________________
મલીન શરીરને જોઈને જિનમત ઉપર દુર્ગછા કરે છે તેઓ સમ્યકત્વવ્રતને દૂષિત કરતા છતા ભવાન્તરમાં દુર્ગછા પામે છે અને જેઓ સંયમ સ્વીકારી પોતાના અંતરંગ મેલનું પ્રક્ષાલન કરે છે તેઓ જ આ સંસારમાં સ્ફટિક જેવા નિર્મળ થાય છે. કેવલીમુનિની આવી ધર્મદેશના સાંભળી પોતાના દોષને વાંરવાર નિંદતાં તે રાજા-રાણી પોતાના ગામમાં ગયાં. ત્યાં જઈ પ્રવ્રજ્યા સ્વીકારી નિર્મળપણે તેનું પાલન કરી સૌધર્મદેવલોકમાં દેવદેવીપણે ઉત્પન્ન થયાં. તે દેવ-દેવીમાંથી દેવીનો જીવ ત્યાંથી ચ્યવીને સુરપુરનગરમાં સિંહરથ રાજાને ત્યાં પુત્રીપણે જન્મ્યો. તે પુત્રી રાજાને અતિશય વહાલી હતી. યુવાવસ્થા પામતાં રાજાએ તે પોતાની પુત્રી મયણાવલીને પોતે વિદ્યાધર હોવા છતાં ભૂમિગત રાજાની સાથે સ્વયવર રચીને પરણાવી. સંસારસુખ અનુભવતાં આ મયણાવલીને ગયા ભવમાં સાધુની કરેલી દુર્ગછાથી બંધાયેલું કર્મ ઉદયમાં આવ્યું. અને સમસ્ત શરીર અસહ્ય દુર્ગધવાળું બન્યું. રાજા મનમાં ઘણો ખેદ પામ્યો અને જંગલમાં એક પ્રાસાદમાં તેને રાખી. તેના રક્ષણ અર્થે પ્રાસાદની ચારે બાજુ કોટવાલો ગોઠવ્યા.
મયણાવલી મનમાં વિચારે છે કે સર્વે જીવો કર્મને પરવશ છે. પૂર્વા કર્મો ભોગવવાં જ પડે છે. મારા પણ કર્મોનો જ આ ઉદય છે. એમ વિચારી પોતાના પ્રાસાદમાં ધર્મ આરાધતી રહે છે ત્યાં એક વખતે તેણે મકાનના ઝરૂખામાં પરસ્પર નીચે મુજબ વાર્તાલાપ કરતું પોપટપોપટીનું યુગલ જોયું. તેઓ પરસ્પર જે વાર્તાલાપ કરે છે તે આ મયણાવલી ધ્યાનપૂર્વક સાંભળે છે.
પોપટીએ પોપટને કહ્યું કે કંઇક નવી અપૂર્વ વાર્તા કહો. પોપટ કહે કે સાચી બનેલી વાર્તા કહું કે કલ્પેલી વાર્તા કહું ? પોપટી કહે છે કે, જે સાચી બનેલી હોય તે કહો. પોપટ કહે કે સાંભળ. એક જયસુર વિદ્યાધર હતો. તેની શુભમતી ભાર્યા હતી. ઈત્યાદિ યશોમતીની બનેલી કથા પોપટે પોપટીને કહી. જે સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલી મયણાવલી પોતાના પાપને નિંદવા લાગી. પોપટીએ કહ્યું કે તે મયણાવલી હાલ ક્યાં છે? પોપટ કહે તારી સામે જે આ દુર્ગધવાળી સ્ત્રી છે. તે જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org