Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૭
सम्मत्तनाणचरणा, संपुन्नो मोक्खसाहणोवाओ । તા રૂદ નુ પત્તો, સત્તિ નાયતત્તાપ છે . . દકો
આ પ્રમાણે આ છએ સ્થાનક માનવાં એ જ સમ્યકત્વપ્રાપ્તિનું મૂલકારણ છે. આસ્તિકતાનું પ્રતીક છે. જૈનદર્શનનો સાર છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ રચેલી “આત્મસિદ્ધિ” આ જ છ સ્થાનોને ગુજરાતી ભાષામાં પદ્યરૂપે સમજાવનારી છે. જૈનશાસ્ત્રોમાં પૂર્વાચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં આ છ સ્થાનો અનેક રીતે અનેક સ્થાનોમાં સમજાવ્યાં છે.
આ છ સ્થાનો સમજવાથી અન્યદર્શનોના એકાન્તવાદો મનમાંથી દૂર થઈ જાય છે. સત્યમાર્ગ સમજાઈ જાય છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અત્યન્ત રૂચિ-પ્રીતિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ લખવા ભણવા અને વાંચવાનું પણ આ જ પ્રયોજન છે. આ છએ સ્થાનના વિષય ઉપર નરસુંદર રાજાની કથા છે. તે સમ્યકત્વ સપ્તતિકામાંથી જાણી લેવી. ઇણિ પરે સડસઠ બોલ વિચારી જે સમકિત આરાહે રે, રાગ-દ્વેષ ટાલી મનવાલી તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચળ કોઇ નહીં તસ તોલે રે, શ્રી નયવિજય વિબુધ પયસેવક વાચક જશ ઈમ બોલે રે. ૬૮
આ પ્રમાણે સડસઠ બોલનો બરાબર વિચાર કરીને જે જે આત્માઓ સમ્યકત્વને બરાબર આરાધે છે તેઓ સમ્યકત્વગુણની આરાધનાના પ્રતાપે (૧) રાગ-દ્વેષનો નાશ કરી, મનને વિષયોમાંથી વાળીને સમતાગુણનું સુખ પ્રાપ્ત કરી શકે છે. જે જે આત્માઓનું મન સમ્યકત્વગુણમાં નિશ્ચલ છે. (અતિશય સ્થિર છે) તેની તોલે કોઈ આવી શકતું નથી. એમ શ્રી નવિજયજી મહારાજશ્રીના ચરણ સેવક એવા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ કહે છે.
વાયવશારદ થાયાચાર્ય પરમ પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ રચિત શ્રી સમ્યક્ત્વ સડસઠ બોલની સઝાય તથા તેના ગુજરાતી અર્થ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org