________________
૨૧
વારંવાર પઠન-પાઠન કરે છે તે સાંભળીને બળદો પણ ધર્મમય મતિવાળા થયા. તેથી જિનદાસને બળદો પ્રત્યે સવિશેષ ભાવ થયો અને અત્યન્ત પ્રિય થયા. એક વખત તેનો કોઇ પરમમિત્ર તેને પૂછ્યા વિના જ બળદોને દોડાવવાની લોકોની રંજન-ક્રિયામાં આ બન્ને બળદોને લઇ ગયો. લોકોમાં જિત મેળવવા બળદોને અતિશય દોડાવ્યા, શસ્ત્રાદિવડે બહુ ઘા કર્યા. ત્યારબાદ અતિશય ત્રાસ પામેલા બળદોને જિનદાસને ઘેર ખીલે બાંધી આવ્યો. જિનદાસ જ્યારે ઘેર આવ્યા ત્યારે બળદોની દુઃખી પરિસ્થિતિ જોઇને કયા પાપીએ આવું ખોટું કામ કર્યું. એમ વિચારવા લાગ્યા. અનુકંપા બુદ્ધિપૂર્વક રસદાયક વિશિષ્ટ ભોજન બળદોને આપવા છતાં તેઓ તે તરફ દૃષ્ટિપાત પણ કરતા નથી. ત્યારે જિનદાસે અનુમાનથી જાણ્યું કે બળદો હવે અંતિમ સ્થિતિમાં છે અને મનથી અનશન કરેલું હોય તેમ લાગે છે. તેથી નિજ્જામણા કરાવવાપૂર્વક ધર્મશ્રવણ દ્વારા સમાધિયુક્ત મૃત્યુ કરાવ્યું. બન્ને બળદો આ રીતે અકાલમૃત્યુ પામી કંબલ શંબલ નામના નાગકુમારમાં દેવ થયા. આ પ્રમાણે જિનદાસે જેમ પરમાર્થનું સંસ્તવ કર્યું તેમ સમ્યક્ત્વપ્રાપ્તિનું આ પરમાર્થસંસ્તવ કરવું તે પ્રથમ સદ્દહણા છે. (૧)
गीयत्थचरित्तीण य, सेवा बहुमाणविणयपरिसुद्धा । तत्तावबोहजोगा, सम्मत्तं निम्मलं कुणइ ॥ ૬॥
જે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી ગુણોથી ઝવેરાતની જેમ ચમકે છે. અધ્યાત્મના રંગમાં ઝીલે છે. જૈનશાસનનો શુદ્ધ અને પવિત્ર માર્ગ જગતમાં પ્રકાશે છે. તથા જેઓ સૂત્ર અને અર્થના જાણકાર હોવાથી ગીતાર્થ છે. સત્તર પ્રકારના સંયમના આરાધક છે. તેવા સાધુ સંતોની સેવાભક્તિ કરવી. હાર્દિક સદ્ભાવ રાખવો, વિનય આદિ કરવા તે સુદૃષ્ટપરમાર્થસંસ્તવ નામની બીજી સહણા છે. અહિં “પુષ્પચૂલા’ સાધ્વીજીની કથા જાણવી.
આ ભરતક્ષેત્રમાં પુષ્પભદ્રિકાનગરીમાં પુષ્પકેતુ રાજાને ત્યાં પુષ્પવતી નામની રાણી હતી. તે દંપતીને પુત્ર-પુત્રી રૂપ એક યુગલનો જન્મ થયો. જેનું નામ અનુક્રમે “પુષ્પસૂલ અને પુષ્પચૂલા' રાખ્યું. આ યુગલનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org