________________
ફર
દેવસભામાં પ્રશસ્યો, ઈન્દ્રની વાતને ઠુકરાવતા બે દેવો તેની પરીક્ષા કરવા આવ્યા. બ્રાહ્મણનું રૂપ કરીને જાણે આ બાળક ઉપર અતિશય કરુણાળુ હોય તેમ તેના સ્વજનોને આ પ્રમાણે કહેવા લાગ્યા કે, જો આ બાળકને અમારી કહેલી દવા આપવામાં આવે તો રોગ તુરત શાન્ત થઈ જાય. સ્વજનો પણ કહેવા લાગ્યા કે, કૃપા કરીને તુરત ઔષધ જણાવો. દેવોએ કહ્યું કે “દિવસના પ્રથમ પ્રહરમાં મધનું સેવન કરવું, અંતિમ પ્રહરમાં મદિરાપાન કરવું. અને માખણથી મિશ્રિત તથા માંસથી યુક્ત ખાદ્ય વસ્તુનું ભોજન રાત્રે કરવું.”
આ વૈદ્યોનું કહેલું ઔષધ સાવદ્ય છે એમ સમજી રોગી બાળકે જ ના કહી. જે ચારે મહાવિગઈઓમાં તે તે વર્ણના અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. તેઓની હિંસાવાળું અને નરકોત્પત્તિનું સાધન એવા આ ઔષધવડે મારે સ. વૈદ્યોએ પરીક્ષા માટે ફરીથી કહ્યું કે, શરીર એ ધર્મનું પ્રધાન સાધન છે. તેથી તેની સુરક્ષા કરવી જોઈએ, અલ્પ સાવધ સેવીને પણ શરીરની રક્ષા કરવી એ જ સાચો માર્ગ છે. પછીથી સાવધસેવનનું પ્રાયશ્ચિત્ત તાપૂર્વક કરી લેવું જોઈએ. બાળકે કહ્યું કે અસંખ્ય જીવો હણીને સચવાયેલી આ કાયા શું સદા ટકી રહેવાની છે ! તો અલ્પકાલના સુખ માટે આવું મોટું પાપ શા માટે કરવું ? સ્વજનો, રાજા, અને હિતેચ્છુઓ દ્વારા ઘણું સમજાવવા છતાં જ્યારે મેરુપર્વતની જેમ તે બાળક (તથા માત-પિતા) ધર્મથી ચલિત થતાં નથી ત્યારે તેની પરમ ધર્મરૂચિ જોઇને બ્રાહ્મણનું રૂપ સંકેલી દેવોએ દેવરૂપ પ્રગટ કર્યું. ઈન્દ્રમહારાજાએ તમારું જેવું ધર્મનું દઢત્વ પ્રશસ્યું હતું તેવું જ છે. તમારા ધર્મરાગને ધન્ય છે એમ પ્રશંસા કરી, બાળકના શરીરને નિરોગી કરી, વિપુલ ધનધાન્યની સંપત્તિથી ઘર ભરપૂર ભરીને, તેમની પ્રશંસા કરતા દેવો સ્વર્ગમાં ગયા, આ પ્રસંગ જોઇને રાજા તથા કેટલાક સ્વજનો પણ ધર્મ પામ્યા. આ બાળક પણ નિરોગી થયો છતો સવિશેષ ધર્મની આરાધના કરવા લાગ્યો ત્યારથી તેનું નામ “આરોગ્યદ્વિજ” પડ્યું. અનુક્રમે સ્વર્ગે જઈને ભાવિમાં મોક્ષે જશે. ૧૩.
पूयाइए जिणाणं, गुरूण विस्सामणाइए विविहे । સંગીલા નિયમો, વૈયાવચ્ચે નાસી છે . સ. દ્દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org