________________
૩૯
પડીને પરમ વિનયપૂર્વક વિનંતિ કરી કે મારા ઉપર કૃપા કરો અને આ સર્વને મુક્ત કરો. જેને જેને જે જે આપ્યું છે તે તેમજ રહેવા દો. એ સર્વે મારા કુટુંબીઓ જ છે, રાજાની ઇચ્છા શિક્ષા કરવાની હોવા છતાં “તારું વચન દુલ્થ્ય છે” એમ કહી બધો અપરાધ માફ કર્યો. બન્ને બહેનોની સાથે પૂર્વની જેમ પ્રેમપૂર્વક જિતશત્રુ રાજા વર્તે છે.
રાજા અને આરામશોભા દિન-પ્રતિદિન ધર્મચર્ચા આદરે છે. એક દિવસ આરામશોભા રાજાને કહે છે કે હું આઠ વર્ષની હતી ત્યારે મારી માતા મૃત્યુ પામી. ઘરના ભારથી અને શોચમાતાના તાપથી પહેલાં દુઃખી થઇ અને નાગકુમારની સહાયથી સુખી થઇ. તેનું શું કારણ હશે? એવાં કાં કર્મો કર્યાં હશે ? જે કર્મોનું આ ફળ આવ્યું ? જો કોઇ જ્ઞાની ગુરુ મળે તો આ જાણી શકાય. તેજ દિવસે ઉદ્યાનપાલકે આવીને રાજાને સમાચાર આપ્યા કે, આજે જ આપણા ઉદ્યાનમાં સંપૂર્ણજ્ઞાની એવા શ્રી વીરચંદ્રસૂરિ મહારાજ પધાર્યા છે. રાજાએ આરામશોભાને કહ્યું કે, ઉઠ. તૈયાર થા, તારા મનોરથ ફળ્યા છે. જ્ઞાની ગુરુ પધાર્યા છે. રાજા પોતાના સમસ્ત પરિવાર સાથે અતિશય ઉત્સાહ અને આડંબરપૂર્વક ધર્મદેશના સાંભળવા ઉદ્યાનમાં ગયા. ગુરુજીને વંદના કરીને યોગ્ય સ્થાને સમસ્ત પરિવાર સાથે રાજા બેઠા. ગુરુજીએ ધર્મદેશના શરૂ કરી કે, સર્વે જીવો પૂર્વભવોમાં પોતાના કરેલા પાપકર્મોથી જ દુઃખી થાય છે અને પુણ્યકર્મોથી તથા ધર્માચરણથી સુખી થાય છે. તે જ અવસરે આરામશોભાએ ગુરુજીને પૂછ્યું કે મેં ગયા ભવમાં શું પાપકર્મ અને પુણ્યકર્માદિ કર્યાં છે કે જેથી આ ભવમાં પ્રથમ દુઃખ અને પછી સુખ પામી છું. ત્યારે જ્ઞાની ગુરુ કહે છે કે
આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં કુલધર નામનો શ્રેષ્ઠી અને કુલાનંદા નામની તેની ભાર્યા હતી. તેઓને સંસાર-સુખ અનુભવતાં અનુક્રમે (૧) કમલશ્રી, (૨) કમલવતી, (૩) કમલા, (૪) લક્ષ્મી, (૫) શ્રી, (૬) યશદેવી અને (૭) પ્રિયકારિણી નામવાળી સાત પુત્રીઓ થઇ. તેઓને યુવાવસ્થા આવતાં સુખી ઘરે પરણાવી. ત્યારબાદ પુનઃ કાળાન્તરે આઠમી પુત્રી જન્મી. જેને જોતાં માતા-પિતા બહુ દુ:ખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org