________________
૩૧
“ધર્મરાગ” એ સમ્યક્ત્વનું બીજી લિંગ છે. તે સમજાવવા માટે એક સુંદર ઉપમા ગ્રંથકારશ્રી આપે છે કે એક ભુખ્યો માણસ હોય, ભોજન-પાણી વિનાના અને કાંટા-કાંકરાદિથી ભરેલા, ઉજ્જડ રસ્તાવાળા જંગલમાંથી ચાલીને આવ્યો હોય, અને જાતનો બ્રાહ્મણ હોય (ખાઉધી વૃત્તિવાળો હોય) આવા પુરુષને મનગમતા મનોહર ઘીથી ભરપૂર ઘેબર ખાવા મળે તો જેટલી તીવ્ર ઇચ્છાથી તે ઘેબરનું ભોજન કરે તેના કરતાં પણ અતિશય ઘણા રાગથી જે ધર્મને ઇચ્છે તે “ધર્મરાગ” નામનું બીજું લિંગ જાણવું. કારણકે અંદર જો સમ્યક્ત્વ આવ્યું હોય તો તે અનાયાસે જ ધર્મ તરફ અચલ અખંડ પ્રીતિ કરાવે જ.
સમ્યક્ત્વ સપ્તતિમાં કહ્યું છે કે
कंतारुत्तिन्नदिओ घयपुण्णे भुत्तुमिच्छई छुहिओ । जह तह सदणुट्ठाणे अणुराओ धम्मराओत्ति ॥ १५ ॥ આ વિષય ઉપર એક બ્રાહ્મણપુત્રની કથા આ પ્રમાણે છેઉજ્જ્વણીનગરીમાં ધર્મપરાયણ દેવગુપ્ત નામનો બ્રાહ્મણ, અને નંદા નામની તેની પત્ની એમ એક યુગલ હતું. તેઓને ત્યાં જન્મથી જ અતિશય રોગોવાળો એક પુત્ર જન્મ્યો, અનેકવિધ ઔષધો કરાવવા છતાં રોગ મટતો નથી તેથી માત-પિતા ઉદ્વેગ પામ્યાં, બાળકનું કંઇ નામ રાખ્યું નહીં. તેથી ‘‘રોગી'' એવા નામથી જ તે પ્રસિદ્ધ થયો. એક વખત કોઇ મુનિમહાત્મા તેમને ઘેર ગોચરી માટે પધાર્યા. પુત્ર સહિત માતપિતાએ મુનિને પ્રણામ કરીને રોગ ઉપશમાવવાનો ઉપાય પૂછ્યો. મુનિએ કંઇ ઉત્તર ન આપ્યો, એટલે તેઓના રહેવાના સ્થાને જઇને વંદન કરીને, રોગથી અતિશય દુઃખી થયેલાં માત-પિતાએ ફરીથી રોગ ઉપશમાવવાનો ઉપાય પૂછ્યો. મુનિશ્રીએ રોગ દૂર કરવા માટે પણ ધર્મ એ જ પરમ ઉપાય છે એમ સમજાવ્યું. અહિંસા, સંયમ અને તપમય ધર્મ એ જ કલ્યાણકારક છે. આવું સાંભળીને ત્રણેનું મન ધર્મમાં અતિશય શ્રદ્ધાવાળું બન્યું. શ્રાવકનાં બાર વ્રતો ધારણ કરીને અતિશય શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્માચરણ કરતાં પ્રાપ્ત થયેલા નરભવને સફળ કરે છે. એક વખત આ યુગલનો (તથા તેના પુત્રનો) ધર્મ પ્રત્યેનો અવિચલ રાગ ઇન્દ્ર મહારાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org