________________
વિદ્યા અને મંત્રશક્તિમાં જે બલવાનું હોય તે વજમુનિની પેઠે છઠ્ઠી “વિદ્યાબલી” નામના પ્રભાવક જાણવા તથા ચૂર્ણ અને અંજન યોગાદિની શક્તિથી બલવાન હોય તે શ્રીકાલિકાચાર્યની પેઠે “સિદ્ધ” નામના સાતમા પ્રભાવક જાણવા. ૩૩.
માત્ર ધર્મના જ કાર્ય માટે સિદ્ધસેન દિવાકરજીની જેમ અમૃતના રસ જેવા મધુર અર્થોથી ભરેલાં કાવ્યો રચીને રાજાને રીઝવે તે છેલ્લા આઠમા ઉત્તમ “કવિ” નામના પ્રભાવક જાણવા ૩૪.
જે કાળે આવા પ્રભાવક પુરુષો ન પાકતા હોય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક અનેક પ્રકારે જે યાત્રા અને પૂજાદિ ધર્માનુષ્ઠાન કરે, કરાવે, જૈનાગમો લખે-લખાવે, અને પ્રસારિત કરે તે પણ છેવટે પ્રભાવક ગણાય છે. ૩૫.
શાસ્ત્રમાં કહ્યું છે કેसम्मइंसणजुत्तो, सइ सामत्थे पभावगो होइ । સો પુન રૂસ્થ વિસો, નિદિો દ્રા કુત્તે સ. સ. ૩૨ पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । વિના સિદ્ધો ય વી, ગદ્દેવ માવા મળ્યા .. રૂચા
વિવેચન : અતિચારાદિ દોષોથી રહિત નિર્મળ સમ્યકત્વગુણથી જે સહિત છે. તેવા મહાત્મા પુરુષો પોતાની ભિન્ન ભિન્ન જાતની શક્તિ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરનારા જયારે બને છે ત્યારે તેઓને પ્રભાવક કહેવાય છે. આવા પ્રભાવક અનેક રીતે થાય છે. તેમાં આ આઠ મુખ્યપણે કહ્યા છે. આઠે પ્રભાવકમાં જે એક-એક દૃષ્ટાંત કહ્યાં છે તેમાં પણ ઉપલક્ષણથી અનેક નામો જાણવાં. પોતાની કોઈ પ્રકારની વિશિષ્ટ શક્તિ વડે જે જૈનશાસનની શોભા વધારે, બીજા લોકો પણ જૈનશાસન પામે એવાં કાર્યો કરે તે પ્રભાવક કહેવાય છે. તેના આઠ ભેદ છે.
(૧) પ્રાવચનિક પ્રભાવક : જે જે કાળે જેટલું જેટલું જૈન સાહિત્ય વિદ્યમાન હોય, તેના અર્થોના જે જ્ઞાની હોય, જિનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org