________________
૬૭
બીજાનાં છિત્રો જુઓ છો. પરંતુ પોતાના દોષને તો જોતા જ નથી. તમે તમારા જીવન-ચરિત્ર તરફ તો જુઓ. આ સાંભળી વિલખા બનેલા સૂરિ આગળ જાય છે ત્યાં દૂરથી ઘોડા ઉપર આવતો રાજા દેખાય છે. નજીક આવતાં રાજાએ સૂરિને પ્રણામ કરી ભોજન માટે (આહાર વહોરવા ઘેર આવવાનું) આમંત્રણ આપ્યું. સૂરિએ મારાં પાત્રો જોઈ જશે એવા ભયથી તે વચન ન સ્વીકાર્યું. એટલે રાજા ગુસ્સે ભરાયો. સૂરિ પાસેથી બલાત્કારે પાત્રો ખેંચી લીધાં, તેમાં અલંકારો જોઈને રાજા અતિશય ગુસ્સે થઈને સૂરિને મારવા લાગ્યો. હે સૂરિ ! તમે જ મારા બાળકોને મારી નાખ્યા છે. અને તેઓના અલંકારો લુંટી લીધા છે. કારણ કે તે જ આ અલંકારો છે. સૂરિ થઇને આવાં પાપકાર્યો કરો છો. ઇત્યાદિ ઠપકાથી ગુસ્સાથી અને તાડનથી ભયભીત થયેલા સૂરિ અતિશય ચિંતાતુર અને ઉદાસ થયા. તે જ વખતે આ દેવે પોતાનું દૈવિક સ્વરૂપ કરીને સૂરિને કહ્યું કે, ગભરાશો નહીં. તમને પ્રતિબોધ કરવા માટે મેં જ બાળકોનું, સાધ્વીનું અને રાજાનું રૂપ કર્યું હતું. તમે ત્યાગી, વૈરાગી, ગચ્છના નાયક થઇને જિનેશ્વરના વચનોમાં અને પૂર્વભવ-પરભવ તથા આત્મા આદિમાં આવા શંકાશીલ કેમ બન્યા. ?
સૂરિએ કહ્યું કે અનેક સાધુને દેવ થયા પછી દર્શન આપવાનું કહેલું અને તમે તો મારા અત્યન્ત પ્રિય વિનીત શિષ્ય હતા. અહીં દર્શન આપવા આવવાની પ્રતિજ્ઞા કરાવી હતી. છતાં તમે આવ્યા નહીં. તેથી હું આ તત્ત્વો ઉપર શંકાવાળો થયો હતો. ત્યારે તે દેવે કહ્યું કે દૈવિક નાટક જોવામાં તમે છ મહીના ઉભા રહ્યા. ભૂખ-તરસ પણ લાગી નહીં. તેમ દેવો ભોગ સુખમાં એવા આસક્ત બને છે કે દુર્ગધવાળા આ મનુષ્યલોકમાં વિના કારણે આવતા નથી. પરંતુ દેવો-નારકો નથી એમ નહીં, માટે હે સૂરિ ! તમારે જિનેશ્વરના વચનમાં શંકા કરવી નહીં. સમ્યગ્દર્શનને મલીન કરવું નહીં. જિનેશ્વરે જે કંઈ પણ હ્યું છે તે સંપૂર્ણ સત્ય અને યથાર્થ છે સૂરિજીને આ રીતે સન્માર્ગે લાવીને તે દેવ સ્વસ્થાને ગયો. સૂરિ પણ પોતાના ગચ્છમાં પાછા ફરીને પ્રાયશ્ચિત્ત કરીને ચારિત્રમાર્ગને સારી રીતે આરાધી કૃતકૃત્ય થયા. આ રીતે શંકાદોષ સમ્યગ્દર્શનને મલીન કરનાર છે. તે ત્યજવા જેવો છે. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org