________________
૧૨૩
(૫) આલોચના ઇત્યાદિ ૭૨ બોંતેર ધર્મકાર્યોમાં સદા પ્રવૃત્તિશીલ હોય છે. તેઓની સાથે સદા વસવું. અતિશય પરિચય કરવો સંસર્ગમાં રહેવું તે આ બીજું ભૂષણ જાણવું. શાસ્ત્રમાં કહ્યું છે કે
तित्थनिसेवा य सयं संविग्गजणेण संसग्गी ॥ स. स. ४१ ॥
તીર્થસેવના નામના આ બીજા ભૂષણ ઉપર “નાગદત્તશ્રેષ્ઠી”ની કથા છે તે આ પ્રમાણે-કુસુમપુર નામના નગરમાં ગુણોથી ભરપૂર એવો શ્રી નાગચંદ્ર નામનો એક શ્રેષ્ઠી હતો. તેને “નાગશ્રી” નામની પ્રિયા હતી. દાંપત્ય જીવન જીવતાં તે બન્નેને શ્રી નાગદત્ત નામનો ધર્મપ્રિય અને ગુણવાન્ પુત્ર જન્મ્યો. મોટો થતાં તે સાધુજનની સેવા કરવામાં, તીર્થયાત્રા કરવામાં તથા પ્રભુની પૂજા સેવા-ભક્તિ કરવામાં તલ્લીન થઇ રહે છે.
એક વખત પોતાના ગામનાં સર્વે ચૈત્યોની પરિપાટી અર્થે ફરતાં ફરતાં જિનેશ્વર પરમાત્માની પૂજા કરવા માટે એક ચૈત્યમાં પ્રવેશ કરે છે. ત્યાં ઉત્તમ સુગંધી પુષ્પો વડે પરમાત્માની સુંદર અંગરચના કરેલી જોઇ. સુંદર પૂજા થયેલી જોઇને તે નાગદત્ત ( પોતાના ધનથી આવી ઉત્તમ પૂજા કરવાની ઇચ્છા થવાથી) આકુલવ્યાકુલ ચિત્તવાળો ઘરે જાય છે. પોતાના પિતાની સમક્ષ કહે છે કે હે પિતાજી ! ઋષભદત્ત શ્રેષ્ઠીના પુત્ર જિનદત્તે આપણા મંદિરમાં પરમાત્માની સુંદર અંગરચના કરી છે. આપશ્રી પણ જરૂર દર્શનાર્થે ત્યાં પધારો. નાગચંદ્ર શ્રેષ્ઠી દર્શનાર્થે ત્યાં ગયા. અંગરચના જોઇને અતિશય ખુશ થયા. પોતાના પિતાને પરમાત્માની પૂજાથી અતિશય ખુશ થયેલા જોઇને નાગદત્ત શ્રેષ્ઠીએ પિતાને કહ્યું કે હે પિતાશ્રી ! મારી એક ભાવના છે કે મારા પોતાના ધનથી આવી સુંદર પરમાત્માની પૂજા રચાવું. પિતાશ્રીએ કહ્યું કે આપણી પાસે ઘણું સારું ધન છે. તેનાથી જરૂર તારી ઇચ્છા મુજબની સુંદર પૂજા રચાવ. નાગદત્તે કહ્યું કે હે પિતાશ્રી ! મને ધન કમાવા જવાની રજા આપો. હું મારા ભૂજાબલે ઉપાર્જન કરેલા ધનથી પૂજા કરવા માગું છું. નાગચંદ્રે કહ્યું કે ભલે તારી ઇચ્છા એમ હોય તો ધન કમાવા પરદેશ જવાની હું રજા આપું છું.
પિતાશ્રીની રજા મળતાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે શ્રી નાગદત્ત શ્રેષ્ઠી સમુદ્રયાત્રા દ્વારા પરદેશ જાય છે. જે કોઇને તેમના સાર્થમાં આવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org