________________
ઢાળ ચોથી
અધિકાર ચોથો
ત્રણ પ્રકારની શુદ્ધિનું વર્ણન. ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે, શ્રી જિન ને જિનમત વિના રે, જુઠ સકળ એ બુદ્ધિ રે,
ચતુર વિચારો ચિત્તમાં રે. ૨૦ જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય ! રે, એવું જે મુખે ભાખિયે રે, તે વચનશુદ્ધિ કહેવાય રે.
ચતુર. ૨૧ છેદ્યો ભેદ્યો વેદના રે, જે સહેતો અનેક પ્રકાર રે, જિન વિણ પરસુર નવિ નમે રે, તેહની કાયાશુદ્ધિ ઉદાર રે.
ચતુર૦ ૨૨ ગાથાર્થઃ સમ્યકત્વના સ્થાનરૂપ ત્રણ શુદ્ધિ છે. જિનેશ્વર પરમાત્મા, અને તેઓએ પ્રરૂપેલ જૈનધર્મ વિના આ સંસારમાં સર્વ દેવો અને તેઓનો બતાવેલો ધર્મ એ જુઠ છે એવી જે પક્ષપાતવાળી નિર્મળ બુદ્ધિ તે પ્રથમ મનશુદ્ધિ કહેવાય છે. ૨૦
જિનેશ્વર પરમાત્માની ભક્તિ-સેવા-પૂજા ચરણકમલની ઉપાસનાથી જે કાર્ય થતું નથી તે કાર્ય અન્યદેવોથી (કે તેઓની સેવાભક્તિથી) કેમ થઈ શકે ! અર્થાત્ ન જ થાય, એવું મુખે જે બોલવું તે બીજી વચનશુદ્ધિ કહેવાય છે. ૨૧
શરીરનું કોઈ દેવ અથવા માનવ છેદન-ભેદન કરે, અનેક પ્રકારની વેદના (પીડા) કરે તો પણ તે સર્વ સહન કરે પરંતુ જિનેશ્વર પરમાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org