________________
૪પ
ક્ષમા આદિ દશવિધ યતિધર્મ તે ધર્મ, તે ધર્મના આધારભૂત જે વ્યક્તિ તે સાધુ, પાંચ આચાર શીખવનારા તથા જે ધર્મના નાયક છે તે આચાર્ય કહેવાય છે. ૧૬.
શિષ્યોને સૂત્રો ભણાવનારા તે ઉપાધ્યાય, પ્રશંસનીય એવો અનંત કલ્યાણી જે સંઘ તે પ્રવચન, સારભૂત જે સમ્યક્ત તે દર્શન. ૧૭.
બાહ્ય સેવા તે ભક્તિ, હૃદયનો પ્રેમ તે બહુમાન, ગુણો ગાવા તે ગુણસ્તુતિ, અવગુણ ઢાંકવા તે હેલના ત્યાગ, અપમાનનો ત્યાગ, તે આશાતનહાનિ. ૧૮.
ઉપરના દશે પદાર્થોનો સમ્યગ્દષ્ટિ આત્મા પાંચ પ્રકારે જે વિનય કરે છે તે ધર્મરૂપી વૃક્ષના મૂળને અમૃતના રસથી સિંચે છે. હે ચતુર પુરુષ ! તમે વિનયના ભેદો જાણો, કે જેથી ઉત્તમ સમ્યકત્વ રત્નનો સાર પામી શકાય. ૧૯
| વિનય કરવા યોગ્ય દસ વ્યકિતઓ છે તે આ પ્રમાણે - अरिहंत सिद्ध चेइय, सुए य धम्मे य साहुवग्गे य । મરિય વાર, પવય વંસને વિશે સ. સ૨૭ |
વિવેચન : હવે ત્રીજો વિનય અધિકાર કહેવાય છે. વિનય એ આત્માનો ગુણ છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ નીચેની દશ વ્યક્તિઓનો પાંચ પ્રકારે વિનય કરે છે. તે વિનયથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત દીપે છે અને સમ્યત્વ અપ્રાપ્ત હોય તો પ્રાપ્ત થાય છે. તે દશ વ્યક્તિઓનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે.
(૧) અરિહંત ઃ જે સર્વજ્ઞ-વીતરાગ થઈ તીર્થંકર પણે ભૂમિ ઉપર વિચરે છે. તે અરિહંત કહેવાય છે. સુરસુવિતાં પૂનામતિ તે અતઃ દેવ-દાનવો વડે કરાયેલી ૩૪ અતિશયોવાળી પૂજાને જે યોગ્ય છે તે અરિહંત કહેવાય છે. જે કૃતકૃત્ય હોવા છતાં ધર્મોપદેશ દ્વારા સંસારી જીવો ઉપર ઉપકાર કરે છે. જે પ્રથમ ધર્મદેશના આપે છે. જેમની દેશના સાંભળીને ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. વર્ષો સુધી જે શાસન ચાલે છે તેના જે આદ્યસ્થાપક છે, તે મૂલ ઉપકાર કરનારા ભગવન્તોને “અરિહંત” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org