________________
જોર હતું. તેથી જૈન લોકોનો તેઓ ઘણો જ પરાભવ કરતા. એક વખત સંવચ્છરીપર્વ પ્રસંગે રાજાને ગમે તેમ સમજાવીને જૈનોને કોઈ પુષ્પો આપે જ નહીં તેવો બૃહ ગોઠવ્યો. ઉદાસ થયેલો જૈનસંઘ વજૂસ્વામીને કહેવા લાગ્યો કે તમે વિદ્યાસંપન્ન હોવા છતાં પણ જૈનોનો આવો પરાભવ થાય તે કેમ ઉચિત કહેવાય? તેથી સંઘનો પરાભવ ટાળવા માટે, રાજાને જૈનધર્મી બનાવવા માટે અને જૈનધર્મનો પ્રભાવ વધારવા માટે શ્રી વજૂસ્વામિજીએ કહ્યું કે, તમે ખેદ ન કરશો. હું તમારા મનોરથો પૂરીશ. એમ કહી શ્રી વજૂસ્વામીજી વિદ્યાના બળે આકાશમાં ઉડીને રેવા નદીના કાંઠે માહેશ્વરીનગરીના ઉદ્યાનમાં ઉતર્યા. ત્યાં પોતાના પિતાના મિત્ર તડિત્ નામના માલીને બોલાવીને અમારે પુષ્પોનું પ્રયોજન છે તું તૈયાર કરી રાખ. હું આગળ જઈને આવું છું. એમ કહીને આકાશમાર્ગે ઉડીને લઘુહિમવંત પર્વત ઉપર પધસરોવરમાં શ્રીદેવી પાસે ગયા. ત્યાંથી શ્રીદેવી પાસેથી એક હજાર પાંખડીઓવાળા અને અતિશય સુગંધના કારણે ભમરાઓના ગુંજારવથી ગુંજતા કમલને લાવી, માલી પાસેથી અત્યંત સુગંધી પુષ્પો લઈ વિદ્યા દ્વારા સુંદર રીતે વાગતી ઘંટડીઓવાળુ અને શ્વેત ધ્વજ પટવાળું વિમાન બનાવી તેમાં બેસી, સ્મરણ માત્રથી હાજર થયેલા પોતાના મિત્ર તિર્યાં ભક દેવો વડે ઉત્તમ દૈવિક ગાયનો અને નૃત્યો કરાતે છતે તે જ દિવસે તે જ મહાપુરીનગરીમાં વિમાન દ્વારા આકાશમાર્ગે આવ્યા. તે દેવવિમાન જોઇને બૌદ્ધ સાધુઓ અને બૌદ્ધધર્મના ઉપાસકો અત્યંત ખુશ થયા અને કહેવા લાગ્યા કે દેખો, દેખો, બૌદ્ધ શાસનનો કેવો પ્રભાવ છે ! કે સાક્ષાત્ દેવો બૌદ્ધમંદિરે આવે છે. પરંતુ આ વિમાન બૌદ્ધમંદિરને છોડીને જૈનમંદિર તરફ જાય છે. ત્યાં ઉતરે છે અને દેવ-દેવીઓ વિશિષ્ઠ સર્વનગરજનોને આંજી નાખે તેવો મહાન મહોત્સવ કરે છે. તે જોઈને રાજા પણ પરિવાર સાથે ત્યાં આવે છે. જૈનધર્મનો પ્રભાવ જોઈ હૃદયમાં ચકિત થઈ બૌદ્ધધર્મ છોડી જૈનધર્મી બને છે. તે વખતે શ્રી વજૂસ્વામીજી એવી ભવ્ય ધર્મદેશના આપે છે કે રાજા તથા બીજા પણ ઘણા લોકો જૈનધર્મને સ્વીકારનારા બન્યા. આવા પ્રવચનના અભ્યાસમાં અને ધર્મકથા કહેવામાં આ ગુરુજી પ્રભાવક હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org