________________
છે.
ઢાળ છઠ્ઠી અધિકાર છઠ્ઠો સમ્યક્ત્વગુણ યુક્ત આઠ જાતના જૈનશાસનના પ્રભાવક.
આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી રિ જાણ, વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લહે ગુણ ખાણ, ધન ધન શાસનમંડન મુનિવરા. ૨૮ ધર્મકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ, નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હૃદય સંદેહ.
ધન ધન૦ ૨૯
વાદી ત્રીજો રે તર્ક નિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ, રાજદ્વારે રેજય કમલા વરે, ગાજીંતો જિમ મેહ.
ધન ધન૦ ૩૦
ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પર મત જીપણ કાજ, તેહ નિમિત્તી રે ચોથો જાણીએ, શ્રી જિનશાસન રાજ. ધન ધન૦ ૩૧
તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ, આશ્રવ લોપે રે, નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન ધન૦ ૩૨
છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણો બલી, જિમ શ્રી વયર મુણિંદ, સિદ્ધ સાતમો રે અંજનયોગથી, જિમ કાલિક મુનિ ચંદ.
ધન ધન૦૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org