________________
ઢાળ બારમી
અધિકાર બારમો સમ્યકત્વનાં છ પ્રકારનાં સ્થાનો ઠરે જિહાં સમકિત તે થાનક, તેહના ષડવિધ કહીએ રે, તિહાં પહેલું થાનક છે “ચેતન લક્ષણ આતમ” લહીએ રે; ખીર નીર પરે પુગલમિશ્રિત પણ એહથી અલગો રે, અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નવી દિસે વળગો રે. ૬૨ બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભાળે રે, બાળકને સ્તનપાન વાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ-મનુજ-નરકાદિક તેહના છે અનિત્ય પર્યાયો રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત નિજ ગુણ આતમ રાયા રે. ૬૩
ગાથાર્થ-: જ્યાં સમ્યકત્વગુણ સ્થિર થાય તેને સ્થાનક કહેવાય છે તે સ્થાનકના છ પ્રકાર છે. ત્યાં પહેલું સ્થાનક “ચૈતન્ય લક્ષણવાળો આત્મા એવું એક છે” એમ માનવું છે. આ આત્મા દૂધ અને પાણીની જેમ પુદ્ગલથી મિશ્ર થયેલો છે. તો પણ દ્રવ્યથી ભિન્ન છે. જ્ઞાનમય અનુભવ રૂપી હંસની ચાંચ જો લગાડવામાં આવે તો તે એકરૂપ નથી. ૬૨
“આત્મા નિત્ય છે” આ બીજું સ્થાનક છે. જેના કારણે આ જીવ પૂર્વ કાળમાં અનુભવેલી વસ્તુને સંભાળે છે. તથા બાળકને જન્મતાંની સાથે જ સ્તનપાનની જે વાસના થાય છે. તે પૂર્વભવને અનુસારે થાય છે. તેથી આત્મા નિત્ય છે. આ આત્માની દેવ-મનુષ્ય-નરકાદિ જે જે અવસ્થાઓ છે તે તે પર્યાયો છે. અને તે પર્યાયો અનિત્ય છે. પરંતુ દ્રવ્યથી પોતાના ગુણોમાં રમનારો આ આત્મા અવિચલિત અને અખંડિત સ્વરૂપવાળો નિત્ય છે. ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org