________________
- ૬૪
ઢાળ પાંચમી
અધિકાર પાંચમો સમ્યકત્વનાં ન સેવવા યોગ્ય પાંચ દૂષણોનું વર્ણન. સમકિત દૂષણ પરિહરો, જેમાં પહેલી છે શંકા, તે જિનવચનમાં મત કરો, જેહને સમ ગૃપ-રકા,
સમકિત દૂષણ પરિહરો. ૨૩ કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તજીયે, પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજીએ,
સમકિત) ૨૪ સંશય ધર્મના ફળ તણો, વિનિગિચ્છા નામે, ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે,
સમકિત) ૨૫ મિથ્યા મતિ ગુણ વર્ણનો, ટાળો ચોથો દોષ, ઉનમારગી-થુણતાં, હુવે ઉનમારગ-પોષ.
સમકિત૨૬ પાંચમો દોષ મિથ્થામતિ, પરિચય નવી કીજે, ઇમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે.
સમકિત) ૨૭. - ગાથાર્થ ઃ સમ્યકત્વને દૂષિત (કલંકિત) કરનાર પાંચ દૂષણ છે. તેને તે સમ્યકતી આત્માઓ ! તમે તો. પ્રથમ દૂષણ “શંકા” નામનું છે. જિનેશ્વર પરમાત્માના વચનમાં શંકા ન કરો. કારણ કે તેઓ વીતરાગ હોવાથી રાજા અને રંક બન્ને તેઓને સમાન છે. અર્થાત્ જુઠ બોલવાનું કંઈ પણ પ્રયોજન નથી. આ રીતે સમ્યકત્વનાં દૂષણો તમે ત્યજો. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org