SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ અત્યન્ત કુશળ છે. માટે જો હું કપટપૂર્વકનું યતિપણું સ્વીકારૂં અને ગુરુનો તથા રાજાનો પ્રેમ અને વિશ્વાસ કેળવું તો અવસરે આ કાર્ય કરવાની તક પ્રાપ્ત થશે. આ પ્રમાણે વિચાર કરીને જૈનાચાર્ય પાસે વૈરાગી એવા મને દીક્ષા આપો. એમ કહીને ઉપધિમાં ગુપ્તપણે છરી સાથે રાખીને જૈનીય દીક્ષા સ્વીકારી. ગુરુજી પણ તેના હૃદયના ભાવના અજાણ હોવાથી તેને દીક્ષા આપી. ગુરુજીનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે જ કઠીન તપ આચરી શ્રુતજ્ઞાન ભણી ઉગ્ર ચારિત્ર પાળવા લાગ્યો. એમ કરતાં સોળ વર્ષો ગયા છતાં ઉદાયીરાજાને હણવાની બુદ્ધિમાં મગશેલીયા પત્થરની જેમ કંઇ ફરક ન પડ્યો. ગુરુજી વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યા. ઉદાયી રાજા ઘણો હર્ષિત થયો છતો પ્રભાતે પરિવાર સાથે વંદન કરી ધર્મદેશના સાંભળે છે. ધર્મની ભાવનાથી ભાવિત ભાવવાળો રાજા પ્રતિદિન ધર્મશ્રવણ કરે છે. એક વખત પર્વનો દિવસ આવ્યો ત્યારે પ્રભાતકાળે પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્ય કરી વીતરાગપ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી ગુરુજીને દ્વાદશાવર્ત વંદન કરી અતિચારોની આલોચના કરી ક્ષમાપનાદિ કાર્ય કરી ચતુર્થભક્તનું પચ્ચક્ખાણ કરી ગુરુજીનું વ્યાખ્યાન સાંભળી ચૈત્યપરિપાટી કરવાપૂર્વક સકળ સંઘ સાથે જિનેશ્વરની પૂજા કરી સાયંકાલે પૌષધવ્રત કરવાની ઇચ્છાવાળા ઉદાયીરાજાએ ગુરુજીને આમંત્રણ આપ્યું. ગુરુજીએ પણ તે રાજાને પૌષધ અને ધર્મક્રિયા કરાવવાના શુભાશયથી આ આમંત્રણ સ્વીકાર્યું ઉદાયીરાજાના વૈરી એવો આ રાજપુત્રર્ષિ બહુ તપસ્વી અને કૃત્રિમ ગાઢ વૈરાગ્યવાળો હોવાથી જાણે ગીતાર્થ જ છે. એમ સમજી ગુરુજીએ તેને સાથે લીધો. રાજાના ભવનની અંદર પૌષધશાળામાં રાજાએ પૌષધ કર્યો. પ્રતિક્રમણ, અદ્ભુતસ્વાધ્યાય, ચાર શરણાંનો સ્વીકાર, પરમેષ્ઠિ મહામંત્રનું સ્મરણ ઇત્યાદિ ઉત્તમ ધર્મકાર્ય કરી સંવેગના તરંગોમાં ઝીલતા તે રાજા સૂઇ ગયા. ગુરુજી પણ પોતાનો સ્વાધ્યાયાદિ આચાર પૂર્ણ કરીને રાજાની પાસે જ સુઇ ગયા. આ અવસરે મધ્યરાત્રિએ તે દુષ્ટાત્મા ઉઠ્યો. અને મારા પિતાની હત્યાનો બદલો લેવાનો આ જ અવસર છે એમ જાણીને ઉપધિમાં છુપાવેલી છરી વડે અનાર્ય શિરોમણિ એવા તેણે રાજાની ગર્દન કાપી નાખી. રાજાના કંઠભાગથી નીકળેલી રૂધિરની ધારા ગુરુના સંથારાને સ્પર્શી. ગુરુજી પણ ઉઠ્યા. આ જોઇને આશ્ચર્ય પામ્યા. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy