________________
પ૯
छिजतो भिजंतो, पीलिजंतो य डज्झमाणो वि । जिणवजदेवयाणं, न नमइ जो तस्स तणुसुद्धी ॥ स. स. २७ ॥ તેના ઉપર વજૂકર્ણરાજાની કથા છે, તે આ પ્રમાણે :
અયોધ્યા (કોસલા) નામની નગરીમાં દશરથ રાજા હતા. તેની કૈકેયી રાણીએ કરેલા વરદાનની માંગણીના કારણે રામ અને લક્ષ્મણ સીતા સહિત પંચવટી તરફ જ્યારે જતા હતા ત્યારે અવન્તિ દેશમાં મનુષ્યોની વસતિ વિનાનો, ખુલ્લાં ઘર, હાટવાળો, ધાન્યથી પરિપૂર્ણ ખેતર આદિવાળો એક સુંદર પ્રદેશ જોયો, તે જોઈને રામચંદ્રજીને આશ્ચર્ય થયું. આ કયો દેશ છે ? અને આવો નિર્જન કેમ છે? તેની તપાસ કરવા લક્ષ્મણને કહ્યું. લક્ષ્મણે કોઇ ઉંચા વૃક્ષ ઉપર ચડીને ચોતરફ નજર નાંખતાં દૂર દૂર એક માણસ દેખાયો.
વૃક્ષ ઉપરથી તુરત ઉતરીને તે મનુષ્ય પાસે જઈને સમજાવીને તે મનુષ્યને રામચંદ્રજી પાસે લાવે છે. અને રામચંદ્રજી તેને આ દેશની આવી સ્થિતિ કેમ ? તથા આ કયો દેશ છે ? તે પૂછે છે. તે પોતાના આ દેશની નિર્જનતાનું કારણ કહે છે કે અહીં દશપુર નામનું નગર હતું. ત્યાં વજકર્ણ નામનો રાજા હતો. તે ઘણા ગુણોવાળો હતો. પરંતુ શિકારનો શોખીન હતો. તેથી એક વખત શિકાર કરતાં ગર્ભવાળી હરણીનો શિકાર કર્યો, ગર્ભકાળ પૂર્ણ થયેલ હોવાથી બાણની વેદનાથી ગર્ભનો પ્રપાત થયો. તરફડતા તે બચ્ચાને જોઈને વજૂકર્ણ રાજા ખેદ પામ્યો. અરેરે ! આવા બાલપ્રાણની હત્યાથી મેં મોટું પાપ બાંધ્યું હવે મારું શું થશે? એમ કંપતો, કરૂણાયુક્ત, વૈરાગ્યથી રંજિત મનવાળો અહીં તહીં ઉદાસચિત્તે ભટકતો હતો. તેવામાં આતાપના લેતા એક મુનિને જોયા. મુનિને નમસ્કાર કરીને પૂછ્યું કે, આવા જંગલમાં તમે એકલા કેમ વસો છો ? મુનિજીએ ધર્મ સમજાવ્યો. દ્રવ્ય અને પર્યાયથી આત્મા શાશ્વત અને અશાશ્વત છે એમ સમજાવ્યું આ ભવમાં શિકાર આદિ પાપો જે કરે છે તે બીજા ભવમાં દુઃખી થાય છે. અને આ ભવમાં જે તપ-સંયમ આરાધી કષ્ટ સહન કરે. છે તે પરભવમાં સુખી થાય છે. હે રાજન ! તું નિર્દય થયો છતો જીવહિંસા કરે છે તેથી ભવાન્તરમાં નરકાદિની વેદના પામીશ. મુનિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org