________________
૧૯
કરવી કે જેથી તેઓ દ્વારા સમતા રસરૂપી અમૃત રસ પી શકાય. આ સુદેષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સદ્દતણા છે. પેટા
જેઓએ પ્રાપ્ત કરેલું સમ્યકત્વ ત્યજી દીધું છે તથા જે નિહ્નવ, સ્વચ્છંદી, પાર્શ્વસ્થ, કુશીલ, વેષની નિંદા કરાવનાર, અને મંદચારિત્રવાળા થયા છે.
તેવા મંદચારિત્રવાળા અને અજ્ઞાની મુનિઓનો સંબંધ દૂરથી જ છોડી દેવો તે ત્રીજી “વ્યાપન્નદર્શન” નામની સદ્ધહણા જાણવી. તથા અન્ય ધર્મીઓનો પરિચય ત્યજી દેવો એ “કુદર્શનદેશનાપરિહાર” નામની ચોથી સદ્ધહણા છે. જેમાં સમુદ્રના ખારા પાણીમાં ભરેલું ગંગા નદીનું મીઠું પાણી પણ “લુણપણાને-ખારાપણાને” પામે છે તેમ જે સત્પર હલકા માણસની સોબત છોડતા નથી તેઓના ગુણો લાંબો ટાઇમ ટકતા નથી. |૧૦|
વિવેચન-શ્રદ્ધા એ સમ્યકત્વની પ્રથમ નિશાની છે. તેને “સદ્ધહણા” કહેવાય છે. તેના ચાર ભેદો છે. (૧) પરમાર્થસંસ્તવ, (૨) સુખપરમાર્થસંસ્તવ, (૩) વ્યાપન્નદર્શન, અને (૪) કુદર્શનદેશનાપરિહાર.
તે ચારેના અર્થો આ પ્રમાણે છે.
જિનેશ્વર પરમાત્માના શાસનમાં જીવ-અજીવ-પુણ્ય-પાપ વગેરે નવ તત્ત્વોના રહસ્યને યથાર્થ જાણવું. ચૈતન્યગુણવાળો જે પદાર્થ તે જીવ, તેના એકેન્દ્રિયાદિ રૂપે અનેક ભેદો, ચૈતન્ય વિનાનો જે પદાર્થ તે અજીવ, તેના ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-કાલ આદિ ભેદો, સુખપ્રાપ્તિનું જે કારણ તે પુણ્ય, તેને બાંધવાના ૯ ભેદ, ઉદયમાં ભોગવવાના ૪ર ભેદ. દુઃખપ્રાપ્તિનું જે કારણ તે પાપ, તે બાંધવાના ૧૮ ભેદ. ઉદયમાં ભોગવવાના ૮૨ ભેદ, પુણ્ય-પાપ કર્મનું આત્મામાં આવવું તે આશ્રવ, તેના ૪૨ ભેદ, આવતાં કર્મોનું રોકાણ તે સંવર, તેના ૫૭ ભેદ. આત્માની સાથે કર્મોનું તન્મય થવું તે બંધ, તેના પ્રકૃતિબંધ આદિ ૪ ભેદ. જુનાં પૂર્વ કાલમાં બાંધેલા કર્મોનું દૂર થવું તે નિર્જરા, તેના છ બાહ્યતા અને છ અભ્યત્તર તપ રૂપ ૧૨ ભેદ. તથા સર્વે કર્મોનો નાશ તે મોક્ષ, ઈત્યાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાપૂર્વક શ્રદ્ધા રાખવી, અથવા પોતાની તેટલી જ્ઞાનદશા ન હોય તો પણ તેના ઉપર અચલ શ્રદ્ધા કરવી તે પરમાર્થસંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધા છે. કં નિહિં પન્નાં તમે સવં જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે જ સત્ય છે એવી અડગ શ્રદ્ધા તે પ્રથમ શ્રદ્ધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org