SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ (૫) આલાપ-તેઓ ન બોલાવે તો પણ પૂજ્યબુદ્ધિએ તેઓની સાથે બોલવું તે. (૬) સંલાપ-તેઓની સાથે પૂજ્યબુદ્ધિએ વારંવાર બોલવું. તે. આ પ્રમાણે અન્યધર્મી ગુરુ અને દેવાદિની સાથે વંદનાદિ છ પ્રકારના વ્યવહારો ન કરવા તે સમ્યક્ત્વનું રક્ષણ કરનાર હોવાથી જયણા કહેવાય છે. જેમ અન્ય જીવના પ્રાણોની રક્ષા તે જયણા કહેવાય છે. તેમ આ વ્યવહારો ન કરવાથી સમ્યક્ત્વગુણની રક્ષા થાય છે. માટે જયણા એવો શબ્દપ્રયોગ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે वंदणयं करजोडणसिरनामण पूयणं च इह नेयं । વાયાડ઼ નમુારો, નમસળે મળપત્તાઓ અ ॥ સ. સ. ૪૮ હાથ જોડવા, શીર્ષ નમન કરવું. પુષ્પ-ધૂષ-અને દીપાદિવડે પૂજન તે પ્રથમ વંદના નામની જયણા કહેવાય છે અને વાણીથી તેઓની સ્તુતિપ્રશંસા-ગુણવર્ણન કરવું તથા તેઓને જોઇને મન પ્રસન્ન થવું. ગૌરવપૂર્વક આનંદિત થવું તે નમન નામની બીજી જયણા જાણવી. આ બન્ને જયણા ઉપર ‘‘સંગ્રામસુર”નું દૃષ્ટાન્ત છે તે આ પ્રમાણે આ જંબુદ્રીપમાં “પદ્મિનીસંડ” નામનું નગર હતું. ત્યાં અત્યંત શૂરવીર એવો “સૂરસેન” નામનો રાજા હતો. તેને નામ પ્રમાણે ગુણવાળો “સંગ્રામસૂર” નામનો પુત્ર હતો. તે પુત્ર બાલ્યાવસ્થાથી શિકારનો શોખીન થયો. તેથી જ હલકા મિત્રોની સંગતિએ ચડ્યો. એક વખત પિતાએ કહ્યું કે, હે પુત્ર ! તું શિકાર ન કર, નિરપરાધી જીવોને હણવામાં શું પુરુષાર્થનું કે માહાત્મ્ય છે ! તેથી નરકનું કારણ, અને પૂર્વપુરુષોના યશને મલીન કરનાર એવા શિકારનું વ્યસન તું ત્યજી દે, જો એમ ન કરે તો મારું નગર ત્યજીને તારૂં મુખ હું ન દેખું તેમ ગમે ત્યાં રહે, પિતા વડે આ રીતે તિરસ્કારાયેલો ઘર છોડીને ગામની બહાર રહે છે. અને દરરોજ સવારે ઉઠીને ક્રૂર પ્રકૃતિવાળા મિત્રો સાથે અરણ્યમાં જઇ અશરણ્ય જીવોને હણીને આજીવિકા ચલાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy