________________
૪૭ (૬) સાધુ : મોક્ષમાર્ગની જે સાધના કરે તે સાધુ. જે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રધર્મના આધારભૂત છે. જેનું જીવન પરભાવથી અલિપ્ત અને સ્વભાવદશા તરફની સાધનામય છે તે સાધુ કહેવાય છે. પાંચ મહાવ્રતના ધારક, છ જવનિકાયના રક્ષક, અષ્ટપ્રવચનમાતાના પાલક, શરીરનો શણગાર-શોભા નહીં કરનારા, વાહનાદિનો ઉપયોગ ન કરનારા, આધ્યાત્મિક માર્ગમાં લીન અને તેનો ઉપદેશ આપનારા તે સાધુ કહેવાય છે.
(૭) આચાર્ય : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એ પાંચ પ્રકારના આચારને યથાર્થપણે પોતે પાળનારા, બીજાને પળાવનારા તથા તેનો હૃદયના બહુમાનપૂર્વક ઉપદેશ આપનારા તે આચાર્ય કહેવાય છે.
(૮) ઉપાધ્યાય : ૧૧ અંગો, ૧૨ ઉપાંગો, ૧૦ પન્ના, ૬ છેદસૂત્રો, ૪ મૂલ સૂત્રો, ૧ નંદીસૂત્ર, ૧ અનુયોગદ્વારસૂત્ર એમ ૪૫ આગમો ભણનાર તથા શિષ્યોને ભણાવનાર જે મુનિ તે ઉપાધ્યાય કહેવાય છે.
(૯) પ્રવચન : તીર્થંકર પરમાત્માની જે વાણી દ્વાદશાંગીમય છે. તેના આધારભૂત શ્રી શ્રમણપ્રધાન સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રીસંઘ તે પ્રવચન કહેવાય છે. જૈનશાસન તે પ્રવચન કહેવાય છે. તેની યથાર્થ રીતે સુરક્ષા કરવી, નિરર્થક ક્લેશ-કંકાસ ન કરવા. પ્રવચનને પણ હાનિ ન પહોંચાડવી. પ્રવચનને કોઈ નુકશાન કરે તો તે ન ખમવી.
(૧૦) દર્શન : જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ-શ્રદ્ધા તે દર્શન. તે દર્શન ક્ષાયિક-ક્ષાયોપશમિક અને ઔપથમિક એમ ત્રણ પ્રકારનાં છે. સુદેવ-સુગુરુ અને સુધર્મની રુચિ-પ્રીતિ તેનો જ પક્ષપાત તે સમ્યગ્દર્શન છે.
આ દશે પદો અનંત અનંત ગુણોના ભંડાર છે. પોતાનો ઉપકાર કરનાર છે. અને પરનો પણ ઘણો જ ઉપકાર કરનાર છે. આરાધ્ય પદો છે. તેથી તે દશે પદોનો નીચે કહ્યા મુજબ પાંચ પ્રકારે વિનય કરવો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org