિબલ ઓછું થઈ ગયું હોઈ ઉપર કહ્યા મુજબ આઠ પ્રભાવક પુરુષો થતા નથી. તે કાલે શત્રુંજ્યાદિ મહાતીર્થોની તીર્થયાત્રા કરવી અને કરાવવી, છ'રી પાલિત સંઘ કાઢવા, યુગપ્રધાનાદિ પુરુષોને વંદનાર્થે જવું, તેઓ આવે ત્યારે સામા જવું, ચંદન કેસર અને પુષ્પાદિ દ્વારા અરિહંત પરમાત્માની પૂજા કરવી-કરાવવી, મોટી પૂજાઓ ભણાવવી. ઉપધાનતપ કરવા-કરાવવાં, પ્રતિષ્ઠા અંજનશલાકા આદિ પ્રસંગો મહોત્સવપૂર્વક કરવા-કરાવવા. આવાં આવાં સર્વોત્તમ ધાર્મિક કાર્યો કરનારા અને કરાવનારાને પણ જૈન શાસનના પ્રભાવક કહેવાય છે. જેમ કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી કાલિકાચાર્ય, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, પૂજાઓ રચનારા શ્રી વીરવિજયજી, પદ્મવિજયજી, ચોવીશ ભગવન્તોનાં સ્તવનો બનાવનાર પૂ. દેવચંદ્રજી મ., આનંદઘનજી મ., તથા પૂ. હીરસૂરીશ્વરજી મ. વગેરે અનેક આચાર્યો જૈનશાસનની જુદી-જુદી રીતે પ્રભાવના કરવા દ્વારા પ્રભાવક થયા છે. તથા પેથડકુમાર, વસ્તુપાળ, તેજપાળ, કુમારપાલ મહારાજા, સંપ્રતિ મહારાજા, વિક્રમ રાજા, સમરાશાહ, જાવડશાહ, ભાવડશાહ, ભરત ચક્રવર્તી, વિમલશા મંત્રી ઈત્યાદિ ગૃહો પણ ભિન્ન-ભિન્ન રીતે જૈનશાસનની પ્રભાવના કરનારા હોવાથી કંઈક અંશે પ્રભાવક કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, इय संपत्तिअभावे, जत्तापूयाइ जणमणोरमणं । जिणजइविसयं सयलं, पभावणा सुद्धभावेणं ॥ स. स. ३९ ॥ જૈનશાસન પામીને જે આત્મા પાસે જેવા પ્રકારની શક્તિ હોય, તેવા પ્રકારની શક્તિ દ્વારા યત્કિંચિત્ પણ તે આત્માએ જૈનશાસનની પ્રભાવના કરવી જોઈએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે સંસારી જીવોના કલ્યાણ અર્થે આ “જૈનશાસનરૂપી દીપક પ્રગટાવ્યો છે તે દીપકમાં આપણે આપણી પ્રાપ્ત શક્તિ અનુસાર ૧-૨-૩ ચમચી ઘી પૂરવાનું કામ કરવું જોઈએ. જેથી આ દીપક પાંચમા આરાના અંત સુધી વધારે ને વધારે પ્રકાશમાન રહ્યા જ કરે અને જગતના જીવોને તારવાનુંપ્રકાશ આપવાનું કામ કર્યા કરે. “મનુષ્ય જીવનનો આ જ સાર છે.” Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ભૂતકાળમાં જૈન આચાર્યો, ઉપાધ્યાયો અને મુનિભગવંતો આદિ જ્યોતિષ વિદ્યા તથા મંત્ર-તંત્ર અને જડીબુટ્ટી આદિ વિદ્યાઓના જાણકાર થતા હતા. તેમાં પ્રવીણતા પણ પ્રાપ્ત કરતા, આકરી તપ સાધના દ્વારા વિદ્યાસિદ્ધિ આદિ અનેક લબ્ધિઓ પણ તેઓને સહજપણે પ્રાપ્ત થતી. પરંતુ તેનો ઉપયોગ માત્ર જૈનશાસનની પ્રભાવના માટે અથવા ઈતરદર્શનોથી થતી જૈનશાસનની મલિનતા રોકવા માટે જ તેઓ કરતા. કોઈ પણ સંસારી જીવોના સંસારહેતુ માટે કે પોતાની માનપાન-પ્રતિષ્ઠા કે મોભા માટે તેનો પ્રયોગ કરતા નહીં. પોતાની સિદ્ધિઓ જગતમાં જાહેર ન કરવામાં જ તેઓ લીન રહેતા. કોઈ રાજા આદિ તરફથી જૈન સંઘ ઉપર આપત્તિ આવે ત્યારે જ તે આપત્તિ ટાળવા પૂરતો જ ઉપયોગ કરતા. માટે પ્રભાવના કરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. પરંતુ સંસારી જીવોને ખુશ કરવા કે તેઓની ખુશામત કરવા કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના સાંસારિક લાભ પ્રાપ્ત કરવા મંત્ર-તંત્રનો કે શકિતનો ઉપયોગ કરવો તે સાધુ માટે દોષરૂપ : છે. સંસાર હેતુ જ બને છે. તેથી તેવા પ્રયોગોથી દૂર રહેવું જોઈએ.૩૫. Page #115 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી અધિકાર સાતમો સમ્યકત્વનાં પાંચ ભૂષણો સોહે સમકિત જેહથી સખી, જિમ આભરણે દેહ, ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખી તેહમાં નહીં સંદેહ, મુજ સમકિત રંગ અચળ હોજો. ૩૬ પહેલું કુશળપણું તિહાં સખી, વંદન ને પચ્ચકખાણ, કિરિયાનો વિધિ અતિઘણો, સખી આચરે તેહ સુજાણ. મુજ૦ ૩૭ બીજું તીરથ સેવના સખી, તીરથ તારે તેહ, તે ગીતારથ મુનિવરા સખી, તેહશું કીજે નેહ. મુજ૦ ૩૮ ભગતિ કરે ગુરુદેવની સખી, ત્રીજું ભૂષણ હોય, કિણ હી ચલાવ્યો નવી ચલે સખી, ચોથું એ ભૂષણ જોય મુજ૦ ૩૯ જિનશાસન અનુમોદના સખી, જેહથી બહુજન હુંત, કીજે તેહ પ્રભાવના સખી, પાંચમું ભૂષણ ખંત. મુજ૦ ૪૦ ગાથાર્થ : જેમ સોનાના અલંકારોથી શરીર શોભે તેમ જ ગુણોથી સમ્યકત્વ શોભે તે પાંચ ગુણોને પાંચ ભૂષણ કહેવાય છે. આ પાંચે ભૂષણો મનને ગમી જાય તેવા અર્થાત્ મનોહર છે. તેમાં નાની પણ શંકા કરવા જેવી નથી. આ પાંચે ભૂષણો દ્વારા સમ્યકત્વ ઉપરનો મારો પ્રેમ અચલ હોજો. ૩૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ દેવ-ગુરુને વંદન, ઉપવાસાદિ પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ, પડિલેહણ અને પૂજાદિ ધર્મક્રિયાઓ કરવામાં જે ઘણો વિધિ આચરે, તથા ક્રિયાવિધિના સુજાણ થાય તે સમ્યક્ત્વનું “કુશળ’” નામનું પ્રથમ ભૂષણ કહેવાય છે. ૩૭. સંસારથી જે તારે તે તીર્થ કહેવાય છે. અહીં તીર્થ એટલે જૈનશાસન તેના જ્ઞાની અનુભવી એવા ગીતાર્થ મુનિવરો (આદિ સ્વરૂપ ચતુર્વિધ શ્રી સંઘ)ની સાથે નિત્ય સંબંધ રાખવો. પરિચય ક૨વો, અને તેઓનો સતત આશ્રય કરવો અથવા સ્થાવરતીર્થોની યાત્રા કરવી તે તીર્થસેવના” નામનું બીજું ભૂષણ જાણવું. ૩૮ દેવ ગુરુ ધર્મની ભક્તિ કરવી તે “ભક્તિ” નામનું ત્રીજું ભૂષણ જાણવું. તથા રાજા કે દેવાદ કોઇ વ્યક્તિ ધર્મથી ચલિત કરવા પ્રયત્ન કરે તો પણ ચલિત ન થવું તે “સ્થિરતા-દેઢધર્મ” નામનું ચોથું ભૂષણ જાણવું. ૩૯ જેનાથી ઘણા લોકો જૈનશાસનની અનુમોદના (પ્રશંસા) કરે તેવા વરઘોડા આદિ કાઢવા. વગેરે કામો કરવાં તે “પ્રભાવના” નામનું પાંચમું ભૂષણ જાણવું. ૪૦ શાસ્ત્રમાં કહ્યું છે કે सम्मत्तभूसणाई, कोसल्लं तित्थसेवणं भत्ती । થિયા માવળાવિય, ભાવ ં તેસિં વુચ્છામિ ॥ સ. સ. ૪૦॥ વિવેચન-: શરીર ગમે તેટલું રૂપાળું હોય, દેખાવડું હોય, ચમકદાર અને ભભકાદાર હોય તો પણ જો તે શરીર વસ્ત્ર અને સોનાના યથાસ્થિત અલંકારોથી સુસજ્જ ન હોય તો તે શોભા પામતું નથી. વ્યવસ્થિતપણે ઢંગ સરનાં વસ્ત્રો પહેર્યાં હોય તથા શરીરના જુદા જુદા અંગે સુંદર શોભા આપતા સોનાના અલંકારો પહેર્યા હોય તો તે જ શરીર રાજકુમાર જેવું અથવા મહારાજા જેવું શોભા પામે છે. તેવી જ રીતે જિનેશ્વર પરમાત્મા પ્રત્યેની અવિચલ શ્રદ્ધા સ્વરૂપ પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ પણ તેના અલંકારો વડો જ શોભા પામે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અલંકારો વિના તે સમ્યક્ત્વ શોભતું નથી તેથી આ જીવનમાં સમ્યક્ત્વના અલંકારો અવશ્ય ધારણ કરવા જોઇએ તે અલંકારો અર્થાત્ ભૂષણો સામાન્યથી પાંચ છે. આ અલંકારોથી સમ્યક્ત્વ ઝળહળે છે. ચમકે છે. (૧) કૌશલ્ય, (૨) તીર્થસેવના, (૩) ભક્તિ, (૪) સ્થિરતા, (૫) પ્રભાવના. આ પાંચે ભૂષણોના અર્થ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યા છે. वन्दणसंवरणाई, किरियानिउणत्तणं तु कोसल्लं । तित्थनिसेवा य सयं, संविग्गजणेण संसग्गी ॥ स. स. ४१ ॥ भत्ती आयरकरणं, जहुच्चियं जिणवरिंदसाहूणं । થિયા દઢસમ્મત્ત, પદ્માવનુસ્સબળારાં ॥ સ. સ. ૪૨॥ વિવેચન-ઃ સમ્યક્ત્વ રૂપી શરીર જે અલંકારોથી (ભૂષણોથી) શોભે તે અલંકારો (ભૂષણો) પાંચ છે. તેનાં નામ તથા અર્થો આ પ્રમાણે છે. (૧) કૌશલ્ય : વીતરાગ પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, ગુરુજીને વંદન, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યો, દાન, શીયલ, તપ, ભાવ, તથા શ્રાવકજીવનને યોગ્ય બારવ્રતોનું ધારણ ઇત્યાદિ ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં જાણપણું, દક્ષપણું, કુશલપણું અને નિરતિચારપણે ઉત્તમ પાલનપણું તે કૌશલ્ય નામનું પ્રથમ ભૂષણ છે. શ્રાવક-શ્રાવિકાએ પણ પોતાના સમ્યક્ત્વને શોભાવનારી અને પુષ્ટિ કરનારી ધર્મક્રિયા અવશ્ય યથાશક્તિ આચરવી જોઇએ. અને જે ધર્મક્રિયા ન જ થઇ શકે તેનું અતિશય દુ:ખ મનમાં થવું જોઇએ, કારણ કે એકલા જ્ઞાનમાત્રથી કે એકલી ક્રિયા માત્રથી મુક્તિ થતી નથી. પરંતુ ‘“જ્ઞાનયિાાં મોક્ષ: " જ્ઞાન અને ક્રિયા એમ ઉભયના સેવનથી મુક્તિ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં (આશરે ૧૦૦ થી ૧૫૦ વર્ષોના ગાળામાં) આત્મા અને શરીરના ભેદજ્ઞાનની વાતને જ પ્રધાન કરીને ક્રિયામાર્ગનું ઉત્થાપન કરતો કેટલોક વર્ગ જોવા મળે છે. ભેદજ્ઞાન કરો એટલે બસ, ભેદજ્ઞાન થવાથી સમ્યક્ત્વ આવી જ જાય છે. આવી ધર્મક્રિયાઓ તો ભવોભવમાં બહુ ક૨ી, તેથી આત્મકલ્યાણ થતું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ નથી. આ તો જડક્રિયા માત્ર જ છે. શરીરથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન જ મુક્તિહેતુ છે. આત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. જડ એવું શરીર જ સંસારકાર્ય કરે છે. પુદ્ગલનું બનેલ શરીર પુગલના ભોગો ભોગવે તેમાં આત્માને શું લેવાદેવા ! શરીર જ કર્મ બાંધે છે. આત્મા તો અકર્તા અને અભોક્તા છે. ઈત્યાદિ દલીલો દ્વારા કેવળ જ્ઞાનમાર્ગની જ પ્રરૂપણા કરે, સ્વાધ્યાય અને સત્સંગને જ પ્રધાનતા આપે, ક્રિયામાર્ગને ઉત્થાપે. તે વ્યાજબી નથી. કૌશલ્ય” નામનો અલંકાર જ એમ જણાવે છે કે ધર્મક્રિયા અતિશય આવશ્યક છે. જ્ઞાનપૂર્વકની ધર્મક્રિયા એ કંઈ જડક્રિયા કહેવાતી નથી. જો એકલા જ્ઞાનમાત્રથી અને અધ્યાત્મનાં પદો ગાવા માત્રથી જ આત્મકલ્યાણ થતું હોય તો તીર્થંકરભગવન્તો દીક્ષા લઇ તપ અને ધ્યાન કેમ આચરત ! સાધુસંતો આદિ મહાત્મા પુરુષો ઉપસર્ગપરિષદો જે સહન કરે છે તે કેમ કરે ! શરીર જ જો કર્મ કરતું હોય તો મૃતકશરીર કેમ કંઈ કાર્ય કરતું નથી ! માટે શરીર કર્તા નથી, આત્મા જ કર્મનો અને સુખ-દુઃખનો કર્તા-ભોક્તા છે શરીર તો સાધન માત્ર જ છે. કોઈ ખુની શસ્ત્રથી કોઈનું ખુન કરે તો દંડ અને શિક્ષા શસ્ત્રને થતી નથી પરંતુ શસ્ત્ર ચલાવનારને જ થાય છે. તેમ શરીરને પુણ્ય-પાપના કાર્યોમાં જોડનાર આત્મા જ કર્મનો ર્તા-ભોક્તા છે. તે તે કાર્યથી આનંદ અને શોક જીવને જ થાય છે. માટે ઉપરની તમામ દલીલો ખોટી છે. ક્રિયામાર્ગ ગમતો નથી. તેથી જ તેના તરફ અણગમો બતાવવા “જડ” કહેવામાં આવે છે. જ્ઞાન વિનાની ક્રિયા જેમ જડ છે તેમ ક્રિયા વિનાનું એકલું જ્ઞાન પણ “શુષ્ક” છે. એટલે જડક્રિયામાત્રથી અને શુષ્કજ્ઞાનમાત્રથી આત્મહિત થતું નથી. કૃત્રિમ અધ્યાત્મવાળા કેટલાક વ્યક્તિઓએ અધ્યાત્મના બહાના નીચે આ ક્રિયામાર્ગનો લોપ કર્યો છે. અને જુદા જુદા સ્થાનોમાં પંચપરમેષ્ઠિએ બતાવેલા શાસ્ત્રોને છોડીને ગૃહસ્થોએ બનાવેલાં અધ્યાત્મનાં ગુજરાતી પદો ગાવામાત્રમાં જ ધર્મ માની લીધો છે. આવી ભૂલ ન કરવાનું આ કૌશલ્ય નામનું ભૂષણ આપણને સમજાવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ वन्दणसंवरणाई किरियानिउणत्तणं तु कोसल्लं I અકૌશલ્ય નામના ભૂષણ ઉપર ઉદાયિ રાજાની કથા આ પ્રમાણે છે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ‘‘રાજગૃહી’'નામની નગરી છે ત્યાં કોણિક છે બીજું નામ જેનું એવો (શ્રેણિકરાજાનો પુત્ર) અશોકચંદ્ર રાજા રાજ્ય કરે છે. તેને “પદ્માવતી” નામની સ્ત્રી છે સંસારસુખ વિલસતાં તે દંપતીના સુખે સુખે દિવસો જાય છે. એક વખત દેવલોકમાંથી ચ્યવીને કોઇ ઉત્તમ જીવ તે પદ્માવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવે રાણીને ઉત્તમ દોહલા થયા. પૂર્ણ કાળે પ્રસવ થયો. પુત્રનું મુખારવિંદ જોઇને સર્વે આનંદ પામ્યા. સર્વે સખીવૃંદ આનંદ કલ્લોલ કરતું તે બાળકને રમાડે છે. રાજા પણ અત્યન્ત પ્રસન્ન થયો છતો “ઉદાયી” એવું તેનું નામ સ્થાપિત કરે છે. સાધુ જેમ રજોહરણને ક્યાંય ત્યજે નહીં તેમ આ રાજા સ્નાન-પાન-ભોજન-નિદ્રાદિ સર્વે કાર્યોમાં આ બાળકને અતિશય સ્નેહપૂર્વક સાથે જ રાખે છે. એક વખત આ કોણિકરાજા પોતાના બાળકને સાથે લઇને ભોજન કરે છે. અર્ધ ભોજનકાલે આ બાળકે ઘીની ધારાની જેમ ભોજનમાં મૂત્રની ધારા કરી. ધારા રોકવાથી કદાચ બાળકને રોગ થઇ જાય એવા ભયથી કોણિકે મૂત્રધારા અટકાવી નહીં. મૂત્રધારાથી યુક્ત ભોજનને દૂર કરી શેષ ભોજન જાણે રસવતી જ હોય તેમ કોણિકે શેષ ભોજન કર્યું. અહો મોહનો વિલાસ કેવો છે ? ત્યાં આવેલી કોણિકની માતા ચેલ્લણારાણીને કોણિકે કહ્યું કે, હે માતા ! આ બાલ પુત્ર ઉપર જેટલો અને જેવો સ્નેહ મને છે તેટલો અને તેવો સ્નેહ કોઇને પણ થયો નથી અને થશે પણ નહીં. તે સાંભળીને ચેલ્લણારાણી કહે છે કે, આ બાલપુત્ર વિષે તારો સ્નેહ તો શું છે ? અર્થાત્ કંઇ જ નથી. તારા ઉપર તારા પિતા (શ્રેણિક રાજા)નો જે સ્નેહ હતો તેના કરતાં કરોડમા ભાગનો પણ તારો સ્નેહ નથી. આ સાંભળીને કોણિકે માતાને પૂછ્યું કે, તે કેવી રીતે ? ચેલ્લણા રાણી કહે છે કે, તું જ્યારે મારા ગર્ભમાં હતો ત્યારે મને રાજાનાં આંતરડાં ખાવાનું મન થયું. અભયકુમારે મારો તે દોહલો બુદ્ધિધનથી પૂર્યો. પરંતુ મેં જાણ્યું કે, આ મારો પુત્ર તેના પિતાને અનર્થનું કારણ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ બનશે. તેથી જન્મતાં જ મેં ઉદ્યાનની ઉજ્જડ ભૂમિમાં તને ફેંકી દીધો. ત્યાં તારી છેલ્લી આંગળી કોઈ ઝેરી પક્ષી વડે કરડાઈ. કીડા પડવાથી અતિશય દુર્ગધવાળી તે આંગળી થઈ. પુત્ર જન્મના સમાચારથી આનન્દ્રિત થયેલા તારા પિતા (શ્રેણિકરાજા) અંતઃપુરમાં આવ્યા. જન્મેલા બાળકને ન જોતાં મને ઘણો ઠપકો આપ્યો. ઉદ્યાનની ઉજ્જડ ભૂમિમાંથી તે બાળકને સખીઓ દ્વારા પાછો લેવરાવીને રાજ્યનાં બીજાં સર્વ કાર્યો ત્યજીને તને ખોળામાં લીધો. અતિશય પીડાથી રડતા એવા તારી તે રોગ-જીવાત અને દુર્ગન્ધવાળી આંગળીને રાજાએ મુખમાં ચુસીને જયાં સુધી તને પીડા દૂર ન થઈ અને તારું રૂદન બંધ ન થયું ત્યાં સુધી તે આંગળીને મુખમાં જ રાખી. એમ પ્રતિદિન કરતાં તારી આંગળી રૂઝાઈ, નિરોગી થઈ, પીડા તદન દૂર થઈ. તે રોગમુક્ત થયો. ' . આ સાંભળતાં જ કોણિક પશ્ચાત્તાપ કરવાપૂર્વક પોતાના પિતાને - પાંજરામાંથી મુક્ત કરવા માટે ખભા ઉપર મોટો દંડ લઈને જાય છે. ત્યાં પાંજરામાં રહેલા શ્રેણિકે પિતાની હત્યા કર્યાનો અપયશ પુત્રને લાગશે એવા ભયથી પોતાની જ વીંટીમાં રહેલા વિષનું પાન કર્યું અને મૃત્યુ પામ્યા. તેથી અતિશય શોકાતુર થયેલા કોણિકને ઘણો સમજાવી રાજગૃહીને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી શોક રહિત કર્યો. કાળાન્તરે આ જ કોણિક રાજા “આ ભરતક્ષેત્રમાં હું તેરમો ચક્રવત થયો છું” એમ બોલતો વૈતાદ્યપર્વતની તમિસ્રા ગુફાના બારણા ઉઘાડવા દંડ વડે તાડન કરવા લાગ્યો. તેથી કોપાયમાન થયેલા ગુફાના અધિષ્ઠાયક દેવે સૈન્ય સહિત કોણિકને બાળીને ભસ્મ કર્યો. તેથી મંત્રીઓએ બાળક હોવા છતાં ઉદાયીનો રાજ્યાભિષેક કર્યો. ઉદાયી રાજાને પિતા, દેશ, સૈન્ય અને રાજ્યલક્ષ્મી વારંવાર સ્મૃતિગોચર થવાથી રડી રડીને દિવસો પસાર કરે છે. તેથી શોક દૂર કરાવવા અને રાજ્યલક્ષ્મીનો વિકાસ કરવા મંત્રીઓએ ચંપાપુરીને બદલે “પાટલીપુત્રને રાજધાની બનાવી. ત્યાં આવીને ઉદાયી રાજા રાજ્ય કરે છે. આ ઉદાયી રાજાની દાનસંબંધી યુદ્ધસંબંધી અને ધર્મસંબંધી વીરતા પૃથ્વી ઉપર વિસ્તાર પામી. દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, ચાર Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પર્વીએ પૌષધવ્રત, ચોથભક્તપૂર્વક તપનું આરાધન, છ પ્રકારનાં આવશ્યક કાર્યો, જિનેશ્વરની પૂજા, ઈત્યાદિ ધર્મકાર્યોમાં વધારે લયલીન થયો. દૃઢ સમ્યકત્વવાળા તેણે પૌષધ કરવા માટે પોતાના અંતઃપુરમાં જ એક પૌષધશાળા બનાવી. આ પ્રમાણે તે ઉદાયી રાજા જિનેશ્વર ભાષિત ધર્મકાર્યોમાં અતિશય કુશલ થયો. ઉદાયીરાજાની સાથે યુદ્ધમાં મૃત્યુ પામેલા કોઈ એક રાજાનો પુત્ર એકલો અહીં તહીં ભટકતો પિતાના મૃત્યુનું વૈર લેવાની બુદ્ધિથી ઉદાયીરાજાને હણવાની ઇચ્છાવાળો ઉજજૈણી નગરીમાં આવ્યો. ત્યાંના રાજાની ઘણી સેવા કરી રાજાને ખુશ કરી કહ્યું કે, હે રાજન્ જો તમે સાચા મારા ઉપર પ્રસન્ન હો તો ઉદાયીરાજાને હણવાના મારા કાર્યમાં મદદ કરો અને મારા પિતાનું રાજ્ય મને પાછું અપાવો. આ સાંભળીને ઉજ્જૈણીનો રાજા ખુશ થયો. પોતાનો શત્રુ અન્યના હાથે હણાતો હોય તો કોણ આનંદ ન પામે ? રાજાએ થોડુંક લશ્કર અને ખાવાનું ભાતુ વગેરે આપ્યું. આ રાજપુત્ર ઉણીથી પાટલીપુર આવ્યો. રાજદ્વારાદિ સ્થાનોમાં ગમનાગમન કરવા છતાં, અનેકસ્થાનોમાં છિદ્ર શોધવા છતાં વજની ભીંતમાં જેમ ટાંકણી ન ઘુસે તેમ ઉદાયીરાજાને હણવાનો કોઈ ઉપાય મળ્યો નહીં. લશ્કર પણ થાકીને પાછું ચાલ્યું ગયું. ભાતું પણ ખૂટી પડ્યું. વિલખો થયેલો તે મનમાં વિચારે છે કે अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥१॥ વિધિ (ભાગ્ય-નસીબ-કુદરત-કર્મ) જ અઘટિત કાર્યોને ઘડે છે. અને સારી રીતે ઘડાયેલાં કાર્યોને જર્જરીભૂત કરે છે. તેથી વિધિ જ તે કાર્યો કરે છે કે જે કાર્યો પુરુષે વિચાર્યા જ ન હોય. મેં ઉદાયીરાજાને હણવાનું કાર્ય વિચાર્યું. પરંતુ અહીં એકછત્રી રાજ્ય અને રાજાનો યશ એવો છે કે મારાથી આ કાર્ય કોઈ પણ રીતે શક્ય નથી. એમ વિચાર કરતાં એક ઉપાય સૂઝે છે. આ રાજા જૈન શ્વેતામ્બર ઋષિઓનો પરમ ભક્ત છે. ધાર્મિક ક્રિયા અનુષ્ઠાન કરવામાં Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અત્યન્ત કુશળ છે. માટે જો હું કપટપૂર્વકનું યતિપણું સ્વીકારૂં અને ગુરુનો તથા રાજાનો પ્રેમ અને વિશ્વાસ કેળવું તો અવસરે આ કાર્ય કરવાની તક પ્રાપ્ત થશે. આ પ્રમાણે વિચાર કરીને જૈનાચાર્ય પાસે વૈરાગી એવા મને દીક્ષા આપો. એમ કહીને ઉપધિમાં ગુપ્તપણે છરી સાથે રાખીને જૈનીય દીક્ષા સ્વીકારી. ગુરુજી પણ તેના હૃદયના ભાવના અજાણ હોવાથી તેને દીક્ષા આપી. ગુરુજીનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે જ કઠીન તપ આચરી શ્રુતજ્ઞાન ભણી ઉગ્ર ચારિત્ર પાળવા લાગ્યો. એમ કરતાં સોળ વર્ષો ગયા છતાં ઉદાયીરાજાને હણવાની બુદ્ધિમાં મગશેલીયા પત્થરની જેમ કંઇ ફરક ન પડ્યો. ગુરુજી વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યા. ઉદાયી રાજા ઘણો હર્ષિત થયો છતો પ્રભાતે પરિવાર સાથે વંદન કરી ધર્મદેશના સાંભળે છે. ધર્મની ભાવનાથી ભાવિત ભાવવાળો રાજા પ્રતિદિન ધર્મશ્રવણ કરે છે. એક વખત પર્વનો દિવસ આવ્યો ત્યારે પ્રભાતકાળે પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્ય કરી વીતરાગપ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી ગુરુજીને દ્વાદશાવર્ત વંદન કરી અતિચારોની આલોચના કરી ક્ષમાપનાદિ કાર્ય કરી ચતુર્થભક્તનું પચ્ચક્ખાણ કરી ગુરુજીનું વ્યાખ્યાન સાંભળી ચૈત્યપરિપાટી કરવાપૂર્વક સકળ સંઘ સાથે જિનેશ્વરની પૂજા કરી સાયંકાલે પૌષધવ્રત કરવાની ઇચ્છાવાળા ઉદાયીરાજાએ ગુરુજીને આમંત્રણ આપ્યું. ગુરુજીએ પણ તે રાજાને પૌષધ અને ધર્મક્રિયા કરાવવાના શુભાશયથી આ આમંત્રણ સ્વીકાર્યું ઉદાયીરાજાના વૈરી એવો આ રાજપુત્રર્ષિ બહુ તપસ્વી અને કૃત્રિમ ગાઢ વૈરાગ્યવાળો હોવાથી જાણે ગીતાર્થ જ છે. એમ સમજી ગુરુજીએ તેને સાથે લીધો. રાજાના ભવનની અંદર પૌષધશાળામાં રાજાએ પૌષધ કર્યો. પ્રતિક્રમણ, અદ્ભુતસ્વાધ્યાય, ચાર શરણાંનો સ્વીકાર, પરમેષ્ઠિ મહામંત્રનું સ્મરણ ઇત્યાદિ ઉત્તમ ધર્મકાર્ય કરી સંવેગના તરંગોમાં ઝીલતા તે રાજા સૂઇ ગયા. ગુરુજી પણ પોતાનો સ્વાધ્યાયાદિ આચાર પૂર્ણ કરીને રાજાની પાસે જ સુઇ ગયા. આ અવસરે મધ્યરાત્રિએ તે દુષ્ટાત્મા ઉઠ્યો. અને મારા પિતાની હત્યાનો બદલો લેવાનો આ જ અવસર છે એમ જાણીને ઉપધિમાં છુપાવેલી છરી વડે અનાર્ય શિરોમણિ એવા તેણે રાજાની ગર્દન કાપી નાખી. રાજાના કંઠભાગથી નીકળેલી રૂધિરની ધારા ગુરુના સંથારાને સ્પર્શી. ગુરુજી પણ ઉઠ્યા. આ જોઇને આશ્ચર્ય પામ્યા. અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિચારવા લાગ્યા કે પ્રભાતે લોકો જોશે તો જૈનમતનું માલિન્ય થશે. અને યુગાન્ત સુધી અપકીર્તિજનક બનશે. માટે મારા પ્રાણત્યાગ કરવા વડે મારે જૈનમતનું માલિન્ય અને અપયશ રોકવાં જોઈએ. અન્યથા રોકાશે નહીં એમ વિચારી તે જ છરીવડે પોતે પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો. તેથી પ્રભાતે જાણ્યું છેરાજા અને ગુરુનું મૃત્યુ જેઓએ એવા રાજલોકો પાપિચ્છ એવા તે કપટી સાધુને જ નિંદવા લાગ્યા. ઘણી જગ્યાએ શોધવા છતાં તે મળ્યો નહીં ત્યારબાદ તે પાપી ઉણીનગરીમાં ગયો. ત્યાંના રાજાને કહ્યું કે મેં મારું કાર્ય આ રીતે કર્યું. તે સાંભળી ઉણીનગરીના રાજાએ પણ ધર્મકુશળ એવા ઉદાયિરાજાને જેણે હણ્યો. તેનો વિશ્વાસ કરાય નહીં એમ સમજી પોતાની નગરીમાંથી કાઢી મૂક્યો. ઉદાયીરાજા સમાધિપૂર્વક નિર્વેદ-સંવેગના પરિણામપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગગામી થયા. આ પ્રમાણે ઉદાયીરાજાની જેમ ધર્મક્રિયામાં કુશળતાવાળા બનવું. ૩૬-૩૭ (૨) તીર્થસેવના : સંસાસાગર જેનાથી તરાય તે તીર્થ કહેવાય છે. તેના સ્થાવર અને જંગમ એમ બે ભેદ છે. શત્રુંજય-ગિરનારસમેતશિખર-આબુ-તારંગા આદિ એક જગ્યાએ સ્થિર રહેનારા જે તીર્થો તે સ્થાવરતીર્થ. જિનમૂર્તિ અને જિનમંદિરની વારંવાર યાત્રા કરવી. સેવા કરવી. પૂજા કરવી. એ સમ્યકત્વનું તીર્થસેવના નામનું બીજું ભૂષણ જાણવું. તીર્થોની વારંવાર યાત્રા કરવાથી હૃદય ધર્મની ભાવનાથી વાસિત રહે છે. ધર્મના સંસ્કારો વધુ દઢ થાય છે. ધાર્મિક પુરુષોનો સંસર્ગ વધે છે. શંકાદિ અતિચારો દૂર થાય છે. સમ્યકત્વ નિર્મળ બને છે. કલ્યાણક ભૂમિઓના સ્પર્શમાત્રથી પણ ભાવ બદલાય છે. માટે સ્થાવર તીર્થોની વારંવાર યાત્રા કરવી. તે બીજું ભૂષણ જાણવું. તથા સંવેગ-નિર્વેદ પરિણામવાળો શ્રી ચતુર્વિધ સંઘ એ પણ સંસારસાગરથી તારનાર છે. અને એક ગામથી બીજે ગામ વિચરતો છે તેથી તેને જંગમતીર્થ કહેવાય છે. તેનો સંપર્ક કરવો. તેમની સાથે વધારે સહવાસ કરવો. તેમનું વ્યાખ્યાન શ્રવણ કરવું. તે પણ તીર્થસેવના નામનું બીજું ભૂષણ કહેવાય છે. સાધુ પુરુષો પોતાના અને પરના આત્મકલ્યાણ માટે (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરુ સાધર્મિકશુશ્રુષા, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ (૫) આલોચના ઇત્યાદિ ૭૨ બોંતેર ધર્મકાર્યોમાં સદા પ્રવૃત્તિશીલ હોય છે. તેઓની સાથે સદા વસવું. અતિશય પરિચય કરવો સંસર્ગમાં રહેવું તે આ બીજું ભૂષણ જાણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે तित्थनिसेवा य सयं संविग्गजणेण संसग्गी ॥ स. स. ४१ ॥ તીર્થસેવના નામના આ બીજા ભૂષણ ઉપર “નાગદત્તશ્રેષ્ઠી”ની કથા છે તે આ પ્રમાણે-કુસુમપુર નામના નગરમાં ગુણોથી ભરપૂર એવો શ્રી નાગચંદ્ર નામનો એક શ્રેષ્ઠી હતો. તેને “નાગશ્રી” નામની પ્રિયા હતી. દાંપત્ય જીવન જીવતાં તે બન્નેને શ્રી નાગદત્ત નામનો ધર્મપ્રિય અને ગુણવાન્ પુત્ર જન્મ્યો. મોટો થતાં તે સાધુજનની સેવા કરવામાં, તીર્થયાત્રા કરવામાં તથા પ્રભુની પૂજા સેવા-ભક્તિ કરવામાં તલ્લીન થઇ રહે છે. એક વખત પોતાના ગામનાં સર્વે ચૈત્યોની પરિપાટી અર્થે ફરતાં ફરતાં જિનેશ્વર પરમાત્માની પૂજા કરવા માટે એક ચૈત્યમાં પ્રવેશ કરે છે. ત્યાં ઉત્તમ સુગંધી પુષ્પો વડે પરમાત્માની સુંદર અંગરચના કરેલી જોઇ. સુંદર પૂજા થયેલી જોઇને તે નાગદત્ત ( પોતાના ધનથી આવી ઉત્તમ પૂજા કરવાની ઇચ્છા થવાથી) આકુલવ્યાકુલ ચિત્તવાળો ઘરે જાય છે. પોતાના પિતાની સમક્ષ કહે છે કે હે પિતાજી ! ઋષભદત્ત શ્રેષ્ઠીના પુત્ર જિનદત્તે આપણા મંદિરમાં પરમાત્માની સુંદર અંગરચના કરી છે. આપશ્રી પણ જરૂર દર્શનાર્થે ત્યાં પધારો. નાગચંદ્ર શ્રેષ્ઠી દર્શનાર્થે ત્યાં ગયા. અંગરચના જોઇને અતિશય ખુશ થયા. પોતાના પિતાને પરમાત્માની પૂજાથી અતિશય ખુશ થયેલા જોઇને નાગદત્ત શ્રેષ્ઠીએ પિતાને કહ્યું કે હે પિતાશ્રી ! મારી એક ભાવના છે કે મારા પોતાના ધનથી આવી સુંદર પરમાત્માની પૂજા રચાવું. પિતાશ્રીએ કહ્યું કે આપણી પાસે ઘણું સારું ધન છે. તેનાથી જરૂર તારી ઇચ્છા મુજબની સુંદર પૂજા રચાવ. નાગદત્તે કહ્યું કે હે પિતાશ્રી ! મને ધન કમાવા જવાની રજા આપો. હું મારા ભૂજાબલે ઉપાર્જન કરેલા ધનથી પૂજા કરવા માગું છું. નાગચંદ્રે કહ્યું કે ભલે તારી ઇચ્છા એમ હોય તો ધન કમાવા પરદેશ જવાની હું રજા આપું છું. પિતાશ્રીની રજા મળતાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે શ્રી નાગદત્ત શ્રેષ્ઠી સમુદ્રયાત્રા દ્વારા પરદેશ જાય છે. જે કોઇને તેમના સાર્થમાં આવવું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હોય તેઓને શ્રી નાગદત્તશ્રેષ્ઠી બધા જ પ્રકારની સુવિધા આપશે. ઢંઢેરો સાંભળી ઘણા નગરજન તૈયાર થયા. શ્રી નાગદત્ત શ્રેષ્ઠી પાંચસો વહાણો સાથે ઘણા નગરજનો સહિત સમુદ્રયાત્રાએ નીકળ્યો. એક હજાર યોજન પ્રમાણનો સમુદ્ર પસાર કરે છે. મધ્ય દરીયે પહોંચતાં પવનનું સખત તોફાન જાગ્યું. આકાશમાં ભયંકર મેઘગર્જના થવા લાગી. વહાણો બહુ પ્રયત્નથી રોકવા છતાં ઉન્માર્ગે જવા લાગ્યાં. જૈનોની સોબતથી સજ્જનો જેમ આપત્તિમાં આવી પડે તેમ પાંચસો વહાણો દરિયાઇ મોજાંઓથી ખેંચાતા “શૈલકુંડલમાં આવી પડ્યાં. જ્યાં ચારે બાજુ ઉંચો ઉંચો પહાડ છે. તેની વચ્ચે કુંડલાકારે ઉંડો સમુદ્ર છે, ત્યાં વહાણો ખેંચાઈ ગયાં. ચારે બાજુ દિવાલ સરખો ઉંચો પર્વત હોવાથી પવન રૂંધાઈ જવાથી વહાણો ચાલતાં નથી. ઉંચો પર્વત હોવાથી આહાર-પાણી મળતાં નથી. જેથી લોકોનું ખાવા-પીવાનું ખુટવા લાગ્યું. અને લોકો દુઃખી દુઃખી થવા લાગ્યા. તે જ જગ્યાએ થોડા સમય પહેલાં સો વહાણો તોફાનથી ફસાયેલાં. બધા જ માણસો ભૂખ-તરસથી મૃત્યુ પામેલા. કંઠગતપ્રાણવાળો એક પુરુષ જીવંત હતો. તેનાથી બોલી શકાતું ન હતું. હાથની સંજ્ઞા દ્વારા તેણે પાણી માગ્યું. શ્રીનાગદત્તે પોતાનામાંથી પાણી આપ્યું. પાણી પીતાં તેણે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યો. તે સાંભળી આ જૈન શ્રાવક છે એમ સમજી શ્રીનાગદત્તે તેને અંતિમ ધર્મ આરાધના કરાવી. વીતરાગપ્રણીત ધર્મ સ્વીકારી શુભથ્થાનગત મૃત્યુ પામી તે જીવ સ્વર્ગલોકમાં ગયો. શ્રીનાગદત્તના વહાણમાં રહેલા લોકો શ્રીનાગદત્ત ઉપર ગુસ્સે થયા. ભૂખ અને તરસથી પીડાવા લાગ્યા. ઢંઢેરો પીટાવવા દ્વારા અમને નાગદત્ત સાથે લાવ્યા અને ખાવાપીવાની સગવડ આપી શકતા નથી. અમે તો દુઃખી દુઃખી થઈ ગયા. વૈરીની જેમ નાગદત્તે અમને દુઃખ આપ્યું. નાગદત્તે દરેકને સમતા રાખવા કહ્યું. સૌ કોઈ પોતાના પુણ્ય-પાપથી સુખી-દુઃખી થાય છે. પર તો નિમિત્ત માત્ર જ છે. ઈત્યાદિ સમજાવવાપૂર્વક પોતે પંચપરમેષ્ઠિનું ધ્યાન કરતો છતો ઉપવાસમાં લીન થાય છે. ત્યાંથી થોડેક દૂર સિંહલદ્વીપ છે. ત્યાં “જીવાહતારતિ” નામનો રાજા છે. (જીવોને મત નહીં હણવામાં જ કાતિ અતિશય પ્રીતિવાળો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ રાજા છે) તે ગમે તેટલો ભૂખ્યો હોય તો પણ આપત્તિગતની વાત સાંભળીને તેનો ઉદ્ધાર કર્યા વિના જમતો નથી. તેણે દુઃખી લોકોના રક્ષણ માટે જલમાર્ગે અને સ્થલમાર્ગે પોતાના માણસો મોકલ્યા. “શૈલકુંડલમાં” ફસાયેલા પાંચસો વહાણ તથા તેમાં રહેલા માણસો ઘણા દુઃખી છે તેવા સમાચાર પોતાના માણસો દ્વારા આ રાજાએ જાણ્યા. પરંતુ શૈલકુંડલમાંથી વહાણો બહાર કેમ કાઢવાં? તેનો કોઈ ઉપાય મળતો નથી. રાજા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ભોજન કરતો નથી. બીજા દિવસે આ કામ કરવાનો પડહ વગડાવ્યો. જે કોઈ આ કામ કરશે તેને રાજા એક લાખ સોનામહોરનું ધન આપશે. એક વૃદ્ધપુરુષે આ પડહ ઝીલ્યો. રાજા ખુશ થયો. રાજા પાસેથી ધન લઈને પોતાના પુત્રોને આપીને વહાણ દ્વારા શૈલકુંડલમાં તે આવ્યો. અને નાગદત્તને તથા તેઓના સર્વ માણસોને તે કહેવા લાગ્યો કે આ પર્વતના ઉંચા શિખર ઉપર એક સુંદર દેવમંદિર છે. તેમાં એક મોટી ઢક્કા (ઘંટ) છે. તે વગાડવાથી આ ગુફામાં તેનો અવાજ સો ગણો વધારે સંભળાય છે. તેથી આકુળ-વ્યાકુલ થયેલાં આ પર્વત ઉપર બેઠેલાં અને સુતેલાં ભારંડપક્ષીઓ ઉડે છે. તેઓની પાંખોના વેગવાળા પવનથી આ વહાણો ગુફામાંથી બહાર આવશે. પરંતુ ઘંટ વગાડવા ઉપર ચડેલ માણસ ભૂખ-તરસથી પીડાતો મૃત્યુ પામશે. આ સાંભળીને ઘંટ વગાડવા ઉપર ચડવા કોઈ તૈયાર થતું નથી. શ્રી નાગદત્ત તે વૃદ્ધપુરુષને કહે છે કે હે વૃદ્ધ ! તમે જ આ કામ કરોને ! તમારું હવે થોડું જ આયુષ્ય બાકી છે. તો શેષજીવનને બદલે નિર્મળયશ પ્રાપ્ત કરોને ! વૃદ્ધ પુરુષ કહે છે કે હે બાલ! જો આ કાર્ય નિર્મળયશ આપનાર છે. તો તમે જ કેમ કરતા નથી! તમે તો આ સર્વ સાર્થને સાથે લાવ્યા છો. તેને બચાવવો એ તો તમારો ધર્મ છે. આવું મર્મવચન સાંભળી પરોપકારપરાયણ એવો નાગદત્ત પર્વત ઉપર ચડવા તૈયાર થયો. બધો જ સાર્થ સ્વસ્થ થયો. નાગદત્તે પર્વતના શિખર ઉપર ચડી તે ઢક્કા વગાડી. તેના પ્રબળ અવાજથી અને ગુફામાં પડેલા પડઘાથી ભારંડપક્ષીઓ ઉડ્યાં, તેઓની પાંખોના પવનથી વહાણો ગુફામાંથી બહાર આવ્યાં અને સિંહલદ્વીપમાં પહોંચ્યાં ત્યાંના રાજા વડે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સર્વ સાથેનો આદરપૂર્વક સત્કાર કરાયો. સુંદર ભોજન જમાડાયાં પછી રાજાએ ભોજન કર્યું. તે સાર્થના લોકો વહાણનું કરીયાણું વેચી બીજું કરીયાણું ભરી સમુદ્રરતે પોતાના ગામ (કુસુમપુર) પહોંચ્યા. પોતાનો પુત્ર તથા તેનો સાર્થ કમાઈને પરદેશથી આવ્યો છે તે સમાચાર સાંભળી નાગચંદ્ર દરિયાકિનારે ઉત્સાહભેર આવ્યો. પોતાના પુત્રના, સાર્થના, દરિયાઈ તોફાનના અને આપત્તિમાંથી કેવી રીતે બહાર આવ્યા, ઇત્યાદિના સમાચાર સાંભળી શ્રીનાગચંદ્ર મૂર્ણિત થયા. શીતલ ઉપચારોથી ચેતના આવી. પુત્રના ગુણો સંભાળી સંભાળીને રડવા લાગ્યા. પુત્ર વિનાનું પોતાનું જીવન એને દુઃખદાયી થયું. અણસણ સ્વીકારી જીવનને ટૂંકાવવાની ઇચ્છા થઈ. સમગ્ર વાતાવરણ શોકમય બન્યું. સૌ ઉદાસમુખે બેઠા છે. પરસ્પર જોઈ જોઈને રડે છે. તેવામાં આકાશમાર્ગે સુંદર ચમકતી ધ્વજાવાળું અને રણઝણ વાગતી ઘુઘરીઓવાળું એક દેવવિમાન આવતું જોયું. સૌની નજર ઉંચે ગઈ. એટલામાં તો તે વિમાન આ જ શ્રેષ્ઠી પાસે આવ્યું. વિમાનમાંથી ઉતરીને સૌ સભાને આશ્ચર્ય પમાડતો વિનીતપુત્ર શ્રી નાગદત્ત બન્ને હાથ જોડીને પિતાના ચરણકમલમાં પ્રણામ કરીને ભેટી પડે છે અને શોકમાંથી બધુ આશ્ચર્ય સાથે આનંદમાં પલટાઈ જાય છે. આનંદિત થયેલા અને વિસ્મય પામેલા પિતાએ નાગદત્તને પોતાનો પ્રસંગ કહેવા સૂચના કરી. નાગદત્તે કહ્યું કે તે પર્વતના શિખર ઉપર ભક્ષ્ય ભોજન ન હોવાથી હું પ્રતિદિવસે ઉપવાસ કરતો. અને વિદ્યાધરોએ બનાવેલા તે જિનાલયમાં બીરાજમાન શ્રી ઋષભદેવ પરમાત્માની હું ભક્તિપૂજા કરતો, તેમની રત્નપ્રતિમાની સુંદર અંગરચના કરતો. ભાવનામાં પવિત્ર ભાવ ભાવતો દિવસો પસાર કરતો હતો. હવે નક્કી ટૂંક સમયમાં મરણ આવવાનું જ છે. એમ જાણતો હું જીવન-મરણથી નિરપેક્ષપણે વર્તતો હતો. તેવામાં રત્નાભરણોથી સુશોભિત દેહવાળા ઇન્દ્રસમાન એક પુરુષને મારી સામે ઉભેલો મેં જોયો. મેં બે હાથ જોડી પ્રણામ કરી કહ્યું કે આપશ્રીનું કંઈક વૃત્તાન્ત કહો. ત્યારે તે પુરુષે કહ્યું કે વૈતાદ્યપર્વત ઉપર રહેવાવાળો વિદ્યુ—ભ નામનો હું વિદ્યાધર છું. નંદીશ્વર દ્વીપમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પરમાત્માનાં દર્શન કરવા જતો હતો. આ પર્વત ઉપરથી જતાં તમને જોઇને અહીં આવ્યો છું. તમારા સત્ત્વથી, જિનેશ્વરદેવની સેવાથી અને તપથી હું ખુશ થયો છું. ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક હું મારી પુત્રી તમને પરણાવવા ઇચ્છું છું. વિદ્યાના બલથી તે વિદ્યાધરે જલ્દી પોતાની પુત્રીને વૈતાઢ્ય ઉપરથી લાવી. મનોહર ભક્ષ્ય ભોજન વડે મને પારણું કરાવ્યું અને પોતાની પુત્રી તથા ગગનગામિની વિદ્યા મને આપી. મારા મનમાં એવો વિચાર આવ્યો કે વહાણ દ્વારા કુસુમપુર પહોંચેલા માણસો દ્વારા મારા મૃત્યુના સમાચાર સાંભળી પિતાજી ઘણા શોકાતુર થશે એટલે હું જલ્દી જલ્દી આ વિમાન રચીને આકાશગામિની વિદ્યાથી જીવંત અહીં આવ્યો છું. તે નાગદત્તની ઋદ્ધિ-કન્યા- અને વિદ્યા જોઈને વહાણ દ્વારા આવેલ ગામવાસીઓ મનમાં પસ્તાવો કરવા લાગ્યા કે જો આ વહાણો ચલાવવા ઢંકા વગાડવા સારું અમે પર્વત ઉપર ચડ્યા હોત તો અમને આ સર્વ પ્રાપ્ત થાત. પરંતુ પુણ્ય વિના કંઈ મળતું નથી. ત્યારબાદ પિતાની આજ્ઞાથી શ્રીનાગદત્તે પોતાના ઉપાર્જના કરેલા ધનથી સર્વ મંદિરોમાં ચૈત્યપરિપાટી કરાવી. અને સુંદર અંગરચના કરાવવા પૂર્વક ધાર્મિક મહોત્સવ કર્યો. દાનાદિ વડે લોકોનું દારિત્ર્ય દૂર કર્યું. સાધુસંતોની ઉત્તમ સેવાભક્તિ કરવા દ્વારા અશનાદિ અને વસ્ત્રાદિના દાનવડે તથા શુશ્રુષા કરવા વડે પોતાના આત્માને કૃતાર્થ કર્યો. અંતે સંયમ સ્વીકારી નિર્મળ ચારિત્ર પાલી દેવલોકમાં ગયા. આ પ્રમાણે નાગદત્તશ્રેષ્ઠીની જેમ તીર્થસેવના કરવી જોઇએ. ૩૮. (૩) ભક્તિ-જિનેશ્વર પરમાત્માની, તેમના શાસનની, તથા સાધુસાધ્વી આદિ મહાત્મા પુરુષોની હૈયાના અતિશય આદરપૂર્વક બહુ જ સેવા-ભક્તિ કરવી. જિનેશ્વર પરમાત્માની નિસાહિ-પ્રદક્ષિણા-પ્રણામ આદિ દશ ત્રિકો વગેરે વિધિ સાચવવા પૂર્વક અષ્ટપ્રકારી પૂજા આદિ કરવી. શાસનની પ્રભાવના કરવી. સાધુ-સાધ્વીજી મ.ને વસ્ત્ર-પાત્ર-આહાર-ઔષધાદિ આપવા વડે અતિશય સેવાભક્તિ કરવી. તેઓ જ આ સંસારથી તારનાર છે. એમ સમજી તેઓ ઉપર અતિશય અનુરાગ કરવો. પોતાના પ્રાણથી પણ વધુ સ્નેહ કરવો એ સમ્યકત્વનું ત્રીજું ભૂષણ છે. તેના ઉપર એક “કામિની”ની કથા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શાસ્ત્રમાં કહ્યું છે કે-મસ્તી આયરરળ, નદુષ્વિયં ખિળવરિસાદૂનં। તે કથા આ પ્રમાણે “ક્રીડાગૃહ” નામનું સુખી માણસોથી ભરપૂર એક નગર હતું. ત્યાં અતિશય પરાક્રમી અમિતતેજ” નામનો રાજા હતો. તે જ ગામમાં વિદ્યા અને મંત્રબલની શક્તિવાળો એક પરિવ્રાજક હતો. તે પરિવ્રાજક વિદ્યાશક્તિના બળથી આ ગામમાં ચોરી કરતો પરંતુ પકડાતો નહીં. ગામમાં સારી સારી રત્નભૂત જે જે વસ્તુઓ હોય તે વસ્તુઓનું તથા રૂપવતી સ્ત્રીઓનું તે અપહરણ કરતો. આ ગામમાં બીજું બધું સુખ હોવા છતાં ચોરીના ઉપદ્રવથી ગામ દુ:ખી હતું. તેથી ગામલોકોએ રાજાને વિનંતિ કરી કે આપશ્રી બળવાન્ રાજા હોવા છતાં અમે આ ઉપદ્રવથી ઘણા દુ:ખી છીએ. રાજાએ પ્રજાને સાત્ત્વન આપતાં કહ્યું કે તમે ચિંતા ન કરો. પાંચ જ દિવસમાં હું આ ચોરને પકડી પાડું છું. જો પાંચ દિવસમાં ચોરને ન પકડી શકું તો અગ્નિમાં બળી મરીશ. આવી ઉત્કટ પ્રતિજ્ઞા કરીને ગામના ખૂણે ખૂણે ચોરની તપાસ માટે આરક્ષક પુરુષો મોકલ્યા. તથા ગુપ્તવેશે પોતે પણ ચોરને શોધવા નીકળ્યો. ચાર દિવસો પસાર થયા. ચોર શોધી ન શકાયો. પાંચમા દિવસે અધિકતર રીતે શોધતાં શોધતાં રાજા આ જ પરિવ્રાજકના ઘરે સંધ્યાસમયે જાય છે. તે જ વખતે આ પરિવ્રાજક શ્રેષ્ઠ ભોજન, શ્રેષ્ઠવસ્ત્ર અને શ્રેષ્ઠ તંબોલ-પુષ્પમાલાદિ વડે શરીર શોભાવે છે. તે જોઇને રાજાએ મનમાં નિર્ણય કર્યો કે પરિવ્રાજક હોવા છતાં આવાં સંસારના સુખો સંધ્યાસમયે જે ભોગવે છે તેથી નક્કી આ જ ચોર છે. તેથી રાજા પણ ગુપ્ત રીતે તેના ઘરમાં જુએ છે. જુદા જુદા કમરાઓમાં સુંદર વસ્ત્રો, અલંકારો, અને ચોરીને લાવેલો સામાન દેખાય છે. એક કમરામાં સુંદર રૂપવાળી ઘણી સ્ત્રીઓ પણ દેખાય છે. આ જોઇને મનમાં નિર્ણય કરીને રાજાએ પરિવ્રાજકને લલકાર્યો. હે દુષ્ટ પરિવ્રાજક ! શસ્ત્ર હાથમાં ગ્રહણ કર, મારી સાથે યુદ્ધ માટે તૈયાર થા. તારા ઇષ્ટદેવનું સ્મરણ કર. પરિવ્રાજક પણ વિદ્યા અને મંત્રના બલથી અભિમાની થઇને રાજા સાથે સમરાંગણમાં ઉત્તરે છે. રાજા પણ શક્તિશાળી હોવાથી તલવારના એક જ ઝાટકે પરિવ્રાજકનું મસ્તક છેદી નાખે છે. (" Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ ગામલોકોને બોલાવી કહે છે કે આ પરિવ્રાજકના ઘરમાં ચોરાયેલો તમામ સામાન તથા સ્ત્રીઓ છે. માટે જેની જેની જે જે વસ્તુઓ હોય અને જેની જેની જે જે સ્ત્રી ચોરાઈ હોય તે સૌ પોત-પોતાની વસ્તુઓ અને સ્ત્રીઓ ઓળખી-ઓળખીને લઈ જાઓ. નગરજનો ઘણા જ આનંદ પામ્યા. દરેક પોતાની વસ્તુઓ તથા પોતાની સ્ત્રીઓને ઓળખીને લઈ જાય છે. તે ચોરાયેલી સ્ત્રીઓમાં “કામિની” નામની સ્ત્રી હતી. તે સ્ત્રીને પરિવ્રાજકે કામણમણથી પોતાના તરફ “અસ્થિમજ્જાની જેમ અતિશય અનુરાગવાળી કરી હતી. તેથી તેણીનો મૂલપતિ તેને ઓળખે છે. પ્રેમભર્યા વચનોથી બોલાવે છે તો પણ પરિવ્રાજક તરફ અનુરાગવાળી તે પોતાના મૂલપતિને જોતી પણ નથી. પ્રત્યુત્તર પણ આપતી નથી. કેટલાક અનુભવી નગરજનોએ કહ્યું કે કામણમણથી આ સ્ત્રી પરિવ્રાજક તરફ અતિશય અનુરાગવાળી બની છે તેથી તે કામણટુમણનો પ્રયોગ દૂર કરવા માટે અગ્નિથી બળેલાં હાડકાંને દૂધથી ધોઈને આ સ્ત્રીને પીવરાવવાં જોઈએ. તો જ સ્વસ્થ થશે. તેના પતિ વગેરે સ્વજનોએ તેવો પ્રયોગ કર્યો. તેથી તે કામિની સ્ત્રી સ્વસ્થ થઈ. અને પરિવ્રાજકનો અનુરાગ છોડી મૂલસ્થિતિમાં આવી. આ વાર્તાનો ઉપનય એવો છે કે જેમ આ સ્ત્રી પરિવ્રાજક ઉપર અતિશય અનુરાગવાળી બની હતી. તેવી રીતે સમ્યકત્વવંત જીવોએ જૈનશાસનના, તથા પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીના અતિશય અનુરાગી થવું જોઈએ. અને અનુરાગપૂર્વક સેવા-ભક્તિમાં તત્પર બનવું જોઇએ. (૪) સ્થિરતા-દઢધર્મ-અરિહંત પરમાત્માના ધર્મ પ્રત્યે અત્યન્ત દઢતા-સ્થિરતા કરવી. ગમે તેવા મિથ્યાવી રાજાઓ-પરિવ્રાજકો કે દેવોના ઉપસર્ગો આવે તો પણ ચલિત ન થવું -તેમાં ન અંજાવું તે ચોથું ભૂષણ જાણવું. કહ્યું છે કે “fથરથી ઢસમ્મત્ત” આ ભૂષણ ઉપર સુલતાશ્રાવિકાની કથા પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં મગધદેશની અંદર રાજગૃહી નામની નગરી છે. તેમાં “પ્રસેનજિ” નામનો રાજા છે. તેને “નાગ” નામનો સારથી છે. તે સારથીની “સુલસા” નામની ધર્મપત્ની છે જે પરમાત્માના ધર્મની અતિશય અનુરાગવાળી હતી. તથા ત્રણે સંધ્યાએ પરમાત્માની પૂજા-સેવા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કરવામાં અને સંતોની સેવા-કરવામાં દૃઢવ્રતવાળી હતી. એક વખત તેનો પતિ નાગસારથિ પુત્રની ચિંતામાં ઉદાસ છે. મુખને હાથ ઉપર ટેકાવીને વિચારે છે કે હું મારા પુત્રોને ક્યારે લાલન-પાલન કરીશ! સુલતા ઉદાસચિત્તવાળા પતિને જોઇને પૂછે છે કે ઉદાસ કેમ છે ! નાગસારથિએ “પુત્રનો અભાવ” એ ઉદાસીનતાનું કારણ જણાવ્યું. સુલતાએ કહ્યું કે હે નાથ ! તમને બીજી પણ અનેક કન્યાઓ પ્રાપ્ત થાય તેમ છે. તે કન્યાઓને પરણી મનવલ્લભ પુત્ર જરૂર પ્રાપ્ત કરો. નાગસારથિએ કહ્યું કે હે સુલતા! આ જન્મમાં તું જ મારે કલ્પવેલડી તુલ્ય છો. તેથી અન્ય કન્યાઓ વડે સર્યું. પરંતુ તારી કુક્ષિથી ઉત્પન્ન થયેલા બાળકને હું ઇચ્છું છું. તેથી કોઇ ઈષ્ટ દેવનું આરાધન કરી તેને ખુશ કરી પુત્રરત્ન પ્રાપ્ત કર. તુલસાએ કહ્યું કે પ્રાણાન્ત પણ હું વીતરાગ વિના અન્યદેવને મન-વચન-કાયાથી આરાધું કે નહીં. પરંતુ વીતરાગપરમાત્માની તથા તેમના ધર્મની સવિશેષ આરાધના કરીશ. આ ધર્મ જ અચિન્ય ચિંતામણિ તુલ્ય છે. તે જરૂર આપણા મનવાંછિતને પૂરશે. એમ કહી આયંબિલ આદિ વિશિષ્ઠ ધર્મારાધન કરવા લાગી. એક વખત ઇંદ્રમહારાજાએ દેવસભામાં સુલતાની ધર્મદઢતાની ઘણી પ્રશંસા કરી. તે પ્રશંસા ન સહી શકનાર એક દેવ તુલસાની પરીક્ષા કરવા માટે સાધુનો વેષ સજીને સુલતાના ઘરે આવ્યો. પરમાત્માની પૂજામાં આસક્ત એવી તે સુલસી તુરત ઉઠીને મુનિ સમજીને ભાવપૂર્વક પ્રણામ કરે છે. અને ઘેર આવવાનું કારણ પૂછે છે. મુનિ કહે છે કે એક માંદા મુનિની સેવા માટે “તૈલ” સારૂં હું અહી આવ્યો છું. આ સાંભળી અત્યન્ત હર્ષિત થયેલી સુલસા પોતે બનાવેલા લક્ષપાક તૈલની સાર્થકતા થશે એમ માનતી ભાવપૂર્વક વહોરાવવા માટે તૈલ લેવા સારુ ઘરમાં જાય છે. તૈલનો ઘડો લઈને આવતાં દેવપ્રભાવથી તે ફૂટી જાય છે. છતાં તે જરા પણ ખેદ પામતી નથી. એમ ક્રમશઃ ભરી રાખેલા એક પછી એક એમ કુલ સાત ઘટ ઘરમાંથી તે લાવી. દેવશક્તિથી તે સાતે ઘટો ફટી ગયા. છતાં સુલસા જરા પણ ચિંતાતુર થતી નથી. પરંતુ મનમાં વિચારે છે કે હું કેવી દુર્ભાગી છું. કે સાધુસંતોની સેવાનો મને લાભ ન મળ્યો. લાવી. દેવી પરંતુ મળે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ માંદા સાધુની હું વૈયાવચ્ચ ન કરી શકી. ધર્મ પ્રત્યેની આવી દઢતા જાણી દેવ પોતના મૂળરૂપે પ્રગટ થઈ તુલસાને કહે છે કે હે તુલસા ! તારું જીવન ઘણું પવિત્ર છે. ઇન્દ્ર દેવસભામાં વખાણ્યું તેથી પણ તું અધિક ધર્મિષ્ઠ છે. તારા સમ્યકત્વવ્રતની સ્થિરતાથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગ. સુલતાએ કહ્યું કે હે દેવ ! જો તમે પ્રસન્ન જ થયા હો તો અમને રત્નભૂત પુત્રો આપો. પ્રસન્ન થયેલા દેવે ચમત્કારિક ૩૨ ગુટિકા આપી. અને કહ્યું કે ક્રમશઃ એક-એક ગુટિકા ખાજો. જેનાથી તમને ૩૨ પુત્રરત્નોની પ્રાપ્તિ થશે. તથા કોઈ સંકટ સમય આવે તો મારું સ્મરણ કરજો. હું પ્રત્યક્ષ આવીશ. એમ કહી દેવ સ્વર્ગમાં ચાલ્યા ગયા. સુલતાએ મનમાં વિચાર્યું કે બત્રીસ વખત પ્રસવ પીડા સહન કરવી પડે. ધર્મક્રિયામાં પણ વધુ સમય વિપ્ન થાય. તેથી બત્રીસલક્ષણો એક પુત્રરત્ન શ્રેષ્ઠ છે. એમ સમજી એકી સાથે બત્રીશ ગુટિકાઓ તે ખાઈ ગઈ. ગુટિકાઓ પ્રભાવશાળી અને મંત્રાધિષ્ઠિત હોવાથી તેણીને એકીસાથે બત્રીસ ગર્ભો રહ્યા. ગર્ભની પીડાથી તે દુઃખી થવા લાગી. અવસરે તેણે તે દેવનું સ્મરણ કર્યું. દેવે પ્રત્યક્ષ થઈ કહ્યું કે હે તુલસા ! આ ગુટિકાઓ ક્રમશઃ ખાવાની હતી. તમે એકી સાથે લીધી તે બરાબર કર્યું નથી. તમારી ગર્ભની પીડા હું દૂર કરી શકું છું. ગર્ભકાલ સુધી તમને પીડા થશે નહીં. પરંતુ એકી સાથે જન્મેલા આ બત્રીસેનું આયુષ્ય ગુટિકાના પ્રભાવે સમાન હોવાથી મૃત્યુ પણ સાથે જ થશે. એમ કહી દેવ ચાલ્યા ગયા. “ભાવિ જે કંઈ બને છે તે સર્વે આપણાં પૂર્વકૃત કર્મોનું ફળ જ છે” એમ વિચારતી સુલસાએ ધર્મમાં મતિ સ્થિર કરી. ગર્ભ કાલપૂર્ણ થયે છતે બત્રીસ લક્ષણો યુક્ત એવા બત્રીસ પુત્રોને તેણીએ જન્મ આપ્યો. નાગસારથિએ નગરજનોને બોલાવી અવર્ણનીય એવા પુત્રોનો જન્મ મહોત્સવ કર્યો. પુત્રો અનુક્રમે યુવાવસ્થાને પામ્યા. યુદ્ધમાં શુરવીર, નિર્ભય, કલાવાનું, અને ગુણોપેત તેઓ થયા. નાગસારથિ શ્રેણિકરાજાના સારથિ હોવાથી આ પુત્રો શ્રેણિકરાજાની પાસે વધુ રહેવાવાળા અને રાજપ્રિય બન્યા. હવે એક વખત ચંપાનગરીના ચેટકરાજાની સુયેષ્ઠા નામની પુત્રીને પરણવાની ઇચ્છાવાળા શ્રેણિકરાજાએ રાજગૃહી નગરીથી સુરંગ દ્વારા . Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચંપાનગરી તરફ પ્રયાણ કર્યું. તેની સાથે સુલસાના બત્રીસે પુત્રો બત્રીસ રથો સાથે અનેક સુભટો સાથે ચાલ્યા. ચંપાપુરીમાં ચેટકરાજાની પુત્રી સુયેષ્ઠા શ્રેણિકરાજાનું ગુપ્ત રીતે આગમન જાણી રોમાંચિત થઈ. પોતાની નાની બહેન ચલ્લણાને તેણીએ સઘળી વાત કહી. ચેલ્લણાએ કહ્યું કે હે બહેન ! તારો વિરહ મારાથી ખમાશે નહીં. માટે પ્રથમ મને શ્રેણિક રાજાના રથમાં બેસાડ. પછી તું બેસ, સુયેષ્ઠાએ પોતાની નાની બહેન ચલ્લણા ઉપર અત્યન્ત રાગને લીધે શ્રેણિકના રથમાં તેને પહેલી બેસાડી અને હું રત્નોનો ભરેલો કરંડીયો લઇને આવું છું. એમ કહી રત્નોનો કરંડીયો લેવા ઘરમાં ગઈ. તેટલામાં તુલસીના પુત્રોએ રાજાને કહ્યું કે હે શ્રેણિકરાજા ! શત્રુના ઘરમાં વધુ સમય રહેવું તે સારું નહીં. એવી સલાહથી રાજા તથા સુભટો સુરંગદ્વારા રાજગૃહી તરફ ચાલવા લાગ્યા. સુજ્યેષ્ઠા રત્નોની કરંડીયો લઈને આવી ત્યાં સુધી શ્રેણિક મહારાજા ઘણા દૂર દૂર નીકળી ગયા હતા. સુચેષ્ઠા મનમાં પસ્તાઈ. તેથી તેણીએ શોરબકોર કરી મૂક્યો કે શ્રેણિકરાજા ચેલણાનું હરણ કરી ગયા. તેથી ચેટકરાજા સૈન્ય સહિત શ્રેણિક રાજા તરફ યુદ્ધ માટે જવા તૈયાર થાય છે. ત્યાં એક વૈરંગિક નામનો સુભટ ચેટકરાજાને રોકે છે અને પોતે જ લશ્કર સાથે સુરંગમાં યુદ્ધમાં ઉતરે છે. બળવાન એવો તે વૈરંગિકસુભટ સુલતાના બત્રીસે પુત્રો જે યુદ્ધમાં પ્રથમ લડી રહ્યા છે. તેમાંના એકને તલવાર વડે હણે છે. તેથી સમાનાયુષ્ક હોવાથી બત્રીસે મૃત્યુ પામે છે. તે બત્રીસે પુત્રોના રથ પાછા કાઢે તો જ શ્રેણિકરાજા સુધી પહોંચી શકાય તેમ હતું. કારણ કે સુરંગ સાંકડી હતી. એક સાથે બે રથો આવ-જા કરી શકે તેમ ન હતું. તેથી શ્રેણિકરાજાનો રથ ઘણો જ આગળ નીકળી ગયો. તેણે ચેલ્લણા રાણી સાથે ગાન્ધર્વવિધિથી લગ્ન કર્યા. નાગસારથિ અને સુલતાને જ્યારે બત્રીસે પુત્રો મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા. ત્યારે તે બન્ને ઘણાં જ શોકાતુર થયાં. છાતી ફાટ રૂદન કરવા લાગ્યાં. દૈવને ધિક્કારવા લાગ્યાં. સ્નાન-પાન-ભોજન અને નિદ્રાદિમાં ઉદાસીન થયાં. તે જોઈને અભયકુમાર સહિત શ્રેણિક રાજાએ પરમાત્મા મહાવીર પ્રભુનો ધર્મ સમજાવવા દ્વારા સાત્ત્વન આપ્યું. અને કહ્યું કે સર્વે ભાવો ક્ષણભંગુર છે. તથા સર્વે જીવો મૃત્યુને પરવશ છે. તીર્થંકર પરમાત્મા જેવા મહાપુરુષોને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પણ મૃત્યુ આવે છે તો આપણી વાત તો કરવી જ શું ? ઇત્યાદિ વૈરાગ્યવાહિની દેશનાથી પ્રતિબોધી શોક રહિત કર્યો. ત્યારબાદ તે દંપતી સાંસારિક ભાવોથી વિરકત થઈ ધર્મકાર્યમાં જ વધુ પ્રવૃત્તિશીલ રહે છે. અને ધર્મમય જીવન ગાળે છે. એક વખત પરમાત્મા મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમોસર્યા. ત્યાં દંડ-છત્ર ધારણ કરનારો એવો અંબડ નામનો ઉત્તમશ્રાવક આવીને પ્રભુને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળવા બેઠો. ધર્મદેશના પૂર્ણ થયે છતે ભક્તિપૂર્વક પ્રભુને પ્રણામ કરી આકાશગામિની વિદ્યાથી જેટલામાં રાજગૃહી નગરી આવવા પ્રયાણ કરે છે તેટલામાં પરમાત્માએ સ્વયં કહ્યું કે રાજગૃહીમાં નાગસારથિની પત્ની સુલતાને અમારા ધર્મલાભ કહેવા પૂર્વક અમારા આ આશીર્વાદથી આનન્દ્રિત કરજો. આંબડે “તદત્તિ” કહી ભગવાનની વાત સ્વીકારી આકાશમાર્ગે ઉડ્ડયન કર્યું. રાજગૃહી નગરીમાં સુલતાના ઘરની બહાર ઉતરાણ કરીને વિચાર્યું કે જે શ્રાવિકાને પરમાત્માએ ધર્મલાભ કહેવરાવ્યા. તે જીવની હું પરીક્ષા કરું. એમ વિચારી બાવા-જતિનું ઉલ્કટ રૂપ બનાવી સુલતાના ઘરમાં પ્રવેશ કર્યો અને “મને ભિક્ષા આપો” એમ યાચના કરી. સુલસાએ પોતાની પ્રતિજ્ઞા સંભાળી. “સત્પાત્ર” વિના હું કોઈને પણ પૂજ્યબુદ્ધિએ દાન આપતી નથી. (અનુકંપાબુદ્ધિથી સર્વત્ર દાન કરી શકાય. પરંતુ ઉપકારી કે પૂજ્ય બુદ્ધિએ દાન સત્પાત્રમાં જ થાય) એમ કહી ઈતરસાધુને દાન ન આપ્યું. ત્યારબાદ તે અંબડે ત્યાંથી નીકળીને ગામની પૂર્વદિશાની ભાગોળમાં ચાર મુખવાળું, ચાર ભુજાવાળું, જનોઈ અને જટાવાળું બ્રહ્માનું રૂપ કરીને સાવિત્રી સહિત ઉંચાસને બેસી લોકોને ધર્મોપદેશ આપવા માંડ્યો. એક સુલસાને છોડી આખું ગામ તેમને નમસ્કાર કરવા માટે આવ્યું. બીજા દિવસે દક્ષિણદિશામાં શંખ-ચક્ર-ગદા આદિથી યુક્ત વિષ્ણુભગવાનનું રૂપ કરી લક્ષ્મીસહિત ઉંચાસને બેસી ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ સુલસા નમસ્કાર અર્થે ન આવી. ત્રીજા દિવસે પશ્ચિમદિશામાં શંકરનું રૂપ કરી પાર્વતી સહિત ઉચ્ચ આસને બેસીને ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ તુલસા ન આવી. ત્યારબાદ ચોથા દિવસે ઉત્તરદિશામાં તીર્થકરનું Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રૂપ કરીને સમવસરણમાં બેસીને ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ સુલસા તેને નમસ્કાર કરવા ન આવી. તેથી અંબડે એક પુરુષને બીજુ રૂપ કરીને સુલસાને સમજાવવા મોકલ્યો કે, હે સુલસા ! આજે તો તીર્થકર ભગવાનું પધાર્યા છે. આ પચ્ચીસમા તીર્થંકર છે. વીતરાગની વાણી છે. તમે સાંભળવા તથા નમસ્કાર કરવા કેમ આવતાં નથી ? હે ભદ્ર ! આ તીર્થકર નથી. એક ચોવીશીમાં ચોવીશ જ તીર્થકરો હોય છે. મહાવીરસ્વામી જ તીર્થંકર છે. આ કોઈ માયાવી ધૂર્ત છે. પુરુષ-હે સુલસા ! આખું ગામ તેમને વંદન કરવા આવે છે. તેમનું પ્રવચન સાંભળે છે. તમે કેમ આવતાં નથી ? ખરેખર આ ભગવાન જ છે. સુલતા-હે ભદ્ર ! પચ્ચીસમા તીર્થકર થયા નથી અને થતા નથી. માટે આ જુઠ-બનાવટ અને છેતરપિંડી જ છે. સત્ય નથી. પુરુષ-હે તુલસા ! માનો કે આ માયા હોય તો પણ આવા ધર્મોપદેશથી જૈનશાસનની તો પ્રભાવના જ થાય છે ને ! તમે કેમ સમ્મત થતાં નથી! સુલતા-હે ભદ્ર! આમ કરવાથી પ્રભાવના થતી નથી. પરંતુ અપ્રભાવના જ થાય છે. જ્યારે સાચા જ્ઞાની લોકો આ માયા જાણે છે ત્યારે ખોટું કરવા બદલ જૈનશાસનની કેટલી અપભ્રાજના-આશાતના થાય છે! ત્યારબાદ તે અંબડે પોતાનું માયાવી રૂપ સંકેલી લીધું. અને પોતાને પૂર્ણ ખાત્રી થઈ કે ભગવાને સભામાં સુલતાને ધર્મલાભ જે કહેવરાવ્યો તે યોગ્ય જ હતો. પોતાનું સહજ રૂપ કરીને નિસીહિ કરીને સુલતાના ઘરમાં શ્રાવકપણે પ્રવેશ કર્યો. સુલસાએ પણ તેનો સાધર્મિકભાઈ તરીકે આદર-સત્કાર કરી પોતાના ઘરમાં રહેલાં જિનબિંબોનાં દર્શન-વંદન કરાવ્યાં. હર્ષપૂર્વક પરમાત્માનાં દર્શન કરીને તે અંબડે કહ્યું કે હે તુલસા ! ખરેખર તમે મહાધાર્મિક પરમ શ્રાવિકા છો. પરમાત્મા મહાવીર દેવે મારી સાથે તમને ધર્મલાભની શુભાશિષ કહેવરાવી છે. તે સાચે જ તમે યોગ્ય છે. મેં પરીક્ષા અર્થે તમને આ બધી પ્રતિકુળતાઓ સર્જી હતી. તે બદલ હું તમારી ક્ષમા માગું છું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ એમ કહી અંબડ-શ્રાવક ત્યાંથી નીકળ્યા. નાગસારથિ અને સુલસા શ્રાવિકાએ પોતાનું શેષજીવન ધર્મમાર્ગમાં ઓતપ્રોતપણે પૂર્ણ કર્યું. આ સુલસા શ્રાવિકાની જેમ સમ્યકત્વવ્રતમાં દઢ-સ્થિર રહેવું તે સમ્યત્વવ્રતનું ચોથું ભૂષણ છે. ૩૯ (૫) જૈનશાસનની પ્રભાવના-નાના-મોટા મહોત્સવો કરવા વડે, તીર્થયાત્રા રથયાત્રા, વરઘોડા આદિ વડે જૈનશાસનની પ્રભાવના કરવી. અન્યધર્મી લોકો પણ જૈનશાસન પામે તેવી ધર્મદેશના કરવી. રાજસભામાં ઉત્તમ રીતે જૈનધર્મનું પ્રવચન કરવું. સાધુ-સંતોનાં ભભકાદાર સામૈયાં કરવાં ઇત્યાદિ કાર્યો કરવાં તે પ્રભાવના નામનું સમ્યકત્વવ્રતનું પાંચમું ભૂષણ જાણવું. આ ભૂષણ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે “મવિગુરૂપૂરિ '' અહીં સિંહકુમારનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે રાજગૃહી નામની નગરીમાં એક સમયે “શ્રી સુગ્રીવ” નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાના રાજ્યનો બધો જ કાર્યભાર સંભાળનાર સર્વજનમાન્ય અને રાજાને અતિશય માનનીય “અરિસિંહ” નામનો મુખ્યસેવક હતો. તેને શૂરવીરતાથી સિંહને પણ જિતનાર એવો “સિંહ” નામનો બળવાનું પુત્ર હતો. તે પુત્ર ઉંમરલાયક થતાં એકવખત મનમાં વિચારે છે કે “મારા પિતાની જિંદગીને ધિક્કાર હોજો કે જેથી અલ્પ ધનની પ્રાપ્તિ માટે રાજાની આટલી ખુશામત કરવી પડે છે. ધનવાનોની સેવા કરવી તે કુતરાની આજીવિકા કરતાં પણ હલકી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-” सेवा श्ववृत्तिर्यैरुक्ता, न तैः सम्यगुदाहृतम् । श्वानः कुर्वन्ति पुच्छेन, चाटु मूर्ना तु सेवकाः ॥१॥ ધનવાનોની સેવા કુતરાની આજીવિકા તુલ્ય છે. એવું જે પુરુષો વડે કહેવાયું છે તે બરાબર કહેવાયું નથી. કારણ કે કુતરાઓ તો દાતાર પાસે પૂંછડાથી કાલાવાલા કરે છે જ્યારે સેવકો તો દાતાર પાસે મુખથી કાલાવાલા કરે છે. (તેથી આ ઘણી હલકી આજીવિકા છે.) પોતાના આ વિચારો પિતાને કહીને રાજસેવા કરવાની ઇચ્છા ન હોવાથી પિતાની આજ્ઞા લઈને ઘરેથી નીકળી તે જ ગામમાં સુબંધુ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નામના ધનવાનું શ્રેષ્ઠીને ઘરે ગયો. તેનું સત્ય પરાક્રમ જાણીને સુબંધુએ તેને પોતાની ગાયોની રક્ષામાં નીમ્યો. તે સમયસર ગાયોને જંગલમાં ચરાવવા લઈ જાય છે. સંપૂર્ણ સાવધાનીથી ગાયોની રક્ષા કરે છે. સાયંકાલે ઘેર લાવે છે. અને સ્વતંત્રપણે ગોપાલક્રીડા કરતો આનંદ-ભેર જીવન જીવે છે. એક વખત વર્ષાઋતુ આવી. મન મુકીને મુસલધારે મેઘરાજા વરસ્યા. જેથી ગાયોને આખો દિવસ ચરાવી સધ્યા સમયે ગામ તરફ જતાં વચમાં આવતી નદી તોફાની તરંગોથી ભરપૂર બની. પ્રબળવેગે પાણી વહેવા લાગ્યું. સામે કિનારે જવું ઘણું જ મુશ્કેલ બન્યું. તેથી સર્વ ગાયો સહિત વૃક્ષોની ઘટા નીચે આખી રાત પસાર કરી. પ્રભાતે નદીનાં પૂર ઓસર્યા. પાણીની ગતિ મંદ થઈ. હવે નદી પાર થાય એમ છે કે નહીં? તેની . તપાસ કરવા તે કિનારા તરફ જાય છે. ત્યાં રાત્રે આવેલા પાણીના પુરથી નદીના કિનારાઓમાં મોટી-મોટી તિરાડ પડેલી હતી. તે તિરાડમાં એક સુંદર મણિમય એવી શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ જોઈ. મૂર્તિનાં દર્શન થતાં જ પોતાને ધન્યાતિધન્ય માનતો આનંદવિભોર બન્યો. તે મૂર્તિને પાણીથી પ્રક્ષાલન વડે અને પોતાને મૂર્તિના દર્શનવડે નિષ્પક કરવા લાગ્યો. ત્યાં જ એક સ્થાન ઉપર ઘાસની ઝૂંપડી બનાવી, પત્થરની વેદિકા કરી તેના ઉપર મૂર્તિનું સ્થાપન કરી ભક્તિપૂર્વક નમન-વંદન કરી પ્રતિદિન પૂજા-સેવા કરવામાં તત્પર થયો. ગાયોને ચરાવવા જતાં અને આવતાં પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે પરમાત્મા ! હું વધુ જાણતો નથી. પરંતુ “તમારા દર્શન વિના ભોજન કરીશ નહી” એમ કહી દરરોજ પ્રભુભક્તિ અને પૂજાદિ કાર્ય કરે છે. એમ કરતાં ફરીથી વર્ષાઋતુ આવી. મેઘરાજા મૂસળધારે વરસ્યા. નદી બન્ને કિનારે છલોછલ વહેવા લાગી. ગાયોને ચરાવવા ઘરથી નીકળ્યો પરંતુ નદીના સામે કિનારે જઈ શક્યો નહિં. ઘર તરફના જ કિનારે ગાયોને ચરાવી સાયંકાલે ઘેર આવ્યો. ઘરના લોકોવડે અનેક પ્રકારે સમજાવવા છતાં ભોજન લેતો નથી. એમ ત્રણ દિવસો પસાર થયા. ચોથા દિવસે નદીના પાણીનાં પૂર ઓસરતાં સામે કિનારે જઈ અસીમ આનંદનાં આંસુઓથી મિશ્ર નયન કમલવાળા તેણે યુગાદિદેવના Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ચરણકમલમાં ભાવપૂર્વક નમસ્કાર કરી સ્તુતિ કરી કે હે વીતરાગ પરમાત્મા! તમારા દર્શનના વિરહથી ત્રણ દિવસ વર્ષતુલ્ય થયા. હવે એવો એક પણ દિવસ ન આવજો કે જે દિવસે સંસારસાગરથી તારનારું તમારું દર્શન ન થાય. આવી સિંહગોપાલની ભક્તિથી ખુશ થયેલો તે બિંબનો અધિષ્ઠાયક દેવ કહેવા લાગ્યો કે હે સિંહ ! તારી ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. વરદાન માગ. સિંહ કહે છે કે હે દેવ ! જો તમે પ્રસન્ન જ થયા હો. તો મને રાજ્ય આપનારા થાઓ. દેવે કહ્યું કે ભલે, એમ હો. પરંત તારે છ મહીના રાહ જોવી પડશે. સિંહે પણ કહ્યું કે ભલે, એમ હોજો. ત્યાર બાદ દેવ અંતર્ધાન થયા. સિંહે ઘેર આવી ભોજન-પાનાદિ કાર્ય કર્યું. રાજ્ય-પ્રાપ્તિના આનંદમાં પ્રતિદિન ગાયો ચરાવતાં અને ઋષભદેવની પૂજા-સેવા-ભક્તિ કરતાં છ મહીના એક દિવસની જેમ પસાર થયા. છ માસના અંતે ગાયો ચરાવતાં થાકેલો તે એક વૃક્ષની ઘટા નીચે ભૂમિતલ ઉપર સૂતો છે. તે જ દિવસે તે નગરનો રાજા અપુત્રીયો જ મૃત્યુ પામ્યો. સર્વ પુરોહિતોએ અને મંત્રીઓએ મંત્રણા કરીને (૧) પટ્ટગજ, (૨) પટ્ટ અશ્વ, (૩) છત્ર, (૪) ચામરયુગલ, અને (૫) મંત્રપૂર્ણ કલશ સ્વરૂપ પંચદિવ્યો કર્યા. તે રાજમંદિરથી નિકળ્યાં. રાજમાર્ગો ઉપર બન્ને બાજુ માનવમેદની હોવા છતાં તેમાં મંત્રી, અમાત્યો, પુરોહિતો અને બુદ્ધિજીવી, અનેક લોકો હોવા છતાં ગામ બહાર જઈ વૃક્ષ નીચે સૂતેલા અને જીર્ણ-શીર્ણ મલીન વસ્ત્રવાળા સિંહ ઉપર પંચ દિવ્યોએ અભિષેક કર્યો. તેથી મંત્રી આદિ લોકોએ સિંહનાં વસ્ત્રો બદલાવી, આભૂષણો પહેરાવી, હાથી ઉપર ચડાવી મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. અને સિંહાસન ઉપર બેસાડી રાજ્યાભિષેક કર્યો. ત્યાં રહેલા કેટલાક રાજસુભટો, કે જેઓએ યુદ્ધોમાં ઘણીવાર વિજય મેળવ્યો છે તે તથા બુદ્ધિજીવી કેટલાક પુરોહિતો, અમાત્યો વગેરે કહેવા લાગ્યા કે આવા ગાયો ચારનારા ભરવાડને અમે નમસ્કાર કેમ કરીએ ? આ શું રાજાના પદને યોગ્ય છે ? એમ તિરસ્કાર અને અપમાન કરતા રાજાની સમાન આસને બેઠા. રાજા પણ પોતાના અપમાનથી દુઃખી થયો અને જોરથી કહેવા લાગ્યો કે અરે છે કોઈ સુભટ ! કે જે મારૂં ૨ ૨૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અપમાન કરનારાઓને બાંધી લે ? આવું વચન સાંભળી બુદ્ધિજીવી લોકો હસવા લાગ્યા. પરંતુ યક્ષના પ્રભાવથી સભામંડપના થાંભલામાં કોતરેલા લાકડાના સુભટો સજીવન થઈને (તેમાં યક્ષે પ્રવેશ કરીને) રાજાની અવજ્ઞા કરનારા સર્વેને દોરડેથી મજબૂત બાંધી લીધા. સભામાં હાહાકાર મચી ગયો. અત્યન્ત ભય પામેલા તેઓ રાજાને પ્રણામ કરી, ક્ષમા માગી આ પ્રમાણે કહેવા લાગ્યા. હે રાજન્ ! ક્ષમા કરો, અમે તમારા શરણે આવ્યા છીએ. આ દુષ્ટ લાકડાના દ્વારપાલોથી અમારું રક્ષણ કરો. તેથી રાજાની આજ્ઞા માનવાથી રાજાએ મુક્ત કરાવ્યા. એક વખત આ સિંહરાજાએ પોતે જેની ગાયો ચારતો હતો. તે સુબંધુ શ્રેષ્ઠીને રાજસભામાં બોલાવ્યો. સુબંધુએ મનમાં વિચાર્યું કે જેણે મારે ત્યાં નોકરી કરી તેને મારે નમસ્કાર કરવા પડે, આ કેમ યોગ્ય કહેવાય? તેથી ગાયોને પાછી વાળવાની લાકડી ઉપર કંબલ અને પગમાં પહેરવાનાં બે જોડાં લટકાવી. સિંહરાજાના રાજકારે ધ્વજાની જેમ લટકાવી કોઈ ન જાણે તે રીતે પોતાને ઘેર આવ્યો. સિંહરાજાને પોતાનું અપમાન લાગ્યું. તથા બીજા પણ કેટલાક લોકો “આ તો ગાયો ચારનાર ગોવાલ છે” એમ માની રાજાનું વારંવાર અપમાન કરતા. તેથી સિંહરાજાએ યક્ષનું સ્મરણ કર્યું. રાત્રિમાં યક્ષે આવીને કહ્યું કે, સવારે તમે માટીના બનાવેલા મોટા હાથી ઉપર સવારી કરી રાજમાર્ગો ઉપર ફરજો. સિંહરાજાએ કુંભારો પાસે માટીનો મોટો હાથી બનાવી. તેના ઉપર સવારી કરી રાજમાર્ગો ઉપર ફરવા નીકળ્યો. આવા પ્રકારનું લોકોને હાંસી ઉપજે એવું કૃત્ય જોઈ નગરના સર્વે લોકોની સિંહ રાજાને જોવા રાજમાર્ગો ઉપર મોટી મેદની જામી. યક્ષના પ્રભાવે નિર્જીવ એવો પણ માટીનો હાથી રાજમાર્ગો ઉપર ચાલવા લાગ્યો. અને જે જે લોકો આ સિંહરાજાની મશ્કરી કરતા હતા. અપમાન કરતા હતા. રાજાજ્ઞા માનતા ન હતા. તે સર્વેને સુંઢથી પકડી પકડીને વૃક્ષોની જેમ ભૂમિતલ ઉપર આ હાથી પછાડવા લાગ્યો. તેના મદની સુગંધથી ગામમાં રહેલા હાથી-ઘોડા ભાગવા લાગ્યા. આવું તોફાન જોઈ સર્વે લોકો સિંહરાજાને પગે પડ્યા. કાલાવાલા કરવા લાગ્યા. માટીના હાથીનો ગુસ્સો જોઈ બધા જ ભયભીત થયા. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સર્વેએ ઘણા જ હર્ષથી રાજાની આજ્ઞા સ્વીકારી મહામહોત્સવપૂર્વક સિંહરાજાનો નગર પ્રવેશ કરાવ્યો. સર્વત્ર તેની આજ્ઞાનું સામ્રાજ્ય વ્યાપ્યું. ત્યારબાદ નદીકીનારે સુંદર જિનાલય બંધાવી ત્યાં ઋષભદેવપ્રભુની પ્રતિમા સ્થાપન કરી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી. ઋષભદેવ પ્રભુની મૂર્તિનો સુંદર વરઘોડો કાઢ્યો. સર્વે નગરજનોમાં જૈનધર્મનાં બીજ આરોપ્યાં. જૈનધર્મના રસિક બનાવ્યા. આ રીતે જૈનશાસનની પ્રભાવના કરવી અને કરાવવી એ સમ્યકત્વવ્રતનું પાંચમું ભૂષણ જાણવું. આ રીતે આ ભૂષણો સમજાવ્યાં. આભૂષણોથી જેમ શરીર શોભે તેમ આ પાંચ ગુણોરૂપી આભૂષણોથી સમ્યકત્વવ્રતરૂપી શરીર શોભે છે. ૪૦. UDIO ASS Page #141 -------------------------------------------------------------------------- ________________ ઢાળ આઠમી અધિકાર આઠમો સમ્યકત્વનાં પાંચ લક્ષણો લક્ષણ પાંચ કહ્યાં સમકિત તણાં, ધુર ઉપશમ અનુકૂળસુગુણનર, અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ, સુગુણ નર શ્રી જિનભાષિત વચન વિચારીએ. ૪૧ સુરનર સુખ જે દુઃખ કરી લેખ,વંછે શિવસુખ એક સુ૦૧૦ બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ શું ટેક. સુગુણ નર. ૪૨ નારક ચારક સમ ભાવ ઉભગ્યો, તારક જાણીને રે ધર્મ. સુન૦ ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ. સુત્ર ન૦ ૪૩ દ્રવ્યથકી દુઃખીયાની જે દયા, ધર્મણાની રે ભાવ. સુ0 નવે ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજશકતે મન લાવ. સુ0 ન૦ ૪૪ જે જિન ભાખ્યું તે નહીં અન્યથા” એવો જે દૃઢ રંગ. સુ0 તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિનો ભંગ. સુ0 ન૦ ૪૫ ગાથાર્થ - શાસ્ત્રમાં સમ્યકત્વનાં પાંચ લક્ષણો કહ્યાં છે. તે પાંચ લક્ષણોમાં “ઉપશમ'' નામનું પ્રથમ લક્ષણ છે. જે સમ્યકત્વને અનુકૂળ છે. આપણો અપરાધ કરનારા મનમાં પણ અહિત ન વિચારવું તે પ્રથમ લક્ષણ છે. હે સુગુણી પુરુષો ! શ્રી જિનેશ્વર પરમાત્માનાં વચનોનો હંમેશાં ખૂબ વિચાર કરો કે જે અમૃત સમાન છે. ૪૧ દેવલોકનાં અને મનુષ્યલોકનાં ભોગસુખોને જે દુઃખ કરીને માને. માત્ર મોક્ષસુખને જ ઇચ્છે તે “સંવેગ” નામનું બીજું લક્ષણ જાણવું. ૪૨ “ધર્મ” એ જ સંસારથી તારનાર છે એમ સમજી નારકી સમાન અને જેલખાના સમાન એવા આ સંસારમાંથી ઉગવાળો બની માત્ર નીકળવાનું જ ચાહે તે “નિર્વેદ” નામનું ત્રીજું લક્ષણ જાણવું. ૪૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ દુઃખી લોકોની દયા કરવી તે દ્રવ્યદયા, અને ધર્મહીન જીવો ઉપર ધર્મ પમાડવાની જે દયા તે ભાવદયા. આ “અનુકંપા” નામનું ચોથું લક્ષણ જાણવું. સમ્યકત્વી જીવે આવી અનુકંપા અવશ્ય મનમાં રાખવી જ. ૪૪ શ્રી જિનેશ્વર પરમાત્માએ જે કંઈ કહ્યું છે તે જરા પણ ખોટું નથી. એવો મનમાં જે દઢ વિશ્વાસ તે આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ જાણવું. આ લક્ષણ કુમતિનો-મિથ્યામતિનો નાશ કરે છે. ૪૫ શાસ્ત્રમાં કહ્યું છે કેलक्खिजइ सम्मत्तं, हिययगयं जेहिं ताई पंचेव । ૩વસમાં સંવેદનો ત૬, નિવેયપુરે Oિ | સ. સ. ૪રૂ I જેના દ્વારા હૃદયમાં રહેલું સમ્યકત્વ જણાય (ઓળખાય) તે લક્ષણ કહેવાય છે. તેવા સમ્યકત્વનાં પાંચ લક્ષણો છે. (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિકતા. ૪૩ - વિવેચન-જેમ પર્વતની ખીણમાં રહેલો અને આંખે ન દેખાતો અગ્નિ આકાશમાં ઉછળતા ધૂમાડા વડે જણાય છે. તેમ હૃદયમાં રહેલું અને આંખે ન દેખાતું સમ્યકત્વ જે જે ચિહ્નોથી-નિશાનીઓથી દેખાય તે તે ચિહ્નોને “લક્ષણ” કહેવાય છે. સમ્યકત્વનાં આવાં પાંચ લક્ષણો છે. (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિકતા. આ પાંચ લક્ષણો ક્રમશઃ શ્રેષ્ઠ-શ્રેષ્ઠ છે. પરંતુ તેઓની પ્રાપ્તિ ઉલટા ક્રમે થાય છે. અર્થાત્ (૧) આસ્તિકતા-જિનવચન ઉપર પ્રથમ વિશ્વાસ ઉપજે. પછી જ (૨) અનુકંપા-વાસ્તવિક કરૂણા ઉપજે. ત્યાર બાદ જ (૩) નિર્વેદ-સંસાર (નાં સુખો) ઉપર ઉગ ઉત્પન્ન થાય. પછી જ (૪) સંવેગ-સાચો મોક્ષાભિલાષ પ્રગટે. ત્યારબાદ જ | (૫) ઉપશમ-સાચો યથાર્થ સમભાવ આવે છે. આ પાંચે સમ્યકત્વનાં લક્ષણો છે. આ લક્ષણો વડે સમ્યકત્વ પરખાય છે. ત્યાં સૌ પ્રથમ ઉપશમ” લક્ષણનું સ્વરૂપ આ પ્રમાણે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૨ अवराहेऽवि महंते, कोहाणुदओ वियाहि ओवसमो । (૧) ઉપશમ-સમભાવ, રાગ-દ્વેષ રહિત મનોવૃત્તિ, પોતાના અપરાધ કરનારાનું પણ કાયાથી કે વચનથી તો અહિત ન જ આચરે પરંતુ મનથી પણ તેનું અહિત ન વિચારે, તે જ રીતે જૈનશાસનનું કોઈ અહિત કરે તો પણ તેનું અહિત ન વિચારે, પરંતુ તેના ઉપર ભાવકરુણા માત્ર કરે તે ઉપશમ તથા પોતાનો કે શાસનનો કે પોતાના પરિવારનો અપરાધી આત્મા સ્વયં પોતાના કર્મથી જો દુઃખી-દરિદ્રી થાય તો પણ રાજી ન થાય. પરંતુ મધ્યસ્થ રહે. મનને જરા પણ કલુષિત ન કરે. તે ઉપશમ લક્ષણ કહેવાય છે. આ લક્ષણ ઉપર “મેતારજ” ઋષિની કથા પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે સાકેતપુર નામના નગરમાં ચંદ્રાવતેસ નામનો રાજા હતો. તે રાજાને સુદર્શન અને પ્રિયદર્શના નામની બે પત્નીઓ હતી. તે બન્ને પત્નીઓને બે બે પુત્રો હતા. સુદર્શનાને સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો હતા. અને પ્રિયદર્શનાને શ્રીબાલચંદ્ર અને ગુણચંદ્ર નામના બે પુત્રો હતા. બધા જ પુત્રો મોટા થતાં રાજાએ સાગરચંદ્રને યુવરાજપદ આપ્યું. અને મુનિચંદ્રને ઉજ્જૈણીનગરીનું રાજ્ય આપ્યું. રાજા આ રીતે પોતાના ઉપરનો રાજ્યનો ભાર ઓછો કરી ધર્મકાર્યમાં સ્થિર થયા. એક વખત હેમંત ઋતુ આવી ત્યારે ધર્મની રુચિવાળા ચંદ્રાવતંસ રાજાએ પોતાના ઘરના એક ભાગમાં પ્રકાશ આપતા દીવાને જોઈને “આ દીપક જલે ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું.” એવું પ્રણિધાન કરીને કાયોત્સર્ગની પ્રતિમામાં રહ્યા. અંધકાર થશે તો રાજાને કાયોત્સર્ગમાં કોઈ વિક્ષેપ કદાચ થશે એમ સમજી શવ્યાપાલકે દીવામાં તેલ પૂરવાનું ચાલુ રાખ્યું. દીપક જેમ જેમ જલતો રહ્યો. તેમ તેમ બહારના પદાર્થો જેમ પ્રકાશિત થયા. તેમ રાજાનો અંદરનો અજ્ઞાન અને મોહરૂપી અંધકાર પણ સમભાવની જ્યોત વડે નાશ પામ્યો. પ્રભાત થતાં તેલ પૂરવાનું કામ બંધ થતાં બહારનો દીપક બુઝાયો. તે જ વખતે રાજાએ કાયોત્સર્ગ પાળ્યો. આખી રાત ઉભા રહેવાથી પગ જકડાઇ જવાથી છેદાયેલા વૃક્ષની જેમ રાજા ભૂમિ ઉપર પડી ગયો. પંચપરમેષ્ટિને નમસ્કાર કરતો તે રાજા ત્યાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જ સમભાવમાં મૃત્યુ પામ્યો. મરણોત્તર કાર્ય કર્યા પછી સાગરચંદ્ર પોતાની અપરમાતા પ્રિયદર્શનાને કહ્યું કે, હે માતે ! તમારા પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરો. હું પ્રવ્રજ્યા સ્વીકારી આત્મહિત સાધીશ. પ્રિયદર્શનાએ કહ્યું કે, તે સાગરચંદ્ર ! તારામાં અને મારા પુત્રમાં મારે કંઈ વિશેષતા નથી. તું પણ મારી બહેનનો પુત્ર તે મારો જ પુત્ર છે. માટે તું રાજ્ય કર. અને મારો પુત્ર તારો સેવક થશે. આવા ઉત્તરથી સાગરચંદ્ર રાજ્ય સ્વીકાર્યું. મંત્રીમંડલ આદિએ સાગરચંદ્રનો રાજ્યાભિષેક કર્યો. સાગરચંદ્રરાજાની રાજ્યઋદ્ધિ અને માનસન્માન જોઈ તેની અપર માતા પ્રિયદર્શના મનમાં બળવા લાગી. મારા પુત્રને અપાતું એવું રાજ્ય મેં લીધું નહીં. પરંતુ આવી સુખસંપત્તિ શોક્યપુત્રની મારાથી જોઈ શકાતી નથી. તેથી સાગરચંદ્રને કોઈ પણ ઉપાયે મારીને મારા પુત્રને રાજ્ય મળે તેમ કરું. એક વખત સર્વ પરિવાર અને નગરજનો સાથે રાજા ઉદ્યાનમાં ગયે છતે પ્રિયદર્શનાએ ઝેરથી મિશ્રિત લાડુ બનાવી સાગરચંદ્રને પારણાર્થે ઉદ્યાનમાં એક દાસી દ્વારા મોકલ્યા. ધર્મની રુચિવાળા સાગરચંદ્ર વિચાર્યું કે મારા લઘુબંધુઓને આપ્યા વિના આવું મિષ્ટાન્નનું ઉત્તમ ભોજન મારાથી કેમ ખવાય ! એમ સમજી નાના બન્ને ભાઈઓને અર્ધા અર્ધા લાડુ આપ્યા. લાડુના સ્વાદમાં આસક્ત એવા લઘુબંધુઓએ ઉતાવળે ઉતાવળે તે લાડુ ખાવા માંડ્યા. સાગરચંદ્ર તો હજુ આ લાડુનું ભોજન શરૂ પણ કર્યું નથી. તેટલામાં લઘુબંધુઓ વિષના પ્રભાવથી ભૂમિ ઉપર પડ્યા અને મૂર્ણિત થયા. સાગરચંદ્ર તુરત મંત્ર-તંત્રના ઉપાયોથી તેઓને વિષરહિત કર્યા. પરંતુ મનમાં વિચાર્યું કે, આ અવશ્ય અપરમાતાનું જ કર્તવ્ય છે. તે કાળે હું રાજ્ય આપતો હતો છતાં ન લીધું. અને હવે આવા ઉપાય કરે છે. જો મેં આ લાડુ ખાધા હોત તો અવશ્ય હું મૃત્યુ પામી નરકમાં જ ગયો હોત. તેથી આવા દુઃખદાયી અને અનેકના શત્રુ બનવા યોગ્ય રાજય વડે મારે સર્યું. તે સાગરચંદ્ર પોતાની અપરમાતાના પુત્ર શ્રી બાલચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ઘણા જ શાસ્ત્રાભ્યાસ અને તપ સહિત વિહાર કરતા ઉણીનગરીમાં આવ્યા. કે જ્યાં પોતાના નાના ભાઈ મુનિચંદ્રરાજા રાજ્ય કરે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તે નગરીમાં પોતાને તપારાધન કરવું છે. એટલે સંઘને પૂછે છે કે આ ગામમાં આ તપારાધન કરવામાં કોઈ વિઘ્ન તો નથી ને ? સંઘે કહ્યું કે, આ ગામના રાજાનો પુત્ર અને પુરોહિતનો પુત્ર એમ બે મિત્રો ધર્મીને વિદ્ધ કરનારા છે. એટલે સાગરચંદ્રમુનિ લોકોએ રોકવા છતાં પુરોહિતના ઘરે ગયા. મોટા-મોટા અવાજે ધર્મલાભ કહેવા લાગ્યા. તે સાંભળી ધર્મની ક્રુર મશ્કરી કરનારા બન્ને મિત્રો ત્યાં આવ્યા. બળાત્કારે ઘરમાં મુનિને લઈ જઈ કહેવા લાગ્યા કે, હે મુનિ ! અમારી સામે તમે નૃત્ય કરો. ત્યારે મુનિએ કહ્યું કે વાજીંત્રોના તાલ વિના નૃત્ય શક્ય નથી. માટે તાલ આપો તો હું નૃત્ય કરું. બન્ને મિત્રો તાળીઓના ગડગડાટથી તાલ આપવા લાગ્યા અને મુનિ (તેઓના બોધપાઠ માટે) નાચવા લાગ્યા. તાલ બરાબર ન આવવાથી મુનિ આ બન્ને મિત્રો ઉપર ગુસ્સે ભરાયા અને કહેવા લાગ્યા કે, હે મૂઢ મિત્રો ! તાલનો ભંગ કેમ કરો છો ! તમારા માતા-પિતાએ તાલ પણ શું ભણાવ્યો નથી ! જો આટલી કલા આવડતી નથી તો બીજું શું આવડતું હશે ! આવા ઠપકાથી બન્ને મિત્રો ક્રોધપૂર્વક મુનિને હણવા જાય છે તેટલામાં મુનિ તે બન્ને મિત્રોના અંગઉપાંગો મરડીને શરીર અસ્તવ્યસ્ત કરીને વનમાં ચાલ્યા ગયા. બન્ને મિત્રોના શરીરની અક્ષમતાની વાત ગામમાં વિજળીવેગે ફેલાઈ ગઈ. રાજા આ સાંભળીને ચિંતાતુર થયો છતો ત્યાં આવ્યો. પોતાના અને પુરોહિતના પુત્રની દયાજનક પરિસ્થિતિ જોઈને આચાર્ય મહારાજના ઉપાશ્રયે રાજા આવ્યો. સૂરિજીને નમન કરી મિત્રો વતી વારંવાર ક્ષમા માગી તેઓના દેહને સક્ષમ કરવા વિનંતિ કરી. સૂરિજીએ કહ્યું કે આ કાર્ય અમે ક્યું નથી. તથા તે દેહને સક્ષમ કરે એવા વિદ્યાસંપન્ન મુનિઓ - અમારામાં કોઈ નથી. તેથી કોઈ પ્રાહુણા (મહેમાન) સાધુ આવ્યા હશે. અને તેઓએ કર્યું હશે. રાજાએ પુરી તપાસ કરાવી અને પોતે વનમાં ગયો. સાગરચંદ્ર મુનિને ઓળખી લજ્જાવાળો થયો. પોતાના પુત્રના અપરાધની ક્ષમા માગી સક્ષમ કરવા વિનંતિ કરી. સાગરચંદ્ર મુનિએ કહ્યું કે, ચંદ્રાવતંસક રાજાના વંશમાં તમે ઘણી નામના મેળવી કે જે સંયમમાં અને ત્યાગ-તપમાં ઉદ્યમી સાધુઓને વિઘ્નો કરતા પુત્રોને રોકતા પણ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ નથી. તમે બહુ સારું રાજ્ય કર્યું. મુનિચંદ્ર રાજા ઝંખવાણો થયો. સાગરચંદ્રમુનિએ કહ્યું કે, જો વીતરાગ પરમાત્મા પ્રણીત પ્રવજ્યા પ્રાપ્ત કરે તો જ હું તેઓને નિરોગી કરૂં .રાજપુત્ર અને પુરોહિત-પુત્રે પ્રવ્રયા લેવાનું વચન આપ્યું. એટલે તેઓને નિરોગી દેહવાળા અને સ્વસ્થ શરીરવાળા કર્યા. બન્નેને દીક્ષા આપી મુનિએ અન્યત્ર વિહાર કર્યો. રાજપુત્રે મનમાં વિચાર્યું કે આ સાગરચંદ્રમુનિએ મને છળ-કપટથી વચનબદ્ધ કરી દીક્ષા આપી છે. જૈનધર્મી લોકો આવા જ હોય છે. એમ ધર્મ ઉપર દુર્ગછા તિરસ્કાર કરતો મિત્રના સ્નેહથી તપ કરે છે. બન્ને મરીને સ્નેહવાળા હોવાથી એક જ દેવલોકમાં દેવપણે જન્મે છે. બન્ને દેવો પરસ્પર પ્રતિજ્ઞા કરે છે કે જે પ્રથમ વે તેને બીજાએ પ્રતિબોધ કરવો. હવે પુરોહિતનો પુત્ર કે જે જૈનધર્મ ઉપર અપ્રીતિવાળો હતો તે પ્રથમ આવીને રાજગૃહીનગરમાં શ્રેણિકરાજાના રાજ્યમાં ધર્મ ઉપરની દુર્ગછાથી બાંધેલા કર્મના કારણે મતની ભાર્યાની કુક્ષિમાં (ચંડાલની ભાર્યાની કુક્ષિમાં) ઉત્પન્ન થયો તથા તે જ ગામમાં ધનસાર્થવાહને નિંદુ” નામની સ્ત્રી હતી. તેના પુત્રો મરણ પામેલા હોવાથી ઉદાસ હતી. નિંદુ અને મતની સ્ત્રીને મિત્રતા હતી. તેથી તેણીએ નિંદુને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. નિંદુએ પુત્રના અભાવથી ઉદાસ છું એમ કહ્યું. મેતની પત્નીએ ક્યું કે, હે બહેન ! મને જો પુત્ર જન્મશે તો તે હું તને આપીશ. કાળાન્તરે મેતની પત્નીને પુત્ર જન્મ્યો અને નિંદુને મરેલી પુત્રી જન્મી, આપેલા વચન પ્રમાણે નિંદુએ મરેલી ન્યા ત્યાં મોકલી. આ જન્મેલા બાળકને પોતાના નિકટના માણસોની સાક્ષિપૂર્વક લવરાવ્યો. મેતની પત્નીએ નિંદુને પ્રેમપૂર્વક કહ્યું કે, હે બહેન ! આ બાળકનું નામ “ખેત કાર્યકમેતાર્થ રાખજે. ધન સાર્થવાહને ઘેર નિંદુના લાલન-પાલન સાથે આ મેતાર્ય મોટો થાય છે. મેતાર્ય જ્યારે “યુવાવસ્થામાં આવ્યો ત્યારે ધનશ્રેષ્ઠીએ ઉત્તમકુલની આઠ કન્યાઓ સાથે તેના પાણિગ્રહણનું નક્કી કર્યું. હવે પૂર્વભવના મિત્રદેવે તેને પ્રતિબોધ કરવા માટે નીચેના ઉપાયો કર્યા. જ્યારે શ્રેષ્ઠ ઘોડા ઉપર ચડી સુંદર શણગાર યુક્ત અને પોતાના પરિજનોથી પરિવરેલો આ મેતાર્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આઠ કન્યાને પરણવા નીકળે છે. અને આ વરઘોડો-વાજતે-ગાજતે રાજમાર્ગ ઉપર આવે છે. ચારે બાજુ સેંકડો લોકો આ વરઘોડો જોવા રાજમાર્ગો ઉપર ગોઠવાયા છે. ત્યારે આ મિત્રદેવે તેના મૂળ પિતા મેતના (ચંડાલના) શરીરમાં પ્રવેશ કર્યો. અને તેની બાજુમાં ઉભેલી પોતાની પત્નીને લોકો સાંભળે તેમ ઉંચા અવાજે કહેવા લાગ્યો કે જો તે આપણી છોકરી મરી ન હોત તો આ મેતાર્યની જેમ હું પણ તેનું પાણિગ્રહણ (લગ્ન) ઉજવત. સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ હોવાથી તે સ્ત્રી બોલી કે, તમે રડો નહીં, ઉદાસ થાઓ નહીં. કારણકે “આ મેતાર્ય પણ તમારો જ પુત્ર છે. એમાં કંઈ સંદેહ નથી” આવું સાંભળી પત્ની પાસેથી સઘળી સાચી વાત જાણી શોષાયમાન થયેલો તે દેવાધિષ્ઠિત શરીર હોવાથી તે મેતાર્યને પગથી પકડીને ઘોડા ઉપરથી પછાડે છે. અને જોરથી બોલે છે કે. હે પાપી ! ચંડાલકુલમાં જન્મેલા હોવા છતાં ઉત્તમકુલમાં જન્મેલા લોકોને તું મલીન કરે છે ! એમ બોલી હાથે પડી મોટા ખાડામાં નાખે છે. દીન મુખવાળા મેતાર્યને જોઈ મિત્રદેવ દૈવિકરૂપ કરે છે. અને કહે છે કે, તું પ્રતિબોધ પામ. મેતાર્ય કહે છે કે, પ્રથમ તું મારૂં “જાતિમાલિન્ય” દૂર કર પછી તારા કહેલા ધર્મ ઉપર હું પરમ આદર કરીશ. મિત્રદેવે કહ્યું કે, કેવી રીતે તારું કલંક દૂર કરૂં ? મેતાર્યો કહ્યું કે, શ્રેણિકરાજાની ન્યા સાથે મારું લગ્ન કરાવી આપ. મિત્રદેવે તેને એક બકરો આપ્યો. કે જે વિષ્ટામાં રત્નો મુકતો. તેથી મેતાર્યનો મૂલપિતા ચંડાલ) દરરોજ રત્નનો થાળ ભરી શ્રેણિકરાજાને ભેટશું ધરી પુત્ર માટે રાજકન્યાની માગણી કરતો. રાજા શ્રેણિક વડે તિરસ્કાર કરાવા છતાં અને લોકો વડે વારવા છતાં તે મૂલપિતા પ્રતિદિન રત્નોનો થાલ ભેટ ધરી કન્યારત્નની માગણી કરતો. એક વખત અભયકુમારે પૂછ્યું કે, હે માતંગ ! તારે ત્યાં દરરોજ આવાં રત્નો ક્યાંથી આવે છે ? માતંગે કહ્યું કે અમારે ત્યાં એક બકરો છે. જેની વિષ્ટામાં આવાં રત્નો હોય છે. તેથી અભયકુમારે કહ્યું કે, તું તે બકરો જ જો રાજાને આપી દે, તો રાજા તારા મનોરથ પૂરશે. અર્થાત્ રાજા રાજકન્યા આપશે. માતંગે પોતાનો બકરો રાજાને આપ્યો, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પરંતુ રાજાને ઘેર બકરો વિષ્ટામાં મલોત્સર્ગ જ કરે છે. ફરીથી તે બકરો માતંગને ત્યાં બાંધ્યો. તો વિષ્ટામાં રત્નો મૂકે છે. આ જોઈને અભયકુમારે જાણ્યું કે આ કોઈ દૈવિક પ્રભાવ છે. તેવી જ રીતે અભકુમારના કહેવાથી દેવે વૈભારગિરિ ઉપર રથને જવા આવવાનો માર્ગ કરી આપ્યો. અભયકુમારના કહેવાથી નગરની બહારના ભાગમાં સુવર્ણનો કિલ્લો કરી આપ્યો. તથા નીચા કુલના પુરુષોના સ્નાન માટે સુંદર જળાશય કરી આપ્યું. તેથી રાજાએ તે મેતાર્યને દૈવિક પવિત્ર જલાશયમાં સ્નાન કરાવી પોતાની પુત્રી પરણાવી. કારણ કે મોટા માણસો પ્રાણાને પણ પ્રતિજ્ઞાભંગ કરતા નથી. તેથી પૂર્વે નક્કી કરેલી આઠ શ્રેષ્ઠી કન્યાઓને પણ તેમના માતા-પિતાએ પરણાવી. એમ નવા ન્યાઓ સાથે મનોહર વિષયસુખને મેતાર્ય ભોગવે છે. મિત્રદેવ પાસે બાર વર્ષ સંસારમાં રહેવાની મેતાર્યો યાચના કરી. પરંતુ ખુશ થયેલા મિત્રદેવે તેને ચોવીસ વર્ષની છૂટ આપી. ચોવીસ વર્ષ સુધી નવ કન્યાઓ સાથે મેતાર્યે દિવ્યસુખો અનુભવ્યાં. પરંતુ રોગોની જેમ ભોગોથી તે કાળક્રમે કંટાળ્યો. સંસારથી ઉદ્વેગ પામેલા મેતાર્યો નવે કન્યાઓ સાથે પરિણીત જીવનનાં ચોવીસ વર્ષ પસાર કરીને પ્રવજ્યા સ્વીકારી. ચક્રવર્તી રાજા જેમ નવનિધિ પ્રાપ્ત કરે તેમ આ મેતાર્ય મુનિએ ગુરુ પાસેથી નવ પૂર્વોનો અભ્યાસ કરી મોહરાજાનો વિજય પ્રાપ્ત કર્યો. રાજગૃહી નગરીમાં એક સુવર્ણકાર (સોની) પાસે શ્રેણિક મહારાજા દરરોજ એકસો આઠ સોનાના જવ ઘડાવે છે. તે સોની દરરોજ ઘડીને રાજાને આપે છે તે એકસો આઠ સોનાના જવનો શ્રેણિક રાજા જિનેશ્વર પરમાત્મા પાસે પ્રતિદિન સ્વસ્તિક કરે છે. એક વખત આ મેતાર્ય મુનિ વિહાર કરતા કરતા આ જ નગરીમાં પધાર્યા અને આહાર અર્થે આ સુવર્ણકારને ઘેર આવ્યા. તે સમયે આ સુવર્ણકાર સુવર્ણના જવ ઘડીને ત્યાં જ જવ ખુલ્લા મૂકીને આહાર વહોરાવવા આદિ કોઈ પણ પ્રયોજનથી ઘરમાં ગયો. ત્યારે તેના જ આંગણામાં ક્રીડા કરતો ક્રૌંચ પક્ષી આ કંઈક ભક્ષ્ય પદાર્થ છે, એમ સમજી તે જવ મુનિ દેખતે જીતે ગળી ગયો. ઘરમાંથી બહાર આવેલા સુવર્ણકારે તે જવ ન દેખવાથી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મુનિને પૂછ્યું. મુનિએ મનમાં વિચાર્યું કે જો હું ક્રૌંચ પક્ષી જવ ગળી ગયું કહીશ તો તે સુવર્ણકાર ક્રૌંચપક્ષીને મારીને તેના ઉદરમાંથી જવ કાઢશે. તેથી મૌન રહ્યા, મૌન રહેવાથી આ જ ચોર છે. મારા જવ આ મુનિએ જ લીધા છે.” એમ માનતા તે સુવર્ણકારે મેતાર્યમુનિના મસ્તકને ચામડાના વાઘર વડે એવું જોરથી બાંધ્યું કે સૂર્યના તાપથી તપવા દ્વારા મુનિને ઘણી જ વેદના થઈ. આંખો બહાર નીકળી ગઈ. શરીર દાઝવા લાગ્યું. તો પણ મેતાર્ય મુનિ ઉપશમભાવમાં લીન રહી, પોતાના પૂર્વબદ્ધ કર્મોનો ઉદય સમજી સમતાપૂર્વક ઉપસર્ગ સહવા લાગ્યા. “સ્વસ્થ અવસ્થામાં પર જીવો ઉપર દયા કોણ કરતું નથી.! અર્થાત્ બધા જ કરે છે. પરંતુ પોતાના પ્રાણ જાય છતાં જે પર જીવ ઉપર કૃપા કરે તે જ સાચા કૃપાલુ કહેવાય છે.” આવી ભાવના ભાવતાં ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામી તે જ સમયે મૃત્યુ પામી મોક્ષે ગયા. તે જ સમયે તે સોનીના ઘરમાં કપાતા લાકડાનો એક ટુકડો ઉડીને તે ક્રૌંચ પક્ષીના ગળે વાગ્યો. તેની પીડાથી ક્રૌંચપક્ષીએ કરેલા મલોત્સર્ગમાં જવ જોઈને સુવર્ણકાર ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મુનિના ઘાતનું મનમાં ઘણું દુઃખ થયું. રાજા જાણશે તો મને શિક્ષા કરશે એવા ભયથી દીક્ષા ગ્રહણ કરી રાજાને ઘેર જઈ “ધર્મલાભ” કહી રાજાને આશિષ આપે છે. રાજા બધી વાત જાણીને કહે છે કે, ભયથી ભલે દીક્ષા લીધી. પરંતુ હવે બરાબર પાલજો. આ પ્રમાણે મેતાર્યઋષિએ જેમ આવા ઘોર ઉપસર્ગમાં ઉપશમ-સમતા રાખી. તેવો ઉપશમ એ સમ્યકત્વનું પ્રથમ લક્ષણ છે. ૪૧. (૨) સંવેગ એટલે મોક્ષ પ્રાપ્તિ માટેની અતિશય ઈચ્છા, અને ભવ ઉપરનો વૈરાગ્ય, સમ્યગ્દષ્ટિ જીવ દેવ અને માનવના સુખને પણ દુઃખયુક્ત હોવાથી વિષમિશ્રિત અન્નની જેમ દુઃખ જ માને છે અને તેથી કેવલ એકલા સિદ્ધિસુખને જ ચાહે છે. સંસારસુખ ક્ષણભંગુર છે અને મોક્ષનું સુખ સદા શાશ્વત છે. આવું યથાર્થ જાણ્યા પછી આ જીવને સંસાર ઉપર વૈરાગ્ય થાય જ છે. આવો વૈરાગ્ય એ જ સંવેગ છે. તે સમ્યકત્વનું બીજું લક્ષણ છે. વૈરાગ્યવાસિત Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જીવ ઘરમાં રહેવા છતાં માતાની જેમ અંદરથી ન્યારો રહે છે. હૃદયથી સંસારી ભાવોમાં રંગાતો નથી. શાસ્ત્રમાં ક્યું છે કે બળવાન संवेगो मुकखं पई अहिलासो भवविरागो उ ॥ स. स. ४४ ॥ આ વિષય ઉપર દવદન્ત ઋષિની કથા છે. તે આ પ્રમાણેહસ્તિશીર્ષ નામનું એક નગર હતું. ત્યા દવદંત નામનો રાજા હતો. એક વખત ભરતક્ષેત્રના ત્રણ ખંડના સ્વામી એવા જરાસંઘ નામના પ્રતિવાસુદેવ રાજાની સેવા કરવા માટે આ દવદંત રાજા રાજગૃહીનગરીમાં ગયો. તે સમયે હસ્તિનાપુર નગરથી આવીને પાંડવોએ ગામમાં દવદંત રાજા ન હોવાથી છળ પામીને હસ્તિશીર્ષ ગામ લૂટ્યું. રાજગૃહીથી પાછા ફરેલા દવદંત રાજાએ આ સમાચાર સાંભળ્યા. ગુસ્સે ભરાયેલા દવદંત રાજાએ પોતાના સૈન્ય સહિત હસ્તિનાપુર ઉપર ચડાઈ કરીને જેમ લવણસમુદ્રથી જંબૂટ્ટીપ વીંટળાયેલો છે, તેમ તેના સૈન્ય વડે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો અને વાણીમાં ચતુર એવા દૂતને યુધિષ્ઠિર રાજા પાસે મોક્લ્યો અને હ્યું કે, છળ પામીને લુંટવું એ નપુંસકોનો માર્ગ છે, ઉત્તમવંશમાં જન્મેલાનો આ માર્ગ નથી. તેથી જો તમારામાં પરાક્રમ હોય તો નગર બહાર આવી યુદ્ધ કરો દૂતનાં આવાં વચન સાંભળી ભયભીત થયેલા તે પાંડવો ગુફામાંથી જેમ શિયાળ ન નીકળે તેમ હસ્તિનાપુર નગરમાંથી યુદ્ધ માટે બહાર ન આવ્યા. ઘણા દિવસ સુધી ઘેરો ઘાલવા છતાં પાંડવો લડવા ન આવવાથી ઉદ્વેગ પામેલો દવદંત રાજા સ્વનગરમાં પાછો ફર્યો. મનમાં વિચાર્યું કે ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલા પુરુષોને સન્મુખ આવેલા પાત્રો સાથે જ યુદ્ધ કરવું ઉચિત છે. અન્યથા “અપયશ” જ પ્રાપ્ત થાય. એમ વિચારી પોતાના દેશનું ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય પાલે છે. કેટલાક સમય પછી તે ગામમાં શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રી ધર્મઘોષ સૂરિજી મ. પધાર્યા. તેઓની અમૃત સરખી ધર્મદેશના સાંભળી પાપસંતાપ વિનાનો થયો છતો (૧) રાજ્ય એ અકાર્ય છે. (૨) ભંડારો એ કારાગાર છે. (૩) પત્નીઓ એ ચિત્ત-બલ અને વીર્યનું અપહરણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કરવામાં રાક્ષસીઓ છે. (૪) વિષયો એ વિષ છે. (૫) ચતુરંગી લશ્કર એ ચાર ગતિમાં ભમવાનું સાધન છે. એમ માનતો પરમ સંવેગને વહન કરતો રાજ્ય ભારને ત્યજી પ્રવ્રજ્યા સ્વીકારનાર બન્યો. દીક્ષિત થયા પછી ગુરુ પાસે અભ્યાસ કરી પરમગીતાર્થ અને પરમસંવેગવાળા મુનિ બન્યા એક વખત આ રાજર્ષિ વિહાર કરતા કરતા હસ્તિનાપુર નગરમાં ગામની ભાગોળે મેરૂપર્વતની જેમ નિષ્વકંપપણે પ્રતિમાધારી થઈ કાઉસ્સગ્ગમાં રહ્યા. ત્યાં રાજવાટિકામાં ફરવા નીકળેલા પાંડવોએ મુનિને જોયા અને ઓળખ્યા. વાહનો ઉપરથી ઉતરીને નમસ્કાર કરી ભાવપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી. “અહો આ રાજર્ષિ દુષ્કરકારક છે.” આ પ્રમાણે રાજર્ષિને અભિનંદન આપીને તે પાંડવો આગળ ગયે છતે થોડા ટાઈમ પછી ત્યાં પરિવાર સહિત પ્રકૃતિએ જ દુર્જન એવો દુર્યોધન આવ્યો. “આ તે જ ઋષિ છે” કે જેણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો હતો. અમારા પૂર્વ પુરુષોની નિર્મળ કીર્તિનું અપહરણ કર્યું હતું. એમ પૂર્વ વૈરને સંભાળતા દુર્યોધને ઘણ વડે ૠષિને તાડન કરવા માંડ્યું. તેના હૈયાના ભાવ જાણીને તેના પરિજને પણ આ ઋષિને એટલા બધા પત્થરો માર્યા કે પત્થરોના ઢગલાથી ઋષિ ઢંકાઈ ગયા. રાજવાટિકાથી પાછા વળેલા પાંડવોએ ત્યાં જોયું તો ઋષિ ન દેખાયા પણ ત્યાં જ મોટો પત્થરનો ઢગલો દેખાયો, તેથી લોકોને પૂછીને જાણ્યું કે આ દુર્યોધનનું કાર્ય છે. તુરત જ તે પત્થરો દૂર કરાવ્યા. અંગોની પીડા દૂર થાય તે રીતે તેલની માલીસ આદિ સેવા કરી મુનિને વારંવાર ખમાવી યુધિષ્ઠિર આદિ પાંડવો ગામમાં આવ્યા. દવદંત રાજર્ષિએ પણ ‘સંવેગ”ના બલપૂર્વક ભાવના ભાવી. જ્ઞાન-દર્શન-યુક્ત એવો એક મારો આત્મા જ શાશ્વત છે. બાકીના બધા જ આ બાહ્યભાવો સંયોગમાત્રથી જ પ્રાપ્ત થયેલા છે. તેથી અપકાર કરનારા કૌરવો ઉપર અને સેવા કરનારા પાંડવો ઉપર સમચિત્તવૃત્તિવાળા દવદંતરાજર્ષિ દુ:સ્સહ પીડા પરિષહને સહે છે. યુધિષ્ઠિરે ઘરે જઈને દુર્યોધનને ઠપકો આપ્યો કે, અરે દુષ્ટ ! આ તેં Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ શું કર્યું ? તેઓએ હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો ત્યારે તું ક્યાં ગયો હતો! શું તેં તેઓનું પ્રસિદ્ધ પરાક્રમ નથી સાંભળ્યું ? તેઓએ ગામને લશ્કરથી વીંટ્યું ત્યારે આપણે તેઓ વડે જીતાયા છીએ. અને હમણાં તેઓએ પાંચ ઇન્દ્રિયોને જીતી છે. અને દુર્ધર પાંચ મહાવ્રતનો ભાર વહન કર્યો છે, તેથી તેઓને જીતવા કોણ સમર્થ છે ? ઇત્યાદિ ઘણો ઠપકો આપ્યો. દવદંત રાજર્ષિ પણ સંવેગ અને વૈરાગ્યના પરિણામવાળા શત્રુ-મિત્ર તુલ્ય ગણીને ક્ષપકશ્રેણિ આરોહી કેવલી થઈ મોક્ષે ગયા. સમ્યક્તનું “સંવેગ''એ આ બીજું લક્ષણ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવે દવદંત ઋષિની જેમ સંવેગ પરિણામવાળા બનવું, ૪રા (૩) નિર્વેદ - સમ્યકત્વનું ત્રીજું લક્ષણ નિર્વેદ છે. નિર્વેદ એટલે કંટાળો-તજવાની ઈચ્છા, આ સંસાર અનંત-અનંત દુ:ખોથી ભરેલ છે. કદાચ ઇન્દ્રિયજન્ય અલ્પ એવું વૈષયિક સુખ હશે તો પણ તે સુખ અનેકવિધ ઉપાધિઓથી ઘેરાયેલું છે. તથા આ સંસારમાં છેદન, ભેદન, તાડન, તર્જન, બંધન, સંયોગ, વિયોગ, રોગ, શોક પરવશતા, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ ઇત્યાદિ અનેક પીડાઓ રહેલી છે. તેવાં તેવાં દુઃખો દેખીને સંસારથી ઉદ્વેગવાળો થયો છતો તેને ત્યજવાની જ જે તીવ્ર ઇચ્છા તે નિર્વેદગુણ કહેવાય છે. આ સમ્યકત્વનું ત્રીજું લક્ષણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, વિશ્વેશો વામિચ્છા, તુરિય સંસારવારનિક્સ | આ લક્ષણ ઉપર “હરિવાહન” રાજાની કથા છે. ભોગવતી નામની નગરીમાં ઘણો જ પરાક્રમી “ઇન્દ્રદત્ત” નામનો રાજા છે. તેને મણિપ્રભા નામની પત્ની છે. તે દંપતીને “હરિવાહન” નામનો તેજસ્વી પુત્ર છે. વળી તે જ નગરમાં મન્દર નામના સુત્રધારને નરવાહન નામનો પુત્ર છે તથા વસુસાર નામના શ્રેષ્ઠીને ધનંજય નામનો પુત્ર છે. રાજપુત્ર, સૂત્રધારપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર આ ત્રણેની બાળપણથી જ ગાઢ મિત્રતા થઈ. ધન ઉપાર્જન આદિ યોગ્ય કાર્યો છોડીને આ ત્રણે મિત્રો સુખની મઝા માણવા લાગ્યા. રાજાએ પોતાના પુત્રને કહ્યું કે, તું શસ્ત્રકલા આદિનો અભ્યાસ કેમ કરતો નથી! જો મારા દેશમાં (અને ઘરમાં) રહેવું હોય તો તારા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મિત્રોની સંગતિ ત્યજી દે, અથવા મારા દેશમાંથી દૂર ચાલ્યો જા. આ જ પ્રમાણે સૂત્રધારે અને શ્રેષ્ઠીએ પણ પોતાના પુત્રોને ઠપકો આપ્યો. તેઓ ત્રણે કોઇ ન જાણે તે રીતે એક વનમાં ભેગા થઇ મંત્રણા કરવા લાગ્યા. માતા-પિતાનો વિરહ સહી શકાશે, મૃત્યુ અને ધનક્ષય સહી શકાશે, વિદેશયાત્રા કરી શકાશે પરંતુ આપણા ત્રણેની મિત્રતા ત્યજી શકાય તેમ નથી. આવી વિચારણા કરી તે દેશ છોડી ત્રણે વિદેશ જવા નીકળ્યા. ફરતા ફરતાં એક ગાઢ જંગલમાં આવી ચડ્યા. જંગલી પ્રાણીઓથી વ્યાપ્ત એવા તે જંગલને પસાર કરતાં કરતાં જંગલી એક હાથી સૂંઢ ઉછાળતો દૂરથી સામે આવતો દેખાયો. તે દેખીને તક્ષપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર તો ક્યાંયને ક્યાંય દૂર-દૂર ભાગી ગયા. પરંતુ હિરવાહન નામનો રાજપુત્ર હાથીને દમવાની કલામાં દક્ષ હતો. તેથી સિંહની જેમ ગર્જના કરતો હાથીની સામે ધસ્યો અને મુષ્ટિઘાતાદિ વડે હાથીને નિશ્ચેષ્ટ કરીને મિત્રોને શોધવા નીકળ્યો. ઘણું ઘણું પર્યટન ક૨વા છતાં મિત્રોની કંઈ ભાળ મલી નહીં. આગળ જતાં સુંદર એક સરોવર જોયું. ત્યાં જલપાન કરી ફલાદિનું ભોજન કરી વિચારવા લાગ્યો કે, જે બે મિત્રો માટે ઘ૨, માતા-પિતા અને દેશ વગેરે બધું ત્યજ્યું. પરંતુ અંતે તે બે મિત્રો પણ ગયા. અરે દૈવ ! આ શું થયું ? ધૈર્ય ધારણ કરી આગળ જતાં એક ‘યક્ષમંદિર” જોયું કે જેના દ્વાર આગળ સુંદરનિર્મળ પાણીથી ભરેલી વાવડી છે. રાત્રિનો સમય થવાથી તે યક્ષમંદિરની અંદર જઈ દ્વાર બંધ કરી ગુપ્ત એકસ્થાનમાં તે સુઈ ગયો. હવે અર્ધરાત્રિએ દિવ્યવસ્ત્રાદિને ધારણ કરવાવાળી અપ્સરાઓ દૈવશક્તિથી આ મંદિરમાં આવી અને અલૌકિક દિવ્ય સંગીત તથા નૃત્ય કરવા લાગી, કેટલાક સમય પછી નૃત્ય અને સંગીતના પરિશ્રમને દૂર કરવા માટે દિવ્યવસ્ત્રોને કાઢી ત્યાં જ ઢગલો કરી સ્નાનકાલનાં વસ્ત્રો પહેરી તે અપ્સરાઓ વાવડીમાં જલક્રીડા કરવા ગઈ. તે અવસરે આ હરિવાહન યક્ષમંદિરનાં દ્વાર ખોલી ઢગલા રૂપે મુકેલાં દિવ્યવસ્ત્રો ગ્રહણ કરી મંદિરમાં જઈ દ્વાર બંધ કરી છુપાઈ ગયો. અપ્સરાઓ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ સ્નાન કરીને જ્યાં બહાર આવી ત્યાં પોતાનાં વસ્ત્રો ન જોતાં અને યક્ષમંદિરનું દ્વાર અંદરથી બંધ દેખતાં પરસ્પર કહેવા લાગી કે, નક્કી કોઈ ધૂર્ત આપણાં વસ્ત્રો ચોરીને આ મંદિરમાં છુપાયો છે. તેથી ગુસ્સાપૂર્વક તેઓ બોલવા લાગી કે, હે નરાધમ ! તું અમારાં વસ્ત્રો આપી દે. અને દ્વાર ઉઘાડ. જો એમ નહીં કરે તો તારી સાથે આખું આ ભવન અમે સમુદ્રમાં નાખી દઈશું. આવું કહેવા છતાં નિર્ભય એવો તે મૌન રહ્યો. દમદાટીથી હિરવાહન ન માનતાં અપ્સરાઓ પ્રેમભરી વાણીથી વિનંતિ કરવા લાગી કે, હે નરોત્તમ પુરુષ! તું અમારાં વસ્ત્રો કૃપા કરીને આપી દે. ત્યારે પરાક્રમી એવો હિરવાહન કહે છે કે, “વાયુ તમારાં વસ્ત્રો લઈને આગળ ગયો છે. તેથી તેની પાસે જાઓ” આવાં સાહસવાળાં વચનો સાંભળી પ્રસન્ન થયેલી અપ્સરાઓ કહેવા લાગી કે, અમે તમારા ઉપર ખુશ થયા છીએ. તમે વરદાન માંગો. ત્યારે હરિવાહને દ્વાર ખોલીને તેઓનાં વસ્ત્રો આપ્યાં. પોતે કરેલી મશ્કરી બદલ ક્ષમા મી, અપ્સરાઓએ વ્યવસ્થિત વસ્ત્રો પહેરીને કહ્યું કે, હે નર! આવા ચરિત્ર વડે જણાય છે કે તમે કોઈ રાજપુત્ર છો. અમે તમને બે વસ્તુઓ આપીએ છીએ. એક ખડ્ગરત્ન કે જે તમને સર્વત્ર યુદ્ધમાં વિજય આપશે, અને બીજું દિવ્ય કંચુઓ કે જે તમે તમારી પત્નીને આપજો એમ કહી અપ્સરાઓ ચાલી ગઈ. હરિવાહન રાજપુત્ર એકલો આગળ ચાલ્યો. ત્યાં એક સુંદર નગર જોયું કે, જ્યાં ઘરો અને દુકાનોની વ્યવસ્થિત ઉંચી ઉંચી હારમાલા છે. દરેક દુકાનો સંપૂર્ણ માલ-સામાનથી ભરેલી છે. ખુલ્લાં બારણાંવાળી છે. પરંતુ આખા નગરમાં કોઈ માણસ દેખાતું નથી. આગળ ચાલતાં રાજાનો મહેલ આવ્યો, તેના ઉપર ચડતાં ચડતાં સાતમા માલે કમલના જેવા નેત્રવાળી એક કન્યાને જોઈ અને ગાલ ઉપર મૂક્યો છે હાથ જેણીએ એવી શોકાતુર કન્યાએ હરિવાહનને સિંહાસન ઉપર બેસવા કહ્યું. ત્યાં બેસીને કુમા૨ે શોકનું અને એકલતાનું કારણ પુછ્યું. તે કન્યાએ કહ્યું કે, શ્રાવસ્તીનગરના વિજયરાજાની અનંગલેખા નામની હું પુત્રી છું. મારા ઘરના ઝરૂખામાં હું બેઠી હતી ત્યારે ત્યાંથી પસાર થતા જયંત : Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નામના વિદ્યાધર વડે મારું અપહરણ કરીને અહીં લવાઈ છે અને વિદ્યાના બલે આ નગર બનાવી મને કહ્યું છે કે, તારી સાથે વિવાહ કરી આ શહેરમાં આપણે રાજ્ય પાલીશું અને ભોગો ભોગવીશું. વિવાહની સામગ્રી લેવા તે ગયા છે. આજ કાલ આવશે અને બલાત્કારે મને પરણશે. કારણ કે જ્ઞાની મુનિએ વ્યાખ્યાનકાલે મારી સમક્ષ કહ્યું છે કે, ઇન્દ્રદત્ત રાજાનો પુત્ર હરિવહન તારો પતિ થશે. મુનિના વચનો સાથે વિસંવાદ થતો હોવાથી હું શોકાતુર છું. - હરિવાહને કંઇક હાસ્ય સાથે કહ્યું કે, હે બાલા ! આવા પ્રકારના મનોહર વિદ્યાધરને વરવું શું ખોટું? આકાશગામિ વિદ્યાધર ક્યાં? અને ભૂમિચર કુમાર ક્યાં? આ બન્ને વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું અંતર કહેવાય. તથા દૌર્ભાગ્યવાળા, અંગારા જેવા શ્યામ અને નિર્ગુણી પુરુષોમાં શિરોમણિ એવા હરિવાહન ઉપર પતિત્વની બુદ્ધિ ન કર. કન્યાએ મનમાં વિચાર્યું કે, સંતપુરુષો કદાપિ પારકાના દોષો ગાય નહીં, પોતાના જ દોષો ગાય, તેથી આ જ હરિવહન (મારા પતિ) હોવા જોઈએ. આવું વિચારી બોલી કે, તમારા દર્શનથી મને લાગે છે કે “તમે જ હરિવાહન છો.” આવા પ્રકારનો બન્નેનો જ્યાં વાર્તાલાપ ચાલે છે ત્યાં વાજિંત્રો બહુ જોરથી વાગતાં સંભળાયાં, કન્યાએ હરિવાહનને કહ્યું કે, તમે કોઈ સ્થાને ચાલ્યા જાઓ અથવા છુપાઈ જાઓ. કારણ કે તે જયંત વિદ્યાધર આવી રહ્યા છે. આ વાર્તા કરે છે તેટલામાં તો જયંત વિદ્યાધર આવી પહોંચ્યા અને રોષપૂર્વક કહે છે કે, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અને મારા અંતઃપુરમાં કેમ પ્રવેશ્યો છે? કુમારે હ્યું કે ભોગવતીનગરીના રાજા ઇન્દ્રદત્તનો હરિવાહના નામે હું પુત્ર છું. તમારી સાથે યુદ્ધ માટે આવ્યો છું. તૈયાર થઈ જાઓ. આવા વચનો સાંભળી વિદ્યાધરે ગુસ્સાપૂર્વક કુમાર સાથે યુદ્ધ શરૂ કર્યું. રામરાવણની જેમ આ બન્નેનું યુદ્ધ થયું. કુમારે વિદ્યાધરની તલવાર ભાંગી નાખી, બાંધી ભૂમિ ઉપર પછાડયો. પરાજય પામેલા તે વિદ્યાધરે કહ્યું કે, હે કુમાર! આવા વીરપુરુષના ચરિત્ર વડે મારું મન અને રૂપ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વડે અનંગલેખાનું મન તારા દ્વારા હરણ કરાયું છે તેથી તું આ કન્યા સાથે વિવાહ કરીને આ જ નગરીમાં રાજ્ય કર. એમ કહી તે વિદ્યાધર વૈતાદ્યપર્વત ઉપર ગયો. હરિવાહને અનંગલેખાની સાથે ગાંધર્વવિધિથી વિવાહ કરી દિવ્ય કંચુઓ તે નવોઢાને આપી અત્યંત હર્ષપૂર્વક સામ્રાજ્ય પાલવા લાગ્યો. રામના જેવું ન્યાય અને નીતિવાળું રાજ્ય કરવાથી ગામમાં લોકોનો એવો વસવાટ થયો કે ક્યાંય ખાલી જગ્યા રહી નહીં. હરિવહન અનંગલેખા સાથે વિવિધ ક્રીડા કરે છે. એક વખત અનંગલેખા પોતાની સખીઓ સાથે જલક્રીડા કરવા જાય છે. પોતાનાં દિવ્યવસ્ત્રો રેવાનદીના કિનારે મૂકીને નદીમાં સ્નાનાર્થે જાય છે. કિનારે પહેલાં વસ્ત્રોમાં અપ્સરાએ આપેલો કંચુઓ હતો કે જે પરાગ નામના મણિની જેમ ચમક્તો હતો. તે જોઈને ત્યાં આવેલો એક મોટો માછલો મણિના ભ્રમથી કંચુઆને ગળી ગયો. સખીઓએ હાહારવ કર્યો. ઘણા રાજપુરુષો તે માછલાને પકડવા નદીમાં પડયા. પરંતુ માછલું પાણીમાં દૂર સરકી ગયું. અનંગલેખા વિલખી થઈ છતી અત્યંત ચિંતાતુર બની. અમારા દેખતાં છતાં કંચુઓ હરાયો એટલે જરૂર અમંગલ થશે. હરિવાહને પ્રેમપૂર્વક મધુર વાણીથી સમજાવી અનંગલેખાને ઘેર લાવી. હવે તે અનંગલેખા જિનેશ્વર પરમાત્માની સવિશેષ પૂજા કરે છે. યાચકોને દાન આપે છે. નવકારમંત્રનો જાપ કરે છે. અને ગુરુ પાસે ધર્મદેશના સાંભળતાં કાળ નિર્ગમન કરે છે. આ નગરથી ઘણે દૂર બેન્જાતટ નામનું નગર છે. ત્યાં “નરકુંજર” નામે રાજા છે. તે રાજા એક વખત જલક્રીડા કરી ઘરે આવ્યો ત્યારે ત્યાં જલમાં તરી શકવાની શક્તિવાળો એક તરવૈયો આવ્યો. તેણે રાજાને હ્યું કે, મેં આજે નર્મદા નદીના કિનારાથી એક માછલી પકડયો છે. તેના પેટમાંથી રત્નોથી ભરપુર એવો એક કંચુઓ મળ્યો છે. જલક્રીડા કરવા આવેલી કોઈ રાજરાણીનો આ કંચુઓ હોય એમ લાગે છે એમ કહી તે કંચુઓ રાજાને આપ્યો. શૃંગારના રસથી ભરેલો આ કંચુઓ જોઈ રાજાને તે કંચુઆની માલિક સ્ત્રી પ્રત્યે વાસના જન્મી. આ કંઓ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કઈ સ્ત્રીનો હશે? મને તે સ્ત્રી કેમ પ્રાપ્ત થાય? ઈત્યાદિ ચિંતાઓથી રાજ્યના કારભારમાં તે ઉદાસ થયો તે રાજાએ આ કંચુઆની માલિક સ્ત્રીને પોતાને વશ કરવા મંત્રીને કહ્યું, મંત્રીએ મંત્રવાદી અને જ્યોતિષીઓને પૂછ્યું પરંતુ કંઈ પત્તો લાગતો નથી. તેથી રાજ્યની અધિષ્ઠાયિકા લક્ષ્મીદેવીને આરાધવા સાત દિવસનું અણસણ કર્યું. પ્રસન્ન થયેલી લક્ષ્મીદેવીએ પ્રયોજન પૂછ્યું અને વરદાન માગવા કહ્યું ત્યારે મંત્રીએ આ કંચુઆની માલિક સ્ત્રી પોતાના રાજાને વશ થાય, રાજાની પત્ની થાય તેવું કાર્ય કરવા કહ્યું. લક્ષ્મીદેવીએ કહ્યું કે, જે કાર્ય ફળદાયી હોય તે જ કરવું યોગ્ય છે. આ સ્ત્રી સતી સ્ત્રી છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે, ચંદ્ર અંગારા વરસાવે તો પણ પ્રાણાન્ત આ સ્ત્રી શીલભંગ કરશે નહીં. તારો રાજા કદાગ્રહ જો ન જ મૂકે તો હું તે સ્ત્રી લાવી આપું છું. પરંતુ તારે ફરીથી હવે મારું સ્મરણ ન કરવું. લક્ષ્મીદેવી વિદ્યાધરે બનાવેલા નગરમાં ગઈ કે જ્યાં અનંગલેખા વીતરાગ પરમાત્માની પૂજાવિધિમાં લીન હતી. ત્યાંથી તે સ્ત્રીનું અપહરણ કરી નરકુંજરરાજાના ઘરમાં મૂકી દેવી અદશ્ય થઈ. તે સ્ત્રીને આવેલી જાણી રાજાએ અનંગલેખાને કહ્યું કે, તું મને પ્રેમભરી દૃષ્ટિથી જો. મેં જ્યારથી તારો કંયુઓ જોયો છે ત્યારથી તારા પ્રત્યે આસક્ત બન્યો છું. હું બેનાતટનો સ્વામી નરકુંજર રાજા છું. તું મારી પત્ની થા. અનંગલેખાએ વિચાર્યું કે નક્કી આ “અમંગલ' થયું. અથવા સતી સ્ત્રીઓને કંઈ અમંગલ થતું જ નથી. એમ વિચારી બોલી કે, હે રાજન! પરસ્ત્રીનો તું ત્યાગ કર કે જે મહાકર્મબંધનું કારણ છે અને જગતમાં અપયશ આપનાર છે. કદાચ સ્વર્ગ પૃથ્વીતલ ઉપર ઉતરી જાય અને પૃથ્વીતલ સ્વર્ગમાં જાય તો પણ હું મારું શીયલ ખંડિત કરૂં તેમ નથી. રાજાના મનમાં થયું કે આ સ્ત્રીને મારો (મારા પરાક્રમનો) પરિચય નથી એટલે આમ બોલે છે. ધીરે ધીરે પરિચય થવાથી તે મને વશ થશે. અનંગલેખા પણ અશ્રુભીની આંખે હદયમાં રડતી છતી પોતાના પતિ પરિવાહનનું પટાદિ ઉપર ચિત્ર દોરીને તેને જોઈ જોઈ સંતોષ માની દિવસો પસાર કરે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ હવે હરિવહન રાજાના બે પૂર્વના મિત્રો તક્ષપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર કે જે હાથીના ઉપદ્રવના કારણે હરિવહન રાજાથી વિખુટા પડેલા તે હરિવાહનને શોધતા શોધતા વિંધ્યાચલ પર્વત પાસે આવ્યા. ત્યાં એક પુરુષને તેઓએ જોયો કે જે વિદ્યાની સાધના કરતો હતો, નીચે મુખ, ઉપર પગ, એક હાથમાં ધૂપ અને બીજા હાથમાં મંત્રસાધક અક્ષમાલા જેને હતી. વિદ્યાસાધકે પણ અહીં મનુષ્યના પગનો સંચાર થયો જાણી વાંશની ઝૂંપડીમાંથી બહાર આવી તે બન્ને મિત્રોને મધુર સ્વરે પૂછ્યું કે તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? અહીં વિંધ્યાચલપર્વત પાસે આવવાનું શું પ્રયોજન ? તે મિત્રોએ હ્યું, કે અમારા કુલાદિ જાણવાની તમારે શું જરૂર? અમે આરંભેલા સત્કૃત્યની પૂર્તિ માટે દૈવયોગથી અહીં આવ્યા છીએ. વિદ્યાસાધકે કહ્યું કે, બહુ જ સારૂં થયું. તમારો અમારો સારો યોગ થયો. હવે મારી વિદ્યા જલદી સિદ્ધ થશે. ત્રિલોકીવિદ્યાની મેં પૂર્વ સેવા કરી છે. હવે ઉત્તરસાધકની સહાયથી ઉત્તર સેવા કરીશ. તમે મારા ઉત્તરસાધક થાઓ. એમ કહી તે વિદ્યાસાધવામાં તત્પર થયો અને બન્ને મિત્રો તેના ઉત્તરસાધકરૂપે સહાયક થયા. થોડા જ સમયમાં તેને ત્રિલોકવિદ્યા સિદ્ધ થઈ. એટલે વિદ્યાસાધકે કહ્યું કે તમારો બન્નેનો મારા ઉપર ઘણો ઉપકાર છે. કહો પ્રત્યુપકાર શું કરું ? બને મિત્રોની ઈચ્છા ન હોવા છતાં (૧) રૂપ પરાવર્તિની, (૨) અંજન આંજતાં જ અદશ્ય થવાની, (૩) શત્રુના સૈન્યને વિમોહન કરનારી અને (૪) વિમાન બનાવનારી એમ ચાર વિદ્યાઓ આપી. પોતાના આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યો. આ બન્ને મિત્રો પણ પૃથ્વી ઉપર ફરતા અને કૌતુકોને જોતા બેનાતટનગરમાં આવ્યા. ' લોકો પાસેથી કંચુઆની અને અંજનલેખાના અપહરણની વાર્તા જાણી કૌતુકથી તેને જોવા અંજન આંજીને બન્ને મિત્રો નરકુંજર રાજાના અંતઃપુરમાં ગયા. રડતી અને કોઈ પુરુષનું ધ્યાન કરતી શીલાંગવાળી અનંગલેખાને જોઈ તથા તેની સામે હરિ વાહન નામવાળું અને પોતાના મિત્રની સામ્યતાવાળું ચિત્ર જોયું. વિદ્યાના બળે તે ચિત્રનું અપહરણ કર્યું. ચિત્ર ચોરાવાથી અનંગલેખા રડવા લાગી. હે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દેવ! તે આ શું કર્યું! પ્રાણપ્રિયનો તો વિયોગ કરાવ્યો. પરંતુ તેના ચિત્રનો પણ વિયોગ કરાવ્યો. આવા પ્રકારની દુઃખી થયેલી અનંગલેખાને જાણી તે બન્ને મિત્રો મૂલરૂપે પ્રગટ થયા અને અનંગલેખાને ચિત્ર આપીને કહ્યું કે, હે અનંગલેખા! આ તમારા પ્રાણપ્રિય કોના પુત્ર છે? તમારાં ક્યાં લગ્ન થયાં ? અહીં કેવી રીતે ફસાયાં છો? તે નિઃશંકપણે કહો. અમે તમને સહાયક થવા ઇચ્છીએ છીએ, જો તમે અમને સાચું કહેશો તો અમે તમને તમારા પતિનો સંયોગ કરી આપીશું. અનંગલેખાએ પોતાની સઘળી વાત કરી. પોતાના મિત્રની પત્ની જાણી હર્ષિત થઈ નમસ્કાર કર્યા અને કહ્યું કે, હે અનંગલેખા! તું અમારા મિત્રની જ પત્ની છો. અમે ત્રણે ભોગવતીનગરીથી સાથે જ નીકળ્યા હતા. હવે તું ખેદ ન કર. ક્ષણવાર તું રાહ જો કે જ્યાં સુધી અમે સ્વકૃત્ય સાધીએ. અનંગલેખા પણ પોતાના પતિના મિત્રો આવ્યા છે તે જાણીને આનંદિત થઈ. આ બન્ને મિત્રો અનંગલેખાને નમીને જરા પણ ક્ષોભ- ભય પામ્યા વિના રાજસભામાં ગયા. રાજાએ અજાણ્યા માણસોને જોઈને કહ્યું કે, તમે કોણ છો? શું જાણો છો? કંઈ કૌતુક હોય તો કહો. બને મિત્રોએ કહ્યું કે, અમે સૂર્યને અર્ધ આકાશમાં સ્થિર કરી શકીએ છીએ, ઇન્દ્રને પણ દાસ કરી શકીએ છીએ. જે કંઈ દુષ્કર હોય તે કરી શકીએ છીએ. રાજાએ કહ્યું કે, જો આવી શક્તિ તમારી પાસે છે તો આ અનંગલેખા મને વશ થાય તેમ કરો. મિત્રોએ કહ્યું કે, હે રાજન! તમારે અલ્પ પણ ચિંતા ન કરવી. તમારા આ કાર્યમાં અમે પ્રવૃત્તિ તુરત કરીશું. હે રાજન્! તમે આ ચૂર્ણ લો અને તેના વડે તિલક કરો. આ ચૂર્ણના પ્રભાવથી તે સ્ત્રી સદા માટે તમને વશ થશે. રાજાએ હર્ષિત થઈને ચૂર્ણનું તિલક કર્યું અને અનંગલેખા પાસે ગયો. આ બન્ને મિત્રોએ અનંગલેખાને પહેલેથી સંકેત કરીને શીખવાડી રાખેલ તે પ્રમાણે રાજાની સામે જવું આદિ વિનય વડે અનંગલેખાએ રાજાને ખુશ કર્યો. હવે આ કન્યા મને નક્કી વશ થવાની જ છે. એમ પોતાની જાતને કૃત્યકૃત્ય માનતા રાજાને અનંગલેખાએ કહ્યું કે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ મારી આવી પ્રતિજ્ઞા છે કે અષ્ટાપદ પર્વત ઉપર જઈને પરમાત્માનાં દર્શન-વંદન કરીને ભોજન કરીશ. પછી આ સાંભળી આ ન્યા મને વશ થાય એવા બોલ બોલે છે એમ સમજી આનંદ પણ અષ્ટાપદ ઉપર જવાનું અતિદુષ્કર કાર્ય કરવાનું કહે છે તેથી ખેદથી રાજા ચિંતામાં પડયો. આ બન્ને મિત્રોને બોલાવીને કહ્યું કે આ દુષ્કર કાર્ય કેમ થશે ? બન્ને મિત્રોએ કહ્યું કે, તમે જરા પણ ચિંતા ન કરો. અમે તમારા હિતના ઉદ્યમી છીએ. આજે અથવા કાલે જ્યારે અષ્ટાપદ જવું હશે ત્યારે અમે લઈ જઈશું, કામાન્ધ રાજાએ કહ્યું કે, આજે જ આ પ્રતિજ્ઞા પૂરી કરો. રાજાની ઈચ્છા પ્રમાણે તે બન્ને મિત્રોએ એક સુંદર વિમાન વિદ્યાબલે બનાવ્યું. અને રાજાને કહ્યું કે, હે રાજન ! આ વિમાનમાં તમે આ પ્રિયા સાથે જાઓ અને મનની ઇચ્છા પ્રમાણે અષ્ટાપદ પર્વત ઉપર દર્શન-વંદન કરી ઉદ્યાનોમાં ફરો. આ રીતે રાજા આ બે મિત્રોની વાતમાં પુરેપુરો વિશ્વાસવાળો બન્યો. રાજાએ અનંગલેખાને કહ્યું કે, હે અનંગલેખા ! પહેલી તું વિમાનમાં બેસ. પછી હું બેસું છું. તે સાંભળી જેટલામાં અનંગલેખા વિમાનમાં ચઢે છે તેટલામાં જ બાજુમાંથી બન્ને મિત્રો પણ વિમાનમાં ચડ્યા અને રાજા વિમાનમાં ચડવા જાય તે પહેલાં જ વિમાન ઉડીને આકાશમાં ગયું. આકાશમાંથી સતીરત્ન એવી આ અનંગલેખાએ હ્યું કે, હારિવાહનના મિત્રો વડે મંત્રશકિતના બલથી મને હરિવાહનરાજા પાસે લઈ જવાય છે. તમારામાં સાચો કોઈ સુભટ હોય તો યુદ્ધ કરી શકે છે. કોપાયમાન થયેલા રાજાએ પોતાના સુભટોને કહ્યું કે, દાંભિક-માયાવી આ બન્નેને પકડો. તે બન્ને મિત્રોની સાથે રાજા અને રાજસુભટોનું યુદ્ધ થયું. પરંતુ વિદ્યાના બળથી રાજાના સર્વ લશ્કરને સર્વ બાજુથી ભગાડીને રાજાના અંતઃપુરમાંથી બીજી બે ન્યાઓનું અપહરણ કરીને આ વિમાન ચાલ્યું. જ્યાં હરિવહન રાજા છે તે નગરના ઉદ્યાનમાં ઉતર્યું. બન્ને મિત્રોએ ગામના સકલ લોકોને ઉદાસ અને શોકમગ્ન જોયા. એક માણસને શોકનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે, અમારા રાજા હરિવહનની રાણી અનંગલેખાનું કોઈ વિદ્યાધરે અપહરણ કર્યું છે. તેથી રાજા અને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રજા શોકમગ્ન છે. આ બે મિત્રોમાંથી એક મિત્ર વિમાનમાં જ સ્ત્રીઓ પાસે રહ્યો. અને બીજો મિત્ર કે જે શ્રેષ્ઠીપુત્ર છે. તે વિદ્યાના બલે સિદ્ધપુત્રનું રૂપ કરીને રાજા પાસે ગયો. રાજાને નમસ્કાર કરી યોગ્ય આસને બેસી હ્યું કે, હે રાજન્ ! ચિંતા ન કરો, તમારું જે કંઈ દુષ્કર કામ હશે તો પણ હું કરી આપીશ. રાજાએ કહ્યું કે, જો તમારામાં કોઈ શક્તિ હોય તો રાણી અનંગલેખાને લાવી આપો. રાજાની આજ્ઞા થતાં જ પોતાના શરીર ઉપર મોટું વસ્ત્ર વીંટીને જાણે ધ્યાન કરતો હોય તેવું અનુકરણ કરીને બહુ જ ઉંચા અવાજે હુંકારો કર્યા. તે હુંકારો સાંભળતાં જ કરેલા સંકેત પ્રમાણે ઉદ્યાનમાં વિમાનમાં બેઠેલી અનંગલેખા વેગે વેગે રાજસભામાં આવી. પતિ-પત્ની મળ્યાં અને ન વર્ણવી શકાય તેવા આનંદને પામ્યાં. પછી સિદ્ધપુત્રે હ્યું કે, હે રાજન ! હવે તમારું બીજું શું મનોવાંછિત અમે કરી આપીએ. રાજાએ હ્યું કે, મારા બે મિત્રોનો કેટલાય સમયથી વિરહ થયો છે તે બે મિત્રોનો મેલાપ કરી આપો. રાજાનો નિરૂપમ પ્રેમ જોઈ આ જ બન્ને મિત્રોએ પોતાનું મૂલ રૂપ ક્યું. પોતાની પત્ની અને બન્ને મિત્રોને જોઈ રાજા ખૂબ ખુશ થયો અને પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યો. અનંગલેખા પાસેથી તેની અને મિત્રો પાસેથી મિત્રોની બધી વાર્તા જાણી અને પ્રજાને જણાવી. તથા અપહરણ કરીને લાવેલી બે કન્યારત્ન હરિવહન રાજાએ પોતાના આ બન્ને મિત્રોને યોગ્ય જાણી પરણાવી તથા બન્ને મિત્રોની સહાયથી હરિવહન રાજાએ ઘણા દેશોને જીત્યા. વિશાળ સામ્રાજય પ્રાપ્ત કર્યું. તેનો યશ પિતા ઇન્દ્રદત્તે પણ સાંભળ્યો. પિતા ઈન્દ્રદત્તે બોલાવીને હરિવહન રાજાનો પોતાની ગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો અને પોતે આર્યસમુદ્રસૂરિ પાસે દીક્ષા લઈ મોક્ષની આરાધનામાં લીન થયા. હરિવહન રાજા તથા બન્ને મિત્રોએ ઉત્તમ સમ્યકત્વરને ગ્રહણ કરવાપૂર્વક શ્રાવકનાં વ્રતો ગુરુજી પાસે લીધાં. હવે હરિવહન રાજા અને અનંગલેખા ધર્મપરાયણ બન્યાં. તીર્થયાત્રા, રથયાત્રા, પૂજા, ભક્તિ-ભાવના અને પ્રભુની અંગરચનામાં લીન થયાં. તથા પ્રભુપ્રતિમા અને તેની પ્રતિષ્ઠા કરાવવા લાગ્યાં. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ એમ એક હજાર વર્ષ ગયે છતે ત્યાં કેવલી ભગવાન પધાર્યા. રાજારાણી પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા ગયાં. કેવલી ભગવાને વૈરાગ્યજનક દેશના આપી. ૨મણીય ભોગો, રૂપવતી સ્ત્રીઓ અને વિશાલ રાજ્ય પણ આયુષ્યને વધારી શક્યું નથી. મૃત્યુને કોઈ રોકી શક્યું નથી. વિજળીના ચમકારા જેવું આ જીવન છે. વ્યાખ્યાનના અંતે હરિવાહન રાજાએ કેવલી ભગવાનને પૂછ્યું કે, હે ભગવાન્! મારૂં આયુષ્ય કેટલું છે? પરમાત્માએ કહ્યું કે, “નવ પ્રહર” (અર્થાત્ સત્તાવીસ કલાક ) તમારૂં આયુષ્ય છે. આ સાંભળી રાજા શોક કરવા લાગ્યો કે, અરે મારાં ઘણા વર્ષો મેં ભોગમાં જ વીતાવ્યાં. હવે મારૂં શું થશે ? આટલા સમયમાં હવે હું શું કરૂં? કોના શરણે જાઉં? આ સંસારવાસને ધિક્કાર હોજો. હું ઘણું ભૂલ્યો. આ સંસાર સર્વ ઉપાધિઓથી ભરપૂર છે. એમ નિર્વેદ પરિણામવાળો રાજા થયો. ભવના ભયથી કંપતા રાજાને કેવલીએ કહ્યું કે, ખેદ ન કર, ગયેલો કાલ ન વિચાર, હવેથી ચેતી જા અને વીતરાગ પરમાત્માની કહેલી પ્રવ્રજ્યાનો સ્વીકાર કર. પ્રવ્રજ્યા સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે. સર્વ પાપોનો ક્ષય કરનારી છે. આવું જ્ઞાનીનું વચન સાંભળી સંસારથી ઉત્કટ વૈરાગ્ય અને નિર્વેદ પરિણામવાળા રાજાએ દીક્ષા લીધી અને પોતાના પુત્ર વિમલવાહનનો રાજ્યગાદી ઉ૫૨ અભિષેક કર્યો. મનમાં વિચાર્યું કે સારૂં થયું કે મને કેવલી ભગવાન્ મળ્યા. બાર ભાવના ભાવવામાં મન જોડ્યું. તે રાજર્ષિને ઘોર શીર્ષવેદના શરૂ થઈ, ચિકિત્સા ન કરાવી. રાજ્ય પાલતાં ઘણાં પાપો કર્યાં છે. માટે હવે આ વેદના પણ સમ્યક્ પ્રકારે સહન કરું. સમભાવપૂર્વક વેદના સહન કરી કાલધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મી મોક્ષે જશે. તે રિવાહન રાજાના મિત્રો અને અનંગલેખા પણ અનુક્રમે સ્વર્ગમાં જઈને મોક્ષે જશે. જેમ હરિવાહન રાજા સંસારથી નિર્વેદ પામી દીક્ષિત થયા, તેમ સંસાર ઉ૫૨નો નિર્વેદ એ સમ્યક્ત્વવ્રતનું ત્રીજું લક્ષણ જાણવું. આ સંસારને નારકી સ્વરૂપ અને જેલખાના જેવો માનવો અને આ સંસારમાંથી ક્યારે નીકળાય ? એવી તીવ્ર ઝંખના એ ત્રીજું લક્ષણ છે. ૪૩. ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ - કોઈ પણ દુખી કરૂણાનો જ ૧૬૨ - (૪) અનુકંપા - કોઈ પણ જીવને દુઃખી દેખી તેનાં દુઃખો દૂર કરવાની જે લાગણી થાય, તેનાં દુઃખો દૂર કરવા જીવનનું જોખમ વેઠીને પણ જે પ્રયત્નો કરે. દીન-દુઃખી ઉપર કરૂણાનો ભાવ રાખે. કરૂણાનાં કાર્યો કરે તે દ્રવ્ય અનુકંપા તથા દીન-દુઃખી દરિદ્ર અવસ્થા જેનાથી આવે છે એવી ધર્મરહિત જે અવસ્થા છે તેને દૂર કરવાની જે લાગણી થવી તે ભાવદયા છે. દુઃખોનું મૂલકારણ પાપ છે. લોકોમાંથી પાપ-કષાય-હિંસા આદિ કેમ દૂર થાય તેવી લાગણી તથા તેવો પ્રયત્ન તે ભાવદયા છે. ધર્મથી પડતા જીવને ધર્મમાં સ્થિર કરે, લોકો તે ધર્મ કરવામાં જે જે વિપ્નો આવતાં હોય તેને દૂર કરે. ધર્મપોષક વ્યવહારો, રાજયનીતિ, સામાજિકનીતિ આદિનું સંરક્ષણ કરે તે બધી ભાવદયા જાણવી. કહ્યું છે કે, દિપ વાગ્યા ! दट्टण पाणिनिवहं, भीमे भवसायरम्मि दुक्खत्तं । .. अविसेसओऽणुकंपं, दुहावि सामथओ कुणइ । આ ભયંકર ભવસાગરમાં દુઃખથી પીડાયેલા પ્રાણીસમૂહને જોઇને દુઃખો દૂર કરવાની તથા દુઃખનાં કારણ પાપો દૂર કરવાની એમ બન્ને પ્રકારની અવિશેષે જે દયા તે અનુકંપા કહેવાય છે. આવી દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારની અનુકંપા એ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. આ લક્ષણ ઉપર જયરાજાનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે ' આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં શ્રી જય નામનો રાજા હતો. એક વખત સવારના સમયે આ રાજા વિદ્વાનોની સાથે ધર્મચર્ચામાં તત્પર હતો. તે જ સમયે ઘણા લોકો હાથમાં ચંદન અને પંખા લઈને ચિત્રશાલા તરફ જતા હતા. તે જોઈને રાજાએ દ્વારપાલને પૂછયું કે આ શું છે? લોકો ચંદન અને પંખા સાથે કેમ દોડે છે? દ્વારપાલે કહ્યું કે હે રાજન્ ! તમારા જન્મ કાલે તમારા પિતાશ્રીએ સૂર્યોદય કાલે કોઈ એક સ્વપ્ન જાયેલું. તેથી તેઓએ કહેલું કે “મારી મૂર્તિ બનાવીને પટથી આચ્છાદિત કરીને દરરોજ પૂજવી.” તે જ રીતે આ મૂર્તિ પૂજાતી હતી. પરંતુ આજે તે જ રીતે પૂજા કરતાં સ્વછંદી અને કુતુહલપ્રિય એવા (૧) શતાનંદ, (૨) Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ગોવિંદ અને (૩) ધરણીધર વગેરે કુમારો જેટલામાં પટ (વસ્ત્ર) દૂર કરીને મૂર્તિને જુએ છે ત્યાં જ તેઓ મૂછિત થઈ ગયા છે. તેથી તેના પ્રતિકાર માટે લોકો દોડી રહ્યા છે. આ સાંભળી શોકાતુર થયેલ રાજા વૈદ્ય, મંત્રાવાદી અને દેવજ્ઞને સાથે લઈને કેટલામાં ત્યાં જાય છે તેટલામાં તે ચિત્ર જોઈને રાજા પણ મૂર્ણિત થયા. શોકસહિત પરિવાર વડે કરાતા શીતલ ઉપચારો દ્વારા રાજા મૂચ્છ રહિત થયો. તથા મિત્રો પણ મૂચ્છ રહિત થયા. આશ્ચર્ય સાથે લોકોએ મૂર્છાનું કારણ પૂછ્યું. ત્યારે સિંહાસનારૂઢ થઈને રાજાએ કહ્યું કે ધનાઢ્ય એવું વિજયવર્ધન નામનું નગર હતું. ત્યાં શત્રુઓનો પરાભવ કરનારો પરાક્રમી શાર્દૂલ નામનો રાજા હતો. તેને આનંદા નામની પટ્ટરાણી હતી. તે દંપતીને ચંદનની જેમ લોકોના તાપને શમાવનારો ચંદન નામનો પુત્ર હતો, તે ચંદનને વિષ્ણુ નામના પુરોહિત પુત્ર સાથે, સુધી નામના મંત્રીપુત્ર સાથે, અને શંખ નામના શ્રેષ્ઠીપુત્ર સાથે અતિશય ગાઢ મિત્રતા હતી. તે ત્રણ મિત્રો સાથે રાજકુમાર ઘોડા ચલાવવાની ક્રીડા કરીને થાકેલો ઘટાદાર વૃક્ષની નીચે બેઠો. ત્યાં એક કાપાલિકને જોઈને નમસ્કાર કર્યા. તે કાપાલિકે આશીર્વાદ આપ્યો કે, હે ચંદન! તું નાગલોકની સ્ત્રીઓનો સ્વામી થઈશ. ચંદને પૂછ્યું કે, હે કાપાલિક ! હું માનવ છું. તે નાગલોકની અંગનાનો સ્વામી કેમ બની શકું? કાપાલિકે કહ્યું કે, ઉત્તમ પુરુષોને કંઈ જ અશક્ય નથી. ઉત્તમ પુરુષો કૌતુકોવાળી પૃથ્વી ઉપર ફરે છે. અનેક કૌતુકો જુએ છે અને અકથ્ય સંપત્તિ પામે છે. કાયર પુરુષો જ ઘરમાં બેસી રહે છે. તેથી રાજપુત્રે કાપાલિકને નાગલોકની અંગનાના મિલાપનો ઉપાય પુક્યો. કાપાલિકે કહ્યું કે, આ પૃથ્વી ઉપર વિંધ્યાચલ નામનો એક પર્વત છે. તેમાં નાગરવેલનાં અને સોપારીઓનાં વૃક્ષોની વચ્ચે એક યક્ષનું મંદિર છે ત્યાં મનોહર રૂપવાલી તે સ્ત્રીઓ આવે છે. તમે મારી સાથે ચાલો, હું તમને તે સ્ત્રીઓનો મેળાપ કરાવી આપું. રાજપુત્ર ત્યાં જવા ઉત્સુક થયો, બીજા મિત્રોએ કહ્યું કે આવા અજાણ્યા સાથે જવું તે ઉચિત નથી. આ પ્રમાણે મિત્રોનો નિષેધ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ હોવા છતાં રાજપુત્ર કામવાસનાને પરવશ થયો છતો જવા તૈયાર થયો, આ ચારે મિત્રો કાપાલિક સાથે વિન્ધ્યાચલ પર્વતની ગુફામાં યક્ષ મંદિરે ગયા. ત્યાં ધનથી ચાર બકરાને ખરીદી કાપાલિકે આ ચારે મિત્રોને એકેક આપ્યા અને હ્યું કે, તમે ચારે મારા ઉત્તરસાધક થાઓ. હું વિદ્યા સાધુ છું. તમે ચારે વ્યક્તિઓ આ એકેક બોકડાનો યક્ષની સામે બલિ આપીને બન્ને આંખો બંધ કરી નતમસ્તકે યક્ષના પગમાં નમીને ઉભા રહો. રાજપુત્ર ચંદન, પુરોહિત પુત્ર વિષ્ણુ, મંત્રીપુત્ર સુધી આ ત્રણે વ્યક્તિઓએ કાપાલિકે કહ્યું તેમ કર્યુ. પરંતુ શ્રેષ્ઠપુત્ર શંખે મનમાં વિચાર્યુ કે જીવોની હિંસારૂપ પાપથી વિદ્યાસિદ્ધિ કેમ થાય? અવશ્ય આમાં કંઇક કાપાલિકની માયા છે કારણ કે સિદ્ધિ તો ધર્મથી થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે खणमित्तसुखकज्जे, जीवे निहणंति जे महामूढा । हरिचंदणवणखंडं, दहंति ते छारकज्जम्मि ॥१॥ ક્ષણ માત્ર સાંસારિક સુખની ખાતર જે મહામૂઢ પુરુષો જીવોને હણે છે તે રાખ ખાતર હિરચંદનનાં વૃક્ષોને બાળે છે એમ સમજી બકરાને હણવા ઇચ્છતો નથી. આંખો બંધ કરી યક્ષને નમીને ઉભો રહે છે. માયાવી કાપાલિકે તલવારની ધાર વડે બકરાની જેમ રાજપુત્ર, પુરોહિતપુત્ર અને મંત્રીપુત્રનો યક્ષની સામે વધ કર્યો. ત્યારબાદ શ્રેષ્ઠીપુત્ર શંખનો વધ ક૨વા તલવાર ખેંચે છે ત્યાં તેના પુણ્યબળથી યક્ષ પ્રગટ થઈ કાપાલિક ઉપર ગુસ્સે થયો. અને આવેશપૂર્વક કહ્યું કે, જો તું પ્રાણિવધ કરીશ તો તું જ નહીં રહે. તે જ સમયે અવસર મળવાથી શ્રેષ્ઠપુત્ર શંખ ત્યાંથી નીકળી ગયો અને વિચારવા લાગ્યો કે હિંસા એ તો મહાપાપ છે. મેં આ માયાવીનો સંગ કર્યો તો ત્રણ મિત્રોનો પણ ઘાત થયો. પાખંડી માણસો વંચનામાં જ તત્પર હોય છે. હવે ઘે૨ જઈ સ્નેહીઓને, કુટુંબીઓને અને મિત્રોના કુટુંબીઓને હું શું મુખ બતાવીશ? તેથી હવે તે દેશમાં જાઉં કે જ્યાં કોઈ જ્ઞાતિજન ન હોય. એમ વિચારી આગળ ચાલતાં કોઈ એક ગામમાં “સુબુદ્ધિ'' Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ નામના શ્રાવકની સાથે મિત્રતા થઈ. તે શ્રાવકે શંખને દુઃખનું કારણ પૂછ્યું. શંખે પોતાની સર્વ હકીકત કહી. સુબુદ્ધિએ શંખને કહ્યું કે, બકરાને તેં ન હણ્યો તે ઘણું સારું કર્યું. હિંસા એ તો મહાપાપ છે. આપણને જેમ આપણું જીવન પ્રિય છે તેમ સર્વ જીવોને જીવન પ્રિય છે દુઃખી, દીન, અને લાચાર જીવો ઉપર કરુણા-અનુકંપા કરવી જોઈએ. એમ ધર્મોપદેશ આપી મહામંગલકારી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્ર શીખવાડ્યો અને કહ્યું કે જ્યારે જ્યારે આપત્તિકાલ આવે ત્યારે આ મંત્રનું સ્મરણ કરજે. કહ્યું છે કે यथा मेरुर्नगेन्द्राणां, मरुतां वासवो यथा । तथैव सर्वधर्माणां, प्रधानं जीवरक्षणम् ॥१॥ हेमधेनुधरादीनां, दातारः सुलभा भुवि । दुर्लभः स पुमाल्लोके, यः प्राणिष्वभयप्रदः ॥२॥ महतामपि दानानां, कालेन क्षीयते फलम् । भीताभयप्रदानस्य क्षय एव न विद्यते ॥३॥ સુબુદ્ધિ શ્રાવકે સમજાવેલું ધર્મનું રહસ્ય હૃદયમાં સ્થિર કરી શંખ એક સાર્થની સાથે આગળ ચાલ્યો. કેટલોક રસ્તો પસાર કરી રાત્રિકાલે કોઈક જગ્યાએ પડાવ નાખ્યો. ત્યાં ભિલ્લ લોકોએ ધાડ પાડી, કેટલાકને મારી નાખ્યા, કેટલાક ભાગી ગયા, કેટલાક પ્રહારોથી જર્જરિત થયા અને કેટલાકને બાંધીને લાવ્યા. શંખ સહિત દસ પુરુષોને બાંધીને ભિલ્લો લાવ્યા. પલ્લીપતિએ કહ્યું કે, હું અગિયારમો પુરુષ બાંધીને લાવું ત્યાં સુધી આ દશને તમે દેવીના મંદિરમાં રાખો. શંખ આપત્તિકાલ સમજીને નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે. અગિયારમો પુરુષ બાંધીને લવાયે છતે આઠમનો દિવસ આવે છતે ચંડિકાના મંદિરમાં અગિયારનું બલિદાન કરવા ત્યાં લાવ્યા અને પલ્લીપતિએ તલવાર ઉંચી કરીને કહ્યું કે, ભૂતથી પરાભવ પામેલા મારા પુત્રના જીવિતવ્ય માટે મેં ચંડિકાદેવીને અગિયાર પુરુષોને હોમવાની પ્રતિજ્ઞા લીધેલી છે. તે તમારું બલિદાન કરીને હું પૂરી કરીશ. માટે તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. એમ કહી જેવી તલવાર ખેંચે છે તે જ સમયે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ભીલ લોકો દોડતા દોડતા પલ્લીપતિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે પલ્લીપતિ! તમે જલ્દી ઘેર આવો. તમારો પુત્ર ભૂતથી મૂર્છિત થઈ ગયો છે. તેથી પલ્લીપતિ તે અગિયાર પુરુષોને તેમ જ મૂકી દઈને પુત્ર પાસે ગયો. ઘણા ઉપાયો કર્યા પરંતુ પુત્ર મૂર્છારહિત ન થયો. ત્યારે નવકારમંત્રના પ્રભાવને જાણતા શંખે એક ભિલ્લને હ્યું કે, જો પલ્લીપતિ આદેશ કરે તો હું તેમના પુત્રને રોગરહિત કરૂં. તે ભિલ્લે તુરત પલ્લીપતિને કહ્યું. પલ્લીપતિએ બહુમાનપૂર્વક તેને બોલાવી પુત્રને નિરોગી કરવા વિનંતિ કરી. શંખે એક વલય દોરી તેમાં પુત્રને બેસાડી પોતે પોતાના હૃદયકમલમાં અરિહંત અને સિદ્ધાદિ પંચ પરમેષ્ઠિને સ્થાપન કરી તે પુત્રના મસ્તક ઉપર હાથ મૂકી નવકારમંત્રના પ્રભાવથી તેના શરીરમાંથી ભૂત સંબંધી અંધકારને દૂર કર્યો. સજીવન થયેલા પુત્રે “અરે ! આ શું થયું” એમ આશ્ચર્ય પામી પિતાને ભેટી પડયો. પલ્લીપતિએ શંખને કહ્યું કે, હું તમારા ઉપર ખુશ થયો છું. કહો! તમારૂં પ્રિય શું કરું? શંખે કહ્યું કે આ બંદીવાનોને ભોજન કરાવી સન્માનીને મુક્ત કરો. પલ્લીપતિએ તેમ કર્યું. ત્યારબાદ પ્રતિદિન શંખ પલ્લીપતિને ધર્મનો ઉપદેશ કરે છે. નિરપરાધી જીવની હિંસા ન કરવાનાં વ્રત આપે છે. પલ્લીપતિ પણ શંખને પોતાને ત્યાં જ રાખી ગુરુની જેમ સેવા કરે છે અને ધર્મ સાંભળે છે. હવે શંખને ઘેર જવાની ઇચ્છા થઈ, એટલે પલ્લીપતિએ ઘણું ધન તથા સેવક પરિવાર આપીને શંખને એના પિતા પાસે પહોંચાડ્યો. ઘેર જઈ પોતાની તથા ત્રણ મિત્રોની સઘળી વાત કરી. બધા જ પરિવારો આ સમાચાર સાંભળી ઘણું જ દુઃખ અને વિસ્મય પામ્યા. ત્યારબાદ શ્રેષ્ઠીપુત્ર શંખ જૈનશાસનની ઉન્નતિ કરતો, સર્વલોકોને ધર્મ પમાડતો, લોકોને હિંસાથી અટકાવી દયા દાનમાં જોડતો ઘણું પુણ્ય ઉપાર્જન ક૨ી દેવલોકમાં દેવ થયો. દેવભવનું થોડું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તે દેવે ભૂમિ ઉપર વિચરતા કોઈ કેવલજ્ઞાની ગુરુને પૂછ્યું કે હે ભગવાન્! મને આવતા ભવમાં બોધિબીજની પ્રાપ્તિ કેમ થશે? ગુરુજીએ કહ્યું કે, તું હસ્તિનાપુરનગરમાં સુરનર રાજાનો પુત્ર જય Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ નામે રાજા થઇશ. અને આ ત્રણે તારા મિત્રો ત્યાં પણ મિત્ર થશે. ચિત્રના અવલોકનથી મિત્રોની સાથે તને બોધિબીજ થશે. આવું સાંભળી તે દેવે જ સુરનરરાજને સ્વપ્નમાં આદેશ કર્યો અને આવું પૂર્વભવના વૃત્તાંતવાળું ચિત્ર બનાવરાવ્યું. તે જ શંખનો જીવ હું જય નામનો રાજા થયો છું અને આ ત્રણે મારા મિત્રો થયા છે. ચિત્રના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવ જાણવાથી અમને સર્વેને મૂછ આવી છે. આ ચરિત્ર સાંભળીને ઘણા લોકોને કરુણા રૂપી અમૃતના ભાવ ઉત્પન્ન થયા. ત્યારબાદ ત્રણે મિત્રોની સાથે જય રાજાએ સર્વત્ર કરુણાનો ધોધ વરસાવ્યો. જિનમંદિરો તથા જીર્ણોદ્ધાર કરાવી ઘણા લોકોને જૈનધર્મી બનાવ્યા. આ પ્રમાણે જયરાજાની જેમ હૈયામાં કરૂણાના તીવ્ર ભાવ એ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. ૪૪. (૫) આસ્તિક્તા- જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે. એવી નિઃશંકપણે જે પરમ શ્રદ્ધા તે આસ્તિક્તા. પ્તિ નીવતિન્દ્ર તિ નતિ થી : જીવ-અજીવ-પૂર્વભવ-પરભવ-પુણ્યપાપ આદિ પરોક્ષ તત્ત્વો અવશ્ય છે જ એવી મતિ જેની છે તે આસ્તિક વીતરાગ ભગવાન્ રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત હોવાથી અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી. તથા પૂર્વાપર અવિરુદ્ધ વચન તેઓનું છે. માટે તેમના વચન પ્રત્યે પૂર્ણપણે જે શ્રદ્ધા તે આસ્તિક્તા. જિનેશ્વર પરમાત્માનાં વચનો સર્વથા નિર્દોષ છે કારણ કે વક્તા ૧૮ દોષો વિનાના છે. નિઃસ્વાર્થભાવે જગતનું સ્વરૂપ સમજાવનારા છે. પાંત્રીસ ગુણોથી ભરેલી વાણી છે. દેવ-દાનવ અને પશુ-પક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજે આવી સરસોત્તમ વાણી બીજા કોઈની ન હોઈ શકે. આ સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે માિદ પડ્યો વો . સ. સ. ૪ અહીં આસ્તિક્ના લક્ષણ ઉપર પદ્રશેખર રાજાની કથા આ પ્રમાણે છે ઉત્તમ પુરુષોએ કર્યો છે વાસ જેમાં એવું પૃથ્વીપુર નામનું નગર છે. ત્યાં પધશેખર નામનો ધર્મ અને ન્યાય-પ્રિય રાજા છે આ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ રાજા વિનમંધરસૂરીશ્વરની પાસે જીવાદિ નવ તત્ત્વોના પરમાર્થને સમ્યગ્પ્રકારે જાણીને હ્દયમાં વજ્રલેપની જેમ ધારે છે. તેમના રાજ્યમાં જે જૈનધર્મને ન માને, તથા જૈનધર્મનું અને જૈનધર્મીનું બહુમાન ન કરે તેને દમન અને શિક્ષા દ્વારા માર્ગમાં લાવે છે. જેમ સારથિ વૃષભને માર્ગમાં લાવે તેમ રાજા લોકોને ધર્મમાં લાવે છે. તે રાજા લોકો સમક્ષ ધર્મગુરુઓની આવી પ્રશંસા કરે છે કે જૈન ગુરુઓ અલ્પ પણ પ્રમાદ કર્યા વિના લોકો સમક્ષ જીવદયા સમજાવે છે. નાસ્તિકોને વાદમાં સરસ્વતીની કૃપાથી જીતે છે. સર્વ જીવો ઉ૫૨ સર્વકાલે કરુણા કરવામાં જ ઉદ્યમશીલ હોય છે. દુર્ધર એવા પ્રમાદરૂપી હાથીને હણવામાં સિંહ જેવા ધર્મગુરુઓ હોય છે. કામવાસના નષ્ટ કરેલી હોવા છતાં સિદ્ધિરમણીને પરણનારા હોય છે. સર્વથા પરિગ્રહનો ત્યાગ કર્યો હોવા છતાં ચારિત્રરૂપી રત્નને ધારણ કરનારા હોય છે. નિરુપમ ઉપશમરસથી ભરેલા હૃદયવાળા સદા અનુકંપામાં તત્પર હોય છે. રાગ-દ્વેષથી મૂકાયેલા આ ગુરુઓ સંસારભાવોથી સદા વિરક્ત હોય છે. આવા પ્રકારે જૈનધર્મગુરુઓના ગુણો લોકો સમક્ષ ભક્તિરાગથી રાજા વર્ણવે છે. વળી લોકોને સમજાવે છે કે (૧) મનુષ્યભવ, (૨) શ્રેષ્ઠ ધર્મ અને (૩) ચારિત્ર સંપન્ન ગુરુ. આ સંસારમાં સર્વપ્રાણીઓને બહુ દુર્લભ છે. આવા પ્રકારના ગુણગણથી ગુંફિત ગુરુઓને જે સેવે છે તે ધન્ય છે. આવી રીતે સમજાવીને રાજા ઘણા લોકોને ધર્મમાં સ્થિર કરે છે. રાજાની આ વાત સર્વ લોકો માને છે પરંતુ તે જ ગામમાં રહેવાવાળો “વિજય” નામનો એક શ્રેષ્ઠીપુત્ર ન માનતો છતો રાજાને કહે છે કે ધર્મગુરુઓનું તમે જે જે વર્ણન કરો છો તે સર્વ તૃણતુલ્ય છે. પવનથી લહેરાતી ધજા જેવું મન કેમ રોકી શકાય? પોતપોતાના વિષયમાં આસક્ત એવી પાંચે ઇન્દ્રિયો કેમ કાબુમાં રહી શકે? તથા દુ:ખી માણસો અહીં પીડા અનુભવે તેના કરતાં મારવા સારા. કારણ કે તેઓ મર્યા છતાં પોતાનાં કર્મો પૂર્ણ થઈ જવાથી સતિમાં જ જાય છે. મોક્ષની વાતો તો સર્પના મસ્તકના મણિને Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ લેવાના ઉપદેશ તુલ્ય છે. વાચાલ એવો આ શ્રેષ્ઠિપુત્ર ભદ્રિક લોકોને પણ આવું સમજાવતો છતો સાચા માર્ગથી પતિત કરે છે. તેથી તેના પ્રતિબોધ નિમિત્તે રાજા “યક્ષ” નામના એક પુરુષને કહે છે કે, તારે કોઈ પણ રીતે વિજયની સાથે મૈત્રી કરીને મારા આ અલંકારો તેના અલંકારો રાખવાની પેટીમાં તેના અલંકારો સાથે મિશ્ર કરી દેવા. રાજાની આજ્ઞા પ્રમાણે તેણે વિજયની સાથે ગાઢ મૈત્રી કરીને તેને વિશ્વાસમાં લઈને અવસર આવે છતે તેમ કર્યું અને રાજાને કાર્ય કર્યાની જાણ કરી. રાજાએ ગામમાં પડહ વગડાવવાપૂર્વક ઘોષણા કરાવી કે રાજાના ઘેરથી આવા આવા અલંકારો ચોરાયા છે. જેના ઘરે આવ્યા હોય તેઓએ આપી જવા. જો એમ કરશે તો ગુન્હો માફ કરાશે અને જો અર્પણ કરવામાં નહીં આવે તો મહાદંડ થશે. કોઈએ રાજઅલંકારો અર્પણ ન કર્યા. એટલે રાજસેવકો ઘરે ઘરે તપાસ કરે છે. તપાસતાં તપાસતાં વિજયના ઘરે આવે છે. અને વિજયની અલંકારોની પેટીમાંથી રાજઅલંકારો કાઢે છે. રાજસેવકો - હે શ્રેષ્ઠિ પુત્ર ! આ શું છે? શ્રેષ્ઠિપુત્ર - હું કંઈ જાણતો નથી. આ કેવી રીતે આવ્યા તેની મને ખબર નથી.. રાજસેવકો - તમે કંઈ નથી જાણતા એમ કેમ ? અર્થાત્ ન જાણતા હો એમ કેમ બને? રાજસેવકો વિજયને પકડીને રાજા પાસે આવ્યા. રાજાએ ગુન્હો પુરવાર થવાથી ફાંસીની સજા ફરમાવી અને વધ કરનારાઓને સોંપ્યો. ચોરીનો માલ સાક્ષાત નીકળવાથી નિશ્ચિતપણે ચોર હોવાથી કોઈ લોકોએ તેને છોડાવ્યો નહીં. હવે તે વિજય પોતાના પરમમિત્ર “યક્ષ”ને કહે છે કે હે મિત્ર! કોઈ પણ રીતે તમે રાજાને મનાવો મને પ્રચંડ દંડથી છોડાવો અને મને જીવિતદાન આપો. ત્યારે યક્ષ રાજાને આ સઘળી વાત કરે છે. અને કહે છે કે કંઇક દંડ કરીને છોડી મૂકો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ત્યાં રાજા વિજય સમક્ષ કહે છે કે (૧) દુઃખી માણસોને મારીએ તો એ જીવો સતિમાં જાય છે. એવું હું માને છે તો વધસ્થભે મર્યો છતો તું સગતિમાં જ જવાનો છે. આનાથી બીજું સારૂં શું હોઈ શકે? ત્યારે વિજય કહે છે કે, સદ્ગતિ કરતાં પણ જીવ જીવવાને જ ઇચ્છે છે. કારણ કે જીવતો જીવ ભદ્રા પામે. તેથી હે રાજન્ ! મને જીવિતદાન આપો. ત્યારે કોપાયમાન થયેલો રાજા કહે છે કે, તેલથી સંપૂર્ણ ભરેલું પાત્ર બન્ને હાથમાં લઈને મારા ઘરથી નીકળી એક બિંદુ પણ ભૂમિતલ ઉપર પડે નહીં તે રીતે આખા નગરમાં ફરી પાછું મારી પાસે લાવો તો જ તને જીવિતદાન આપું. તેણે જીવવાની ઇચ્છાથી આ રાજવચન સ્વીકાર્યું. હવે પદ્મશેખર રાજા ગામના લોકોને કહે છે કે, આ ગામના તમામ માર્ગો ઉપર બન્ને બાજુએ મનોહર વણા-વેણુ અને મૃદંગાદિ તમામ વાજીંત્રો વગાડો તથા રંભા-તિલોત્તમા જેવી રૂપવાન અને મનોહર શરીરવાળી નાચનારી સ્ત્રીઓના ગણનું નૃત્ય કરાવો. બળવત્તર સંયમી મુનિઓના મનને અને ચક્ષુરાદિ ઈન્દ્રિયોને ખેંચે એવા ભોગના વિષયો રસ્તાની બન્ને બાજુ ગોઠવો. આ બધી વ્યવસ્થા થયે છતે વિજય તેલપાત્ર લઈને રાજમાર્ગો ઉપર નીકળે છે. રસ્તાઓ ઉપર સ્થાને સ્થાને અતિશય રસિક વિષયો હોવા છતાં મરણના ભયથી ઇન્દ્રિયોના અને મનના વ્યાપારને રૂંધીને નગરમાં ફરે છે. એક પણ બિંદુ ન પડે તે રીતે સંપૂર્ણ સાવધાનીપૂર્વક નગરમાં ફરીને રાજાને ત્યાં આવે છે. પાત્ર આપીને નમસ્કાર કરે છે. ત્યારે કંઇક હસીને રાજા કહે છે કે, હે વિજય! ચારે બાજુ મનોહર સંગીત અને નૃત્ય હોવા છતાં તારા વડે મન અને ઈન્દ્રિયોને કેમ રોકાયાં? વિજય કહે છે કે મરણના ભયથી મન અને ઇન્દ્રિયો રોકી શકાય છે. કારણ કે આ જગતમાં “જીવન'' સૌથી વધુ પ્રિય છે. ત્યારે રાજા કહે છે કે જો એકભવના મરણના ભયથી તું પોતે મન અને ઇન્દ્રિયોને રૂંધી શકે છે. તો જે ધર્મગુરુઓને ભવોભવના મરણનો ભય લાગ્યો છે તેવા વૈરાગી મુનિઓ મન અને અને ઇન્દ્રિયોનો નિરોધ કેમ ન કરી શકે? Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ આવું રાજવચન સાંભળીને વિલખો થયેલો અને જેનું મિથ્યાત્વ મોહ નાશ પામ્યું છે. તેવો આ વિજય જૈનધર્મને સ્વીકારનાર બન્યો. અને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યાં આ પ્રમાણે ઘણા લોકોને જૈનધર્મી બનાવી “આસ્તિકતા” ગુણનું પરમ આરાધન કરી પદ્મશેખર રાજા દેવલોકમાં ગયો. આ પદ્મશેખર રાજા આસ્તિકતા ગુણમાં જેમ દૃઢ હતા તેવું દૃઢ આસ્તિકપણું એ સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ છે. આ પ્રમાણે સમ્યક્ત્વવ્રત જેનાથી જાણી શકાય એવાં સમ્યક્ત્વનાં કુલ પાંચ લક્ષણો છે. ઉપશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતા સમ્યગ્દષ્ટિ જીવોએ આ પાંચે ગુણો પોતાના જીવનમાં સ્થિર કરવા જોઇએ. ઉપસર્ગો આવે તો પણ ચલિત ન થવું એ જ આ તત્ત્વનો સાર છે. થિથી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઢાળ નવમી અધિકાર નવમો છ પ્રકારની જયણા પરતીરથી પરના સુર તેણે, ચૈત્ય ગ્રહ્યાં વળી જેહ, વંદન-પ્રમુખ તિહાં નવી કરવું, તે જયણા ષભેદ રે, ભવિકા ! સમકિત યતના કીજે, ૪૬ વંદન તે કર-જોડણ કહીએ, નમન તે શીષ નમાવે, દાન ઈષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભક્તિ દેખાવે રે, ભવિકા૦ ૪૭ અનુપ્રદાન તે તેહને કહીએ, વારંવાર જે દાન, દોષ કુપાત્રે પાત્ર મતિએ, નહીં અનુકંપા માન રે. ભવિકા ૪૮ અણ બોલાવ્યે જેહ બોલવું, તે કહીએ આલાપ, વારંવાર આલાપ જે કરવો, તે જાણો સંલાપ રે, ભવિકા૦ ૪૯ જે જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર, એમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે.ભવિકા ૫૦ ગાથાર્થ : પરધર્મીના જે ધર્મગુરુઓ, પરધર્મીના જે દેવો, તથા પરધર્મીઓએ પોતાના કજે કરેલાં જૈનચેત્યો અને જિનેશ્વરપ્રભુની પ્રતિમા આદિને વંદન નમન વગેરે કરવું નહીં તેને જયણા કહેવાય છે. તેના ૬ ભેદ છે. હે ભવ્ય જીવો ! તમે સમ્યત્વવ્રતની જયણાઓ પાળવામાં પ્રયત્ન કરો. ૪૬ (૧) બે હાથ જોડી પ્રણામ કરવા તે વંદન, (૨) મસ્તક નમાવી પ્રણામ કરવા તે નમન, (૩) તેઓનું માન-સન્માન અને ગૌરવ વધારવા પૂર્વક ભક્તિભાવથી ઈષ્ટ આહાર-વસ્ત્ર-પાત્રાદિ આપવાં તે દાન, (૪) Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ - ભક્તિ ભાવથી તે પરધર્મીઓને વારંવાર દાન કરવું તે અનુપ્રદાન. કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ જે દાન કરવામાં આવે તેમાં દોષ છે માટે તેને અનુકંપા દાન પણ કહેવાતું નથી. ૪૭-૪૮. (૫) બોલાવ્યા વિના બોલવું તે આલાપ કહેવાય છે. અને (૬) તેઓની સાથે વારંવાર બોલવું તે સંલાપ કહેવાય છે. એમ જાણો. ૪૯ આ ૬ જયણા પાળવાથી સમ્યકત્વ દીપે છે. તથા વ્યવહાર પણ દીપે છે. જો કે અનિવાર્ય કારણોસર આ છ જયણાઓમાં પણ જયણા (છુટ-છાટ) હોય છે. તે જયણાના (છુટ-છાટના) અનેક પ્રકારો છે. ૫૦ . શાસ્ત્રમાં કહ્યું છે કેपरतित्थियाण तद्देवयाण तग्गहियचेइयाणं च । जं छव्विहवावारं, न कुणइ सा छव्विहा जयणा ॥ स. स. ४६॥ वंदणनमंसणं वा, दाणाणुपयाणमेसि वजेई । आलावं संलावं, पुव्वमणालत्तगो न करे ॥ स. स. ४७॥ વિવેચન-અન્યધર્મી લોકોના જે જે ધર્મગુરુઓ હોય જેવા કે સંન્યાસી, જોગી, ફકીર, પાદરી, બાવા, જતિ વગેરે, તથા તેમના જે જે દેવો હોય જેમ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર, હનુમાનજી, બુદ્ધ, ઇસુ વગેરે તથા તેઓની માલિકી થઈ ચુકી હોય એવી અર્થાત્ તેમની માન્યતા અનુસાર પૂજનવિધિ કરતા હોય તેવી જિનેશ્વર પરમાત્માની મૂર્તિ આદિ હોય તે ત્રણેની સાથે (૧) વંદન, (૨) નમન, (૩) દાન, (૪) અનુપ્રદાન, (૫) આલાપ અને (૬) સંલાપ. આ જ પ્રકારના વ્યવહારો ન કરવા તે સમ્યકત્વવ્રતની છ જયણા કહેવાય છે. પરતીર્થિકોને, તેમના દેવોને, અને તેમની માન્યતાવાળી જિનપ્રતિમાને વંદન-નમન આદિ કરવાથી તેમના ધર્મની પુષ્ટિ થાય છે. તેમનામાં મિથ્યાત્વનો વેગ વધે છે. તેઓ પોતાના ધર્મને વધુ સત્ય માનતા થાય છે. તેઓ અહંકાર આદિમાં પણ આવે છે કે દૃઢ જૈનો પણ અમને નમે છે. નમન કરતા જૈનોના દાખલા આપી બીજાને પોતાના Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મમાં પ્રેરે છે. આમ થવાથી સત્યમાર્ગ લોપાય છે. વારંવાર તેઓના પરિચયથી સમ્યકત્વી જીવો સમ્યકત્વમાં ઢીલા થાય છે. તેઓનાં મિથ્યાત્વપોષક કાર્યોમાં ભાગ લેવો પડે છે. માટે વંદન-નમન-દાનઅનુપ્રદાન-આલાપ અને સંલાપ ન કરવાનું કહે છે. પરંતુ તેઓ પ્રત્યે પ-ઇર્ષ્યા કે દાઝ રાખવી નહીં. તેઓનું અપમાન કરવું નહીં. તેઓનું મન દુઃખાય તેવી રીતભાતથી સમ્યગ્દષ્ટિ જીવો સદા દૂર રહે છે. પરંતુ જેને સત્યતત્ત્વ મળ્યું છે તે અસત્યતત્ત્વમાં શા માટે પ્રેરાય ? સત્યતત્ત્વનો આગ્રહ અને પ્રેમ જ એવો હોય છે. કે અન્યત્ર જવાનું મન થતું નથી. અનંતભવોએ પણ દુર્લભ એવું આ સમ્યકત્વ રત્ન મળ્યું છે. તેનો પાવરતેજ અને મહિમા જ એવો હોય છે કે જે પોતાની જાતને (અહંકાર પદ વિના) ધન્ય ધન્ય માને છે. વિશેષતા તો એ છે કે જિનપ્રતિમા હોય પરંતુ અન્યધર્મી લોકોના તાબામાં હોય, તેઓ તેને મન ફાવે તેમ પૂજતા હોય તો ત્યાં પણ વંદનનમન કરવું નહીં. કારણ કે આપણે જિનપ્રતિમા સમજીને નમીએ. પરંતુ તેઓ તો એમ જ સમજે કે જૈનો પણ અમારા માનેલા ભગવાનને પણ પૂજે છે. માટે જિનપ્રતિમા હોય તો પણ તેની માન્યતાની પુષ્ટિ થતી હોવાથી ત્યાં ન જવું. આ “વંદન ન કરવું.” ઇત્યાદિ છ વ્યવહારોથી પ્રાપ્ત થયેલું. સમ્યકત્વરત્ન દીપે છે. શોભે છે. ચમકે છે. તથા સમજીશોચીને વીતરાગ-સર્વજ્ઞને જ નમનાદિ કરવાના વ્યવહારો પણ શોભાયમાન થાય છે. જ્યાં ત્યાં ભટકતા જીવોના સાચા વ્યવહારો પણ (ખોટા વ્યવહારો સાથે હોવાથી) શોભતા નથી. આવી જયણા કુલ છ પ્રકારે છે. તેઓની સાથે છ પ્રકારના વ્યવહારો કરવા નહીં- તે છ જયણા જાણવી. (૧) વંદન-બે હાથ જોડીને વંદન કરવું તે. (૨) નમન-માથું નમાવી પ્રણામ કરવા તે. (૩) દાન-તેઓને ભક્તિભાવથી વસ્ત્ર-પાત્ર અને આહારાદિ આપવાં તે. (૪) અનુપ્રદાન-કુપાત્રમાં પાત્ર-બુદ્ધિએ વારંવાર દાન આપવું તે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ (૫) આલાપ-તેઓ ન બોલાવે તો પણ પૂજ્યબુદ્ધિએ તેઓની સાથે બોલવું તે. (૬) સંલાપ-તેઓની સાથે પૂજ્યબુદ્ધિએ વારંવાર બોલવું. તે. આ પ્રમાણે અન્યધર્મી ગુરુ અને દેવાદિની સાથે વંદનાદિ છ પ્રકારના વ્યવહારો ન કરવા તે સમ્યક્ત્વનું રક્ષણ કરનાર હોવાથી જયણા કહેવાય છે. જેમ અન્ય જીવના પ્રાણોની રક્ષા તે જયણા કહેવાય છે. તેમ આ વ્યવહારો ન કરવાથી સમ્યક્ત્વગુણની રક્ષા થાય છે. માટે જયણા એવો શબ્દપ્રયોગ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે वंदणयं करजोडणसिरनामण पूयणं च इह नेयं । વાયાડ઼ નમુારો, નમસળે મળપત્તાઓ અ ॥ સ. સ. ૪૮ હાથ જોડવા, શીર્ષ નમન કરવું. પુષ્પ-ધૂષ-અને દીપાદિવડે પૂજન તે પ્રથમ વંદના નામની જયણા કહેવાય છે અને વાણીથી તેઓની સ્તુતિપ્રશંસા-ગુણવર્ણન કરવું તથા તેઓને જોઇને મન પ્રસન્ન થવું. ગૌરવપૂર્વક આનંદિત થવું તે નમન નામની બીજી જયણા જાણવી. આ બન્ને જયણા ઉપર ‘‘સંગ્રામસુર”નું દૃષ્ટાન્ત છે તે આ પ્રમાણે આ જંબુદ્રીપમાં “પદ્મિનીસંડ” નામનું નગર હતું. ત્યાં અત્યંત શૂરવીર એવો “સૂરસેન” નામનો રાજા હતો. તેને નામ પ્રમાણે ગુણવાળો “સંગ્રામસૂર” નામનો પુત્ર હતો. તે પુત્ર બાલ્યાવસ્થાથી શિકારનો શોખીન થયો. તેથી જ હલકા મિત્રોની સંગતિએ ચડ્યો. એક વખત પિતાએ કહ્યું કે, હે પુત્ર ! તું શિકાર ન કર, નિરપરાધી જીવોને હણવામાં શું પુરુષાર્થનું કે માહાત્મ્ય છે ! તેથી નરકનું કારણ, અને પૂર્વપુરુષોના યશને મલીન કરનાર એવા શિકારનું વ્યસન તું ત્યજી દે, જો એમ ન કરે તો મારું નગર ત્યજીને તારૂં મુખ હું ન દેખું તેમ ગમે ત્યાં રહે, પિતા વડે આ રીતે તિરસ્કારાયેલો ઘર છોડીને ગામની બહાર રહે છે. અને દરરોજ સવારે ઉઠીને ક્રૂર પ્રકૃતિવાળા મિત્રો સાથે અરણ્યમાં જઇ અશરણ્ય જીવોને હણીને આજીવિકા ચલાવે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ એક વખત શિકાર માટે ઘરે રાખેલા કેટલાક કૂતરાઓને ઘરમાં રાખીને તે સંગ્રામસૂર કોઇપણ પ્રયોજનના વશથી ગ્રામાન્તર ગયો. તે જ સમયે તેના ઘરની સમીપમાં જ રહેલા ઉપાશ્રયમાં ઉતરેલા શ્રુતકેવલી અને અવધિજ્ઞાની એવા શ્રી શીલંધરાચાર્ય તે કૂતરાઓના પ્રતિબોધ નિમિત્તે મધુરવાણી આ પ્રમાણે બોલે છે. ‘‘ક્ષણ માત્રના સુખની ખાતર જે મહાપાપી જીવો નિરપરાધી જીવોને હણે છે તે રાખ જેવી તુચ્છ વસ્તુ માટે હરિચંદન જેવા ઉત્તમ વૃક્ષોને બાળે છે.'' “જે જીવો દયારહિત થઇને બીજો ધર્મ કરે છે. તે ઉત્તમ હાથીને છોડીને છેદાયેલા કર્ણવાળા ગધેડા ઉપ૨ આરોહણ કરે છે.’ “જે સમુદ્રના જલના બિંદુઓનું માપ જાણે છે. જે ગગનમાં રહેલા નક્ષત્રોનું પ્રમાણ જાણે છે. તે જ જ્ઞાની અભયદાનમાં કેટલું પુણ્ય છે. તે વર્ણવી શકે છે.'' ઇત્યાદિ ગુરુનાં વચનો સાંભળીને પ્રગટ થયું છે. ચૈતન્ય જેને એવા ઘરમાં બેઠેલા કૂતરાઓ વિચારે છે કે, પુણ્ય-પાપ આદિ તત્ત્વો જેણે જાણ્યાં નથી એવા મૂઢ અમારા વડે પારકાનાં (સંગ્રામસૂરનાં) કાર્યો કરવામાં તત્પર થઇને ઘણા ઘણા જીવવધનાં પાપો કરીને અમારો આત્મા નરકનો અધિકારી કરાયો. હવેથી નરકના માર્ગના હેતુભૂત એવી હિંસા અમારે કરવી નથી. એટલામાં સંગ્રામસૂર ગ્રામાન્તરથી આવ્યો. બીજા દિવસે શિકાર અર્થે આ કૂતરાઓને સાથે લઇ અરણ્યમાં જાય છે. હરણોની સામે ધસવા સંગ્રામસૂર પ્રેરે છે. પરંતુ ચિત્રમાં દોરાયેલાની જેમ નિશ્ચેષ્ટ થઇને તે કૂતરાઓ ઉભા જ રહે છે. હરણોને ભસવા-કરડવા કે મારવા સામે જતા નથી તેથી પોતે આ કૂતરાના પાલક તરીકે રાખેલા પુરુષને પૂછે છે. પાલકપુરુષો કહે છે કે, બીજું વિશેષ કારણ તો અમે જાણતા નથી. પરંતુ આ કૂતરાઓને બાંધવાના સ્થાનની પાસે જ જૈનમુનિઓ વસે છે. તેઓ જીવદયાનાં શાસ્ત્રો સતત ભણે છે. તે સાંભળીને જીવદયામાં તત્પર આ થયા હોય એમ લાગે છે. તેથી કુમાર વિચારવા લાગ્યો કે ધન્ય છે તે Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ઋષિને કે જેઓએ પશુઓને પણ પ્રતિબોધ કર્યો છે અને હું મનુષ્ય થઇને નિરપરાધી જીવોને મારૂં છું. ખરેખર મને પ્રતિબોધ હોજો. એમ વિચારી કૂતરાઓને બંધનથી મુક્ત કરી કહ્યું કે, જેનાથી તમે પ્રતિબોધ પામ્યા તે ગુરુની પાસે મને લઇ જાઓ. ધનુષ્યની દોરીમાંથી જેમ બાણ છૂટે તેમ આ કૂતરાઓ ગુરુના ચરણ પાસે પહોંચી નમન-વંદન કરી તેઓની પાસે બેઠા. કૌતુકથી આશ્ચર્યવાળું થયું છે મન જેનું એવા તે કુમાર પણ શિકારના શોખીન મિત્રો સાથે ગુરુ પાસે આવી નમન કરીને કહ્યું કે, હે ગુરુજી ! અમને પણ ધર્મનું રહસ્ય સમજાવો. ગુરુજીએ તેઓની સમક્ષ ધર્મ સમજાવ્યો કે અઢાર દોષ ર્જિત જે જિનેશ્વર ભગવાન છે. તે જ સાચા દેવ છે. માટી અને કંચન જેને સમાન છે તે જ સાચા ગુરુ છે. જીવદયા એ જ સાચો ધર્મ છે. હંમેશાં આ રત્નત્રયીનું સેવન કરવું જોઇએ. ત્રણે કાળે થયેલા તીર્થંકર ભગવંતો આમ જ કહે છે કે, “સર્વે જીવો હણવા જોઇએ નહીં.’’ કહ્યું કે જ્યાં પરલ્સ પીડા ન જાયવ્યાપરને પીડા આપવી નહીં. આવું ભણાયું નથી. તેવા ઘણા અભ્યાસવડે પણ શું! ગુરુજીએ આપેલા આવા ઉપદેશને ચિંતામણિ રત્નની જેમ ગ્રહણ કરીને નિરતિચાર સમ્યક્ત્વ યુક્ત નિરપરાધી જીવોના વધની વિરતિનું વ્રત સ્વીકાર્યું, પોતાને ધન્ય માનતો ગુરુને નમીને ઘેર ગયો. પ્રતિબોધ પામેલા કૂતરાઓ પણ તિર્યંચભવને ઉચિત ધર્મનું આરાધન કરે છે. સૂરસેન રાજાએ જાણ્યું કે કુમારે શિકાર છોડી દીધો છે અને હવે સમ્યક્ત્વપૂર્વક જીવવધની વિરતિ સ્વીકારી છે. તેથી બોલાવીને સન્માનપૂર્વક યુવરાજપદે સ્થાપન કર્યો. આ કુમારનો મિત્ર ‘“મિત્રસાગર” નામનો દરિયાઇ મુસાફરી દ્વારા ઘણું ધન ઉપાર્જન કરીને ત્યાં આવ્યો અને રાજાને પ્રણામ કરી પોતાના મિત્ર સંગ્રામસુર પાસે ગયો. આલિંગન કરવાપૂર્વક ભેટી ઘણો જ આનંદ પામ્યા. સંગ્રામસુરે મિત્રસાગરને પૂછ્યું કે, હે મિત્ર! તું પરદેશ બહુ ફરી આવ્યો છે. તો શું શું કૌતુક જોયાં ! તે કહો. ત્યારે મિત્રસાગર કહે છે કે, હે મિત્ર ! મેં એક આશ્ચર્યકારી કૌતુક જોયું છે. તે તમે સાવધાન મનથી સાંભળો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ગગનતલ સુધી ઉછળતા કલ્લોલોના સમૂહવાળા મોટા સમુદ્રમાં અમારાં વહાણો ચાલતે છતે એક ઊંચા પર્વતના શિખર ઉપર કલ્પવૃક્ષની એક શાખા ઉપર અનેક સખીઓ સાથે આનંદ-ગોષ્ઠી કરતી સર્વસ્ત્રીઓમાં તિલકભૂત, સુંદર આભરણોથી સુશોભિત દેહવાળી અને વીણા વગાડતી એવી એક દિવ્ય તરૂણીને અમે જોઈ. ત્યારબાદ અમે અમારાં વહાણો તે તરફ વાળ્યાં કેટલામાં અમારાં વહાણ ત્યાં પહોંચ્યાં. તેટલામાં તેણીએ કલ્પવૃક્ષ સાથે સમુદ્રના પાણીમાં ઝંપાપાત કર્યો. આ કૌતુક જોઈને હે મિત્ર ! હું અહીં આવ્યો છું. આ સાંભળીને સંગ્રામસૂર તે સ્ત્રીનો અભિલાષુક થયો. તેણે પોતાના આ મિત્રને કહ્યું કે, મને તું તે સ્ત્રી દેખાડ. પિતાએ નિષેધ કરવા છતાં સંગ્રામસૂર આ જ મિત્રની સાથે ફરીથી વહાણી ભરીને દરિયાઈ માર્ગે ચાલ્યો. જ્યારે પુનઃ તે સ્થાને પહોંચ્યા. ત્યારે તે સ્ત્રીએ કામદેવ જેવા રૂપવાળા સંગ્રામસૂરને જોઈને વ્યાક્ષિપ્ત ચિત્તવાળી થઈ છતી અને દર્શન માત્રથી સંગ્રામસૂરના મનને આકર્ષતી છતી પૂર્વની જેમ દરિયામાં પડી. તે સ્ત્રી તરફ આકર્ષાયેલો સંગ્રામસૂર પણ મિત્રાદિ પરિજન વડે વારણ કરાવા છતાં તલવારની સાથે તે સ્ત્રી પાછળ દરિયામાં પડ્યો. દરિયાના પાણીમાં જ્યાં ઊંડો જાય છે. ત્યાં જયકાન્ત મણિના પ્રભાવથી દરિયાની અંદર સાત માળ જેટલો એક પ્રાસાદ દેખીને વિચારે છે કે, પાણીની અંદર સાત માળની આ હવેલી કેમ રહી શકી હશે ! આવો વિચાર કરતાં જ તેને જલકાન્ત મણિનો પ્રભાવ સ્મૃતિગોચર થયો. તેથી તે હવેલીના ઉપલા માળથી ઉતરીને નીચેના સાતમા માળે ગયો. ત્યાં કલ્પવૃક્ષની શાખા ઉપર શોભાયમાન પલંગ ઉપર સૂતેલી અને ઓઢેલા વસ્ત્રવાળી તે જ સ્ત્રીને જોઈ. તે સ્ત્રી તરફ આકર્ષાયેલા સંગ્રામસૂરે ઓઢેલું વસ્ત્ર દૂર કર્યું. પરસ્પર એક બીજાના દર્શનથી બન્ને અત્યંત ખુશ થયાં. સ્ત્રીએ કુમારને નામ-સ્થાન-કુલાદિપુળ્યાં, સંગ્રામસૂરે પોતાનો પરિચય આપ્યો, પછી સંગ્રામસૂરે તેણીને પરિચય આપવા કહ્યું : ત્યારે તે સ્ત્રી કહે છે કે હે આર્યપુત્ર ! આ જ ભરતક્ષેત્રના વૈતાદ્યપર્વત ઉપર દક્ષિણ દિશાની શ્રેણી ઉપર રથનુપુર ચક્રવાલ નગરના સ્વામી વિધુ—ભ નામના Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ વિદ્યાધરની “મણિમંજરી' નામની પુત્રી છું. હું જ્યારે યુવાવસ્થા પામી ત્યારે મારા પિતાએ એક નિમિત્તિયાને મારો પતિ કોણ થાશે ! તે વિષે પુછ્યું, ત્યારે નિમિત્તીયાએ કહ્યું કે, દરિયામાં તમારી કન્યા નિવાસ કરશે અને ત્યાંના પર્વતના શિખર ઉપર કલ્પવૃક્ષની શાખા ઉપરના પલંગ ઉપર બેઠેલી વીણા વગાડતી હશે. ત્યારે તેણીને અનુરૂપ તેની પાછળ દરિયામાં ઝંપાપાત કરનાર સૂરસેનરાજાનો પુત્ર સંગ્રામસૂર તેનો પતિ થશે. તેથી મારા પિતાએ જલકાન્ત મણિની આ હવેલી બનાવી આપી છે. વીણા વગાડતી હું અહીં રહું છું આ પ્રમાણે પરસ્પર અતિશય સ્નેહપૂર્વક બન્નેનો વાર્તાલાપ જ્યાં ચાલી રહ્યો છે. ત્યાં અચાનક શું બન્યું તે હવે સાંભળો. (ઇન્દ્ર મહારાજા દેવસભામાં સંગ્રામસૂરના સમ્યક્ત્વગુણની પ્રશંસા કરે છે તે પ્રશંસા ન સહન કરનાર એવો એક દેવ રાક્ષસનું રૂપ કરીને ત્યાં આવે છે અને પરીક્ષા કરે છે.) ઉગ્ર ધારવાળી તલવારોનો સમૂહ છે હાથમાં જેને એવો અતિશય કાળા વર્ણવાળો, વિકરાલ રૂપવાળો, એક રાક્ષસ ત્યાં આવીને કુમારને કહે છે કે, હે રાજપુત્ર ! સાત દિવસથી ભૂખ્યા એવા મારું આ કન્યા તો ભક્ષ્ય છે. તેને પરણવાને તું કેમ ઇચ્છે છે ! જો તું સાહસ કરીશ તો નક્કી હું તને મારી નાખીશ. એમ કહીને કંપાયમાન શરીરવાળી આ મણિમંજરી નામની બાળાને પગના તળીયાથી ગળવા લાગ્યો. કુમારે ખડ્ગ તૈયાર કર્યું તો રાક્ષસે પોતાના ખડ્ગ વડે કુમારનું ખડ્ગ ભાંગી નાખ્યું. કુમારે બાહુથી યુદ્ધ કર્યું. તો રાક્ષસે તે કુમારને ભૂમિતલ ઉપર પાડીને બન્ને હાથ પાછળ વાળીને બાંધી લીધો. ત્યારબાદ કંઇક હસીને રાક્ષસ કુમારને કહે છે કે, હે રાજપુત્ર ! હું આ તારી પત્નીને તો જ મુક્ત કરું કે જો તું મારી ક્ષુધા શાન્ત કરવા બીજી સ્ત્રી આપે, અથવા તારા ગામમાં સ્કૂલ-સ્તનાદિ વાળી ઘણી દાસીઓ છે તેમાંથી કોઇ પણ એક દાસી મારી ક્ષુધા-અગ્નિ શાન્ત કરવા માટે આપે, અથવા ગામની નજીક ચરક અને પરિવ્રાજક એવા મારા ધર્મગુરુઓ છે તેઓના ચરણકમલમાં નમસ્કાર કરી સેવા કરે, અથવા અમારા મંદિરોમાં ત્રણે ભુવનનું સર્જન-સંહાર અને પાલન કરનારા હિર-હર અને વિષ્ણુ આદિ ભગવાનોની Page #181 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૮૦ મૂર્તિ છે. તેમને નમસ્કાર કરી સેવા કરે. અથવા મારી પ્રતિમા બનાવી પ્રતિદિન પૂજા કરે. ઉપરનાં કાર્યોમાંનું કોઇ પણ કાર્ય કરે તો જ આ તારી પત્નીને મુક્ત કરું. ત્યારે કુમારે તેના પ્રત્યે કહ્યું કે, મારા પ્રાણ જાય તો પણ જિનેશ્વર પરમાત્મા, સુસાધુ અને સાધર્મિકને છોડીને અન્ય દેવાદિને હું નમસ્કાર કરતો નથી. તથા નરકગતિનું પ્રધાન કારણ એવો જીવવધ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યક્ત્વની વિરાધના અને જીવોનો વધ એ અનંતવા૨ નરકગતિમાં પતનનો હેતુ બને છે. તેથી હે રાક્ષસ તારે પણ આવું કાર્ય કરવું ઉચિત નથી. રાક્ષસે કહ્યું કે અહીં જ જિનેશ્વરની પ્રતિમાવાળું મંદિર છે ત્યાં હું નમન-વંદન કર. આ સાંભળી હર્ષિત થયેલો કુમાર જ્યાં અરિહંત ભગવાનની પ્રતિમા જુએ છે ત્યાં બૌદ્ધ મતાવલંબી સાધુઓ તેઓની વિધિ પ્રમાણે અરિહંત પ્રભુની મૂર્તિની પૂજા કરતા જોયા. આવા પ્રકારની મિથ્યાર્દષ્ટિ વડે ગૃહીત જિનપ્રતિમાને નમનવંદન કરવાથી સમ્યક્ત્વની હાનિ થશે. એમ સમજી રાક્ષસને કહે છે કે, તમે મારું મસ્તક છેદી નાખો તો પણ આ પ્રતિમાને હું નમીશ નહીં. તેથી વધારે કહેવાથી શું લાભ ! હે રાક્ષસ ! તને ઠીક લાગે તેમ કર, પરંતુ હું ત્યાં નમન નહીં કરું. એ સમયે રાક્ષસ વડે વધુ ગળી જવાતી તે બાલા અતિ કરુણ સ્વરે રડતી અને કંપતી બોલી કે, હે નાથ ! આ રાક્ષસથી મારું રક્ષણ કરો. રક્ષણ કરો. રાક્ષસે પણ કહ્યું કે, હે રાજપુત્ર! જો ઉપરનાં કાર્યો તું ન કરી શકે તો એક બકરો મારા ભોજન માટે આપ. જો નહીં આપે તો તારી આ ભાર્યાને ગળીને તને પણ ગળી જઇશ. કુમારે કહ્યું કે, પ્રલયકાળ આવે તો પણ હું જીવવધવાળું તારું વચન માનીશ નહીં. માટે તારે જેમ કરવું હોય તેમ કર. જ્યારે કુમાર કોઇપણ રીતે સમ્યક્ત્વથી ચલિત થયો નહીં. ત્યારે તે રાક્ષસ પોતાનું મૂલ દૈવિક રૂપ પ્રગટ કરીને કહેવા લાગ્યો કે, હે કુમા૨! તમે ધન્ય છો, તમે ધન્ય છો. પોતાના નિયમનો પ્રાણાન્તે પણ ત્યાગ કરતા નથી તેથી સાહસિક પુરુષોમાં શિખરભૂત એવા તમને મારા નમસ્કાર. તમે જે એક સ્ત્રીની ખાતર નગર, સ્વજનો, રાજ્ય અને દરિયામાં ઝંપાપાત કરવા દ્વારા જીવન પણ ત્યજ્યું. તે જ તમે પ્રાણાન્ત Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પણ ગ્રહણ કરેલો નિયમ ન ત્યજ્યો. તથા સ્ત્રી, ધન, અને રાજ્યાદિ ખાતર દરિયામાં ઝંપાપાત કરનારા ઘણા છે. પરંતુ પ્રાણાન્તે પણ નિયમ ભંગ ન કરનારા પુરુષો વિરલ છે. સૌધર્મેન્દ્રે દેવસભામાં તમારી સમ્યક્ત્વવ્રતની દૃઢતાની પ્રશંસા કરેલી. તે સહન ન કરતા મારા વડે તમારી આ પરીક્ષા કરાઇ છે. હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે કંઇક વરદાન માંગો. અત્યન્ત નિઃસ્પૃહ એવો કુમાર કહે છે કે, મારે કોઇ અપેક્ષા નથી. ત્યારબાદ ગાન્ધર્વ વિધિથી આ બન્નેનો વિવાહ કરાવીને દેવ સ્વર્ગમાં ગયો. સંગ્રામસૂર મણિમંજરી સાથે ભોગોને ભોગવતો જલકાન્ત મણિથી બનાવેલા આ ભવનમાં રહે છે. આ હકીકત પ્રજ્ઞપ્તિ નામની દેવીએ મણિમંજરીના પિતાને કહી. મણિમંજરીના પિતા આ સમાચાર જાણીને ઘણા ખુશ થયા. અને બહુ પરિજન સાથે આવીને ઘણા જ માન-સન્માન સાથે “પદ્મિનીસંડ' નામના કુમારના નગરમાં સ્ત્રી સહિત કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. કુમારના પિતા સૂરસેન રાજાએ સંગ્રામસૂરનો રાજ્યાભિષેક કરીને દીક્ષા લીધી. અને આત્માની સાધનામાં લાગ્યા. સંગ્રામસૂરરાજા પણ ન્યાય-નીતિપૂર્વક નિરવદ્યપણે રાજ્ય પાલતો છતો અમારિઘોષણા તથા અનેક જિનમંદિરો કરાવતો નિરતિચાર સમ્યક્ત્વ યુક્ત શ્રાવકધર્મ પાલીને પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને મોક્ષે જશે. આ પ્રમાણે સંગ્રામસૂરની જેમ સમ્યક્ત્વવ્રતવાળાએ નમન-વંદનની જયણા પાલવી જોઇએ. ૪૬-૪૭ ૩-૪ દાન અને અનુપ્રદાન ગૌરવ અને બહુમાનપૂર્વક ઇતરધર્મના સાધુ આદિને આહાર-વસ્ત્ર-પાત્ર અને ઔષધાદિ આપવાં તે દાન, અને વારંવાર આપવાં તે અનુપ્રદાન. આ બે કાર્યો ન કરવાથી સમ્યક્ત્વ દીપે છે. શોભે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે गडरवपिसुणं वियरणमिट्ठासणपाणखज्जसिज्जाणं । तं चिय दाणं बहुसो, अणुप्पयाणं भूणी बिंति ॥ स. स. ४९ ॥ હવે પછી લખાતી મન્ત્રીતિલકની કથા અહીં સમજી લેવી. ૪૮ - Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૫-૬ આલાપ-સંલાપ - હૈયાના સદ્ભાવપૂર્વક મિથ્યાદૃષ્ટિ ધર્મગુરુઓની સાથે “તમારું કલ્યાણ થાઓ, તમારું સ્વાગત હો, ભલે પધાર્યા.” ઈત્યાદિ માન-સન્માન વાચક શબ્દોથી બોલવું. વાતચીત કરવી તે આલાપ, અને આવું વારંવાર બોલવું તે સંતાપ, સમ્યગ્દષ્ટિ આત્માઓએ અન્યધર્મીઓની સાથે આવા આલાપ-સંતાપ વર્જી દેવા જોઈએ કહ્યું છે કે सप्पणयं संभासणकुसलं, वो सागयं व आलावो । સંભાવો પુછાd, સુહદાવોસપુછાઓ | સ. સ. ૧૦ આ ચારે જયણા ઉપર નલરાજા અને મસ્ત્રીતિલકની કથા જાણવા જેવી છે. તે બન્નેની કથા આ પ્રમાણે છે : આ પૃથ્વી ઉપર અનુપમ તિલક સમાન “વિજય” નામનું નગર હતું. ત્યાં ભારે પરાક્રમવાળો “નલ” નામનો રાજા હતો, તેને બુદ્ધિનો ભંડાર એવો “મન્નીતિલક” નામનો મસ્ત્રી હતી. રાજા મંત્રી ઉપર રાજ્યનો ભાર નાખીને સુખપૂર્વક દિવસો પસાર કરે છે. એક વખત મંત્રીઓ સાથે રાજા શિકાર અર્થે અરણ્યમાં ગયો. શિકાર કરતાં કરતાં મંત્રી સહિત રાજાએ એક સ્થાને મનુષ્યની ભાષાથી બોલનારો મૃગ જોયો. જેટલામાં રાજા ધનુષ્યની દોરી ઉપર બાણ ચડાવે છે. તેટલામાં જ મૃગ મનુષ્યની ભાષાથી કહેવા લાગ્યો કે, હે રાજન ! શિકારના વ્યસનમાં આસક્ત એવો તું આ મૃગોને હણે છે. પરંતુ ક્ષત્રિયપુરુષોના ફૂલને કલંક લાગે તેવું આ કાર્ય તારે કરવું યોગ્ય નથી. કારણ કે તૃણ માત્રનો આહાર કરનારા, અશરણ્ય અને નિરપરાધી એવા પ્રાણીઓને હણતાં હે રાજન્ ! શું તું લજ્જા પામતો નથી ? શું આ મૃગો તારા શરીરના વૈરી છે ! શું તારો ભંડાર લુંટ્યો છે ! શું તારા અંતઃપુરમાં પ્રવેશ કર્યો છે! કે તારો શું અપરાધ કર્યો છે કે જેથી તું હણે છે ? ઇત્યાદિ વાણી સાંભળી વિસ્મિત થયેલો રાજા મંત્રીને કહે છે કે, હે મંત્રી ! આ મૃગ હોઇને મનુષ્યભાષાએ કેમ બોલે છે ! મંત્રીએ કહ્યું કે, હે રાજન ! આ મૃગ નથી. પરંતુ કોઈ દેવ અથવા દાનવ છે. તે હવે શું કરે છે તે જાણવું હોય તો જલ્દી જલ્દી તેની પાછળ આપણે જઈએ. રાજાએ કહ્યું કે, હા એ વાત બરાબર છે. એટલે હરણની પાછળ પાછળ રાજા અને મંત્રી વેગે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વેગે ચાલ્યા. કંઇક આગળ ગયા ત્યાં અપૂર્વ ધ્યાનસ્થ એવા એક મુનિને જોયા. તે મૃગે કહ્યું કે હે રાજન્ ! તમે બન્ને ઘોડા ઉપરથી ઉતરી આ મુનિને વંદન કરો, તેઓએ તે પ્રમાણે મુનિને વંદન કર્યું. મુનિએ ધ્યાન પાળીને ધર્મલાભ”ની આશિષ આપી. રાજા અને મંત્રી ધર્મ સાંભળવા માટે પૃથ્વીપીઠ ઉપર યોગ્ય આસને બેઠા, એટલે મુનિએ ધર્મદેશના શરૂ કરી, હિંસા, અમૃત, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહ આ પાંચે મહાપાપ છે. નરકનો માર્ગ છે. તે તજવાં જોઇએ. જિનેશ્વરપ્રભુની સેવા કર્તવ્ય છે. નિર્મળ સમ્યક્ત્વવ્રત સ્વીકારો. ધર્મ જ આ જીવનમાં કરવા જેવો છે. આવી ધર્મદેશના સાંભળી નળરાજા ધર્મની ભાવનાવાળો થયો. ત્યારબાદ ઉત્તમરાજ લક્ષણોથી સુશોભિત દેહવાળા મુનિને જોઇને રાજાએ પૂછ્યું કે, હે ગુરુજી ! શારીરિક તે તે લક્ષણોથી તમે રાજકુમાર હોવા છતાં દીક્ષા કેમ લીધી ? તમને વૈરાગ્ય થવાનું કારણ શું ? મુનિએ કહ્યું કે, હે રાજન્ ! આ સંસારની તમામ સ્થિતિ જ વૈરાગ્યનું કારણ છે. છતાં મારા જીવનમાં જે બન્યું તે તમે સાંભળો : સિદ્ધપુર નામના નગરમાં ભુવનસાર નામના રાજાને કનકશ્રી નામની રાણી હતી. તેને બુદ્ધિધન એવો “મતિસાગર” મંત્રી હતો. એક વખત દક્ષિણ દિશાથી જાણે દૈવિક નૃત્ય કરતા હોય તેવું સુંદર નૃત્ય કરનારાઓનો એક ગણ રાજસભામાં આવ્યો. રાજાની આજ્ઞા થતાં તેઓએ દેવોના મનને પણ લોભાવે તેવું નૃત્ય શરૂ કર્યું. આખી રાજસભા અને નગરજનો જુએ છે. તથા પડદા પાછળ બેઠેલી રાણીઓ પણ પડદાના છિદ્રોમાંથી જુએ છે. આ નૃત્ય જોવામાં રાજા અત્યન્ત લયલીન થયો તેવામાં દરવાજેથી પ્રતિહારીએ આવીને રાજાને કહ્યું કે હે રાજન્ ! શ્વેત વસ્ત્રધારી અષ્ટાંગનિમિત્ત જાણનાર અને હાથમાં છે પુસ્તક જેને એવો એક પંડિત દ્વારે આવ્યો છે. રાજ્યસભામાં તેને પ્રવેશ આપવો કે નહીં ? તે આદેશ કરો. રાજાએ કહ્યું કે હે પ્રતિહારિ ! આવું સુંદર નાટક જોવાનું ચાલે છે ત્યાં અત્યારે પંડિતનું શું કામ છે ? માટે તે પંડિતને જવા દે. ત્યારે મતિસાગર મંત્રીએ કહ્યું કે હે રાજન્ ! આવું નૃત્ય તો ઘણીવાર જોવા મળશે, પરંતુ અષ્ટાંગનિમિત્ત જાણનાર પંડિત મળવા દુર્લભ છે. માટે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ રાજ્યસભામાં આવવા દોને ! રાજાએ આવવાની હા કહેતાં દ્વારપાલે પંડિતને રાજ્યસભામાં પ્રવેશ આપ્યો. યોગ્ય આસને તે બેઠા રાજાએ પંડિતને પૂછ્યું કે તમે કુશલ છો ! પંડિતે કહ્યું કે મને કુશલ નથી. તથા તમને પણ કુશલ નથી. અને આ નગરજનોને પણ કુશલ નથી. ક્ષણવારમાં જ મહાભંયકર ઉપદ્રવ આવવાનો છે એવું મને જ્ઞાનથી દેખાય છે. રાજાએ ગુસ્સાપૂર્વક કહ્યું કે શું આકાશનું જ્યોતિષચક્ર ભૂમિ ઉપર પડીને ભૂમિને ચૂર્ણ કરી નાખશે ? અથવા શું કોઇ દેવ રાજાને સિંહાસન ઉપરથી પછાડશે? અથવા કલિયુગની આગ ફાટી નીકળશે ? કે શું મોટું વાવાઝોડું આવશે ? હે પંડિત ! કહો, તમારી જીભ શું કહે છે ? મતિસાગર મંત્રીએ કહ્યું કે હે રાજન્ ! આવું ક્રોધયુક્ત વચન બોલવાની શું જરૂર ! અકુશલ કેમ છે ? તેનું માત્ર કારણ જ પૂછોને ! ત્યારે રાજાએ શાન્ત થઇને અકુશલનું કારણ પૂછ્યું. એટલે પંડિત કહે છે કે હે રાજન્ ! હમાણાં જ થોડી જ ક્ષણોમાં મુશલધારે વરસાદ વરસશે અને આખી પૃથ્વી મહાસાગર કરી નાંખશે. એવું બોલે છે ત્યાં જ આકાશમાં મેઘઘટા દેખાઈ. થોડી જ ક્ષણોમાં મુશલધારાએ વરસાદ તુટી પડ્યો. વિજળીના કડાકા-ભડાકા થવા લાગ્યા. ગાજવીજ સાથે મેઘ વરસવા લાગ્યો. થોડા જ સમયમાં લોકો દેખતે છતે આખા ગામને પાણીથી ભરીને રાજ્યસભામાં પણ પાણીનું પૂર આવ્યું. તેથી ભયભીત થયેલ રાજા સર્વ સભાજન અને મંત્રીગણ સાથે પોતાના પ્રાસાદના સાતમા માળે ચડ્યો. ત્યાં ચડીને રાજા પાણીનું ચારે દિશામાં તોફાન જુએ છે. તે પાણીમાં ડૂબતા અને તણાતા લોકો હે વત્સ ! હે તાત ! હે માત ! હે બન્ધુ ! હે ભગવાન્ ! અમને આ ઉપદ્રવમાંથી બચાવો ! બચાવો ! એવી ચીસો પાડે છે. ઘણા લોકો હે રાજન્ ! રક્ષણ કરો-રક્ષણ કરો એવી બૂમો પાડે છે. આ બધું રાજા જેટલામાં જુએ છે તેટલામાં તો પાણીનું પૂર સાતમા માળ સુધી આવ્યું તે જોઇને રાજા મતિસાગરને કહેવા લાગ્યો કે હે મંત્રી ! હવે મૃત્યુ નજીક આવ્યું. મેં મારો જન્મ વૃથા ગુમાવ્યો, મનુષ્ય જન્મ પામી કંઇ પણ ધર્મકાર્ય ન કર્યું. ચિંતામણિરત્ન હું હારી ગયો. હવે હું શું કરું ! કોને શરણે જાઉં ! ઇત્યાદિ પોતાના જીવનનો પસ્તાવો Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ કરતો રાજા જ્યાં બોલે છે. ત્યાં જ પાણીનું પુર રાજાના પગ સુધી આવ્યું. અને રાજા પંચપરમેષ્ઠિનો નમસ્કારમંત્ર જ્યાં ગણે છે તેટલામાં ત્યાં એકમોટું વહાણ આવ્યું. અને રાજાને વહાણ ચલાવનાર કહે છે કે, તે રાજન્ ! આ વહાણમાં બેસો. રાજા અને મંત્રી સમજે છે કે આપણા પુણ્યથી આકર્ષાયેલા કોઇ દેવે આપત્તિમાંથી રક્ષા કરવા આ વહાણ મોકલ્યું હશે. એમ સમજી જ્યાં વહાણમાં પગ મૂકે છે કે, તુરત જ ત્યાં પાણી પણ નથી. વહાણ પણ નથી. અને આકાશમાં મેઘ ઘટા પણ નથી. જેવી રાજસભા પ્રથમ હતી તેવી જ રાજસભા અને નૃત્યાદિ રાજાએ જોયાં. તે જોઈને આશ્ચર્ય પામેલા રાજાએ પંડિતને કહ્યું કે, હે સિદ્ધપુત્ર! આ શું છે? પંડિતે કહ્યું કે હે રાજન્ ! તમારા વિસ્મય માટે મારા વડે આ સર્વ ઈન્દ્રજાલ કરાઈ છે અને સંકેલી લેવાઇ છે. હે રાજન્ ! આ સંસારની પણ તમામ લીલા ઇન્દ્રજાલ તુલ્ય છે. રૂપ, પ્રેમ, બલ, સંપત્તિ, આયુષ્ય, યૌવન અને અંગનાદિજન્ય સુખો વાયુથી ફરકતી ધ્વજા તુલ્ય ચંચલ અને અસ્થિર છે. આ મનુષ્યભવાદિ સામગ્રી પુનઃ પ્રાપ્ત થવી અતિદુષ્કર છે. ઇત્યાદિ વૈરાગ્યવાહી ઉપદેશથી રાજાને પંડિતે નિર્વેદ અને સંવેગ પરિણામી બનાવ્યો. રાજા પંડિતનું ભાવપૂર્વક બહુમાન કરી વિદાય આપીને પડદાની પાછળ બેઠેલી પોતાની રાણીઓને પૂછે છે કે નાટક કેવું હતું ? તથા આ ઇન્દ્રજાલ કેવી હતી? રાણીઓએ કહ્યું કે, નાટક મનને ઘણો જ આનંદ પમાડે તેવું હતું. અને ઇનદ્રજાલ તો અલૌકિક હતી કે જે તમારી કૃપાથી જોઇ, રાજાએ કહ્યું કે, હે રાણીઓ! આ સંસાર પણ તેવી ઈન્દ્રજાલ જેવો જ છે. ક્યારે આપણું આયુષ્ય વીજળીના ચમકારાની જેમ પૂર્ણ થઈ જશે તે કંઈ કહી શકાતું નથી. તેથી હું રાજ્ય છોડી પ્રવ્રજ્યા સ્વીકારવા ઇચ્છું છું. એમ કહી થોડાક સમયમાં પોતાના પુત્ર શ્રીવિક્રમને રાજ્ય ઉપર સ્થાપન કરી ઘણું દાન આપી મહોત્સવપૂર્વક દીક્ષા લીધી. આ ભુવનસાર નામનો જે સિદ્ધપુરનો રાજા હતો તે જ હે નલરાજા ! હું છું. આ પ્રમાણે મુનિએ પોતાનું સાંસારિક જીવન નલરાજાને વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ થાય તે માટે કહ્યું. તે સાંભળી નલરાજા અને મત્રીતિલક મંત્રી મુનિને કહેવા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ લાગ્યા કે અમારાં પૂર્વભવનાં કોઈ પુણ્ય ઉદયમાં આવ્યાં કે જેનાથી તમારાં દર્શન થયાં અને વાણી સાંભળવા મળી. ઉત્તમ પુરુષોનો સંસર્ગ મહાપુણ્યથી જ થાય છે. તેથી હે ગુરુજી ! ઉત્તમધર્મનું અમારા યોગ્ય કર્તવ્ય અમને સમજાવો. ગુરુજીએ કહ્યું કે જિનેશ્વર પરમાત્માને જ દેવ માનો, નિર્મમત્વયુક્ત મહાવ્રતધારી ગુરુને જ ગુરુ માનો. અને જીવ-અજીવાદિ તત્ત્વોની શ્રદ્ધા કરો. મિથ્યાદૃષ્ટિ સાધુઓનો સત્કાર, અશનાદિનું દાન, તેઓની સાથેનો પરિચય અને આલાપ-સંલાપ કરવો તે બધું સમ્યક્ત્વ રત્નની માલિન્યતા કરનારૂં છે. માટે તેનો ત્યાગ કરો. ગુરુજીનો ઉપદેશ સાંભળી મંત્રી સહિત રાજાએ ગુરુજી પાસે સમ્યક્ત્વ વ્રત ગ્રહણ કર્યું ત્યારબાદ નલરાજાએ ગુરુજીને પૂછ્યું કે હે ગુરુજી ! મનુષ્ય ભાષાએ બોલનારો આ મૃગ કોણ હતો ? કે જે મૃગે અમને તમારો મિલાપ કરાવ્યો. મુનિએ કહ્યું કે, હે રાજન્ ! તે મૃગ તારો ગયા ભવનો મિત્ર છે. અજ્ઞાન તપ કરવાથી મરીને તે યક્ષ થયો છે. તારા દર્શનથી તારા પ્રત્યે તેને અદ્ભુત પ્રીતિ થઇ છે અને મારા દર્શનથી તે યક્ષને ધર્મની પ્રાપ્તિ થઇ છે. તે યક્ષે જ મૃગનું રૂપ કરીને તને પ્રતિબોધ કરવા આ વ્યવસાય કર્યો છે. એટલામાં તે યક્ષે જ યક્ષરૂપે પ્રગટ થઇને મુનિને નમસ્કાર કરી સમ્યક્ત્વવ્રત સ્વીકારી રાજાને કહ્યું કે, હે રાજન્ ! કોઇ પણ સંકટ સમય આવે તો તું મારું સ્મરણ કરજે. જેથી તારા પુણ્ય કાર્યમાં હું ભાગીદાર થાઉં. ગુરુજી પાસે ધર્મશિક્ષા મેળવીને આનંદપૂર્વક સૌ પોતપોતાને સ્થાને ગયા. રાજાએ તીર્થંકર ભગવાનની રત્નમય મૂર્તિ બનાવરાવી અને શાસનની ઉન્નતિ કરનારી ત્રિકાલ પૂજા રાજા કરે છે. જૈન સાધુઓની પરમ ભક્તિ કરે છે. તથા સાધર્મિક વાત્સલ્યાદિ ઉત્તમ ઉત્તમ ધર્મકાર્યો કરે છે. મંત્રી પણ રાજાની જેમ જ ધર્મ આચરે છે. એક વખત મંત્રીતિલક મંત્રીને તીવ્ર રોગ થયો. ઘણા વૈદ્યોએ ઉપચાર કર્યા પરંતુ તે નિરોગી ન થયો. પરંતુ પરિવ્રાજકના વેષને ધારણ કરનારા એક મિથ્યાર્દષ્ટિ સાધુ વડે તેનો ઉપચાર કરાયો અને દૈવયોગે મંત્રીનો રોગ મટી ગયો. તેથી મંત્રી પરિવ્રાજકનો પક્ષપાતી થયો. તથા સદા તેની પ્રશંસા કરવા લાગ્યો. અને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ દરરોજ ઈષ્ટ આહાર-વસ્ત્ર-પાત્ર આદિ આપે છે તથા તેની સાથે સ્નેહપૂર્વક આલાપ-સંલાપ કરે છે. તે પરિવ્રાજક પણ માયાવી અને ધૂર્ત હોવાથી અરિહંત ધર્મની પ્રશંસા કરતો છતો મંત્રીને પોતાનો પક્ષપાતી બનાવવા લાગ્યો. પરિવ્રાજક તરફ અત્યન્ત આકર્ષાયેલો મંત્રી પરિવ્રાજકને પોતાની સાથે રાજસભામાં દરરોજ લઈ જાય છે. અને રાજા સમક્ષ તેની ઘણી પ્રશંસા કરે છે. રાજાએ કહ્યું કે હે મંત્રી! આપણે ગુરુજી પાસે સમ્યકત્વવ્રત ગ્રહણ કર્યું છે. અને તમે આ શું કરો છો ? મંત્રીએ કહ્યું કે, હે રાજનું! આ પરિવ્રાજકના ગુણોનો પાર નથી. તે જીભથી ન વર્ણવી શકાય તેટલા છે. રાજા પણ આ મંત્રીને કહે છે કે પાખંડી એવા પરિવ્રાજકના અભૂત ગુણોની પ્રશંસા કરતા તમે સમ્યકત્વ રત્નને મલિન કરો છો. એમ - સમજાવવા છતાં મંત્રી તેનો પક્ષપાત મૂકતો નથી. એક વખત “પૃથ્વીસ્થાન” નામના નગરથી (કે જે નગરમાં આ નલરાજાનો અત્યન્ત દ્વેષી નીલ નામનો રાજા છે, ત્યાંથી) આ નલરાજાના ગુપ્તચર પુરુષોએ એક કાગળ લખીને પોતાના સ્વામિને નિલરાજાને) મોકલ્યો. અંદર લખ્યું કે હે સ્વામી ! આ ગામના નીલરાજાએ પરિવ્રાજકના વેષને ધારણ કરનારો, પાંત્રીસ વર્ષની વયવાળો, તમાલ વૃક્ષ જેવો કાળો, વાચાલ વૈદ્યની વિદ્યાનો જાણકાર એવો એક પુરુષ તમારા ઘાત માટે મોકલ્યો છે. તેથી તેનો નિગ્રહ કરવા જેવો છે. એકાન્તમાં આ કાગળ વાંચીને ફાડી નાખજો. ગૂઢ મંત્રણાવાળા રાજાએ તે પરિવ્રાજકને પકડવા માટે પોતાના ભટ્ટોને આદેશ કર્યો. રાજસભામાં આવતા તે પરિવ્રાજકને ભટ્ટો પકડીને જેટલામાં લાવે છે તેટલામાં તેની કેડ ઉપર બાંધેલી છરી નીચે પડી. જે છરી સર્વ લોકો દેખતે છતે સુભટોએ રાજાને આપી, રાજાએ પરિવ્રાજકને કહ્યું કે આ શું છે ? પરિવ્રાજકે કહ્યું આ જે છે તે ભગવાન જાણે છે. એટલે રાજાએ મંત્રીને કહ્યું કે, તું દરરોજ આ સાધુને સભામાં લાવતો હતો અને નિઃસ્પૃહ તથા ગુણીયલ એવા જૈન સાધુઓની સાથે સરખામણી કરી પ્રશંસા કરતો હતો, તેઓને દાનઅનુપ્રદાન આપી તેઓની સાથે આલાપ-સંલાપ કરી લીધેલા સમ્યકત્વવ્રતને તેં મલિન કર્યું. આ પ્રમાણે અપમાનિત કરી પદભ્રષ્ટ કરી બીજા મસ્ત્રીને Page #189 -------------------------------------------------------------------------- ________________ તેના સ્થાને મૂક્યા. પોતાના નિયમના ભંગથી થયો છે પસ્તાવો જેને એવો મંત્રી પણ પ્રાયશ્ચિત્ત કરી ફરી સમ્યક્તવ્રત આરાધે છે. તેથી રાજા તેને પાછો મંત્રીપદે સ્થાપે છે. પરિવ્રાજકે પણ મૃત્યુના ભયથી રાજાના કહેવા પ્રમાણે જૈનધર્મ સ્વીકાર્યો. હવે રાજાએ પોતાને મારવા પરિવ્રાજકને મોકલનાર) નીલરાજાનો નિગ્રહ કરવા વિચાર્યું. જો યુદ્ધ કરીએ તો ઘણા મનુષ્યોની હત્યા થાય. તેથી જે મૃગનું રૂપ કરીને આવ્યો હતો તે યક્ષને યાદ કર્યો. તે યક્ષ રાજાની ઇચ્છા મુજબ નીલરાજાને પકડી-બાંધીને અહીં લાવ્યો અને નલરાજાના પગમાં પડ્યો. નલરાજાએ કહ્યું કે હે નીલરાજા ! તેં આવું ખોટું કામ કર્યું છે તેથી બોલ તને શું શિક્ષા કરૂં ? નીલરાજાએ કહ્યું કે, હું તમારું શરણ સ્વીકારું છું. તેથી શરણે આવેલાનું જે થતું હોય તે કરો. તેથી તેને બંધન મુક્ત કરી, જૈનધર્મ પમાડી, બહુમાનપૂર્વક યક્ષ દ્વારા પોતાને નગર પાછો મોકલ્યો. નલરાજા પોતાના રાજ્યનું અને જૈનધર્મનું વિધિપૂર્વક પાલન કરે છે. ત્યાં ઉદ્યાનપાલકોએ સમાચાર આપ્યા કે આજે ગુણરત્નાકરસૂરિજી પધાર્યા છે. પરિવાર સહિત વંદન કરવા નલરાજા ગયો. ગુરુજીની પાસે ધર્મદેશના સાંભળી વૈરાગી થઈ પોતાના પુત્રને રાજ્યગાદી આપી નલરાજાએ દીક્ષા લીધી. ઉત્તમ આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. મંત્રી પણ દીક્ષા લઈ ઉત્તમ આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ગયો. મંત્રીતિલકે અન્ય સાધુઓને દાનાદિ કરીને સમ્યત્ત્વની જેવી વિરાધના કરી તેની વિરાધના સમ્યગ્દષ્ટિ જીવોએ કરવી નહીં. એવો આ કથાનો સાર છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ આત્માએ છ જયણા પાળવી જોઈએ. જેનાથી સમ્યકત્વ ઝળકે છે. તથા સમ્યક્તપૂર્વકનો વ્યવહાર પણ શોભાયમાન થાય છે. છતાં તેમાં પણ કારણથી જયણા (અપવાદ) છે. અર્થાત્ જૈનશાસનની નિંદા થાય તેમ હોય અથવા ધર્મ કે ધર્મી જીવોને નુકશાન થાય તેમ હોય ઈત્યાદિ કારણો દેખાય તો ગુરુ લઘુભાવ (લાભાલાભ) જાણીને વર્તવું. એટલે આવા કારણોસર તે છ પ્રકારની જયણામાં ઘણાઘણા અપવાદ માર્ગો છે, તે અન્ય શાસ્ત્રોથી જાણી લેવા. ૫૦ / Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૯ . ઢાળ દસમી અધિકાર દસમો છ પ્રકારના આગાર શુદ્ધ ધર્મથી નવિ ચળે, અતિદેઢ ગુણ આધાર. લલના તો પણ જે નહિ એહવા, તેહને એહ આગાર લલના૦ ૫૧ બોલ્યું તેહવું પાલીએ, દંતિ-દંત-સમ-બોલ. લલના સજ્જન ને દુર્જન તણા, કચ્છપ કોટિને તોલ. લલના પર બોલ્યું તેહવું. રાજા નગરાદિકનો ધણી, તસ શાસન અભિયોગ. લલના તેહથી કાર્તિકની પરે, નહીં મિથ્યાત્વસંયોગ. લલના પ૩ બોલ્યું તેહવું. મેળો જનનો ગણ કહ્યો, બળ ચોરાદિક જાણ, લલના ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરુ ઠાણ. લલના૦ ૫૪ બોલ્યું તેહવું. વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કંતાર, લલના તે હેતે દૂષણ નહીં, કરતા અન્ય આચાર, લલના પપ બોલ્યું તેહવું. ગાથાર્થ : સમ્યકત્વાદિ ગુણોને દૃઢપણે વળગી રહેનારા ઉત્તમ સાત્ત્વિક પુરુષો જો કે શુદ્ધ ધર્મથી કદાપિ ચલિત થતા નથી. તો પણ જે પુરુષો આવા સાત્ત્વિક નથી તેઓ માટે નીચે મુજબ છ આગાર જાણવા. ૫૧. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ખરી રીતે તો જેવું બોલ્યા હોઈએ તેવું પાલવું જોઈએ. કારણ કે સજ્જન પુરુષો હાથીના દાંત જેવા વચનવાળા હોય છે. માત્ર દુર્જન પુરુષો જ કાચબાની ડોક જેવી પ્રતિજ્ઞાવાળા હોય છે. પર નગરાદિનો જે માલિક રાજા કહેવાય, તેની આજ્ઞાના દબાણથી કાર્તિક શેઠની જેમ અન્યને નમવું પડે તો પણ મિથ્યાત્વનો યોગ થતો નથી. પ૩ માણસોનું ટોળું તે ગણ કહેવાય, તેવા જનસમુહનું જે દબાણ તે ગણાભિયોગ, ચોર, લશ્કર, લુંટારા, ધાડપાડુ, આદિનું જે દબાણ તે બલાભિયોગ, ક્ષેત્રપાળ આદિ દેવોનું જે દબાણ તે દેવાભિયોગ, અને માત-પિતાદિ વડીલોનું જે દબાણ તે ગુરુઅભિયોગ. પ૪. આજીવિકા ચાલવી મુશ્કેલ હોય, અથવા ભયંકર જંગલાદિમાં ફસાઈ પડ્યા હોઇએ તે વૃત્તિર્લભ આ છે કારણોસર સમ્યકત્વથી અન્ય આચાર સેવીએ તો પણ દૂષણ લાગતું નથી. પપ. વિવેચન- સમ્યક્ત્વવ્રતી જીવો મિથ્યાદષ્ટિ દેવ-ગુરુને નમન-વંદન કરે નહીં તથા અન્ય ધર્મ કે ધર્મની સેવા-પૂજા કરે નહીં છતાં તેમાં નીચેનાં છ કારણોસર નમન-વંદન કરવું પડે તો તેને “આગાર” કહેવાય છે. આગાર એટલે છુટ, તે છ પ્રકારે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેआगारा अववाया छच्चिय कीरंति भंगरक्खट्ठा । रायगणबलसूरक्कमगुरुनिग्गहवित्तिकंतारं ॥ स. स. ५१॥ જે જીવો સમ્યકત્વાદિ વ્રતમાં અતિશય દઢ છે. તથા શારીરિક અને માનસિક સ્થિતિથી મજબૂત છે. તેઓ તો તેમાં અપવાદ સેવતા નથી. કારણકે કે તે સાત્ત્વિક પુરુષો દંતિદંત=હાથીના દાંત જેવા હોય છે. જે એકવાર મુખમાંથી બહાર નીકળ્યા. તે કદાપિ અંદર જતા નથી. તેવી રીતે જે એકવાર પ્રતિજ્ઞા લીધી તે પ્રાણાન્ત પણ પાળે છે પરંતુ જે તેવા નથી. તેઓ નીચે મુજબના છ પ્રસંગોમાં ઢીલા થઈ જાય છે. કારણકે દુર્જન માણસો કાચબાની ડોક જેવા હોય છે. કાચબો ઢાલની બહાર આવે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પણ સંકટ સમય આવે તો અંદર પેસી જાય તેમ દુર્જન માણસો પ્રતિજ્ઞા લે. પરંતુ સંકટ સમય આવે તો છોડી પણ દે. છતાં વ્રત પાલવાની તીવ્ર ઇચ્છા જીવંત હોય અને નીચે મુજબની પરવશતાથી જ દુઃભાતા મને દોષ સેવવો પડતો હોય તો તેનાથી વ્રતભંગ થતો નથી. માત્ર અતિચારદોષ લાગે છે કે જેની નિંદા-ગર્હા-આલોચના લઇ શુદ્ધિ થાય છે. પરંતુ જો વ્રત પાલવા તરફ જ અરૂચિ હોય અને વ્રત ત્યજી દઇ હોંશે હોંશે દોષ સેવાય તો તે અતિચાર નથી. પરંતુ અનાચાર જ છે. જેથી વ્રતભંગ થાય છે. આ આગારો છ પ્રકારના છે. આગાર એટલે છુટ, કોઇ પણ પ્રકારના દબાણને વશ થવાથી અનુચિત પણ આચરવું પડે તેને “આગાર” કહેવાય છે. જેમકે (૧) રાજાભિયોગ-ગામનો, નગરનો, પ્રાન્તનો કે દેશનો જે માલિક તે રાજા કહેવાય છે. રાજાની આજ્ઞાથી, રાજાના દબાણથી અન્ય આચરણ કરવું પડે અથવા રાજપુરુષો કે રાજા વડે નિયુક્ત પુરુષોના દબાણના કારણે અનુચિત નમન-વંદન-પૂજન આદિ કરવાં પડે તે પહેલો “રાજાભિયોગ” કહેવાય છે. (૨) ગણાભિયોગ-લોકોનો સમૂહ, લોકોનું ટોળું, ઘણો જનસમુદાય તે ગણ કહેવાય છે. તેવા જનસમૂહના દબાણના કારણે પોતાની ઇચ્છા ન હોવા છતાં પણ અનુચિત આચરણ. મિથ્યાત્વીને નમન-વંદન આદિ કરવા પડે તે બીજો ગણાભિયોગ” કહેવાય છે. (૩) બલાભિયોગ-ચોર, લુંટારા, લશ્કર, ધાડપાડુ જેવા બલવાન્ પુરુષોની પરવશતાથી અથવા બળવાન્ શત્રુ અને બળવાન્ કોઇ વ્યક્તિવિશેષની પરવશતાથી સમ્યક્ત્વને ન શોભે તેવા અન્ય દેવ-ગુરુ અને ધર્માદિને નમસ્કારાદિ કરવા પડે તે ત્રીજો “બલાભિયોગ” કહેવાય છે. (૪) દેવાભિયોગ-ક્ષેત્રપાલ, કુલદેવ, કુલદેવી, ગોત્રદેવ, અથવા કોપાયમાન થયેલા કોઇ પણ પ્રકારના દેવ-દેવી આદિના પરવશપણાને લીધે અનુચિત નમન-વંદનાદિ કરવાં પડે તે ચોથો “દેવાભિયોગ” કહેવાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ (૫) ગુરુઅભિયોગ-આપણાથી જે જે વડીલ કુટુંબીઓ હોય, જેમકે- માતા-પિતા-દાદા-દાદી-કાકા-કાકી-મામા-મામી-મોટાભાઇ આદિ મિથ્યાર્દષ્ટિ હોવાના કારણે તેઓના દબાણથી, અથવા તેઓ ધર્મપ્રિય હોય છતાં મોહની પરવશતાથી આપણને અન્ય દેવાદિને નમનાદિ કરવાનું દબાણ કરે તો તે પાંચમો “ગુરુઅભિયોગ” કહેવાય છે. (૬) વૃત્તિદુર્લભ-ધંધા-રોજગાર ન હોવાથી અથવા તેમાં ક્ષતિ આવવાથી આજીવિકા ચાલવી-ચલાવવી જ્યાં ઘણી મુશ્કેલ હોય, તથા ભયંકર કોઇ જંગલાદિમાં ફસાઇ પડ્યા હોઇએ તેના કારણે ત્યાંના લોકોની પરવશતાના કારણે અનુચિત નમન-વંદનાદિ કરવાં પડે તે “વૃત્તિદુર્લભ” નામનો છઠ્ઠો આગાર જાણવો. શાસ્ત્રમાં જ કહ્યું છે કે राया पुराइसामी, जणसमुदाओ गणो बलं बलिणो । જાતિ વંળાડું, વિ પણ તહે સુવિ॥ સ. સ. પુર્ गुरुणो कुदिट्टिभत्ता, जणगाई मिच्छदिट्टिणो जे उ । તારો ઓમારૂં, સીયામિદ વિત્તિ તારું ॥ સ. સ. ૧૫ न चलन्ति महासत्ता, सुभिज्जमाणा वि सुद्धधम्माओ । પતિ ચતળમાવે, નમો ન પË ॥ સ. સ. ૪ સમ્યક્ત્વવ્રતવાળા સત્ત્વશાળી જીવો પ્રાણાન્તનો પ્રસંગ આવે તો પણ શુદ્ધધર્મથી ચલિત થતા નથી. તેઓને આગાર હોતા નથી. પરંતુ જે તેવા પ્રકારના દૃઢ નથી. તેવા સમ્યક્ત્વી જીવોને ઉપરોક્ત છ આગારો છે. છ આગારો સેવવા છતાં પણ સમ્યક્ત્વવ્રતનો ભંગ થતો નથી. માત્ર તેમાં અતિચાર-દોષ લાગે છે જે દોષની નિંદા-ગર્લ અને આલોચના કરીને શુદ્ધ થવાય છે. આ છ આગાર ઉપર માલવદેશની ઉજ્જયિની નગરમાં ધનસાર નામના સાર્થવાહની રંભા નામની પત્ની “મૃગાંકલેખા”ની કથા છે. તે સમ્યક્ત્વ સપ્તતિકા ગ્રંથમાં છે. ત્યાંથી જાણી લેવી. ૫૧ થી ૫૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ઢાળ અગિયારમી અધિકાર અગિયારમો છ પ્રકારની ભાવના ભાવિજે રે સમકિત જે હથી અડું, તે ભાવના રે ભાવો કરી મન પરવ; જો સમકિત રે તાજું સાજું મૂળ રે, તો વતત દીએ શિવફળ અનુકૂળ રે. પ૬ અનુકૂલ મૂળ રસાલ સમકિત તેહ વિણ મતિ અંધ એ, જે કરે કિરિઆ ગર્વ ભરિયા, તેહ જુઠો ધંધ એ; એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણો બીજી ભાવના, બારણું સમકિત ધર્મ-પૂરનું, એહવી એ પાવના. ૫૭ ગાથાર્થ : જે (ભાવનાઓ)થી રૂડું (સુંદર) એવું સમ્યકત્વવ્રત સુવાસિત કરી શકાય તેવી ઉત્તમ ભાવનાઓ મનને પ્રવર (શ્રેષ્ઠ-સુંદર) કરીને ભાવો. આ આત્મામાં સમ્યકત્વ રૂપી તાજું (નવું જ ઉગેલું) મૂળ (મૂળીયું) જો (કપાયા વિનાનું) સાજું જ રહે તો તેમાંથી ઉગેલું વ્રતરૂપી વૃક્ષ આ આત્માને મનગમતું એવું મોક્ષરૂપી ફળ અવશ્ય આપે છે. પ૬ તે કારણથી સમ્યકત્વરૂપી (વૃક્ષનું) મૂળ તે રસથી ભરેલું છે અને આત્માને (આત્મઋદ્ધિ આપવામાં) અનુકૂળ છે. તે સમ્યકત્વવ્રત વિના બુદ્ધિ અંધ છે. એમ જાણવું. સમ્યકત્વ વિના મિથ્યાત્વ અને અજ્ઞાનથી ગર્વ પૂર્વક જે ધર્મક્રિયા કરે છે તે સર્વે જુઠી ધાંધલમાત્ર સમજવી. એમ “સમ્યક્ત એ ધર્મનું મૂળ છે.” એવી ગુણોથી રૂડી પહેલી ભાવના ભાવવી. હવે “સમ્યક્ત એ ધર્મનગરનું દ્વાર છે.” એવી બીજી ભાવના સાંભળો. ૫૭. ત્રીજી ભાવના રે સમકિતપીઠ જો દઢ ગ્રહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહી; Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પાયે ખોટે રે મોટે મંડાણ ન શોભીયે, તેણે કારણ રે સમકિત શું ચિત્ત થોભીયે. ૫૮ થોભીએ ચિત્ત નિત એમ ભાવી. ચોથી ભાવના ભાવિયે, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવીએ; તેહ વિના છુટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચોર જોર ભવે ભવે. ૫૯ સમ્યકત્વ એ ધર્મ રૂપી પ્રાસાદ ચણવા માટે પીઠિકા (પાયા) સમાન છે. અર્થાત્ સમ્યકત્વરૂપી મજબૂત પાયો જો કર્યો હોય તો તેના ઉપર ચણેલો મોટો એવો પણ ધર્મરૂપી પ્રાસાદ ડગે નહીં, કારણ કે ખોટો પાયો હોય તો મોટા પ્રાસાદનું મંડાણ ન શોભે. તે કારણથી સમ્યકત્વની સાથે ચિત્તને (મજબૂત રીતે) સ્થિર કરીએ. ૫૮ ચિત્તને સદા સમ્યકત્વમાં સ્થિર કરવા માટે હવે ચોથી ભાવના આ પ્રમાણે ભાવવી કે “સમ્યકત્વ એ સર્વે ગુણોરૂપી રત્નોને સાચવવા માટે ભંડાર (તિજોરી) તુલ્ય છે. એમ મનમાં લાવવું. તે ભંડાર વિના છુટા છુટાં રત્નો તુલ્ય મૂલગુણ અને ઉત્તરગુણી સુરક્ષિત કેવી રીતે રહે? કારણ કે જે ગુણોની ચોરી કરવા માટે (ગુણોને હરી જવા માટે) ભવોભવમાં કષાયો રૂપી જોરાવર ચોરો તાકીને બેઠા છે. ૫૯ ભાવો પાંચમી રે, ભાવના સમદમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે, સમકિત ભાજન જો મળે, શ્રુત શીળનો રે તો રસ તેહથી નવી ઢળે. ૬૦ નવી ઢળે સમકિત ભાવના રસ અભિય રસ સંવર તણો, ષટ ભાવના એ કહી એહમાં કરો આદર અતિ ઘણો; ઈમ ભાવતાં પરમારથ જલનિધિ હોય નિત્ય ઝક ઝોલ એ, ઘન પાવન પુણ્ય પ્રમાણ પ્રગટે ચિદાનંદ કિલ્લોલ એ. ૬૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ હવે “સમ્યકત્વ એ ગુણોનો આધાર છે” એવી પાંચમી ભાવના ભાવીએ. જેમ પૃથ્વી સર્વેનો આધાર છે. તેમ સમ્યકત્વ એ શ્રેષ્ઠ એવા સમતા અને દમન (સંયમ) આદિ ગુણોનો આધાર છે. તથા “સમ્યકત્વ એ ભાજન છે” એવી છઠ્ઠી ભાવના ભાવીએ, જો સમ્યકત્વ રૂપી પાત્ર આપણી પાસે હોય તો શાસ્ત્રજ્ઞાન રૂપી અને સંસ્કારરૂપી રસ તે પાત્રમાંથી ઢળે નહીં. ૬૦. સમ્યકત્વગુણનો રસ તો ન ઢળે પરંતુ અમૃતના રસની તુલ્ય સંવરનો રસ પણ ન ઢળે. આ છએ ભાવનાઓ ઉપર અતિશય આદરમાન કરો. આ પ્રમાણે છએ ભાવનાઓ ભાવતાં તત્ત્વજ્ઞાનના બોધરૂપી સમુદ્ર સદા છલોછલ ભરેલો રહે છે. અને ઉત્તમ પુણ્યરૂપી પવનના જોરદાર ઝપાટા જ્યારે તે સમુદ્રને લાગે છે. ત્યારે તો આ આત્મામાં આનંદના તરંગો ઉછળી ઉઠે છે. ૬૧. વિવેચન-આ આત્મામાં પ્રાપ્ત થયેલું સમ્યકત્વ વધારે ને વધારે સ્થિર-મજબૂત થાય, કદાપિ ભાવિમાં ચલિત ન થાય તેટલા માટે નીચેની છ ભાવનાઓ પ્રતિદિન ભાવવી જોઈએ. આ ભાવનાઓ સમ્યકત્વને દૃઢ કરનારી છે. ૧) સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે. ૨) સમ્યકત્વ એ ધર્મનું દ્વાર છે. ૩) સમ્યકત્વ એ ધર્મનો પાયો છે. ૪) સમ્યકત્વ એ ધર્મની તિજોરી-ભંડાર છે. ૫) સમ્યકત્વ એ ધર્મનો આધાર છે. ૬) સમ્યકત્વ એ ધર્મનું ભાજન-વાસણ-પાત્ર છે. સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. અને ધર્મપ્રપ્તિ માટે આ સમ્યક્ત્વ જ મૂળ છે. ધર્મરૂપી નગરમાં પ્રવેશવા માટે આ સમ્યકત્વ જ દરવાજા રૂપ છે. ઈત્યાદિ ભાવનાઓ મનમાં વારંવાર ભાવવાથી સમ્યકત્વ દૃઢ થાય છે. પરમાર્થ તત્ત્વ પ્રાપ્ત થાય છે. ધર્મનો આનંદ રસ ઉછળે છે. જેમ સમુદ્રમાં પવન ફૂંકાવાથી મોટા-મોટા પાણીના તરંગો ઉછળે છે. તેમ આવી ભાવનાઓ ભાવવાથી પરમાર્થતત્ત્વની પ્રાપ્તિરૂપી સમુદ્રમાં પ્રબળ પુણ્યરૂપી પવન ફૂંકાવાથી જ્ઞાન અને આનંદરૂપી અથવા જ્ઞાનના આનંદરૂપી તરંગો ઉછળે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ (૧) જેમ ભૂમિમાં ઉગેલું વૃક્ષોનું મૂળ તાજું હોય અર્થાત્ નવું જ ઉગેલું હોય અને તે સાજું હોય એટલે કોઈ તેને છેદે નહીં, કાપે નહીં, તો તે ઉગ્યું છતું, વૃદ્ધિ પામ્યું છતું, વ્રતોરૂપી વૃક્ષ ફાલ્યું-ફૂલ્યું થાય છે. તથા તેમાંથી મનને ઈષ્ટ એવું મુક્તિ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. માટે આ સમ્યકત્વ એ જ ધર્મ-વૃક્ષાદિનું મૂળ છે. આવું સતત વિચારવું તે પ્રથમ ભાવના છે. (૨) જેમ કોઈ પણ નગરમાં પ્રવેશ કરવો હોય તો તે નગરને દરવાજા હોય છે. ચારે બાજુ બનાવાયેલા કોટને એક-બે-ત્રણ-ચાર ઇત્યાદિ દરવાજા હોય છે. તો જ નગરમાં લોકોનો વસવાટ થાય છે. રહેવું સુકર બને છે. પ્રવેશ-નિષ્ક્રમણ સુલભ બને છે. તેમ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે આ સમ્યકત્વ એ જ દ્વાર છે. કારણ કે સમ્યકત્વ વિના નવ પૂર્વાદિનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે. અને દેશવિરતિ કે સર્વવિરતિ પણ અવિરતિ ગણાય છે. એકડા વિનાનાં મીંડાં ગણાય છે. માટે સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે. એમ સતત વિચારવું તે બીજી ભાવના છે. (૩) જેમ સાત માળ આદિની મોટી હવેલી ચણવી હોય તો તેનો પાયો તેટલો ઉંડો લેવો પડે છે. જો પાયો જ ખોટો હોય તો મોટા મકાનનું મંડાણ શોભાસ્પદ નથી. દીર્ઘજીવી તે મકાન બનતું નથી. તેમ આ સમ્યકત્વ એ ધર્મરૂપી મોટી હવેલી ચણવા માટે પાયાસ્વરૂપ છે. તેના વિના ધર્મરૂપી હવેલી ચણી શકાતી નથી. અને ચણીએ તો તે ટકી શકતી નથી. એમ સતત વિચારવું તે ત્રીજી ભાવના છે. (૪) જેમ ઘરમાં રહેલાં હીરા-માણેક-પન્ના આદિ રત્નોને સાચવવા માટે તિજોરી-ભંડાર અથવા કબાટ જોઈએ છે. તો જ તે રત્નો સુરક્ષિત રહે છે. તેવી જ રીતે વિનય-વિવેક-સ્વાધ્યાય-સમતા આદિ આત્માના અનેક ગુણોરૂપી રત્નોને સાચવવા માટે આ સમ્યકત્વ એ ભંડાર-તિજોરીઅને કબાટ સમાન છે. તિજોરી જેવા સાધન વિના રત્નો છુટાં છુટાં સુરક્ષિત રહેતાં નથી. તેવી રીતે આ સમ્યકત્વ ગુણ વિના વિનય-વિવેકવ્રતો આદિ રૂપ ગુણો પણ સુરક્ષિત રહેતા નથી. કારણ કે રત્નોને ચોરવા જેમ ચોરો તાકીને જ બેઠા હોય છે. તેમ આત્માના ગુણોરૂપી રત્નોને ચોરવા કષાયો, વિષયવાસના આદિ ચોરો આ આત્મામાં જ અનાદિકાળથી ભવો ભવમાં તાકીને બેઠેલા છે. આવું વિચારવું તે ચોથી ભાવના છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ , (૫) આ પૃથ્વીતલ એ સર્વજીવ અને પુદ્ગલના આધાર રૂપ છે. તેમ આ સમ્યક્ત એ સમતા અને સંયમ સ્વરૂપ ધર્મના આધારભૂત છે. આધાર વિના આધેય ટકતું નથી. આધેયને જો ટકાવવું હોય તો આધાર જોઈએ જ એમ વિચારવું તે પાંચમી ભાવના છે. . () જેમ પાત્રમાં (વાસણમાં) ભરેલું પાણી-દૂધ-અથવા અમૃતરસ આદિ કોઈ પણ પદાર્થ ઢળી જતો નથી. નાશ પામતો નથી. તેવી રીતે આ આત્મા જો સમ્યકત્વી થઈને રહે તો તેમાં આવેલ ઉત્તમ ગુણોરૂપી અમૃતરસ ઢળી જતો નથી. ઉત્તમ ગુણોનો નાશ થતો નથી આવું વિચારવું તે છઠ્ઠીભાવના છે. આવા પ્રકારની છ ભાવનાઓ સતત ભાવવાથી સમ્યકત્વ દૃઢ થાય છે. તત્ત્વરૂચિ પ્રગટે છે. સંસાર અસાર લાગવાથી સંવેગ, નિર્વેદ ગુણો આવે છે. અણુવ્રત-મહાવ્રતો સ્વીકારી આ જીવ આત્મ-ધર્મની આરાધના કરી ક્ષપકશેણી માંડી કેવલી થઈ મુક્તિ પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેभाविज मूलभूयं, दुवारभूयं पइट्ठनिहिभूयं । મહામાયોનિમં, સમત્ત રાધમસ / સ. સ. ૧૫ देइ लहु मुक्खफलं, दसणमूले दढंमि धम्मदुमे। મુત્ત હંસલા, પર્વતો મનાયબ છે સ. સ. नंदइ वयपासाओ, दंसणपीढंमि सुप्पइटुंमि । મૂત્તરમુIRયUTI, હંસાવરમાવો થર છે સ. સ. ૧૭ समत्तमहाधरणी आहारो चरणजीवलोगस्स । सुयसीलमणुन्नरसो, दंसणवरभायणे धरइ ॥ स. स. ५८॥ આ વિષય ઉપર “ચંદ્રલેખા”ની કથા પ્રસિદ્ધ છે. તે પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી કૃત સમ્યકત્વ સપ્તતિકા નામના ગ્રંથની ટીકામાંથી જાણી લેવી. પ૬ થી ૬૧. Page #199 -------------------------------------------------------------------------- ________________ ઢાળ બારમી અધિકાર બારમો સમ્યકત્વનાં છ પ્રકારનાં સ્થાનો ઠરે જિહાં સમકિત તે થાનક, તેહના ષડવિધ કહીએ રે, તિહાં પહેલું થાનક છે “ચેતન લક્ષણ આતમ” લહીએ રે; ખીર નીર પરે પુગલમિશ્રિત પણ એહથી અલગો રે, અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નવી દિસે વળગો રે. ૬૨ બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભાળે રે, બાળકને સ્તનપાન વાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ-મનુજ-નરકાદિક તેહના છે અનિત્ય પર્યાયો રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત નિજ ગુણ આતમ રાયા રે. ૬૩ ગાથાર્થ-: જ્યાં સમ્યકત્વગુણ સ્થિર થાય તેને સ્થાનક કહેવાય છે તે સ્થાનકના છ પ્રકાર છે. ત્યાં પહેલું સ્થાનક “ચૈતન્ય લક્ષણવાળો આત્મા એવું એક છે” એમ માનવું છે. આ આત્મા દૂધ અને પાણીની જેમ પુદ્ગલથી મિશ્ર થયેલો છે. તો પણ દ્રવ્યથી ભિન્ન છે. જ્ઞાનમય અનુભવ રૂપી હંસની ચાંચ જો લગાડવામાં આવે તો તે એકરૂપ નથી. ૬૨ “આત્મા નિત્ય છે” આ બીજું સ્થાનક છે. જેના કારણે આ જીવ પૂર્વ કાળમાં અનુભવેલી વસ્તુને સંભાળે છે. તથા બાળકને જન્મતાંની સાથે જ સ્તનપાનની જે વાસના થાય છે. તે પૂર્વભવને અનુસારે થાય છે. તેથી આત્મા નિત્ય છે. આ આત્માની દેવ-મનુષ્ય-નરકાદિ જે જે અવસ્થાઓ છે તે તે પર્યાયો છે. અને તે પર્યાયો અનિત્ય છે. પરંતુ દ્રવ્યથી પોતાના ગુણોમાં રમનારો આ આત્મા અવિચલિત અને અખંડિત સ્વરૂપવાળો નિત્ય છે. ૬૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ત્રીજું થાનક ચેતન કર્તા કર્મ તણે સંયોગે રે, કુંભકાર જિમ કુંભ તણો, જગ દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્ય કર્મનો નગરાદિકનો તે ઉપચાર પ્રકારે રે. ૬૪ ચોથું થાનક ચેતન ભોક્તા પુણ્ય પાપ ફળ કેરો રે, વ્યવહા૨ે નિશ્ચયનયર્દષ્ટે ભુંજે નિજગણ નેહો રે; પાંચમું થાનક છે પરમપદ અચલ અનંત સુખવાસો રે, આધિ-વ્યાધિ તન-મનથી લહીયે તસ અભાવે સુખ ખાસો રે. ૬૫ ગાથાર્થ :-જેમ આ દુનિયામાં દંડ અને ચાકડો વગેરેની મદદથી કુંભાર ઘડાનો કર્તા છે. તેમ પૂર્વબદ્ધ કર્મોના ઉદયજન્ય કષાય અને યોગાદિ વડે આ જીવ પણ કર્મોનો કર્તા છે. આ ત્રીજું સ્થાનક છે. આ જીવ નિશ્ચયનયથી પોતાના ગુણોનો કર્તા છે. અનુપરિત વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો કર્તા છે અને ઉપચરિતવ્યવહારનયથી નગરાદિકનો કર્તા છે. ૬૪ આ આત્મા પોતાના પુણ્ય અને પાપના ઉદય જન્ય ફળસ્વરૂપ દુ:ખનો વ્યવહારનયથી ભોક્તા છે. અને નિશ્ચયનયની દૃષ્ટિથી નિજગુણોનો જ ભોક્તા છે. આ ચોથું સ્થાનક છે. તથા અચલ અને અનંતસુખના વાસવાળું પરમપદ છે. એમ માનવું તે પાંચમું સ્થાનક છે. આ સંસારમાં આધિરૂપ મનનાં દુઃખો છે અને વ્યાધિરૂપ શરીરનાં દુઃખો છે. પરંતુ મોક્ષમાં તે બન્નેનો અભાવ હોવાથી ખાસું-અતિશય સુખ છે. આવું વિચારવું તે પાંચમું સ્થાનક છે. ૬૫ છઠ્ઠું થાનક “મોક્ષ” તણું છે સંજમ જ્ઞાન ઉપાયો રે, જો સહજે લઇએ તો સઘળે કારણ નિષ્ફળ થાયો રે; કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું તે વિણ જુઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી સીપ ભણી જે ફરીયા રે. ૬૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કહે કિરિયાનય કિરિયાવિણ જે જ્ઞાન તેહ શું કરશે રે, જલ પેસી કર પગ ન હલાવે તારુ તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈંડાં બહોળાં નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બિહુ પખ સાધે જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭ ગાથાર્થ ઃ-સંયમ (એટલે ચારિત્ર-ધર્મક્રિયા) અને જ્ઞાન આ બન્ને મોક્ષના ઉપાયો છે. આ છઠ્ઠું સ્થાનક છે. જો કોઇ પણ પ્રકારના ઉપાય વિના સહેજે સહેજે મોક્ષ મળી જતો હોય તો સર્વ ઠેકાણે કારણ નિષ્ફળ જ થાય. જ્ઞાનનયવાળા કહે છે કે જ્ઞાન જ સાચું છે. જ્ઞાન વિનાની ક્રિયા મિથ્યા છે. જેઓને રૂપાનું જ્ઞાન નથી. તેઓ ‘“આ રૂપું છે' એમ માનીને છીપને લેવા માટે તેના તરફ ફર્યા કરે તે રૂપાને કેમ પામી શકે ? ૬૬ એવી જ રીતે ક્રિયાનયવાળા કહે છે કે ક્રિયા વિનાનું એકલું જ્ઞાનમાત્ર તે શું કામનું છે. પાણીમાં પેસીને તરવાની કલા જાણનારો તારૂ પણ જો હાથ-પગ ન હલાવે તો તે કેમ તરી શકે ? અહીં એકલો જ્ઞાનનય માનવામાં કે એકલો ક્રિયાનય માનવામાં ઘણાં પરપક્ષ તરફથી દૂષણો અને સ્વપક્ષ તરફથી ઘણાં ભૂષણો (ઘણા લાભો) છે. પરંતુ સિદ્ધાન્તને જાણનાર જ્ઞાની અને અપ્રમાદી આત્મા બન્ને(નયોના)પક્ષને સાધે છે. (બન્ને નયોને સાપેક્ષપણે સ્વીકારે છે.) ૬૭ વિવેચન- આ આત્મામાં સમ્યક્ત્વ જેનાથી સ્થિર થાય તે સ્થાનક કહેવાય છે. તેના શાસ્ત્રોમાં છ પ્રકાર છે. ૧) ચૈતન્યમય આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે. એમ માનવું તે પ્રથમ સ્થાનક. ૨) આત્મા નિત્ય છે, ધ્રુવ છે. અનાદિ અનંત છે. એમ માનવું તે બીજું સ્થાનક. ૩) આત્મા કર્મોનો કર્તા છે. એમ માનવું તે ત્રીજું સ્થાનક છે. ૪) આત્મા કર્મોનો ભોક્તા છે. એમ માનવું તે ચોથું સ્થાનક છે. ૫) આત્માનો ‘‘મોક્ષ’” છે. એમ માનવું તે પાંચમું સ્થાનક છે. ૬) મોક્ષના જ્ઞાન અને ક્રિયા એ ઉપાયો છે એમ માનવું તે છઠ્ઠું સ્થાનક છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ' '. ૨૦૧ શાસ્ત્રમાં કહ્યું છે કેअस्थि जिओ तह निच्चो, कत्ता भोत्ता य पुण्णपावाणं । સ્થિ થર્વ નિવ્યા, તવા જ છઠ્ઠા છે સ. સ. ૧૬ જુદા જુદા દર્શનકારો આત્મા વિષે જુદી જુદી માન્યતાઓ ધરાવે છે તે સઘળી માન્યતાઓ મિથ્યા છે એમ સમજાવવા માટે અને સાચી વાતની પ્રતીતિ કરાવવા માટે આ છ સ્થાનકો છે. આ છ સ્થાનો એ જ તત્ત્વજ્ઞાનનો મુખ્ય ઉપાય છે. આ જ જૈનદર્શનનો મુખ્ય પાયો છે. આ છ સ્થાનો સમજે અને માને તો જ ધર્મપ્રવૃત્તિ સંભવે છે અને તે સફળ થાય છે. છ દર્શનોની ઉત્પત્તિ આ છ સ્થાનો ન માનવાથી અથવા એકેક સ્થાનનો એકાન્તવાદ માનવાથી થયેલી છે. તે આ પ્રમાણે (૧) “આત્મા છે” આ પ્રથમ સ્થાન. ચાર્વાક નામનું એક દર્શન છે. જેનું બીજું નામ નાસ્તિકદર્શન છે. તે “આત્મા” પદાર્થને માનતું નથી. તેનું કહેવું છે કે પૃથ્વી-પાણી-તેજ વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનો સમૂહ ભેગો થવાથી તેમાં “ચેતના” (જ્ઞાનશક્તિ) ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી તેના પ્રતિકાર માટે આ પ્રથમ સ્થાન છે. જૈનદર્શનકારોનું કહેવું છે કે “આત્મા” નામનું ચૈતન્ય ગુણવાળું દ્રવ્ય સ્વતંત્ર છે. પાંચ ભૂતોના સમૂહથી તેમાં ચેતના પ્રગટ થતી નથી. કારણ કે જેમ રેતીના એકેક કણમાં તેલ નથી તો સમૂહ થવા છતાં તેમાં તેલ ઉત્પન્ન થતું નથી. તેમ પૃથ્વી વગેરે એકેક ભૂતમાં ચેતના ન હોવાથી ભૂતો ભેગાં થવા છતાં સમૂહમાં ચેતના આવતી નથી. અને જો એકેક ભૂતમાં ચેતના હોય તો પાંચ ભૂતો ભેગાં થવાથી એક શરીરમાં પાંચ ચેતના-આત્માઓ થવા જોઈએ. માટે ભૂતોના સમૂહથી ચેતના થતી નથી. પરંતુ આત્મા દ્રવ્ય સ્વતંત્ર છે. પ્રશ્ન-શરીર એજ આત્મા છે એમ માનીને ? જુદો આત્મા માનવાની શી જરૂર ? ઉત્તર-શરીર એ જ આત્મા છે એમ જો કહીએ તો મડદામાં પણ આત્મા માનવો પડે. પરંતુ મડદામાં આત્મા નથી. માટે સચેતન શરીરમાં પણ શરીર એ આત્મા નથી. પરંતુ શરીરથી ભિન્ન આત્મા છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રશ્ન-શરીરને આત્મા માનવામાં જો ઉપરનો દોષ આવે છે તો “ઇન્દ્રિયો એ જ આત્મા છે એમ માનો ને ! જુદો આત્મા માનવાની શી જરૂર ? ઉત્તર-જો ઇન્દ્રિયોને આત્મા માનીએ તો એક શરીરમાં પાંચ આત્મા માનવા પડે. તથા પાંચ આત્મા માનીએ તો ભિન્ન-ભિન્ન અભિપ્રાયો તેઓના સંભવતા હોવાથી કોઈ પણ એક કાર્ય કરવામાં પણ અવ્યવસ્થા થાય. તથા આંખે કેરી જોઇને જીભમાં પાણી આવે છે અને કાને યશઅપયશની વાત સાંભળીને આંખમાં હર્ષ અને ક્રોધ આવે છે તે ઘટી શકે નહીં. તેથી પાંચ બારીઓથી જોનારો દેવદત્ત જેમ બારીઓથી જુદો છે તેમ પાંચ ઇન્દ્રિયોથી વિષયનો અનુભવ કરનાર આત્મા જુદું દ્રવ્ય છે. પરંતુ ઇન્દ્રિયો એ જ આત્મા નથી. પ્રશ્ન-જો આત્મા સ્વતંત્ર દ્રવ્ય હોય તો શરીરમાં આવતો અને જતો દેખાતો કેમ નથી ! મૃત્યુ વખતે નીકળતો દેખાવો જોઇએ ને ? ઉત્તર-કોઈ માણસને ભૂત-પ્રેત કે યક્ષાદિ વળગે છે અને મંત્રાદિના પ્રયોગથી તે દૂર થાય છે ત્યારે તે ભૂત-પ્રેત યક્ષાદિ આવતાં અને જતાં કેમ દેખાતા નથી ? તે જેમ ન દેખાતા હોવા છતાં છે તેમ જીવ પણ છે. - પ્રશ્ન-પેક બનાવેલી કાચની પેટીમાં કોઈ જીવ જન્મ અથવા મરે ત્યારે જીવના ગમનાગમનથી કાચની પેટીને છિદ્ર કે ચિરાટ પડેલી કેમ દેખાતી નથી ? ઉત્તર- લોખંડ દ્રવ્યને ભટ્ટામાં તપાવતાં અને પાણીથી ઠારતાં અગ્નિના પ્રવેશ-નિર્ગમનથી લોખંડદ્રવ્યને છિદ્ર કે ચિરાટ કેમ પડતાં નથી? જો અગ્નિ દ્રવ્ય તેવા સ્વભાવવાળું છે કે જેના પ્રવેશ-નિર્ગમનથી લોખંડને છિદ્રાદિ ન પડે તો જીવદ્રવ્ય પણ તેવા સ્વભાવવાળું જ છે. ઉલટું અગ્નિ તો બાદર અને મૂર્તિ છે. જ્યારે જીવ તો સૂક્ષ્મ અને અમૂર્ત છે. પ્રશ્ન- આત્મદ્રવ્યની સિદ્ધિ માટે પ્રત્યક્ષાદિ પ્રમાણોમાંથી કોઈ પ્રમાણ ઘટે છે ? અર્થાત્ પ્રમાણથી આત્મા સમજાવો. ૧ ો ા ઘટે છે અત્યવ્યની Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ઉત્તર- હું સુખી છું. હું દુઃખી છું. હું ધનવાનું છું ઇત્યાદિ જ્ઞાનોમાં “હું” શબ્દથી સ્વયં અનુભવાતું જે દ્રવ્ય છે. તે આત્મા આ રીતે માનસ પ્રત્યક્ષ સિદ્ધ છે તથા આ શરીર, કોઈક દ્રવ્યને આશ્રિત છે. ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિમાન્ હોવાથી, રથની જેમ, ઇત્યાદિ અનેક અનુમાનોથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે. તથા આગમમાં પણ આત્માના અસ્તિત્વને જણાવનારા અનેક પાઠો છે. એમ સર્વ પ્રમાણોથી આત્મા છે એમ સિદ્ધ થાય છે. આ આત્મા અનાદિ અનંત છે. આત્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશ છે. માત્ર શરીરવ્યાપી જ છે આત્મા અને પુદ્ગલમય શરીર દૂધ અને પાણીની જેમ એકમેક-મિશ્ર થયેલાં છે. જેમ હંસ દૂધપાણીને છુટાં પાડે છે. તેમ આ વિષયનું અનુભવજ્ઞાન જેને થાય છે. તે બન્નેને જુદા જાણે છે. આ પ્રમાણે “આત્મા છે” એવું માનવું એ સમ્યકત્વનું પ્રથમ સ્થાન છે. શાસ્ત્રમાં કહ્યું છે કેआया अणुभवसिद्धो, गम्मइ तह चित्तचेयणाईहिं ।। जीवो अत्थि अवस्सं, पच्चक्खा नाणदिट्ठीणं ॥ स. स. ६०॥ (૨) આત્મા નિત્ય છે. આ બીજુ સ્થાનક બૌદ્ધ દર્શન ચાર્વાકની જેમ આત્મદ્રવ્ય નથી માનતું એમ નહીં. પરંતુ આત્મદ્રવ્ય છે એમ માને છે એટલે પહેલું સ્થાનક તો માને છે. પરંતુ સર્વ ક્ષણમ્ માનતા હોવાથી આત્મદ્રવ્યને માત્ર અનિત્ય જ માને છે. પ્રતિક્ષણે આત્મા ઉત્પત્તિ-નાશવાળો છે. એમ માને છે. તેની સામે જૈનદર્શનકાર જણાવે છે કે આત્મદ્રવ્ય અનાદિ-અનંત હોવાથી નિત્ય છે. જો આત્મદ્રવ્યને ક્ષણિક માનીએ તો બાલ્યાદિ અવસ્થામાં અનુભવેલું યુવાવસ્થામાં સ્મૃતિગોચર થાય નહીં. જેમ દેવદત્તે અનુભવેલું યજ્ઞદત્તને સ્મૃતિગોચર થતું નથી. તેમ આત્મા જો ક્ષણિક હોય તો પ્રતિસમયે આત્મા બદલાવાથી પૂર્વકાલના આત્માએ અનુભવેલું ઉત્તરકાલીન આત્માને સ્મરણ કેમ થાય ! તથા એક ભવમાં જે આત્માએ પુણ્ય-પાપ કર્મ કર્યું હોય તેનું ફળ સુખ અને દુઃખ બીજા ભવમાં રહેલા આત્માને કેમ ભોગવવું પડે ! Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તથા આ ભવમાં એક આત્માએ જે કર્મો કર્યા તે કર્મો પણ આત્માના નાશની સાથે નાશ પામવાથી નવા આત્માઓ તો દુઃખ-સુખ રહિત મુક્ત જ થવા જોઈએ. માટે આત્મદ્રવ્ય નિત્ય છે. દ્રવ્યથી અનાદિ અનંત છે. તેના પર્યાયો ક્રમશઃ વર્તતા હોવાથી અનિત્ય છે. પરંતુ મૂલ આત્મ દ્રવ્ય નિત્ય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કેदव्वट्ठयाइ निच्चो उप्पायविणासवजिओ जेणं । पुव्वकयाणुसरणओ पजाया तस्स उ अणिच्चा ॥ स. स. ६१॥ (૩) આત્મા કર્મોનો કર્તા છે આ ત્રીજું સ્થાનક. સાંખ્ય દર્શન આત્મા છે એમ પણ માને છે અને તે નિત્ય છે એમ પણ માને છે. પરંતુ તે શુદ્ધ બુદ્ધ નિરંજન જ છે. કર્માદિનો કર્તા નથી. પ્રકૃતિ જ કર્મોની કર્તા છે એમ માને છે. તેઓ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ એમ બે મૂલ તત્ત્વ છે. પુરુષ ચૈતન્યવાળો અને શુદ્ધ હોવાથી અકર્તા છે. અને પ્રકૃતિ સત્ત્વ-રજસ્તમસૂની બનેલી છે. તેમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કર્માદિની કર્તા છે. તે મતની સામે જૈનદર્શન કહે છે કે “આ આત્મા જ કર્માદિનો કર્તા છે” પ્રકૃતિ એ જડ હોવાથી ઘટ-પટની જેમ તેમાં કર્તુત્વ ઘટે નહીં. આ આત્મા શુદ્ધ-બુદ્ધ નિરંજન સત્તાગત રીતે હોવા છતાં કષાય અને યોગવાળો છે. તેથી કર્મોના બંધનો કર્તા છે. કષાય અને યોગથી થતા વૈભાવિક પરિણામો કર્મ બંધાવનાર છે. અને તે ચૈતન્યગુણવાળા જીવને જ હોય છે. ચૈતન્ય જેને હોય તેને જ હર્ષ-શોકરાગ-દ્વેષ અને અહંકારાદિ સંભવે છે. તેથી તે જ કર્મોનો કર્તા છે. નિશ્ચયનયથી આ આત્મા પોતાના ગુણોનો કર્તા છે. અનુપચરિત વ્યવહારનયથી આ આત્મા કર્મોનો કર્તા છે અને ઉપચરિત વ્યવહારનયથી આ આત્મા ગૃહ-નગરાદિનો કર્તા છે. આ ત્રીજું સ્થાનક છે. શાસ્ત્રમાં કહ્યું છે કેकत्ता सुहासुहाणं, कम्माण कसायजोयमाईहिं । મિરવંડરવિન્નીવર, સામજિવતા હતાલુત્ર છે. સ. સ. ૬૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ (૪) આત્મા કર્મોનો ભોક્તા છે. આ ચોથું સ્થાનક. જેમ કર્મોનો કર્તા આત્મા છે. તેમ ભોક્તા પણ આ આત્મા જ છે. કારણ કે જે કર્મ કરે તે જ ફળ ભોગવે આ ન્યાયમાર્ગ છે ચોરી કરે બીજો અને શિક્ષા પાસે બીજો એવું સંભવતું નથી સાંખ્ય દર્શન પુરુષને અકર્તા અને અભોક્તા માને છે. સત્ત્વ-રજસ અને તમો ગુણની બનેલી પ્રકૃતિ જ કર્તા-ભોક્તા છે એમ માને છે જે સાચું નથી. પરંતુ કષાય અને યોગોથી જો કર્મ જીવ બાંધે છે. તો તેનું ફળ ભોગવનાર પણ તે જ સંભવી શકે. માટે જીવ જ કર્તા, ભોક્તા છે. જો અન્ય કરે અને અન્ય ભોગવે એમ કહીએ તો અતિવ્યાપ્તિ આવે. તથા જગતમાં અવ્યવસ્થા પણ થાય. માટે કર્તુત્વ અને ભાતૃત્વ એક અધિકરણમાં જ હોય છે. કહ્યું भुंजइ सयंकयाइं, परकयभोगे अइप्पसंगो उ । अकयस्स नत्थि भोगो, अन्नह मुक्खे वि सो हुज्जा ॥ स. स. ६३॥ (૫) “મોક્ષ છે” આ પાંચમું સ્થાનક વેદાન્તદર્શન એમ માને છે કે જીવ છે. અને તે નિત્ય છે. કર્તા છે તેથી ભોક્તા પણ છે. પરંતુ સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષે જાય તેવો મોક્ષ નથી. કારણ કે સર્વજ્ઞ જ કોઈ નથી. આપણા બધામાં જ્ઞાનની તરતમતા દેખાય છે માટે વધુમાં વધુ જ્ઞાન જેનામાં હોય છે. તેને લોકો સર્વજ્ઞ કહે છે. પરંતુ તે વાસ્તવિક સર્વજ્ઞ નથી. કારણ કે સર્વ ભાવોને જાણવાનું સામર્થ્ય કોઇમાં સંભવતું નથી. સર્વજ્ઞતા વિના મુક્તિ ઘટે નહીં. માટે મોક્ષ નથી. તેની સામે જૈનદર્શન કહે છે કે “મુક્તિ છે” સર્વ કર્મોના ક્ષય સ્વરૂપ આ મુક્તિ છે. કારણ કે જીવને જો કર્મોનાં બંધનો છે તો બંધનોનો વિયોગ પણ હોઈ શકે છે. મહત્પરિમાણની તરતમતા જો છે તો તેનો અંત પરમમહત્પરિમાણ આકાશમાં છે. તેમ જ્ઞાનની તરતમતા જગતમાં છે તેથી સંપૂર્ણજ્ઞાન પણ કોઇકમાં છે. અને તે વાસ્તવિક સર્વજ્ઞ છે. જો મોક્ષ જ ન હોય તો તેની પ્રાપ્તિ માટે કરાતો ધર્મ પણ કેમ સંભવી શકે ? જો ધર્મ કરવાનો ન હોય તો ધર્મ-અધર્મ, પુણ્ય પાપ, સુખ દુઃખ, સજ્જન-દુર્જન ઇત્યાદિ ભેદો કેમ ઘટે ! માટે ધર્મ કરવા દ્વારા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મેળવાતી મુક્તિ અવશ્ય છે જ. આવું માનવું અને વિચારવું તે પાંચમું સ્થાનક કહ્યું છે કહ્યું છે કેनिव्वाणमक्खयपयं, निरुवमसुहसंगयं सिवं अरुयं । जियरागदोसमोहेहिं, भासियं ता धुवं अत्थि ॥ स. स. ६४॥ (૬) મોક્ષના ઉપાયો પણ છે. આ છઠું સ્થાનક જો મુક્તિ છે. તો તેને મેળવવાનો ઉપાય પણ છે જ, જે જે કાર્ય હોય છે. તેનાં કારણ પણ અવશ્ય હોય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના એ જ મોક્ષનો ઉપાય છે. અનાદિ કાળનાં લાગેલાં કર્મોનાં બંધનોને તોડવા માટે આ રત્નત્રયીની સમ્યગુ આરાધના જ પરમ ઉપાય છે. શ્રાવક અને સાધુનાં વ્રતો, પ્રાયશ્ચિત્ત, વિનય, વિવેક, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ કર્મક્ષય રૂપ મુક્તિના ઉપાયો છે. જો મોક્ષના ઉપાયો હોય તો જ મુક્તિ એ સાધ્ય બને છે. જો ઉપાયો ન હોય અને વિના ઉપાયે મોક્ષ સિદ્ધ થતો હોય તો સર્વઠેકાણે કાર્યો એમને એમ કારણ વિના જ બનવાં જોઈએ. અને તે તે કાર્યોનાં કારણો નિષ્ફળ જ થવાં જોઈએ. માટે જ્ઞાન અને ક્રિયા આ બન્ને મુક્તિના ઉપાય છે. જેમ રથ બે પૈડાથી ચાલે છે. માણસ બે પગથી ચાલે છે. તેમ આ બન્ને મુક્તિના ઉપાય છે. તે બાબતમાં કેટલાક એકાન્તવાદી જ્ઞાનને જ અથવા ક્રિયાને જ મુક્તિના ઉપાય તરીકે વર્ણવે છે પરંતુ તે સત્ય નથી. જેમ કે જ્ઞાનનય કહે છે કે જ્ઞાન એ જ સાચું છે. જ્ઞાન વિનાની સર્વ ક્રિયા જુઠી છે. જેમ કે છીપ હોય તેને રૂપા તરીકે (ખોટું) જ્ઞાન કર્યું હોય તો તેને વેચવા ઘણી ક્રિયા (ઘણો પુરુષાર્થ) કરવા છતાં રૂપાપણાના ભાવ આવતા નથી. કારણ કે ત્યાં રૂપાપણાનું સાચું જ્ઞાન નથી. તેવી જ રીતે ક્રિયા નયવાળા કહે છે કે ક્રિયા કર્યા વિના એકલું જ્ઞાન તે શું કરશે ? તરવાની કલાનો જાણકાર તારુ પણ જલમાં પેસી જો હાથ-પગ ન હલાવે તો શું કરી શકે ? માટે ક્રિયા જ જરૂરી છે. આ બન્ને નયો સાથે રાખીએ તો જ સમ્યકત્વ કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ सम्मत्तनाणचरणा, संपुन्नो मोक्खसाहणोवाओ । તા રૂદ નુ પત્તો, સત્તિ નાયતત્તાપ છે . . દકો આ પ્રમાણે આ છએ સ્થાનક માનવાં એ જ સમ્યકત્વપ્રાપ્તિનું મૂલકારણ છે. આસ્તિકતાનું પ્રતીક છે. જૈનદર્શનનો સાર છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ રચેલી “આત્મસિદ્ધિ” આ જ છ સ્થાનોને ગુજરાતી ભાષામાં પદ્યરૂપે સમજાવનારી છે. જૈનશાસ્ત્રોમાં પૂર્વાચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં આ છ સ્થાનો અનેક રીતે અનેક સ્થાનોમાં સમજાવ્યાં છે. આ છ સ્થાનો સમજવાથી અન્યદર્શનોના એકાન્તવાદો મનમાંથી દૂર થઈ જાય છે. સત્યમાર્ગ સમજાઈ જાય છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અત્યન્ત રૂચિ-પ્રીતિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ લખવા ભણવા અને વાંચવાનું પણ આ જ પ્રયોજન છે. આ છએ સ્થાનના વિષય ઉપર નરસુંદર રાજાની કથા છે. તે સમ્યકત્વ સપ્તતિકામાંથી જાણી લેવી. ઇણિ પરે સડસઠ બોલ વિચારી જે સમકિત આરાહે રે, રાગ-દ્વેષ ટાલી મનવાલી તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચળ કોઇ નહીં તસ તોલે રે, શ્રી નયવિજય વિબુધ પયસેવક વાચક જશ ઈમ બોલે રે. ૬૮ આ પ્રમાણે સડસઠ બોલનો બરાબર વિચાર કરીને જે જે આત્માઓ સમ્યકત્વને બરાબર આરાધે છે તેઓ સમ્યકત્વગુણની આરાધનાના પ્રતાપે (૧) રાગ-દ્વેષનો નાશ કરી, મનને વિષયોમાંથી વાળીને સમતાગુણનું સુખ પ્રાપ્ત કરી શકે છે. જે જે આત્માઓનું મન સમ્યકત્વગુણમાં નિશ્ચલ છે. (અતિશય સ્થિર છે) તેની તોલે કોઈ આવી શકતું નથી. એમ શ્રી નવિજયજી મહારાજશ્રીના ચરણ સેવક એવા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. વાયવશારદ થાયાચાર્ય પરમ પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ રચિત શ્રી સમ્યક્ત્વ સડસઠ બોલની સઝાય તથા તેના ગુજરાતી અર્થ સમાપ્ત. Page #209 -------------------------------------------------------------------------- ________________ ( સભ્યçત્વ છે अंतोमुहुत्तमित्तंपि फासियं हुज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुग्गल-परिअट्टओ चेव संसारो ॥१॥ - “સમ્યકૂcg" ગુણ જો એક અંતર્મુહૂર્ત માત્ર પણ પ્રાપ્ત થઈ જાય તો આ જીવનો સંસાર પરામત અર્ધપગલ પરાવર્તન માત્ર થઈ જાય છે. “સમ્યક્ત્વ" વિના જીવ કૃષ્ણપાક કહેવાય છે. સમ્યક્ત્વ આવવાથી શુકૂલપાક્ષિકા થાય છે. અચકૂત્ત્વ" વિના જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે. ચારિત્ર તે અવિરત કહેવાય છે. અને તપાદ તે બાલતાદ કહેવાય છે. “સમ્યક્ત્વ" એ એકડા તુલ્ય છે. અને બીજા ગુણો શૂન્ય તુલ્ય છે. એકડો હોય તો શુન્યની દશગણી કિંમત અંકાય છે, એકડા વિના શૂન્યની કિંમત શુન્ય જ રહે છે. - “સમ્યક્ત્વ" શરીરની સાથેના ભેદજ્ઞાનથી થાય છે. શરીર, ઈન્દ્રિયો અને સંસારીઓની સાથેના અભેદજ્ઞાનથી મોહાધીન આ જીવ ઘણું ભટકયો છે. અને ભટકે છે. તેથી સમ્યક્ત્વ મેળવવા ઘણો જ પ્રયત્નો કરવો. જૈનશાસનની અનુપમ પ્રતિ એજ સમ્યક્ત્વ છે. સમ્યકૂq એ જીવનનું અણમોલ રત્ન છે. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #210 -------------------------------------------------------------------------- ________________ ain Education International Alan GEO Fonte & RSS BHARAT GRAPHICS AHD. PH.387964