SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ એમ એક હજાર વર્ષ ગયે છતે ત્યાં કેવલી ભગવાન પધાર્યા. રાજારાણી પરિવાર સાથે ધર્મદેશના સાંભળવા ગયાં. કેવલી ભગવાને વૈરાગ્યજનક દેશના આપી. ૨મણીય ભોગો, રૂપવતી સ્ત્રીઓ અને વિશાલ રાજ્ય પણ આયુષ્યને વધારી શક્યું નથી. મૃત્યુને કોઈ રોકી શક્યું નથી. વિજળીના ચમકારા જેવું આ જીવન છે. વ્યાખ્યાનના અંતે હરિવાહન રાજાએ કેવલી ભગવાનને પૂછ્યું કે, હે ભગવાન્! મારૂં આયુષ્ય કેટલું છે? પરમાત્માએ કહ્યું કે, “નવ પ્રહર” (અર્થાત્ સત્તાવીસ કલાક ) તમારૂં આયુષ્ય છે. આ સાંભળી રાજા શોક કરવા લાગ્યો કે, અરે મારાં ઘણા વર્ષો મેં ભોગમાં જ વીતાવ્યાં. હવે મારૂં શું થશે ? આટલા સમયમાં હવે હું શું કરૂં? કોના શરણે જાઉં? આ સંસારવાસને ધિક્કાર હોજો. હું ઘણું ભૂલ્યો. આ સંસાર સર્વ ઉપાધિઓથી ભરપૂર છે. એમ નિર્વેદ પરિણામવાળો રાજા થયો. ભવના ભયથી કંપતા રાજાને કેવલીએ કહ્યું કે, ખેદ ન કર, ગયેલો કાલ ન વિચાર, હવેથી ચેતી જા અને વીતરાગ પરમાત્માની કહેલી પ્રવ્રજ્યાનો સ્વીકાર કર. પ્રવ્રજ્યા સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે. સર્વ પાપોનો ક્ષય કરનારી છે. આવું જ્ઞાનીનું વચન સાંભળી સંસારથી ઉત્કટ વૈરાગ્ય અને નિર્વેદ પરિણામવાળા રાજાએ દીક્ષા લીધી અને પોતાના પુત્ર વિમલવાહનનો રાજ્યગાદી ઉ૫૨ અભિષેક કર્યો. મનમાં વિચાર્યું કે સારૂં થયું કે મને કેવલી ભગવાન્ મળ્યા. બાર ભાવના ભાવવામાં મન જોડ્યું. તે રાજર્ષિને ઘોર શીર્ષવેદના શરૂ થઈ, ચિકિત્સા ન કરાવી. રાજ્ય પાલતાં ઘણાં પાપો કર્યાં છે. માટે હવે આ વેદના પણ સમ્યક્ પ્રકારે સહન કરું. સમભાવપૂર્વક વેદના સહન કરી કાલધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મી મોક્ષે જશે. તે રિવાહન રાજાના મિત્રો અને અનંગલેખા પણ અનુક્રમે સ્વર્ગમાં જઈને મોક્ષે જશે. જેમ હરિવાહન રાજા સંસારથી નિર્વેદ પામી દીક્ષિત થયા, તેમ સંસાર ઉ૫૨નો નિર્વેદ એ સમ્યક્ત્વવ્રતનું ત્રીજું લક્ષણ જાણવું. આ સંસારને નારકી સ્વરૂપ અને જેલખાના જેવો માનવો અને આ સંસારમાંથી ક્યારે નીકળાય ? એવી તીવ્ર ઝંખના એ ત્રીજું લક્ષણ છે. ૪૩. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001187
Book TitleSamkitna Sadsath Bolni Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Samyaktva
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy