________________
' '.
૨૦૧
શાસ્ત્રમાં કહ્યું છે કેअस्थि जिओ तह निच्चो, कत्ता भोत्ता य पुण्णपावाणं । સ્થિ થર્વ નિવ્યા, તવા જ છઠ્ઠા છે સ. સ. ૧૬
જુદા જુદા દર્શનકારો આત્મા વિષે જુદી જુદી માન્યતાઓ ધરાવે છે તે સઘળી માન્યતાઓ મિથ્યા છે એમ સમજાવવા માટે અને સાચી વાતની પ્રતીતિ કરાવવા માટે આ છ સ્થાનકો છે. આ છ સ્થાનો એ જ તત્ત્વજ્ઞાનનો મુખ્ય ઉપાય છે. આ જ જૈનદર્શનનો મુખ્ય પાયો છે. આ છ સ્થાનો સમજે અને માને તો જ ધર્મપ્રવૃત્તિ સંભવે છે અને તે સફળ થાય છે. છ દર્શનોની ઉત્પત્તિ આ છ સ્થાનો ન માનવાથી અથવા એકેક સ્થાનનો એકાન્તવાદ માનવાથી થયેલી છે. તે આ પ્રમાણે
(૧) “આત્મા છે” આ પ્રથમ સ્થાન.
ચાર્વાક નામનું એક દર્શન છે. જેનું બીજું નામ નાસ્તિકદર્શન છે. તે “આત્મા” પદાર્થને માનતું નથી. તેનું કહેવું છે કે પૃથ્વી-પાણી-તેજ વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનો સમૂહ ભેગો થવાથી તેમાં “ચેતના” (જ્ઞાનશક્તિ) ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી તેના પ્રતિકાર માટે આ પ્રથમ સ્થાન છે. જૈનદર્શનકારોનું કહેવું છે કે “આત્મા” નામનું ચૈતન્ય ગુણવાળું દ્રવ્ય સ્વતંત્ર છે. પાંચ ભૂતોના સમૂહથી તેમાં ચેતના પ્રગટ થતી નથી. કારણ કે જેમ રેતીના એકેક કણમાં તેલ નથી તો સમૂહ થવા છતાં તેમાં તેલ ઉત્પન્ન થતું નથી. તેમ પૃથ્વી વગેરે એકેક ભૂતમાં ચેતના ન હોવાથી ભૂતો ભેગાં થવા છતાં સમૂહમાં ચેતના આવતી નથી. અને જો એકેક ભૂતમાં ચેતના હોય તો પાંચ ભૂતો ભેગાં થવાથી એક શરીરમાં પાંચ ચેતના-આત્માઓ થવા જોઈએ. માટે ભૂતોના સમૂહથી ચેતના થતી નથી. પરંતુ આત્મા દ્રવ્ય સ્વતંત્ર છે.
પ્રશ્ન-શરીર એજ આત્મા છે એમ માનીને ? જુદો આત્મા માનવાની શી જરૂર ?
ઉત્તર-શરીર એ જ આત્મા છે એમ જો કહીએ તો મડદામાં પણ આત્મા માનવો પડે. પરંતુ મડદામાં આત્મા નથી. માટે સચેતન શરીરમાં પણ શરીર એ આત્મા નથી. પરંતુ શરીરથી ભિન્ન આત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org