________________
૧ ૮૯ .
ઢાળ દસમી અધિકાર દસમો છ પ્રકારના આગાર
શુદ્ધ ધર્મથી નવિ ચળે, અતિદેઢ ગુણ આધાર. લલના તો પણ જે નહિ એહવા, તેહને એહ આગાર લલના૦ ૫૧ બોલ્યું તેહવું પાલીએ, દંતિ-દંત-સમ-બોલ. લલના સજ્જન ને દુર્જન તણા, કચ્છપ કોટિને તોલ. લલના પર
બોલ્યું તેહવું. રાજા નગરાદિકનો ધણી, તસ શાસન અભિયોગ. લલના તેહથી કાર્તિકની પરે, નહીં મિથ્યાત્વસંયોગ. લલના પ૩
બોલ્યું તેહવું. મેળો જનનો ગણ કહ્યો, બળ ચોરાદિક જાણ, લલના ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરુ ઠાણ. લલના૦ ૫૪
બોલ્યું તેહવું. વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કંતાર, લલના તે હેતે દૂષણ નહીં, કરતા અન્ય આચાર, લલના પપ
બોલ્યું તેહવું.
ગાથાર્થ : સમ્યકત્વાદિ ગુણોને દૃઢપણે વળગી રહેનારા ઉત્તમ સાત્ત્વિક પુરુષો જો કે શુદ્ધ ધર્મથી કદાપિ ચલિત થતા નથી. તો પણ જે પુરુષો આવા સાત્ત્વિક નથી તેઓ માટે નીચે મુજબ છ આગાર જાણવા. ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org