SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ દેવ થયો છે. ગયા જન્મમાં મિથ્યાત્વી પિતાને ઘેર મિથ્યાત્વના કારણે પ્રારંભમાં જે કંઈ પાપકર્મ કર્યું, તેનાથી તું. પ્રારંભમાં દુઃખી થઈ છો. અને માણિભદ્રશ્રેષ્ઠીના ઘરે ગયા પછી દેવ-ગુરુની પરમ સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરી છે. તેથી તું પાછલા જીવનમાં અનુપમ સુખ પામી છો. તે શીયળના પ્રભાવથી બગીચાને નવપલ્લવિત કર્યો હતો. તેથી આ ભવમાં તારી સાથે સર્વત્ર નવીન નવીન પુષ્પોવાળો બગીચો ચાલે છે. વળી દેવગુરુની સેવા-વૈયાવચ્ચ કરવાના આ કાર્યથી તું દેવસુખ ભોગવીને મનુષ્ય ભવ પામી રાજ્યલક્ષ્મી ભોગવીને મુક્તિને વરીશ. આ પ્રમાણે ગુરુજી પાસે પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી પોતાનો પૂર્વભવ તેવો જ દેખી મૂછ પામી. શીતલ ઉપચારો દ્વારા ચૈતન્ય આવતાં રાજાની સાથે દીક્ષા લીધી. નિર્દોષ ચારિત્ર પાળી બને સ્વર્ગે ગયાં. ત્યાંથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી નિરતિચાર ચારિત્ર પાળી ઘાતકર્મ ખપાવી મોક્ષે જશે. આ “આરામશોભા”એ જિનાલય, જિનમૂર્તિ અને ધર્મગુરુઓની માણિભદ્રશ્રેષ્ઠીને ઘેર જેમ સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરી તેવા પ્રકારની વૈયાવચ્ચ કરવી એ સમ્યત્ત્વનું ત્રીજું લિંગ જાણવું. ૧૪. લિંગ નામનો બીજો અધિકાર પૂર્ણ કરીને હવે વિનય નામનો ત્રીજો અધિકાર દશ ભેદે છે તે સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy