________________
૨૫
અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ છે. એમ કહી તેની સિદ્ધિ કરી. પરિવ્રાજકે અનેક મેલી વિદ્યાઓ વિકુર્તી, રોહગુપ્તે ગુરુએ આપેલી વિદ્યાઓ દ્વારા તે સર્વેનો પ્રતિકાર કરી જિત મેળવી, જૈનશાસનની પ્રભાવના કરી. પરંતુ સંસારમાં વાસ્તવિક બે જ રાશિ છે. પરિવ્રાજકને જિતવા માટે જ મેં ત્રણ રાશિની કલ્પના જ કરી છે એવી કબુલાત ન કરી, ગુરુ પાસે આવી વિજયપ્રાપ્તિની વાત કરી, ગુરુજી વિજયપ્રાપ્તિ બદલ ખુશ થયા. પરંતુ ત્રિરાશિની સ્થાપના બદલ ક્ષમા ન માગવા માટે નારાજ થયા. ગુરુજીએ કહ્યું કે હજુ પણ તું રાજ્યસભામાં જઇને ‘મિચ્છા મિ દુક્કડં’ આપ. પરંતુ આટલી મોટી રાજસભામાં મેં જે અર્થ સ્થાપિત કર્યો તેને બદલે હવે બીજો અર્થ મારાથી કેમ સ્થાપિત થાય ? તેમ કરતાં મારી ઘણી અપભ્રાજના થાય એમ બોલતો રોહગુપ્ત તૈયાર ન થયો. ગુરુજીએ વારંવાર સમજાવ્યો ત્યારે અધિક ગુસ્સે થતો તે રોહગુપ્ત કહેવા લાગ્યો કે, મેં શું ખોટો અર્થ સ્થાપ્યો છે ? ત્રણ રાશિ જ જગતમાં છે અને મેં કહી છે. એવા આભિનિવેશિક મિથ્યાત્વને પામ્યો. ગુરુજીએ પોતે જ જૈનશાસન કથિત બે જ રાશિ યથાર્થ છે તે સ્થાપવા રોહગુપ્તની સાથે તે જ રાજસભામાં છ માસ સુધી વાદ કર્યો. છતાં શિષ્ય પોતાનો મિથ્યામત ત્યજતો નથી. ત્યારે રાજાએ વાદ સમાપ્ત કરવાની સૂચના કરતાં ગુરુજીએ કૃત્રિકાપણ દ્વારા બે જ રાશિ છે તેની સિદ્ધિ કરી અને શાસનદેવીને પ્રગટ કરી તેમના દ્વારા પણ બે જ રાશિ છે એમ સિદ્ધ કર્યું. તેથી ગુરુજીની પ્રશંસા થઇ અને અપમાનિત થયેલા તે ોહગુપ્તને પોતાના ગચ્છમાંથી કાઢી મૂક્યો. તેથી આવા પ્રકારના ભ્રષ્ટસમ્યક્ત્વવાળાનો પરિચય અથવા તેવા મિથ્યાત્વી આત્માની કુદેશનાનું શ્રવણ પણ આ જીવના સમ્યક્ત્વને મલીન અથવા અસ્થિર કરે છે. તેથી તેવા પ્રકારના પતિત અને પાર્શ્વસ્થાદિનો પરિચય ત્યજી દેવો એ ત્રીજી સદ્દહણા જાણવી.
તથા જે પરદર્શની છે, અન્યધર્મી છે. મિથ્યાદૃષ્ટિ છે. તેવા જીવોનો પરિચય છોડી દેવો, તેવા આત્માઓ પાસે ધર્મશ્રવણ કરવું નહીં, તે કુદર્શન દેશના પરિહાર નામની ચોથી સદ્દહણા જાણવી. કારણ કે જે મનુષ્યો હીનગુણી વ્યક્તિઓનો પરિચય ત્યજતા નથી. તેઓમાં પ્રાપ્ત થયેલો ગુણ દીર્ઘકાળ ટકતો નથી. જેમ ગંગા નદીનું પાણી મધુર હોવા છતાં સમુદ્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org