________________
ઢાળ ત્રીજી
અધિકાર ત્રીજો દશ પ્રકારના વિનચનું વર્ણન અરિહંત તે જિન વિચરતાજી, કર્મ ખપી હુઆ સિદ્ધ, ચેય જિનપડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ, ચતુરનર૦ સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમકિત સાર,
ચતુરનર૦ ૧૫ ધર્મ ખિમાદિક ભાખીયોજી, સાધુ તેહના રે ગેહ, આચારજ આચારનાજી, દાયક નાયક જે હ.
ચતુરનર૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્રો ભણાવણ હાર, પ્રવચન સંઘ વખાણીએજી, દરિસણ સમકિત સાર.
ચતુરનર૦ ૧૭ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન, ગુણથુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ.
ચતુરનર૦ ૧૮ પાંચ ભેદે એ દશ તણોજી, વિનય કરે અનુકુળ, સિંચે તેહ સુધા રસેજી, ધર્મ વૃક્ષનું મૂળ.
ચતુરન૨૦ ૧૯ ગાથાર્થ : ભૂમિતલ ઉપર તીર્થંકરપણે જે વિચરતા જિન તે અરિહંત, સર્વ કર્મોનો નાશ કરી જે મોક્ષે ગયા તે સિદ્ધ, તીર્થંકર પ્રભુની જે પ્રતિમા તે ચૈત્ય, પ્રસિદ્ધ જે જૈન આગમ તે સૂત્ર. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org