________________
રોગ હોય તો ભોજનની અરૂચિ અને અજીર્ણ વગેરે થાય છે. તેમ કોઇક વખત અરૂચિપૂર્વકના ભોજનથી અથવા અજીર્ણાદિ થાય તેવા ભોજનથી રોગ ન હોય તો પણ રોગ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે કોઈક વખત અંદર નિશ્ચયસમ્યક્ત હોય તો આ ૬૭ સ્થાનો પ્રાપ્ત થાય છે. અને કોઈક વખત આ ૬૭ સ્થાનો આચરવાથી અંદર સમ્યક્ત ગુણ ન પ્રગટ થયો હોય તો પ્રગટ પણ થાય છે. એટલે આ ૬૭ સ્થાનો એ સમ્યત્ત્વનું કાર્ય પણ છે અને સમ્યક્ત પ્રાપ્તિનું કારણ પણ છે. તેથી અવશ્ય જાણવા જેવાં આ ૬૭ સ્થાનો છે. માટે અતિશય મધુરી એવી સમ્પર્વની વાર્તા તમે સાંભળો. ૪.
ઢાળ પહેલી ચઉ સદહણા તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે, ત્રણ શુદ્ધિ, પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. ૫.
છંદ પ્રભાવક અડ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, ષ જયણા, ષ આગાર, ભાવના છવિહા મન આણીએ; ષ ઠાણ, સમકિત તણાં, સડસઠ ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. ૬.
ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારનું લિંગ અને દશ પ્રકારના વિનયનો તમે વિચાર કરો, તથા ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ પ્રકારનાં દૂષણો અને આઠ પ્રકારના પ્રભાવક પુરુષો જાણવા. ૫.
આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારનાં ભૂષણ, પાંચ પ્રકારનાં લક્ષણો જાણવા જેવા છે. છ પ્રકારની જયણા, છ પ્રકારના આગાર અને છ પ્રકારની ભાવના મનમાં ભાવો. તથા સમ્યત્ત્વનાં છ સ્થાનો છે એમ સમ્યત્ત્વગુણના કુલ ૬૭ બોલો ઘણા જ મહત્ત્વના છે, આ સડસઠે ભેદોનો તાત્ત્વિક વિચાર કરતાં કરતાં આ આત્મા ભવસમુદ્રનો પાર પામે છે. અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરે છે. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org