________________
૬૪ મિથ્યાત્વી મતોની ઇચ્છા તે “કાંક્ષા” નામનું બીજું દૂષણ ત્યજો. પ્રત્યક્ષ કલ્પવૃક્ષ પ્રાપ્ત કરીને બાવળીયાને કોણ ભજે ! (તેમ કલ્પવૃક્ષ સમાન જૈનશાસન પામીને બાવળ સમાન ઇતર ધર્મને કોણ ઇચ્છે ? ) ૨૪.
ધર્મ જે આચરીએ, તેનું ફળ મળશે કે નહીં ? એવો જે સંશય કરવો તે “વિતિગિચ્છા” નામનું ત્રીજું દૂષણ કહેવાય છે. તે દૂષણને કોઈના પણ દબાણ વિના આત્માના પોતાના શુભ પરિણામના બળે ત્યજો. ૨૫.
- મિથ્યાદૃષ્ટિ જીવોના (બાહ્ય-વ્યાવહારિક દેખાતા દયા-દાનાદિ) ગુણોની પ્રશંસા કરવી તે “મિથ્યાતિગુણવર્ણના” નામે ચોથો દોષ છે તેને તમે ટાળો. કારણ કે ઉન્માર્ગી આત્માઓની સ્તુતિ કરવાથી ઉન્માર્ટીના મતની પુષ્ટિ થાય છે. ૨૬
મિથ્યાષ્ટિ જીવોનો પરિચય કરવો તે “મિથ્થામતિપરિચય” નામનો પાંચમો દોષ કહેવાય. તે પરિચય ન કરવો. આ પ્રમાણે શુભમતિ (સન્મતિ=સમ્યકત્વ)રૂપી અરવિંદની (કમલની) ઉત્તમ વાસના (સુગંધ) મેળવવી. ૨૭
શાસ્ત્રમાં કહ્યું છે કે· दूसिजइ जेहिं इमं, ते दोसा पंच वजणिज्जा उ । સંt #g વિચ્છિા , પરિસ્થિપસંસથવા સ. . ૨૮
વિવેચન-સંસાર સાગરમાં અનેક જન્મ-મરણો કરતાં કરતાં પણ પ્રાપ્ત કરવું જે દુર્લભ-દુર્લભતર છે તે સમ્યક્ત મેળવીને તેને કલંકિત કરે -દૂષિત કરે તેવું આચરણ સમ્યકત્વી જીવે ન કરવું જોઇએ. આ કારણથી સમ્યકત્વને દૂષિત કરનાર જે આચરણ તેને “દૂષણ” કહેવાય છે. તેવાં પાંચ દૂષણો છે જે પાંચે દૂષણો ત્યજવા જેવાં છે. સમ્યકત્વને મલીન કરનાર છે. તે આ પ્રમાણે છે.
(૧) શંકા દોષ-જિનેશ્વર પરમાત્માએ કહેલ તત્ત્વો, કેવલજ્ઞાન દ્વારા જોઇને કહેલાં હોવાથી સંપૂર્ણ સત્ય છે. પરંતુ અતીન્દ્રિય હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org