Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૪ તથા આ ભવમાં એક આત્માએ જે કર્મો કર્યા તે કર્મો પણ આત્માના નાશની સાથે નાશ પામવાથી નવા આત્માઓ તો દુઃખ-સુખ રહિત મુક્ત જ થવા જોઈએ. માટે આત્મદ્રવ્ય નિત્ય છે. દ્રવ્યથી અનાદિ અનંત છે. તેના પર્યાયો ક્રમશઃ વર્તતા હોવાથી અનિત્ય છે. પરંતુ મૂલ આત્મ દ્રવ્ય નિત્ય છે.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કેदव्वट्ठयाइ निच्चो उप्पायविणासवजिओ जेणं । पुव्वकयाणुसरणओ पजाया तस्स उ अणिच्चा ॥ स. स. ६१॥
(૩) આત્મા કર્મોનો કર્તા છે આ ત્રીજું સ્થાનક.
સાંખ્ય દર્શન આત્મા છે એમ પણ માને છે અને તે નિત્ય છે એમ પણ માને છે. પરંતુ તે શુદ્ધ બુદ્ધ નિરંજન જ છે. કર્માદિનો કર્તા નથી. પ્રકૃતિ જ કર્મોની કર્તા છે એમ માને છે. તેઓ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ એમ બે મૂલ તત્ત્વ છે. પુરુષ ચૈતન્યવાળો અને શુદ્ધ હોવાથી અકર્તા છે. અને પ્રકૃતિ સત્ત્વ-રજસ્તમસૂની બનેલી છે. તેમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કર્માદિની કર્તા છે. તે મતની સામે જૈનદર્શન કહે છે કે “આ આત્મા જ કર્માદિનો કર્તા છે” પ્રકૃતિ એ જડ હોવાથી ઘટ-પટની જેમ તેમાં કર્તુત્વ ઘટે નહીં. આ આત્મા શુદ્ધ-બુદ્ધ નિરંજન સત્તાગત રીતે હોવા છતાં કષાય અને યોગવાળો છે. તેથી કર્મોના બંધનો કર્તા છે. કષાય અને યોગથી થતા વૈભાવિક પરિણામો કર્મ બંધાવનાર છે. અને તે ચૈતન્યગુણવાળા જીવને જ હોય છે. ચૈતન્ય જેને હોય તેને જ હર્ષ-શોકરાગ-દ્વેષ અને અહંકારાદિ સંભવે છે. તેથી તે જ કર્મોનો કર્તા છે. નિશ્ચયનયથી આ આત્મા પોતાના ગુણોનો કર્તા છે. અનુપચરિત વ્યવહારનયથી આ આત્મા કર્મોનો કર્તા છે અને ઉપચરિત વ્યવહારનયથી આ આત્મા ગૃહ-નગરાદિનો કર્તા છે. આ ત્રીજું સ્થાનક છે.
શાસ્ત્રમાં કહ્યું છે કેकत्ता सुहासुहाणं, कम्माण कसायजोयमाईहिं । મિરવંડરવિન્નીવર, સામજિવતા હતાલુત્ર છે. સ. સ. ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org