________________
૮૧
પરમાત્માની આજ્ઞાપાલનના જે પરમરાગી હોય, વિવિધ ગુણોના ભંડાર હોય, સ્યાદ્વાદ શૈલિથી પોતે અર્થોના પારગામી હોય અને શ્રોતાજનને ઘણી જ મધુરી શૈલિથી શાસ્ત્રજ્ઞાન આપી શક્તા હોય તેવા જે કુશલવક્તા તે ખાવચનિકપ્રભાવક કહેવાય છે. હ્યું છે કે –
कालोचियसुत्तधरो, पावयणी तित्थवाहगो सूरी । પકવોદિયમવ્યનો, થર્મદ દક્કિો . સ. સ. રૂરૂપ
ધર્મકથી પ્રભાવક : ધર્મનો ઉપદેશ આપવાની કોઈ, અપૂર્વ શક્તિ ધરાવનાર કે જે ધર્મકથા દ્વારા મિથ્યાત્વાદિ દોષોરૂપી નિદ્રામાંથી ભવ્યજીવોને પ્રતિબોધિત કરવામાં સૂર્યસમાન છે તે ધર્મસ્થી નામના બીજા પ્રભાવક જાણવા. આ પ્રાવચનિક અને ધર્મકથી એમ બન્ને પ્રભાવક ઉપર શ્રી સ્વામીનું ઉદાહરણ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
અવન્તિ નામની નગરીમાં ધનગિરિ નામના એક શ્રેષ્ઠીપુત્ર હતા. જૈનધર્મના પરમરાગી હોવાથી યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં દીક્ષાના પૂર્ણ અભિલાષી હતા. તે જ ગામમાં ધનપાલશ્રેષ્ઠીને સુનન્દા નામની યુવાવસ્થાને પામેલી એક પુત્રી હતી. તેના ભાઈએ દીક્ષા ગ્રહણ કરેલી હતી. તે સુનંદા ધનગિરિ ઉપર અતિશય રાગવાળી હતી. ધનગિરિની ઈચ્છા દીક્ષા ગ્રહણ કરવાની હોવા છતાં વડીલોના આગ્રહથી અને સુનંદાનો ધનગિરિ ઉપર ઘણો રાગ હોવાથી આ બન્નેનાં લગ્ન થયાં. કેટલાક કાળે સુનંદા સગર્ભા થયાં. ધનગિરિએ દીક્ષા-ગ્રહણની ઇચ્છા વ્યક્ત કરી. સુનંદાની સમ્મતિ ન હોવા છતાં પુત્ર જન્મ પહેલાં જ ધનગિરિએ દીક્ષા લીધી. ગર્ભકાલ પૂર્ણ થયે છતે સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. સુનંદાની સખીઓ પરસ્પર વાર્તાલાપ કરે છે કે , જો આ બાલકના પિતાએ દીક્ષા લીધી ન હોત તો તે મોટો જન્મમહોત્સવ કરતા. આ વાર્તાલાપ સાંભળવાથી બાલક જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને પૂર્વભવની ધર્મ-આરાધનાના સંસ્કારથી દીક્ષાના વિચારવાળો બન્યો. માતાને દુઃખ આપવું તે વ્યવહારથી ઉચિત ન હોવા છતાં માતાનો મોહ ઘટાડવા જન્મના દિવસથી જ આ બાળકે રડવાનું શરૂ કર્યું. તેના કારણે માતા ખાવા-પીવા-હરવા-ફરવા અને નિદ્રા આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org