SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ દરરોજ ઈષ્ટ આહાર-વસ્ત્ર-પાત્ર આદિ આપે છે તથા તેની સાથે સ્નેહપૂર્વક આલાપ-સંલાપ કરે છે. તે પરિવ્રાજક પણ માયાવી અને ધૂર્ત હોવાથી અરિહંત ધર્મની પ્રશંસા કરતો છતો મંત્રીને પોતાનો પક્ષપાતી બનાવવા લાગ્યો. પરિવ્રાજક તરફ અત્યન્ત આકર્ષાયેલો મંત્રી પરિવ્રાજકને પોતાની સાથે રાજસભામાં દરરોજ લઈ જાય છે. અને રાજા સમક્ષ તેની ઘણી પ્રશંસા કરે છે. રાજાએ કહ્યું કે હે મંત્રી! આપણે ગુરુજી પાસે સમ્યકત્વવ્રત ગ્રહણ કર્યું છે. અને તમે આ શું કરો છો ? મંત્રીએ કહ્યું કે, હે રાજનું! આ પરિવ્રાજકના ગુણોનો પાર નથી. તે જીભથી ન વર્ણવી શકાય તેટલા છે. રાજા પણ આ મંત્રીને કહે છે કે પાખંડી એવા પરિવ્રાજકના અભૂત ગુણોની પ્રશંસા કરતા તમે સમ્યકત્વ રત્નને મલિન કરો છો. એમ - સમજાવવા છતાં મંત્રી તેનો પક્ષપાત મૂકતો નથી. એક વખત “પૃથ્વીસ્થાન” નામના નગરથી (કે જે નગરમાં આ નલરાજાનો અત્યન્ત દ્વેષી નીલ નામનો રાજા છે, ત્યાંથી) આ નલરાજાના ગુપ્તચર પુરુષોએ એક કાગળ લખીને પોતાના સ્વામિને નિલરાજાને) મોકલ્યો. અંદર લખ્યું કે હે સ્વામી ! આ ગામના નીલરાજાએ પરિવ્રાજકના વેષને ધારણ કરનારો, પાંત્રીસ વર્ષની વયવાળો, તમાલ વૃક્ષ જેવો કાળો, વાચાલ વૈદ્યની વિદ્યાનો જાણકાર એવો એક પુરુષ તમારા ઘાત માટે મોકલ્યો છે. તેથી તેનો નિગ્રહ કરવા જેવો છે. એકાન્તમાં આ કાગળ વાંચીને ફાડી નાખજો. ગૂઢ મંત્રણાવાળા રાજાએ તે પરિવ્રાજકને પકડવા માટે પોતાના ભટ્ટોને આદેશ કર્યો. રાજસભામાં આવતા તે પરિવ્રાજકને ભટ્ટો પકડીને જેટલામાં લાવે છે તેટલામાં તેની કેડ ઉપર બાંધેલી છરી નીચે પડી. જે છરી સર્વ લોકો દેખતે છતે સુભટોએ રાજાને આપી, રાજાએ પરિવ્રાજકને કહ્યું કે આ શું છે ? પરિવ્રાજકે કહ્યું આ જે છે તે ભગવાન જાણે છે. એટલે રાજાએ મંત્રીને કહ્યું કે, તું દરરોજ આ સાધુને સભામાં લાવતો હતો અને નિઃસ્પૃહ તથા ગુણીયલ એવા જૈન સાધુઓની સાથે સરખામણી કરી પ્રશંસા કરતો હતો, તેઓને દાનઅનુપ્રદાન આપી તેઓની સાથે આલાપ-સંલાપ કરી લીધેલા સમ્યકત્વવ્રતને તેં મલિન કર્યું. આ પ્રમાણે અપમાનિત કરી પદભ્રષ્ટ કરી બીજા મસ્ત્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy