________________
૯૩
એક વખત જેમને શત્રુ-મિત્ર તુલ્ય છે એવા અને ક્ષમાના સાગર શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી પ્રતિષ્ઠાનપુર નગરની બહારના ઉદ્યાનમાં પધાર્યા. રાજા પણ પરિવાર સહિત વંદનાર્થે ગયો. વરાહમિહરને પણ રાજાએ સાથે લીધો. બહુ ગામ લોકો પણ દેશના સાંભળવા આવ્યા. ઉત્તમ ધર્મદેશના જ્યારે પૂર્ણ થઈ ત્યારે કોઈ પુરુષે આવીને રાજા સાંભળે તેમ વરાહમિહરને કહ્યું કે-“તમારે ઘેર પુત્ર જન્મ્યો છે” તે સાંભળી વરાહમિહર પુરોહિત રાજી થયો, તે જ વખતે રાજાએ કહ્યું કે હે પુરોહિત ! કહો કે આ તમારો પુત્ર કેટલી વિદ્યાનો પારગામી થશે ? કેટલા આયુષ્યવાળો હશે ? અને અમને પૂજ્ય થશે કે નહીં? તે પણ તમે કહો અને અત્યારે પૂર્ણજ્યોતિર્ધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ અહીં છે. તેઓ પણ આ વિષય કહે. આવું રાજવચન સાંભળી ચંચળસ્વભાવના કારણે વરાહમિહર પુરોહિતે ક્યું કે, હે રાજન ! આ બાળકની કુંડલી મેં જાણી છે. તે ૧૦૦ વર્ષના આયુષ્યવાળો થશે. તમને તથા તમારા પુત્રોને પૂજય થશે અને અઢાર વિદ્યાનો પારગામી થશે. ત્યારબાદ રાજાએ શ્રી ભદ્રબાહુસ્વામી તરફ નજર કરી ઉચિત ઉત્તર આપવા જણાવ્યું. સાધુ-સંતો માટે આવાં જ્યોતિષનું પ્રકાશન કરવું તે સંસારહેતુ હોવાથી જૈનશાસ્ત્રોમાં નિષેધ્યું હોવા છતાં ‘રોગી લોકોના રોગના ઉચ્છેદ માટે કરાતી કડવી દવા પણ ગુણકારી થાય છે' એ ન્યાયે જૈનશાસનની પ્રભાવના માટે રાજાને જૈનધર્મમાં દૃઢ કરવા માટે રાજાના કહેવાથી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, “આ બાળક સાત દિવસના જ આયુષ્યવાળો છે અને બીલાડી (જેવા આકાર)થી મૃત્યુ પામશે'' આ સાંભળી વરાહિમહર અત્યંત ગુસ્સે થયા. અને રાજાને હ્યું કે, હે રાજન્! આવા પાખંડી સાધુઓથી સર્યુ. મારું વચન જ સત્ય છે. સાત દિવસ પછી જ્યારે આ બાળક જીવે અને આ પાખંડી (માયાવી-કપટી) સાધુનું વચન મિથ્યા બને, ત્યારે તમારે તેઓને દંડ આપવો. એવું કહી ઘરે ગયો. ગામમાંથી સર્વત્ર રાજાની સહાયથી પુરોહિતે બીલાડીઓ દેશ પાર કરી. બાળકને ભોંયરાની અંદર રાખી ધાવમાતાને તેના સંપૂર્ણ રક્ષણ નીચે રાખ્યો. ચારે દિશામાં સશસ્ત્ર કોટવાલો નીમ્યા. સાતમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org