________________
૨૦૦
કહે કિરિયાનય કિરિયાવિણ જે જ્ઞાન તેહ શું કરશે રે, જલ પેસી કર પગ ન હલાવે તારુ તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈંડાં બહોળાં નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બિહુ પખ સાધે જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭
ગાથાર્થ ઃ-સંયમ (એટલે ચારિત્ર-ધર્મક્રિયા) અને જ્ઞાન આ બન્ને મોક્ષના ઉપાયો છે. આ છઠ્ઠું સ્થાનક છે. જો કોઇ પણ પ્રકારના ઉપાય વિના સહેજે સહેજે મોક્ષ મળી જતો હોય તો સર્વ ઠેકાણે કારણ નિષ્ફળ જ થાય. જ્ઞાનનયવાળા કહે છે કે જ્ઞાન જ સાચું છે. જ્ઞાન વિનાની ક્રિયા મિથ્યા છે. જેઓને રૂપાનું જ્ઞાન નથી. તેઓ ‘“આ રૂપું છે' એમ માનીને છીપને લેવા માટે તેના તરફ ફર્યા કરે તે રૂપાને કેમ પામી શકે ? ૬૬
એવી જ રીતે ક્રિયાનયવાળા કહે છે કે ક્રિયા વિનાનું એકલું જ્ઞાનમાત્ર તે શું કામનું છે. પાણીમાં પેસીને તરવાની કલા જાણનારો તારૂ પણ જો હાથ-પગ ન હલાવે તો તે કેમ તરી શકે ? અહીં એકલો જ્ઞાનનય માનવામાં કે એકલો ક્રિયાનય માનવામાં ઘણાં પરપક્ષ તરફથી દૂષણો અને સ્વપક્ષ તરફથી ઘણાં ભૂષણો (ઘણા લાભો) છે. પરંતુ સિદ્ધાન્તને જાણનાર જ્ઞાની અને અપ્રમાદી આત્મા બન્ને(નયોના)પક્ષને સાધે છે. (બન્ને નયોને સાપેક્ષપણે સ્વીકારે છે.) ૬૭
વિવેચન- આ આત્મામાં સમ્યક્ત્વ જેનાથી સ્થિર થાય તે સ્થાનક કહેવાય છે. તેના શાસ્ત્રોમાં છ પ્રકાર છે.
૧) ચૈતન્યમય આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે. એમ માનવું તે પ્રથમ સ્થાનક. ૨) આત્મા નિત્ય છે, ધ્રુવ છે. અનાદિ અનંત છે. એમ માનવું તે બીજું સ્થાનક. ૩) આત્મા કર્મોનો કર્તા છે. એમ માનવું તે ત્રીજું સ્થાનક છે.
૪) આત્મા કર્મોનો ભોક્તા છે. એમ માનવું તે ચોથું સ્થાનક છે. ૫) આત્માનો ‘‘મોક્ષ’” છે. એમ માનવું તે પાંચમું સ્થાનક છે. ૬) મોક્ષના જ્ઞાન અને ક્રિયા એ ઉપાયો છે એમ માનવું તે છઠ્ઠું સ્થાનક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org