SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ મયણાવલી કહે મને જો જ્ઞાન થશે તો જરૂર પ્રતિબોધ કરીશ. દેવ ત્યાંથી ઉડીને સ્વસ્થાને ગયો અને મયણાવલી પણ રાજા અને પરિવાર સાથે ઘેર જાય છે. અતિશય નિર્વેદ અને સંવેગના પરિણામવાળી તે રાણી દીક્ષા લેવાની રાજા પાસે સમ્મતિ માગે છે. રાજા મૌન રહે છે. એટલે તે તુરત કેવલી પાસે દીક્ષા સ્વીકારે છે. રાજા પણ કેવલીને અને પછી સાધ્વી થયેલાં મયણાવલીને નમસ્કાર કરી શ્રાવકધર્મ સારી રીતે પાલે છે. અને સાધ્વી પણ વિશિષ્ટ જ્ઞાન-ધ્યાન અને તપની આરાધના વડે કર્મો ખપાવે છે. હવે સૌધર્મ દેવલોકમાં રહેલો દેવ, કે જે મયણાવલીનો પૂર્વભવનો પતિ હતો તે અવીને મયંક નામે વિદ્યાધર થયો. યુવાવસ્થામાં આવેલો તે ફરતો ફરતો પૃથ્વી ઉપર ત્યાં આવે છે કે, જ્યાં આ સાધ્વી પ્રતિમામાં રહીને કર્મોને ખપાવે છે. તે વિદ્યાધર આ સાધ્વીને જોતાં જ તેના ઉપર કામાતુર થયો છતો અનેક રીતે અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કરે છે. તે સર્વ ઉપસર્ગો સામે અચલ રહેવાથી શુકલધ્યાન દ્વારા આ સાધ્વીજી કેવલી થયાં. સાધ્વીજીનો કેવલી મહોત્સવ કરતા દેવોને જોઈને મયંકવિદ્યાધરને આશ્ચર્ય થયું. એટલે કેવલી એવાં સાધ્વીજીએ મયંકને ધર્મોપદેશ આપ્યો. મારા ઉપરનો ગયા ભવનો સ્નેહ ત્યજીને જૈનધર્મ ઉપર સ્નેહ કરો. તમે પ્રતિબોધ કરવાનું મને જે વચન આપેલું તેથી હું તમને આ ધર્મ સ્વીકારવા ઉપદેશ આપું છું. તે સાંભળતાં જ મયંકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પ્રતિબોધ પામ્યો અને સાધ્વીજીને હાથ જોડી ક્ષમા માંગી. તમે મારો બરાબર પ્રત્યુપકાર કર્યો છે, એમ અભિનંદન આપીને તેણે પણ દીક્ષા લીધી. અને ઉત્તમ ધ્યાનપૂર્વક ક્ષપકશ્રેણી માંડી કર્મ ખપાવી મયંક પણ સિદ્ધિપદને વર્યા. આ કથા ઉપરથી શુભમતીએ જેમ મુનિના શરીરની દુર્ગછા કરી . તેથી તેનું સમ્યક્ત મલીન થયું. અને તે દુર્ગધયુક્ત શરીરવાળી બની. તેમ સમજી સાધુ-સાધ્વીજીનાં વસ્ત્ર, પાત્ર અને ગાત્ર મલીન દેખી દુર્ગછા કરવી નહીં. જો કરીએ તો તે દોષ કહેવાય છે. આ પ્રમાણે આ વિતિગિચ્છા નામનો ત્રીજો દોષ સમ્યકત્વ મલીન કરનાર જાણવો. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy