________________
૧૪૧
દુઃખી લોકોની દયા કરવી તે દ્રવ્યદયા, અને ધર્મહીન જીવો ઉપર ધર્મ પમાડવાની જે દયા તે ભાવદયા. આ “અનુકંપા” નામનું ચોથું લક્ષણ જાણવું. સમ્યકત્વી જીવે આવી અનુકંપા અવશ્ય મનમાં રાખવી જ. ૪૪
શ્રી જિનેશ્વર પરમાત્માએ જે કંઈ કહ્યું છે તે જરા પણ ખોટું નથી. એવો મનમાં જે દઢ વિશ્વાસ તે આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ જાણવું. આ લક્ષણ કુમતિનો-મિથ્યામતિનો નાશ કરે છે. ૪૫
શાસ્ત્રમાં કહ્યું છે કેलक्खिजइ सम्मत्तं, हिययगयं जेहिं ताई पंचेव । ૩વસમાં સંવેદનો ત૬, નિવેયપુરે Oિ | સ. સ. ૪રૂ I
જેના દ્વારા હૃદયમાં રહેલું સમ્યકત્વ જણાય (ઓળખાય) તે લક્ષણ કહેવાય છે. તેવા સમ્યકત્વનાં પાંચ લક્ષણો છે. (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિકતા. ૪૩
- વિવેચન-જેમ પર્વતની ખીણમાં રહેલો અને આંખે ન દેખાતો અગ્નિ આકાશમાં ઉછળતા ધૂમાડા વડે જણાય છે. તેમ હૃદયમાં રહેલું અને આંખે ન દેખાતું સમ્યકત્વ જે જે ચિહ્નોથી-નિશાનીઓથી દેખાય તે તે ચિહ્નોને “લક્ષણ” કહેવાય છે. સમ્યકત્વનાં આવાં પાંચ લક્ષણો છે. (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિકતા. આ પાંચ લક્ષણો ક્રમશઃ શ્રેષ્ઠ-શ્રેષ્ઠ છે. પરંતુ તેઓની પ્રાપ્તિ ઉલટા ક્રમે થાય છે. અર્થાત્ (૧) આસ્તિકતા-જિનવચન ઉપર પ્રથમ વિશ્વાસ ઉપજે. પછી જ (૨) અનુકંપા-વાસ્તવિક કરૂણા ઉપજે. ત્યાર બાદ જ (૩) નિર્વેદ-સંસાર (નાં સુખો) ઉપર ઉગ ઉત્પન્ન થાય. પછી જ
(૪) સંવેગ-સાચો મોક્ષાભિલાષ પ્રગટે. ત્યારબાદ જ | (૫) ઉપશમ-સાચો યથાર્થ સમભાવ આવે છે.
આ પાંચે સમ્યકત્વનાં લક્ષણો છે. આ લક્ષણો વડે સમ્યકત્વ પરખાય છે. ત્યાં સૌ પ્રથમ ઉપશમ” લક્ષણનું સ્વરૂપ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org