Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૨
પ્રશ્ન-શરીરને આત્મા માનવામાં જો ઉપરનો દોષ આવે છે તો “ઇન્દ્રિયો એ જ આત્મા છે એમ માનો ને ! જુદો આત્મા માનવાની શી જરૂર ?
ઉત્તર-જો ઇન્દ્રિયોને આત્મા માનીએ તો એક શરીરમાં પાંચ આત્મા માનવા પડે. તથા પાંચ આત્મા માનીએ તો ભિન્ન-ભિન્ન અભિપ્રાયો તેઓના સંભવતા હોવાથી કોઈ પણ એક કાર્ય કરવામાં પણ અવ્યવસ્થા થાય. તથા આંખે કેરી જોઇને જીભમાં પાણી આવે છે અને કાને યશઅપયશની વાત સાંભળીને આંખમાં હર્ષ અને ક્રોધ આવે છે તે ઘટી શકે નહીં. તેથી પાંચ બારીઓથી જોનારો દેવદત્ત જેમ બારીઓથી જુદો છે તેમ પાંચ ઇન્દ્રિયોથી વિષયનો અનુભવ કરનાર આત્મા જુદું દ્રવ્ય છે. પરંતુ ઇન્દ્રિયો એ જ આત્મા નથી.
પ્રશ્ન-જો આત્મા સ્વતંત્ર દ્રવ્ય હોય તો શરીરમાં આવતો અને જતો દેખાતો કેમ નથી ! મૃત્યુ વખતે નીકળતો દેખાવો જોઇએ ને ?
ઉત્તર-કોઈ માણસને ભૂત-પ્રેત કે યક્ષાદિ વળગે છે અને મંત્રાદિના પ્રયોગથી તે દૂર થાય છે ત્યારે તે ભૂત-પ્રેત યક્ષાદિ આવતાં અને જતાં કેમ દેખાતા નથી ? તે જેમ ન દેખાતા હોવા છતાં છે તેમ જીવ પણ છે. - પ્રશ્ન-પેક બનાવેલી કાચની પેટીમાં કોઈ જીવ જન્મ અથવા મરે ત્યારે જીવના ગમનાગમનથી કાચની પેટીને છિદ્ર કે ચિરાટ પડેલી કેમ દેખાતી નથી ?
ઉત્તર- લોખંડ દ્રવ્યને ભટ્ટામાં તપાવતાં અને પાણીથી ઠારતાં અગ્નિના પ્રવેશ-નિર્ગમનથી લોખંડદ્રવ્યને છિદ્ર કે ચિરાટ કેમ પડતાં નથી? જો અગ્નિ દ્રવ્ય તેવા સ્વભાવવાળું છે કે જેના પ્રવેશ-નિર્ગમનથી લોખંડને છિદ્રાદિ ન પડે તો જીવદ્રવ્ય પણ તેવા સ્વભાવવાળું જ છે. ઉલટું અગ્નિ તો બાદર અને મૂર્તિ છે. જ્યારે જીવ તો સૂક્ષ્મ અને અમૂર્ત છે.
પ્રશ્ન- આત્મદ્રવ્યની સિદ્ધિ માટે પ્રત્યક્ષાદિ પ્રમાણોમાંથી કોઈ પ્રમાણ ઘટે છે ? અર્થાત્ પ્રમાણથી આત્મા સમજાવો.
૧ ો ા
ઘટે છે અત્યવ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org