________________
૫૪ વિના અન્ય દેવ-દેવીને નમસ્કારાદિ કરે નહીં. પરંતુ અડગ રહે તે ત્રીજી સર્વશ્રેષ્ઠ કાયશુદ્ધિ જાણવી.
હે ચતુર પુરુષો ! તમે મનમાં આ વાત બરાબર વિચારો. ૨૨
વિવેચન-જે જે આત્માઓમાં સમ્યકત્વ આવ્યું હોય છે. તેઓમાં સમ્યકત્વના પ્રતીક સ્વરૂપ આવા પ્રકારની મન-વચન અને કાયાની એમ ત્રણ પ્રકારની શુદ્ધિ હોય છે. તેઓનાં મન-વચન અને કાયા આ ત્રણે યોગો જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અને તેઓના બતાવાયેલા ધર્મ પ્રત્યે પક્ષપાતવાળા હોય છે. જે વસ્તુ સત્ય છે યથાર્થ છે. આત્માને એકાન્ત ઉપકાર કરનારી જ છે. સર્વ પ્રકારના દોષોથી રહિત જ છે તેવી વસ્તુ પ્રાપ્ત થયા પછી તેનો પક્ષપાત કોને ન થાય ! સાચા હીરા-માણેકની હાર પ્રાપ્ત કર્યો, પછી ખોટા હારનો મોહ કોને થાય ! તેમ સમ્યકત્વ આવ્યા પછી સર્વ શ્રેષ્ઠ વીતરાગ પરમાત્મા અને તત્કથિત સર્વોત્તમ ધર્મ મળ્યા પછી અન્ય દેવ-દેવી ધર્મ કેમ રૂચે ! મન-વચન અને કાયા એમ ત્રણ યોગોમાં તેઓનો જ પક્ષ રમી જાય, ગમી જાય, જામી જાય. તે ત્રણ શુદ્ધિ જાણવી.
मणवायाकायाणं, शद्धि संमत्तसोहिणी तत्थ । मणशुद्धी जिणजिणमयवज्जमसारं मुणइ लोयं ॥ स. सा. २५॥
ત્યાં મનશુદ્ધિ ઉપર “નરવર્મા” રાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે.
આ જંબૂઢીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધના મધ્યખંડમાં “વિજયવતી” નામની નગરી છે. ત્યાં નરવર્મા રાજા રાજ્ય કરે છે. તેને “રતિસુંદરી” નામની પત્ની છે. તેઓને “હરિદા” નામનો પુત્ર છે તે રાજાની રાજસભામાં મહિસાગર આદિ મહામંત્રીઓ છે. તે મંત્રીઓ આ રાજાની રાજસભામાં ધર્મવિષયક ચર્ચા ઘણીવાર કરે છે. એક કહે છે કે બોલવાની ચતુરાઈ અને ધર્યતાપૂર્વક પરોપકારાદિ કરવા રૂપ લૌકિક આચારો છે એ જ ધર્મ છે. બીજો કહે છે કે વેદમાં કહેલા અગ્નિહોત્રાદિ યજ્ઞો કરવા એ જ ધર્મ છે. ત્રીજો કહે છે કે પૂર્વપુરુષોની પરંપરાથી જે આચરાતું હોય તે જ ધર્મ છે. ચોથો કહે છે કે પ્રત્યક્ષ જે દેખાય છે તેને ભોગવવું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org