________________
૯૧
કંઈ પણ પ્રત્યુત્તર આપવા સમર્થ ન હોવાથી રાત્રે જ ચિંતા-ભયલજ્જા અને પરાભવ આદિથી ચિરનિદ્રામાં પોઢ્યા. અર્થાત્ મૃત્યુ પામ્યા. સાતમા દિવસે સભા ભરાવા છતાં બુદ્ધાનંદ ન આવ્યા. ત્યારે રાજાએ રાજપુરુષો દ્વારા તપાસ કરાવી. હાથમાં ખડી લઈને ભૂમિ ઉપર કંઇક લખતા અને મૃત્યુ પામેલા બુદ્ધાનંદને જોઇને રાજપુરુષોએ રાજાને ખબર આપી તે જ વખતે શાસનદેવીએ મલ્લમુનિ ઉપ૨ પુષ્પોની વૃષ્ટિ કરી અને ઉદ્ઘોષણા કરી કે હે, રાજન! શ્રી મલ્લમુનિ વડે વાદમાં કરાયેલા વિકલ્પોની જાળમાં ફસાયેલા અને તેમાંથી નીકળવાને તથા પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવા શ્રી બુદ્ધાનંદ ચિંતા-ભય અને લજ્જા આદિ વડે હૃદય ભાંગી પડવાથી રાત્રિમાં જ મૃત્યુ પામ્યા છે. આ આકાશવાણી સાંભળી રાજાએ શેષ વિદ્વાન બૌદ્ધોને પણ પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. અને મલ્લમુનિના ગુરુજી શ્રી જિનાનંદસૂરિજીને સંઘ સહિત અતિશય બહુમાન અને મહોત્સવપૂર્વક ભરૂચનગરમાં નગર પ્રવેશ કરાવ્યો.
ત્યારથી મલ્લમુનિ મલ્લવાદિસૂરિ એ નામથી પ્રસિદ્ધિ પામ્યા. ત્યારબાદ ગુરુજીએ કહેલી વિધિપૂર્વક નયચક્રગ્રંથને પૂજીને શ્રી મલ્લવાદીસૂરિજીએ સંઘ સમક્ષ સભ્યપ્રકારે તેની વાચના આપી. વાદવિવાદમાં આવા નિપુણ મુનિઓ “વાદી પ્રભાવક' કહેવાય છે. ૩૦.
નૈમિત્તિઓ નિમિત્ત, ખંમિ પરંનદ્ નિકળં।। સસ. રૂ૪।।
ચૌથા “નૈમિત્તિક” પ્રભાવક કહેવાય છે (૧) દૈવિક, (૨) ઔપપાતિક=આકસ્મિક, (૩) અન્તરિક્ષ=આકાશ સંબંધી, (૪) ભૂમિસંબંધી, (૫) અંગ-શરીર સંબંધી, (૬) સ્વર સંબંધી, (૭) લક્ષણ સંબંધી અને (૮) વ્યંજન સંબંધી એમ આઠ જાતનાં નિમિત્તોનું વિશિષ્ઠ જ્ઞાન જેને હોય તે અને તેના યથાર્થ જ્ઞાન દ્વારા પ્રસંગ આવે ત્યારે જૈનશાસનની પ્રભાવના કરવા માટે અથવા કોઈ મિથ્યાત્વી જૈનશાસનનો પરાભવ કરતો હોય ત્યારે તે ટાળવા માટે ઉપરોક્ત આઠ પ્રકારનાં નિમિત્તો પ્રકાશિત કરે, તે ચોથા નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. આ વિષય ઉપર ‘શ્રી ભદ્રબાહુસ્વામી''નું દૃષ્ટાન્ત જાણવું તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
{
www.jainelibrary.org