________________
૪૮
સમ્યકત્વનું અંગ છે, જેનામાં સમ્યકત્વ આવ્યું હોય તેવા જીવોને જ આ દશ પદો રુચે છે. આ દશનો વિનય કરવો ગમે છે માટે તે સભ્યત્ત્વના બોલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
अरिहंता विहरंता, सिद्धा कम्मक्खया सिवं पत्ता । ડિમાને ફારૂં, સુથતિ સામાયા સ. સ. ૨૮ છે धम्मो चरित्तधम्मो, आहारो तस्स साहुवग्गत्ति । આયરિયાણા, વિસનુસંયા તથ | સ. સ. ૨૧ पवयणमसेससंघो, दंसणमिच्छंति इत्थ सम्मत्तं । વિશે સાં , છાયવ્હો હો વં તુ છે . સ. ૨૦ .
તે વિનય કરવાના પાંચ પ્રકાર આ રીતના છે.
(૧) ભક્તિ કરવી : બાહ્ય વસ્તુથી સેવા કરવી, અરિહંતાદિની અષ્ટપ્રકારી વગેરે પૂજા કરવી. સાધુ આદિને વસ્ત્ર-પાત્ર-આહારાદિ વહોરાવવા, આવે ત્યારે સામા જવું. જાય ત્યારે વળાવવા જવું, તે બેઠા પહેલાં ન બેસવું, આસન પાથરી આપવું, કોઈપણ વસ્તુ ભક્તિભાવે ભેટ આપવી વગેરે.
(૨) બહુમાન કરવું ઃ મનમાં અતિશય સદ્ભાવ, તેઓને જોતાં જ દર્શન માત્રથી પરમ આનંદ થવો. હાર્દિક પ્રીતિ થવી, પૂજ્યભાવ આવવો, તે બહુમાન. . (૩) ગુણોની સ્તુતિ ઃ તેઓમાં રહેલા ગુણોને ગાવા, જગન્ સમક્ષ ગુણો પ્રગટ કરવા, નાના ગુણો મોટા કરીને પ્રસારિત કરવા. ગુણોના ભંડાર છે જ, તેથી ગુણો તરફની દૃષ્ટિ દ્વારા સમજ્યાદિ સ્થિર થાય છે.
(૪) અવગુણ ઢાંકવા : અરિહંત અને સિદ્ધ વિના બીજા પદોમાં છબસ્થતા હોવાથી કદાચ કોઈ દોષ હોય તો પણ તેમાં ઘણા ગુણો હોવાથી દોષો ગાવા નહીં. કારણ કે દોષો ગાવાથી લોકો તેમના પરિચયથી દૂર ભાગે, એટલા તેમના ગુણોનો લાભ લોકોને ન મળે, વળી આ પદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org