________________
પાસે ચાલ્યો ગયો. સંઘ ઘણો આનંદ પામ્યો. સુનંદા પણ ખેદવાળી થઈ છતી વૈરાગ્ય પામી દીક્ષિત થઈ. ધનગિરિજીએ પણ આ બાળક નાનો હોવાથી તેના પાલન-પોષણ માટે સાધ્વીજીના ઉપાશ્રયે રાખ્યો. ત્યાંની બહેનો તેની સારસંભાળ રાખે છે. સાધ્વીજીઓ જે જે આગમો ભણે છે તે તે આગમો સાંભળીને આ બાળક અગિયાર અંગનો જાણકાર બન્યો. તે બાળક બાલ્યવયથી જ વજૂરત્નની જેમ અતિશય ભારવાળો હોવાથી ગુરુજીએ તેનું નામ “વજૂ” રાખ્યું. અનુક્રમે તે વજૂ આઠ વર્ષનો થયો, ત્યારે ગુરુજીએ તેને દીક્ષા આપી પોતાની પાસે રાખ્યો. ધીરે ધીરે આ વજૂસ્વામી મોટા થયા. એક વખત અવન્તિ દેશમાં આવ્યા ત્યારે તેમના પૂર્વભવના મિત્રો અને હાલ તિર્યજભકદેવ તરીકે રહેલા દેવોએ તેમના ચારિત્રની વિવિધ રીતે પરીક્ષા કરી. સ્થિર પરિણામી અને નિર્દોષ ચારિત્રવાળા વજૂસ્વામીને જોઇને એક બહુરૂપ કરવાની વિદ્યા અને બીજી માનુષોત્તર પર્વત સુધી જવા-આવવાની આકાશગામિની વિદ્યા આપી.
સાધ્વીજી મહારાજશ્રી વડે ભણાતું અંગાદિનું શ્રુત સાંભળીને અંગોના જાણકાર તો હતા જ. પરંતુ પદાનુસારિણીલબ્ધિ વડે વધારે વધારે શ્રુતજ્ઞાન પામ્યા. પરંતુ પોતાને બધું જ આવડે છે તે વાત તેઓ કોઈને જણાવા દેતા નહીં. ભણવા માટે ગુરુ વડે વારંવાર પ્રેરણા કરાતાં આળસુ પુરુષ જેમ કંઈક પ્રયત્ન કરે તેમ યત્કિંચિત્ પ્રયત્ન કરતા. કેટલોક કાળ ગયો. એક વખત દિવસના મધ્યભાગે ભણનારા સાધુઓ બહાર ગયા હતા અને ગુરુજી શરીરચિંતાર્થે બહાર ગયા હતા ત્યારે એકાકી એવા વજૂસ્વામી સાધુઓનાં ઉપકરણોના વીંટાને મંડલી આકારે મૂકીને (જાણે આ બધા સાધુ જ બેઠેલા છે એમ મનમાં માનીને) ગંભીર ધ્વનિથી સુંદર રીતે વાચના કરવા લાગ્યા. શરીર ચિંતાનું કાર્ય પતાવી આવીને બારણે ઉભેલા ગુરુજીએ દેશના આપતા વજૂસ્વામીને જોયા. તેઓની અપૂર્વ શક્તિ જોઈને શ્રી સિંહગિરિજીએ વજૂસ્વામીની શક્તિનું ઇતર સાધુઓને ભાન કરાવવા વિહાર કરવાનું જાહેર કર્યું. તે વખતે બધા સાધુઓ કહેવા લાગ્યા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org