________________
સાંભળવામાં જેટલો રસિક હોય તેના કરતાં પણ અતિવધુ રાગે જેને ધર્મ સાંભળવાની બુદ્ધિ થાય તે “શુશ્રુષા” નામનું સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે.
અતિશય દુર્લભ એવી, જગતમાં સર્વોપરિ એવી, આત્માનું એકાન્ત હિત કરનારી એવી, અને વિષય-કષાયની માત્રા ઘટાડનારી એવી ધર્મદેશનાનું શ્રવણ પ્રાપ્ત થયા પછી સાંસારિક કોઈ પણ વાર્તા સાંભળવામાં કે કરવામાં આ જીવને હાર્દિક રસ આવે જ નહીં, ઉપકારક તત્ત્વ જાણ્યા પછી અપકારક વાર્તાઓના શ્રવણનું મન કોને થાય ! જેવી તેવી વાતો કરવાથી અને સાંભળવાથી આ જીવ સમ્યકત્વથી તો ભ્રષ્ટ થાય, પરંતુ માર્ગનુસારપણાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. તેથી વાવેલા બીજને વારંવાર પાણી પાવાની જેમ પ્રાપ્ત થયેલા ગુણોને ટકાવવા માટે નિરંતર ધર્મશ્રવણની ટેવ પાડવી જોઈએ. આ પ્રથમલિંગ ઉપર “સુદર્શન શ્રેષ્ઠી”ની કથા આ પ્રમાણે છે.
મગધદેશમાં “રાજગૃહી” નામના નગરમાં શ્રેણિકરાજા હતા, ત્યાં અર્જુનમાલી નામનો માલી હતો તેને અતિશય રૂપવાનું બંધુમતી નામની ભાર્યા હતી. તે માલી દરરોજ પોતાની પત્ની સાથે ઉત્તમ સુગંધી પુષ્પો વડે નગરની ભાગોળે રહેલા યક્ષની પૂજા કરતો હતો. એક વખત પૂજા કરવા જતાં તે દંપતીને દુષ્ટ આશયવાળા કામાન્ય એવા છ મિત્રોએ જોયાં. પૂજામાં એકાગ્ર બનેલા અર્જુનમાલીને દોરડાથી બાંધીને તેના દેખતાં જ બધુમતીની સાથે ઇચ્છા મુજબ બલાત્કારે સંસારસુખ માણ્યું. તે જોઇને અતિશય રોષાયમાન થયેલા અર્જુનમાલીએ યક્ષને ઠપકો આપ્યો, હું દરરોજ તારી પૂજા કરું અને તારા દેખતાં જ મારો આવો પરાભવ ! ખરેખર તું પત્થરની મૂર્તિ જ છો.
તેના આવા કઠોર વચનથી તે યક્ષે અર્જુનમાલીના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી અત્યંત રોષાયમાન યક્ષાધિષ્ઠિત એવા અર્જુને બધુમતી સહિત છએ મિત્રોને મુત્રરથી મારી નાખ્યા. ત્યારથી દરરોજ સ્ત્રી સહિત છ પુરુષોને જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી તેનો ક્રોધ શાન્ત થતો નહીં.
એ અવસરમાં તે જ રાજગૃહી નગરીમાં ભગવાન્ મહાવીર પ્રભુ સમવસર્યા. અર્જુનમાલીના ભયથી ભગવાનને વંદન કરવા કોઈ સ્ત્રીપુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org