________________
હર
મયણાવલી છે. જો સાત-દિવસ સુધી સમ્યક્ત્વમાં નિશ્ચલ થઇને ત્રણ સંધ્યા સુગંધીદ્રવ્યો વડે જિનેશ્વરને આ સ્ત્રી પૂજશે તો તે અવશ્ય દુર્ગંધમાંથી મુક્ત થશે. આ સાંભળીને મયણાવલી ભાવપૂર્વક સુગંધીદ્રવ્યો વડે જિનેશ્વરની પૂજા કરવા લાગી. પરંતુ મનમાં એક સંશય તેણીને છે કે, આ પોપટ મારૂં ચરિત્ર કેવી રીતે જાણે ! કેવલીને પૂછીને વિશેષ નિશ્ચય કરીશ. આરાધના કરતાં સાત-દિવસે પૂર્વકર્મનો ક્ષય થવાથી દુર્ગંધ રહિત થઇ. શરીર અત્યંત સુગંધી બન્યું. વનપાલે રાજાને ખબર આપી. રાજા પણ આનંદિત થયો. છતો તેણીના પ્રાસાદે આવ્યો. ધર્મના પ્રભાવને જાણી આનંદિત થયેલ રાજા રાણીને હાથી ઉપર બેસાડી નગરપ્રવેશ કરાવે છે અને શરીરમાંથી દુર્ગંધ નાશ પામી તેનો મોટો મહોત્સવ કરાવે છે.
તે જ વખતે ત્યાં વનપાલે આવીને રાજાને વધામણી આપી કે હે રાજન! તમારા મનોરમ નામના ઉદ્યાનમાં અમૃતતેજ નામના મુનીશ્વરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે સાંભળી રાણીએ (મયણાવલીએ) કહ્યું કે, હે રાજન! મહોત્સવમાં પણ આ મહોત્સવ થયો, આપણે સર્વે કેવલીની વાણી સાંભળવા જઇએ. રાજા પરિવાર સાથે ઉદ્યાનમાં ગયો. કેવલીને નમી વંદીને યોગ્યસ્થાને બેઠો. કેવલીમુનિએ ધર્મદેશના શરૂ કરી. દેશનામાં અવસર આવ્યો ત્યારે મયણાવલીએ કેવલીમુનિને પૂછ્યું કે, હે પ્રભુ ! તે પોપટ કોણ હતો ! કે જેણે દુઃખી એવી મને પ્રતિબોધી. કેવલીમુનિએ કહ્યું કે, હે મયણાવલી! તે પોપટ પૂર્વભવનો તારો પતિ હતો. સૌધર્મદેવલોકમાં તું અને તે પતિ-પત્ની હતાં. તને પ્રતિબોધ કરવા તે દેવ પોપટરૂપે અહિં આવેલો હતો. મયણાવલીએ કેવલીમુનિને ફરીથી પૂછ્યું કે, હે ભગવંત ! તે દેવ તમારી આ સભામાં છે કે નહીં ? ભગવાને કહ્યું કે, આભૂષણસહિત દેદીપ્યમાન રૂપવાળો જે આ તારી આગળ દેવ બેઠેલો છે તે ગયા ભવનો તારો પતિ જ છે અને તે જ પોપટરૂપે તને પ્રતિબોધવા આવ્યો હતો. મયણાવલીએ બે હાથ જોડીને તે દેવને કહ્યું કે, મારા ઉપર તમારો ઘણો ઉપકાર છે. આ ૠણ હું ક્યારે વાળી શકીશ. દેવે કહ્યું કે આજથી સાતમા દિવસે ચ્યવીને હું વિદ્યાધરને ત્યાં પુત્રપણે જન્મીશ. તમારે ત્યારે મને પ્રતિબોધ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org